યે રિશ્તા તેરા મેરા2.12
મહેક આ જોઇ ન શકીને એ દોડીને પોતાના રૂમમા જતી રહી,
પોતાના જ પ્રેમને આમ બેફામ જોઇ એ હલબલી ગઇ.શુ આ એ જ છોકરી છે કે જેને અંશ પ્રેમ કરતો હતો.?પછી બંન્ને છુટા પડી ગયાને પછી આકાશ સાથે પ્રેમ થયો પછી ભાગીને આવ્યાને હવે,ફરી પાછો....
હે ઇશ્વર!!! એક બાજુ નિરવા મને મળે છે કે જયદિપની યાદ આવે છે.નિરવા એ મને અને જયદિપને અલગ કરવા ખેલ નાખ્યોને અમે છુટા પડી ગયા.આજ ફરી પાછો એક ખેલ આવ્યોને...
***
ઓહો...દીદી શુ કરે છે?અંશ બોલ્યો
ભાઇ,સામે તારી પાછ્ળ દિવાલ પર ગ...રો...ળી...
મીરા બોલી અંશ;હે ભગવાન ક્યારનોય કહુ છુ તો કહે છે, તારી આંખોમા પ્રેમ જોવ છુ.કહી દેવાયને કે ગરોળી છે જો આખી વર્ડ ફાઇલ જતી રહી,ફરી રીસ્ટોર કરવી પડશે...
મીરા;હવે ઉભો તો થા,ને હટાવ તેને. અંશએ જોરથી સાવરણી લઇને ગરોળી હટાવીને મીરા દોડીને આવી મહેકે ચીસ સાભળી એ જરા પણ વિચલતી ન થઇ.મીરા તેના રૂમમા આવી અંશ સાવરણી લઇ ત્યા ગયોને મીરા શેટી પર ચડી બેસે છે,કુદકા મારતા મારતા બોલે છે પ્લીઝ તુ મારી જાન,તુ મારો જીવ તુ બધુ જ પણ પ્લીઝ...
હા..હા હવે હુ બધુ જ ને પેલા તો...મારી મજાક ઉડાવી
મહેક;પ્લીઝ...તમે શાંતિ લેતા નથી લેવા પણ...
અંશ;મહેક,તને ખબર છે એ મને શુ કે’તી હતી ખબર છે તને? ’’તુ ચોકલેટી બોય,એક નજરમા ગમી જાય તેવો છે,ક્યુટ છે,સ્વીટ હાર્ટ છેને આ બધા ઉપનામ કેમ મળ્યા તને ખબર છે..?
મહેક;મારે તમારી બકવાસ સાંભળવાની થાતી નથી,ઓકે.તમારે કેમેસ્ટ્રી સારી જામે છે નીકળો.
બંન્ને હાથ પકડી બહાર લઇ ગઇને અંશ બોલતો રહ્યો ગરોળી તો નથી સાવરણી તો ખાલી છે.હો..હો..હો..
મીરા;વાહિયાત..બેશરમ..પાગલ...મહેકને પણ પરેશાન કરી..
એ બેના નાટક જોઇ મહેક પરેશાન થઇ ગઇને મહેકના દિલમા એક નકામોને કારણ વગરનો શક પેદા થઇ ગયો....
***
મીત;અવની દીદી,આ કેયુરભાઇ તો સારા છે નહી..
કેયુરે અવની સામે આંખ ઉંચી કરી
અવની;કેમ?
મીત;જુઓ,તેમનુ ડ્રોઇગ કેટલુ સરસ.!!!
અવની;ઓહ,ગૂડ મો મચકોડી,તારે તો પૈસા જોતા હતા કેમ થયુ?
મીત;ઓહ,ભુલાય જ ગયુ.લઇ આવુ..મહેશકાકા જોડેથી
અવની;જી.. મીત ગયો
અવની;બોવ પાવર કરવાની જરુર નથી હો,જા નીચે હુ આવુ છુ.મીતને મુકીને.
કેયુર;હસીને બોલ્યો હા, પાવર નથી કેમ કે અમે તમારા જેવા નથી.અવની ગાલ પર એક પ્રેમથી ચુટલો ભરતો ગયો...
મીત આવ્યો અવની;લઇ આવ્યો પૈસા.
મીત;જી અવની;કેટલા લાવ્યો?
મીત;100. અવની;ઓહ...કરોડપતિ બેનનો ભાઇને સાળો માત્ર 100 જ રુપિયા આપ્યા.
મીત;હા,મે 100 જ માંગ્યા.
અવની;ઓહ...ઓહો..મીત તુ વાપરવાવાળો એક જ છે ને કમાવા વાળા બે.તારે તો પાણીની જેમ પૈસા વાપરવાના હોય મોજ કરવાની હોય મોજ....
મીત;એવુ ન કરાય.
અવની;તો અંશને મહેક તો તેને ફાવે તેમ જ પૈસા વાપરે છે જોડે મીરાને આકાશને પણ આપે છે.તો તને કેમ ન આપે?
મીત;અવનીદીદી હુ જાવ.
અવની;હા,એક કિસ આપી મીત જતો રહ્યો.
અવની;અંશ ખાલી તારી એક કીડી જેવડી ભુલ તને તારા બધા જ પોતાનાથી દુર ન કરી દે તો હુ અવની નહી.
***
નિરવા;જો જયદિપ,આપડે અહીથી પ્રસાદીને શ્રીફળ લઇ લેવુ છે કે ત્યા જઇને?
જયદિપ;તારે જેમ જે રીતે કરવુ હોય પણ પ્લીઝ,તુ મારા જોડે કોઇ વાત ન કર.
નિરવા;હમમ્મ.મને બે એક દિવસ પેલા મહેક મળેલી..
જયદિપ;રીઅલી!!! કેમ છે? શુ કરે છે?એમના મેરેજ થય ગયા?કેવી દેખાય છે?એ મને યાદ કરતી હતી કે?
નિરવા;બસ,જોઇ રહી જયદિપને વિચારી રહી આજેય મહેકની કેટલી યાદો તેને તાજી છે,કેટલો પ્રેમ કરે છે?ખરેખર મે જે કર્યુ એ ભુલ પણ....બે દિલને મે કેટલા તડપતા કર્યા,અગર હુ વચ્ચે ન હોત તો આજે એમના લગ્ન થય ગયા હોતને શાયદ એકાદ ટેણિયુ પણ...
જયદિપ;નિરવાને હલબલાવીને...મહેકે મારા વિશે તને કશુ કહ્યુ?
નિરવા;મે સામેથી બોલાવી,એ બોલી પણ...બસ ફોર્માલીટી જ.કેમ કે એ ચાહે તોય બોલ્યા વગર જતુ રહેવાય એવો માહોલ ન હતો.
જયદિપ;કેમ એવુ?
નિરવા;માર્કેટમા એ મળેલી... તારા વિશે કશુ નથી પુછ્યુ.એમની સગાઇ જ થઇ છે.મીત પણ અહી આવી ગયો છે.
જયદિપ;મીત..મહેકથી બોવ નાનો એ ભાઇ!!!
નિરવા;યા.... જયદિપ;
નિરવા,તુ જો આજે મારી સામે અગર તે ખેલ ન કર્યા હોત તો વિદેશથી આવેલી મહેકને હુ પોતે એર-પોર્ટ પર લેવા ગયો હોત?ખુદ મારા પાપા મહેકનો હાથ માંગવા ગયા હોત?આજે અમારા લગ્ન પણ...છી....તે જે ચાહ્યુ તે મેળવી લીધુ...તુ જીતી ગઇ..મહેક હારી ગઇ...તે બદલો લ્ઇ લીધો....આજે એ એક મશાલ બની ગઇ...જ્યા જાય ત્યા લોકો તેને ઓળખે,તેને માન આપે સન્માન આપે જે તેને મારાથી ક્યારેય ન મળેત.તે મહેકને ધન્ય કરી દીધી..
નિરવાની આંખમાંથી આંસુ ટપક્યા કે જયદિપના મમ્મી આવ્યા...
આરતીબેન;નિરવા,લે આ પૂજાનો સામાન તારા પાપા લઇ આવ્યા છે.
નિરવા;આંસુ લૂછી જી મમ્મી.
આરતીબેન;જયદિપ,નિરવાનુ ધ્યાન રાખજે.
જયદિપ;જી મમ્મા.. એ જતા રહ્યા
જયદિપ;નિરવા,જો તુ તારુ ધ્યાન જાતે જ રાખી લે જે...પછી..પાપા એ મને કશુ કહ્યુ તો..?
***
મીતનુ મન ચકડોળે ચડ્યુ.
અવનીદીદી એ સાચુ જ કહ્યુ, મને કેમ આટલા જ ને મીરાદીદીને આકાશભાઇને જોડે રાખે ખર્ચો કેટલો કરે ને હુ?સગોભાઇ છુ.તો પણ....વારો તારો..
મીતના મનમા એમ વિચાર ન આવ્યો કે મીરાને આકાશનો પગાર વધુ થાય.... પણ એક બાળક એવુ ન વિચારી શકે બસ ભુસુ જ ભરાવેલુ હોય એ જ વિચારે.
કંસના મનમા એમ હતુ કે દેવકીના બધા જ સંતાનની હત્યા કરી દેવાથી એ ભગવાન કંસ બની જશે.
અગર એવડા ન સમજે તો મીત તો નાનો..એ થોડો સમજે..? ત્યા જ મીતના પગમા એક બોલ આવ્યો....
મીત આજ બસ-સ્ટોપ પર સ્ટોપ ન થયો એ ચાલવા લાગ્યો, 4-5 શેરી પાછળ ગયો,જ્યા તે ચાલવા લાગ્યો,તેને થયુ ખરેખર કેવુ છે!!! મને ન’તી ખબર કે મારી ખુદની દીદી પણ!!! મમ્મા એ કેટલી આશા સાથે રાખ્યો...
ત્યા મીતના પગમા બોલ આવ્યો... એ દોસ્ત પ્લીઝ....બોલ આપ.. મીતે હાથમા બોલ લીધો ત્યા જ
યાદ આવ્યુ મહેકદીદી અંશને પોતે બોલથી રમતા ત્યારે અંશને મહેકદીદી હંમેશા મીતનુ કહ્યુ જ કરતાને આજે બધુ જ આકાશને મીરાનુ ધાર્યુ કરે છે,હવે મહેકદીદીને સારુ હુ તો અવનીદીદી જોડે.. એ દોસ્ત શુ વિચારે છે?
મીત;લે બોલ...ચલ રમવા,આમ સ્કુલ જવાનુ ન હોય...અરે જિંદગી ભણવા માટે નહી મોજ કરવા જ આપી છે. મારા બાપા એવુ કહે છે.
અહીં સારાને ખરાબ એવા બે પ્રકારના લોકો રહે એવુ નથી કે ગરીબ ખરાબ પણ માતા-પિતા આખો દિવસ કામ માટે જતા રહે તો નાના બાળકોનુ કોઇ ધ્યાન ન રાખેને એ ખરાબને આળવિતારા રસ્તે ચડી જાય
મીતનો ભેટો પણ એવી જ ટોળકી સાથે થયો... મીત આજે શાળા એ ન જતા આ મફતપરાના બાળકો સાથે પરિચય કરવા લાગ્યો..
મેહુલ,રવિ,સાગર,અમર,જતીન,પરેશ....ને નવો મીત..
પરેશ;અરે!!! તારુ નામ તો બોવ સરસ છે કોણે રાખ્યુ?
રવિ;તારી ફઇબા રાખવા ગઇતી
પરેશ;રવિ,ઓયે તારી મા ને... મીતની આંખો ફાટી ગઇ આ શબ્દ સાંભળતા જ....
રવિ;ઓયે તારા બાપના બાવા.... મીતનુ નામ રાખ્યુ ત્યારે એ છઠ્ઠીનુ ધાવણ ધાવતો હતો,તેને ક્યાથી ખબર કે તેનુનામ કોણે રાખ્યુ?
બસ સ્ટૉપ પર બસ આવી મીત ન હતો એટલે જતી રહી.... આજનો પુરો સમય આ ગરીબ ને જોડે લાઇન થી નીચે ઉતરી ગયેલા બાળકો સાથે વિતાવ્યો.
વધુ આવતા અંકે
[જાણો..
મીત આ બાળકો સાથે મળીને કેવી મુસીબત વ્હોરે છે ?
ને
અવની તેમા શુ સપોર્ટ કરે છે ?
સાથે મીરા રોકવાનો પ્રયત્ન કરે તો તેને કેવી બાબતમા ફસાવવાની ધમકી મારી ચુપ કરે છે અવની.
અંતે મહેકને તેનો ભાઇ મીત અંશથી કેવી રીતે અલગ થઇ જાય છે.]