Pruthvi ek adhuri prem katha bhag 13 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-13

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-13

વિશ્વા ભૂલ થી બોલી ગઈ કે પૃથ્વી મૃત્યુ શય્યા પર છે.

એટલું સાંભળતા જ અદિતિ ના હાથ માથી પુસ્તકો પડી ગયા.

અદિતિ : મૃત્યુ શય્યા પર છે મતલબ ? શું થયું પૃથ્વી ને ? એ ઠીક તો છે ને? શું મારી શંકા સાચી હતી ? પૃથ્વી કોઈ સંકટ માં છે ? શું થયું છે એને વિશ્વા ? તું કોઈ ઉત્તર કેમ આપતી નથી. ?

વિશ્વા : તું શાંત થઈ જા અદિતિ. હું તને બધુ સમજાવું છું કે શું થયું હતું ?

વિશ્વા ને ખ્યાલ હતો કે હાલ અવિનાશ ની સચ્ચાઈ અદિતિ સમક્ષ મૂકવા જેવી નથી.એટ્લે એને બધો આરોપ રઘુવીર પર નાખી દીધો.

વિશ્વા: કાલે રાત્રે જ્યારે હું અને ભાઈ જંગલ માં થી જઇ રહ્યા હતા ત્યારે એ શિકારી રઘુવીર એ હુમલો કરી દીધો. અને ચાંદી નું તીર પૃથ્વી ના શરીર માં ઉતારી દીધું.

અદિતિ : એક મિનિટ પણ તૂ તો કહેતી હતી કે અવિનાશ ના કારણે થયું.

વિશ્વા: હ.......હા મતલબ અમે જંગલ માં હતા ત્યારે સૌ પ્રથમ અમને અવિનાશ જ મળ્યો હતો એના અને પૃથ્વી વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને થોડી હાથાપાઈ ચાલતી હતી એટલામાં રઘુવીર એ મોકા નો ફાયદો ઉઠાવી ને પૃથ્વી પર પ્રહાર કર્યો અને અવિનાશ ત્યાથી ભાગી ગયો.હું પૃથ્વી ને રઘુવીર થી બચાવી ને ઘરે લઈ આવી.અને ચાંદી એના શરીર માંથી અમે કાઢી ચૂક્યા છીએ. એટ્લે હવે એ ખતરા થી બહાર છે.

અદિતિ બેબાકળી થઈ ગઈ.

અદિતિ : મે પૃથ્વી ને કેટલી વાર કહ્યું છે કે સામે થી દુશ્મની ઊભી ના કરીશ પણ એ કોઇની વાત માનતો જ નથી. વિશ્વા,મારે હાલ જ પૃથ્વી ને મળવું છે .

વિશ્વા : એ ....એ ...શક્ય નથી અદિતિ

અદિતિ : કેમ શક્ય નથી? Please,હું તને request કરું છું જ્યાં સુધી એને હું મારી આંખો થી નહીં જોઈ લઉ ત્યાં સુધી ત્યાં સુધી મારા મન ને ચેન નહીં પડે.

વિશ્વા એ અદિતિ ની પરિસ્થિતી જોઈ ને એને ના કહી શકી નહીં.

વિશ્વા: ok ચાલ મારી સાથે.

વિશ્વા અદિતિ ને એની સાથે ઘરે લઈ ગઈ.

ઘરે પહોચતા જ અદિતિ પૃથ્વી ના બેડરૂમ તરફ ભાગી. પણ વીરસિંઘ એ એને રસ્તા માં રોકી પરંતુ વિશ્વા એ એને અંદર જવા દેવાનો ઈશારો કર્યો , વીરસિંઘ એ અદિતિ ને પ્રવેશ આપ્યો.

અંદર જતાં જ અદિતિ એ જોયું કે બેડ પર પૃથ્વી નો દેહ પડ્યો હતો.

પૃથ્વી ની આ હાલત જોતાં જ અદિતિ પોતાની feelings control ના કરી શકી એની આંખો માંથી અશ્રુ ઓની ધારા વેહવા લાગી.

અદિતિ પૃથ્વી ના બાજુ માં જઈને બેઠી.

“પૃથ્વી, તે મારી નાના માં નાની તકલીફ માં પણ સાથ આપ્યો છે, અને આજે જ્યારે તને મારી જરૂર હતી ત્યારે મને જાણ પણ ના થઈ.”

વિશ્વા : અદિતિ, એમાં તારી કોઈ ભૂલ જ નથી. સમય અને સંજોગ એવા હતા.અને ભૂલીશ નહીં કે પૃથ્વી એક vampire છે. એટ્લે એના દુશ્મનો પણ ગણા હશે. આટલા વર્ષો સુધી એને ધરતી પર survival માટે કેટલીયે મુસીબતો નો સામનો કર્યો છે.

અદિતિ : હા હું જાણું છું.પણ એને હું કઈ નહીં થવા દવ.

તે કહ્યું હતું કે એના શરીર માંથી ચાંદી કાઢી નાખ્યું છે તો હજુ પૃથ્વી ભાન માં કેમ નથી આવતો.

વિશ્વા: ચાંદી તો એના શરીર માંથી નીકળી ગયું છે અને એ મૃત્યુ થી તો દૂર થઈ ગયો છે પણ ચાંદી ની અસર એટલી તીવ્ર હતી હતી કે એના કારણે પૃથ્વી એક પ્રકાર ના Coma માં સારી પડ્યો છે. હવે આ અવસ્થા માંથી એ ક્યારે બહાર આવશે એ કોઈ નથી જાણતું. અમે એના બહાર ના જખમ તો ભરી દીધા પણ હજુ એના અમુક અંદર ના જખમ ભરાયા નથી.જખમ ભરાયા પછી જ કદાચ પૃથ્વી coma માં થી બહાર આવી શકશે. અદિતિ , તારે હવે કોલેજ પાછું જવું જોઈએ અમે પૃથ્વી ને સાંભળી લઈશું તું ચિંતા ન કરીશ .

અદિતિ :હા પણ હું થોડી વાર પૃથ્વી સાથે એકલી બેસવા માગું છું પછી હું કોલેજ જતી રહીશ.

વિશ્વા: Ok As you wish.

વિશ્વા ત્યાંથી નીકળી ગઈ.

અદિતિ એ પૃથ્વી નો હાથ એના હાથ માં લીધો.

અદિતિ: મને માફ કરી દે પૃથ્વી. રઘુવીર એ કહ્યું હતું કે એ તને મારી નાખશે. પણ હું જ પાગલ હતી . મે એમની બધી વાત માની લીધી.તારા પર અવિશ્વાસ મૂક્યો. એ ભૂલી ગઈ કે તું મને કોઈ દિવસ નુકશાન નહીં પહોચાડે.તને કઈ થશે તો હું મને કોઈ દિવસ માફ નહીં કરી શકું.

Please,પૃથ્વી મારા માટે ઊભો થઈ જા. હું જાણું છું મારો અવાજ તારા મન સુધી પહોચે છે. બસ એક વાર વાત માની લે. વચન આપું છું કે આજ પછી કોઈ દિવસ તારા પર શંકા નહીં કરું તારી દરેક વાત માનીશ.

એટલું બોલીને અદિતિ પૃથ્વી ના છાતી પર માથું રાખીને રોવા લાગી.અદિતિ ના અશ્રુ ઓ પૃથ્વી ના હદય પાસે ઉતરવા લાગ્યા.

અદિતિ શુધ્ધ-રક્ત હતી.એના અશ્રુ ઓ વહેવા ના બદલે સીધા પૃથ્વી ના હદય માં શોષાવા લાગ્યા.

અદિતિ ને પૃથ્વી ના બેજાન પડેલા દેહ માંથી એક અવાજ એના કાન માં પડ્યો.

“નંદિની”.

નંદિની.. ....

એટલું સાંભળતા જ વીજળી ના કડાકા ની જેમ અદિતિ એના ભૂતકાળ ની ઝલક દેખાણી.

“પૃથ્વી અને અદિતિ એક બીજા ના હાથ માં હાથ નાખીને એક રસ્તા બેન્ચ પર બેઠા હતા, અદિતિ નું માથું પૃથ્વી ના ખભા પર હતું.ધીમે ધીમે Snow Fall થઈ રહ્યું હતું.ચારે બાજુ બરફ ની ચાદર છવાયેલી હતી.ત્યારે.....

પૃથ્વી:નંદિની ...તને શું લાગે છે?આપણે સદાય સાથે રહી શકીશું ?

નંદિની : હા... હું ચાહું છું કે આપણે હમેશા માટે આવી જ રીતે અહી બેસી રહીએ અને આ સમય અહી જ થંભી જાય.

પૃથ્વી : હા પણ એ શક્ય નથી.

મને એક સવાલ નો જવાબ આપ કે કોઈ દિવસ હું મૃત્યુ ની નજીક હોવ તો તું શું કરે ?

નંદિની : ભવિષ્ય માં કોઈ વાર મારા થી દૂર જવાની વાત ના કરતો , મૃત્યુ ને તારા પેહલા મારા પ્રાણ લેવા પડશે.જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું તને કઈ થવા નહીં દવ.

પૃથ્વી : છતાં પણ એવી કોઈ પરિસ્થિતી આવી જશે તો શું કરીશ ?

નંદિની : તો ..... તો હું શું કરીશ ?વિચારવા દે.

હા હું તારો હાથ મારા હાથ માં લઈ ને કહીશ કે પૃથ્વી ઊભો થઈ જા નહીં તો હું રોઈ પડીશ.અને મારા આંસુ જોઈને તું ઊભો થઈ જઈશ કારણ કે તું મને દુ:ખી જોઈ શકતો નથી.

પૃથ્વી જોર જોર થી હસવા લાગ્યો. એને જોઈને નંદિની પણ હસવા લાગી.”

અદિતિ સપના ની જેમ ભૂતકાળ માં થી બહાર આવી.

અદિતિ : ફરીથી નંદિની.... આ શું હતું .સપનું હતું કે હકીકત ? મને એવું કેમ લાગ્યું કે આ જગ્યા ને અને આ સંવાદ હું પહલે થી જાણતી હતી.અદિતિ ને ખ્યાલ આવ્યો કે એ જગ્યા કઈ છે.

અદિતિ ઉતાવળ માં બહાર નીકળી ગઈ.

વિશ્વા એ અદિતિ ... અદિતિ અવાજ લગાવ્યો પણ , અદિતિ સાંભળ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. વિશ્વા ને નવાઈ લાગી.

અદિતિ ભાગતી ભાગતી જંગલ માં થઈ ને એ જગ્યાએ પહોચી જ્યાં રસ્તા ની પાસે એક બેન્ચ પડી હતી એ જ જગ્યા અને એ જ બેન્ચ જે એને ભૂતકાળ ની ઝાંખી માં જોઈ હતી. આ એજ જગ્યા હતી જ્યાં એને પૃથ્વી સાથે એની જૂની મિત્રતા હોવાની અને બંને એકબીજાને પહલે થી જ ઓળખતા હોવા ની વાત કરી હતી.

અદિતિ એ બેન્ચ ના પાસે પહોચી એના પર ધીમેક થી હાથ ફેરવ્યો અને બેન્ચ પર બેસી ગઈ.થોડી વાર માં ધીમી ધારે Snow Fall થવા લાગ્યો.

અદિતિ : આ જગ્યા સાથે મારો શું ભૂતકાળ જોડાયેલો છે ?આંટી એ કહ્યું હતું કે નંદિની તો પૃથ્વી ની મૃત પ્રેમિકા છે.તો એ મારા સાથે આટલી કેમ જોડાયેલી છે ?

શું આંટી એ મને જૂઠ કહ્યું હતું? પૃથ્વી ની આજે આ હાલત જોઈને હું પોતાની જાત ને કેમ ના રોકી શકી ?જ્યારે થોડા દિવસ પેહલા તો હું એને મારવાનો પ્રયત્ન કરતી હતી.

કેમ હમેશા એને જોઈને મારૂ હદય શાંત થઈ જાય છે , એ જ્યારે પણ મારી સાથે હોય છે ત્યારે મારે કોઈ ની જરૂર હોતી નથી.શું છે મારી અને પૃથ્વી ની કહાની ? જો હું એને પ્રેમ નહોતી કરતી તો કેમ હમેશા મારા સ્વપ્ન માં એ જ છવાયેલો રહે છે?

અદિતિ બેન્ચ પર માથું રાખીને રોવા લાગી કારણ કે એને એના કોઈ પ્રશ્નો ના જવાબ મળતા નહોતા અને પોતાના ભૂતકાળ થી અજાણ એ Confuse હતી.

અદિતિ ને ધ્યાન નહોતું કે પાછળ થી એક વિશાળ કદ નો વ્યક્તિ આવ્યો અને અદિતિ ને એક મોટા કપડાં માં દબોચી ને જંગલ ના અંધકાર માં ખેંચી ગયો. અદિતિ નો અવાજ દબાવી દીધો હતો એટ્લે એ મદદ માટે કોઈ ને બોલાવી ના શકી ખાલી હાથ પગ પછાડતી રહી.

એ વ્યક્તિ એને જંગલ ના વચોવચ એક ગુફા માં ખેંચી ગયો. એ ગુફા માં બીજા એના જેવા 3 આદિમાનવ જેવા વિશાળ કદ ના વ્યક્તિ ઓ બેઠા હતા. ત્યાં એમની વચ્ચે લઈ જઈને અદિતિ ને એક થાંભલા પાસે ઉતારી . અને એના ચેહરા પર થી કપડું હટાવી દીધું. કપડું હટાવતા જ અદિતિ એ લોકો ને જોયા અને ડરી ગઈ.

અદિતિ :ક......કો.........ણ .... કોણ છો તમે બધા ? મને અહી કેમ લાવ્યા છો ?

એ ચારેય લોકો હસવા લાગ્યા.

એમાં થી એક બોલ્યો “ કેટલા વર્ષો થી તારી તલાશ હતી . આજે પૂરી થઈ.”

અદિતિ : મ....... મારી તલાશ ? કેમ ? મે તમારા લોકો નું શું બગાડયું છે.?

એ વ્યક્તિ : બગાડ્યું તો કઈ નથી પણ તારી પાસે કઈક એવું છે જેની અમને વર્ષો થી તલાશ છે.

અદિતિ : મારી પાસે ? મ.... મને કઈ ખબર નથી પડતી તમે શેની વાત કરો છો ?

એ વ્યક્તિ : તારું રક્ત .... તારું રક્ત જ છે જેની અમને વર્ષો થી ખોજ છે. તારું રક્ત અમને સર્વ શક્તિમાન બનાવશે. અને શ્રાપ મુક્ત કરશે.

અદિતિ : મારૂ રક્ત ? કેવી રીતે ?

એ વ્યક્તિ : તને ખબર નહીં હોય પણ તું એક શુધ્ધ રક્ત છે બચ્ચી. સદીયો માં કોઈ એક વ્યક્તિ નું રક્ત શુધ્ધ હોય છે.આજ થી વર્ષો પેહલા તું શુધ્ધ રક્ત માં ફેરવાઇ હતી.ત્યાર થી અમને તારી તલાશ છે .

અદિતિ :શુધ્ધ રક્ત માં ફેરવાઇ એટ્લે ?અને તમે લોકો આ બધુ કઈ રીતે જાણો છો કોણ છો તમે ?

બીજો વ્યક્તિ : તને એ બધુ સમજાવાનો સમય નથી અમારી પાસે અને રહ્યો અમારો સવાલ , તારે જાણવું છે ને અમે કોણ છીએ તો સાંભળ ...અમે નર-ભેડીયા છીએ ,અર્ધ નર અને અર્ધ ભેડીયા.

અદિતિ :werewolf ?

એટલું બોલતા જ એમાં થી એક વ્યક્તિ ધીમે ધીમે ભેડીયા માં રૂપાંતર થવા લાગ્યો. અને અદિતિ ની નજીક આવવા લાગ્યો , અદિતિ ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ...બચાવો ...કોઈ છે બચાવો...

પૃથ્વી ..... પૃથ્વી ......વિશ્વા .......બચાવો.

એ વ્યક્તિ પૂર્ણત: ભેડીયા માં બદલાઈ ગયો . અદિતિ એ પોતાની નજર સમક્ષ પહલી વાર આવું કોઈ દ્રશ્ય જોયું એ ખૂબ જ અચંબા અને ડર માં હતી. એ ભેડીયા એ અદિતિ પર પ્રહાર કર્યો અને ભેડીયા ના તીક્ષ્ણ નખ થી અદિતિ ના ચેહરા પર ઘસરકો વાગ્યો, પણ થોડી દૂર ખસી જવાથી એ વાર થી બચી તો ગઈ પણ ચેહરા પર થી લોહી ની ધાર વહેવા લાગી.ઘાયલ અદિતિ જમીન પર પડી ગઈ.

પણ એનો વાર ખાલી જવા થી Werewolf ને ગુસ્સો આવ્યો.એ થોડું દૂર ગયો અને અદિતિ પર પ્રહાર કરવા ભાગ્યો. અદિતિ ઘાયલ અવસ્થા માં બૂમ લગાવી ........પૃથ્વી... અને બેહોશ થઈ ગઈ.

Werewolf અદિતિ પાસે પહોચે એ પેહલા જ, વીજળી ના વેગે પૃથ્વી અદિતિ ના પાસે પહોચી ગયો.અને પોતાના Fangs થી એ werewolf ને ગરદન માંથી પકડી ને એનું માથું ધડ થી અલગ કરી નાખ્યું,લોહી ના ફૂવ્વારા ઉડવા લાગ્યા.

Vampire ને જોઈ ને બીજા 3 વ્યક્તિ પણ Wolf માં રૂપાંતર થઈ ગયા અને એક સાથે પૃથ્વી પર હુમલો કરવા ધસી ગયા.

ત્યાં વચ્ચે વિશ્વા એ આવીને 2 werewolf ને એકસાથે પકડીને છલાંગ લગાવી અને અને જમીન પર પટ્કી દીધા અને બંને ને એકસાથે ચીરી નાખ્યા .

વીરસિંઘ પણ આવી ગયા અને ઘમાસાન લડાઈ બાદ બાકી રહેલા werewolf ને મોતને ઘાટ ઉતારી દીધો.

પૃથ્વી એ અદિતિ ને પોતાના બંને હાથો માં ઉઠાવીને ગુફા માંથી બહાર લઈ ગયો.અને બહાર એક ચટ્ટાન પર સૂવાડી.

અદિતિ ના ચેહરા પર ઘા ના નિશાન અને રક્ત જોઈને પૃથ્વી ના આંખો ભરાઈ આવી.વિશ્વા અને વીરસિંઘ ત્યાં આવી પહોચ્યા.

પૃથ્વી : આંખો ખોલ નંદિની, જો તારો પૃથ્વી તારી પાસે ઊભો છે.તને વચન આપ્યું હતું કે તારી આંખો માથી એક આંસુ પણ નહીં આવવા દઉં ,અને આજે મારા લીધે તારા ઉપર આટલા ઘા અને રક્ત,આ

Werewolf નું ઝહેર એના આખા શરીર માં ફેલાઈ જશે, આ મે શું કરી દીધું?

વિશ્વા: શાંત થઈ જા પૃથ્વી... અદિતિ શુધ્ધ રક્ત છે , werewolf ના ઝહર નો એના પર અસર નહીં થાય.

વિશ્વા એ પોતાના fangs થી પોતાના હાથ પર Bite કર્યું અને એનું રક્ત અદિતિ ના ઘાવ પર રેડ્યું .થોડીક ક્ષણો માં અદિતિ ના ઘાવ ભરાઈ ગયા.

અદિતિ હોશ માં આવી.

હોશ માં આવતા જ બૂમો પાડવા લાગી ...”પૃથ્વી ...Werewolf...મને મારી નાખશે.”

પૃથ્વી એ અદિતિ ને ગળે લગાવી દીધી “ ના...શ ....શ... ...શાંત થઈ જા નંદિની, werewolf ખત્મ થઈ ચૂક્યા છે ,હું તને કાઇ નહિ થવા દવ નંદિની,તારો મારો જીવ છે નંદિની, હું તારી સાથે જ છું હમેશા ”.

અદિતિ થોડી શાંત થઈ.

અદિતિ એ પૃથ્વી ના સામે જોયું એની આંખો માં આંસુ હતા,અને એના માટે અપાર પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો.

અદિતિ એ એના હાથ પૃથ્વી ના ચેહરા પર મૂક્યા... તારા ચેહરા પર મને ખોવા નો ડર સ્પષ્ટ દેખાય છે,તને એવું લાગ્યું ને કે હું જીવિત નહીં રહું.પણ તને તારી નંદિની બીજી વાર છોડીને હવે ક્યારેય નહીં જાય.

પૃથ્વી............ તારી નંદિની હું જ છું ને ?.................................................

વધુ આવતા ભાગે .......