Pratishodh - 15 in Gujarati Love Stories by Kalpesh Prajapati KP books and stories PDF | પ્રતિશોધ - ભાગ - 15

Featured Books
Categories
Share

પ્રતિશોધ - ભાગ - 15

        
            " હા તો મિસ ખુશી શું તમે મને જણાવી શકશો કે આ નંબર કોની પાસે છે?" મેવાડા એ ખુશીને ફોન નંબર બતાવતા કહ્યું 
           " આ ફોન નંબર તો પપ્પાનો છે, પણ તમે મને શું કરવા નંબર વિશે પૂછો છો?" ખુશીએ મેવાડા ને જવાબ આપતા કહ્યું અને પૂછ્યું
           " આ નંબર સરજી નો છે જેના દ્વારા સરજી આ રઘુ ને કંટ્રોલ કરી રહ્યો હતો મતલબ કે તારા પપ્પા જ સરજી છે." મેવાડા એ ખુશીની કહ્યું
   
                      ******************
 
            " ડોક્ટર....... ડોક્ટર પેશન્ટને હોસ આવી ગયું છે" નર્સ કરન ને એડમિટ કરેલા આઈસીયુમાંથી બહાર નીકળતા ડોક્ટરને  બોલાવતા કહ્યું. નર્સની વાત સાંભળીને વિશાલ, નીતા અને જયા ખુશ થઈ ગયા. નર્સની વાત સાંભળતા જ ડૉ તરત જ દોડીને આઈ સી યુ માં એન્ટર થયા અને કરન ની તપાસ કરતા કહ્યું કે હવે કરન ને કોઈ ખતરો નથી એન્ડ હી ઈઝ ઓલ રાઇટ. ડોક્ટર કરન ને તપાસીને બહાર નીકળ્યા પછી કરને મને ખુશી વિશે પૂછ્યું મે કરન ને મેવાડા ખુશીને પોલીસ સ્ટેશન લઈ ગયા ની વાત કરી. 
           " ક્યાં જાય છે કરન તું? અત્યારે તારી હાલત ઠીક નથી." વિશાલ મને ઉભો થતાં રોકતા કહ્યું
           " ખુશીને મારી જરૂર છે." 
           " પણ ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે." 
           " મારે નથી કરવો આરામ હું જાઉં છું." વિશાલ ને  કહી હું ઉભો થઇ ત્યાંથી નીકળ્યો વિશાલ પણ મારી પાછળ પાછળ આવ્યો. 
          " લાવ કરન હું બાઈક ચલાવી લઉં કે પછી એ પણ તું ચલાવી લઈશ." વિશાલે મને ટોન્ટ મારતા કહ્યું. મેં વિશાલને બાઇકની ચાવી આપી વિશાલે બાઇક ચલાવ્યું તેની પાછળ બેસી ગયો,  હોસ્પિટલથી પોલીસ સ્ટેશન જવાનો 20 મિનિટ નો રસ્તો હતો. 
                     ********************

            " હા તો તાવડે ઉઠાવો ખુશી ના પપ્પાને." મેવાડા તાવડે ને કહ્યું તાવડે અને બીજા કોન્સ્ટેબલ ખુશી ના પપ્પાને ગીરફતાર કરવા માટે નીકળ્યા. તાવડેને નીકળે પાંચ મિનિટ પણ નહોતી થઈ અને હું અને વિશાલ પોલીસ સ્ટેશનમાં એન્ટર થયા.
           " તું અહીંયા શું કરે છે કરન?" મને અંદર આવતો જોઈ મેવાડા એ મને પ્રશ્ન  કર્યો
           " એ બધું છોડો તમે ખુશીને અહીંયા કેમ લાવ્યા?" મેં મેવાડા ને પૂછ્યું. મેવાડા એ મને બધું જ કહી સંભળાવ્યું. ખુશી મને સહી સલામત જોઈ ખુબ જ ખુશ હતી પણ એના પપ્પાના કરેલા પર એને ખૂબ જ અફસોસ હતો.
          આ બધા વચ્ચે એક વ્યક્તિ એવી હતી કે જેને પોતાની બુદ્ધિ પર ઘમંડ હતો, એને હતું કે ભલે એ ફેલ થયો પણ કોઈ એના સુધી પહોંચી શકશે નહીં,  કેમકે એણે બહુ જ શાતિર દિમાગથી ગેમ ખેલી હતી. એનો બદલો પૂરું ના થવાનો અફસોસ હતો પણ એ ફરીથી બદલો લેશે એવો એને વિશ્વાસ હતો. પણ એક વાતથી તે અજાણ હતી કે શેરને માથે સવાશેર હોય છે અને એનાથી પણ શાતિર દિમાગ વાળો વ્યક્તિ એને શોધી કાઢશે.
            " પણ કરન તું જીવ તો કેવી રીતે બચી ગયો અને તને કેવી રીતે ખબર કે બોમ્બ કઈ કઈ જગ્યાએ લગાવ્યા છે?" મેવાડા એ મને પૂછ્યું
            " સર મારું નસીબ એતો."
            " મને કઈ સમજણ ના પડી કરન તું શું કહેવા માંગે છે?" મારી વાત નો મતલબ ન સમજાતા મેવાડા  એ મને પૂછ્યું
            " સર મારુ હૃદય ડાભી નહિ પણ જમણી બાજુ છે જેનો મને સૌથી વધુ બેનિફિટ મળ્યો અને બીજું મારું નસીબ, અને રહી વાત બોમ્બની તો એ તો મેં જ્યારે એ લોકોએ બોમ્બ ગાડીમાં લોડ કર્યા ત્યારે જ એમને ખબર ન પડે એ રીતે એમાં જીપીએસ ટ્રેકર લગાવી દીધા જેથી એક્ઝેટ લોકેશન મળી શકે, પછી તો મે કંટ્રોલરૂમમાં ફોન કરીને તમામ બોમ્બની લોકેશન મોકલી આપી જેથી તેમણે તમામ બોમ્બ શોધીને ડિફ્યુઝ કર્યા." મે મેવાડા ને જવાબ આપતા કહ્યું. અમારી ચર્ચા ચાલતી હતી એટલામાં તાવડે ખુશીના પપ્પાને લઈને આવ્યો.
           " આવો આવો મિસ્ટર સરજી આપનું સ્વાગત છે." ખુશી ના પપ્પાને આવતા જોઈ મેવાડા એ કહ્યું.
           " પણ સર મેં શું કર્યું છે?,તમે મને શેના માટે પકડી લાવ્યાં?" ખુશી ના પપ્પા ને પ્રશ્ન કર્યો
           " આમ અજાણ બનવાની જરૂર નથી અમને ખબર છે તમે શું નથી કર્યું." મેવાડા એ જવાબ આપ્યો. " બીજાની તો ઠીક છે પણ તમે તમારી છોકરીને પણ કિડનેપ કરાવી."
           " વોટ નોનસેન્સ તમે આ શું બોલો છો એનું તમને ભાન છે?" મેવાડા એ આરોપ લગાવતા ખુશીના પપ્પાએ ગુસ્સે થઈને મેવાડા ને કહ્યું. ખુશી ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગઈ હું પણ તેની પાછળ પાછળ ગયો. હું ખુશીને શાંત કરી તેના ઘરે મૂકી આવ્યો, પછી વિશાલ ને લઈને નિશા ના ઘરે ગયો મારે ની સામે થોડા સવાલ પૂછવા હતા.
           " આવી ગયુ નિશા નુ ઘર." વિશાલ એ નિશાના ઘર આગળ બાઈક ઉભુ રાખતાં કહ્યું. અમે ફટાફટ નીચે ઉતરીને નિશા ના ઘરે પહોંચ્યા.
           " માસી નિશા ઘરે નથી?" ઘરમાં એન્ટર થતા વિશાલ એ નિશાની મમ્મીને પૂછ્યું. આ દરમિયાન મે નિશા ના ઘરમાં નજર ફેરવી મને કંઈક ખૂંચતું હતું.
           " એ બહાર ગઈ છે હમણાં આવતી જ હશે તમે બેસો હું તમારા માટે પાણી લાવુ." નિશાની મમ્મીએ અમને સોફા પર બેસવાનું કહી પાણી લાવવા માટે ગયા.
           " માસી અંકલ શું કરે છે?" મેં માસીને પ્રશ્ન કર્યો. મારા પ્રશ્ન થી તેમની આંખોમાં આંસુ આવી ગયા.
           " બેટા એતો વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા જ્યારે નિશા એક વર્ષની જ હતી." માસી આસું લૂછતા મને જવાબ આપ્યો." એમના મિત્રોએ એમને ખોટી રીતે ફસાવ્યા હતા જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી હતી."
           " ખૂબ જ ખોટું થયું એમની સાથે" મે દુઃખ વ્યક્ત કરતા કહ્યું. એમણે મને નિશાનો પપ્પાનો ફોટો બતાવ્યો ફોટો જોતા જ મને લાઈટ થઇ કે આમને ક્યાંક જોયા છે પણ ક્યાં જોયા છે? તે યાદ નથી આવતું. અચાનક જ મને યાદ આવ્યું કે નિશાના પપ્પાને મે ખુશીના પપ્પાના જુના ફોટા મને બતાવતી હતી એમાં જ જોયા હતા. 
           " તો માસી અમે નીકળીએ મારે મોડું થાય છે, થોડું કામ છે એટલે." મે નિશાની મમ્મીને કહ્યું વિશાલ ને ઈશારો કરી બહાર નીકળવા માટે કહ્યું.
           " અચાનક ઉભો થઈને કેમ નીકળી ગયો." વિશાલ એ મને બહાર આવતા પૂછ્યું
           " કઈ નહિ બસ એમ જ તું મારી સાથે પોલીસ સ્ટેશને ચાલ ત્યાં જઈને તને બધી જ ખબર પડી જશે." હું  વિશાલ ને સમજાવી ને પોલીસ સ્ટેશને લઇ ને આવ્યો. અમે  પોલીસ સ્ટેશન માં આવ્યા જ છીએ એટલામાં નિશાનો ફોન આવ્યો, મેં વિશાલને કહી નિશાને પોલીસ સ્ટેશને બોલાવી. થોડી જ વારમાં નિશા પોલીસ સ્ટેશને આવી ગઈ.
           " હા બોલ વિશાલ કંઈ કામ હતું કે શું તું મારા ઘરે આવ્યો હતો?" નિશાએ આવતાની સાથે જ વિશાલ ને પ્રશ્ન કર્યો.
          " વિશાલને નહીં મારે કામ હતું." મેં નિશા ના પ્રશ્નો ઉત્તર આપતા કહ્યું
          " પણ તારે શું કામ પડ્યું?"
          " કેમ સરજી તમારે લોકોનું કામ પડે તો શું લોકોને તમારું કામ ના પડે? " મે ઘટસ્ફોટ કરતા કહ્યું કોઈને કઈકંઈ જ સમજણ ના પડી બધા મારી સામે જોઈ રહ્યા.
          " તું કેહવા શું માગે છે કરન?"
          " એ જ કે નિશા ઉર્ફે સરજી કયા નામથી બોલાવું તને." મેં નિશા ને કહ્યું હવે બધાને સમજાયું કે હું શું કહેવા માગતો હતો.
          " પણ એ કેવી રીતે બને કરન? સરજી તો એક પુરુષ છે, અને નિશા ને આ કેસમાં શું લેવા દેવા." મેવાડા એ મને પ્રશ્ન કર્યો
          " લેવાદેવા છે સર લેવાદેવા છે, આ બધું નિશા એ જ કર્યું છે, કેમ નિશા બોલે છે કે પછી હું જણાવું." મેં નિશા સામે જોઈ ને કહ્યું. એ કંઈ જ બોલી નહિ ચૂપચાપ  ઊભી રહી." હા તો વાત એમ છે કે નિશા ના પપ્પા અને ખુશી બંને ખાસ મિત્રો હતા અને ખુશી ના પપ્પાએ નિશાના પપ્પાને નોકરી એ લઈ ગયા હતા, એ જ કેમિકલ ફેક્ટરીમાં કે જ્યાં આજથી વીસ વર્ષ પહેલા જે કેસ થયો હતો તેમાં તેમને ફસાવવામાં આવ્યા હતા, એનો બદલો લેવા માટે નિશાએ આ બધું કર્યું."
          " તને આ બધી કેવી રીતે ખબર? " મેવાડા એ મારી વાત સાંભળીને મને પ્રશ્ન કર્યો
          " સર મેં નિશાના પપ્પા નો ફોટો ખુશીના ઘરે જોયો હતો અને જ્યારે હું અને વિશાલ નિશા ના ઘરે ગયા ત્યારે અમે તેના ઘરે એ જ ફોટો જોયો, બાકીની વાત નિશાની મમ્મીએ મને જણાવ્યું કે નિશાના પપ્પા જોડે શું શું બન્યું હતું, અને હા વિશાલ નિશા તને લવ નથી કરતી એ તો ફક્ત ખુશી જોડે બદલો લેવા માટે તારી સાથે પ્રેમનું નાટક કર્યું જેથી તે આપણી સાથે જોડાઈ શકે, જે પરથી મને અંદાજો આવી ગયો કે આ બધું કોણે કર્યું. " મેં તમામ હકીકત જણાવતા કહ્યું
         " હા... હા... હા આ બધું મેં જ કર્યું છે, મારા પપ્પા નો બદલો લેવા માટે." મારી વાત સાંભળી અંતે નિશાએ રડતા રડતા પોતાનો ગુનો કબૂલ કર્યો
        " પણ તે આ બધું કર્યું કેવી રીતે?" મેવાડા એ સવાલ કર્યો
        " મે સરજી બનીને રઘુ સાથે બધુ કરાવ્યું, મે સલીમને બધી છોકરીઓ કિડનેપ કરવામાં મદદ કરી , અને રઘુ જોડે મેં સલીમ નું મર્ડર કરાવી નાખ્યું જેથી કરીને તમે લોકો ખુશીને કે અન્ય છોકરી ને પૂછો કે તેમનું કિડનેપિંગ કોણે કર્યું અને તે મારું નામ આપે તો હું સલીમ નું નામ આપી શકું પણ તમે જોડે પૂછપરછ કરો તો મારુ જુઠ પકડાઈ જાય માટે સલીમને પણ મરાવી નાખ્યો." નિશા તમામ ખુલાસા કરતા બોલી
         " એક છેલ્લો સવાલ, તું પુરુષના અવાજમાં કેવી રીતે વાત કરતી હતી?" મેવાડા એ પૂછ્યું
         " ટેક્નોલોજી સર અત્યારે ટેકનોલોજીની મદદથી શું નથી થઈ શકતું મેં એક વોઇસ કન્વર્ટર ખરીદ્યું હતું જેમાંથી અવાજ બદલીને વાત કરી શકાય છે." નિશા એ જવાબ આપતા કહ્યું
          " તે બદલો લેવાને બદલે ગુનેગારો ને સજા અપાવવા માટે દિમાગ લગાવ્યું હોત તો તારે અત્યારે આ દિવસ ના જોવો પડતો." મેવાડા નિશા ને કહ્યું.
           એમ પણ જ્યારે મનુષ્ય બદલો લેવાની ભાવના થી જીવન જીવે છે, ત્યારે એ બીજું કઈ વિચારતો નથી તેને ફક્ત પ્રતિશોધ જ દેખાય છે.

સમાપ્ત.... 

મિત્રો અહીંયા મારી આ કહાની સમાપ્ત થાય છે.