Mari navi sharuaat in Gujarati Motivational Stories by Jimmy Jani books and stories PDF | મારી નવી શરુઆત

Featured Books
Categories
Share

મારી નવી શરુઆત

પૈસો

સુખી અને દુખી માણસો વચ્ચે નો ભેદ દર્શાવતી એક અને માત્ર એક જ અદ્રશ્ય રેખા એટલે પૈસો.

આજના જમાના નો સૌથી મોટો અભિષ્રાપ એટલે પૈસો.

અમીરો પાસેથી જતો નથી અને ગરીબો પાસે રેહતો નથી.
અમીરો ને કઇ જગ્યા એ વાપરવો એની ચિંતા તો ગરીબો ને ક્યાંથી લાવી ને વાપરવો એની ચિંતા.
જો મહેનત થી મળતો હોત તો મજુરવર્ગ પાસે સૌથી વધુ હોત.
જો નસીબ થી મળતો હોત તો એક જ ઝુંપડી માં બધા જ ગરીબ ના રેહતા હોત.
પોત‍ાના ખિસ્સા ભરવા ની આડ મા માં લક્ષ્મી નુ થતુ અપમાન એટલે પૈસો.
કલર બદલાયો પણ પોતાની છાપ ના બદલી શક્યો આ પૈસો.

પૈસા ને કર્મ સાથે કોઇ સંબંધ હશે ખરો ?
જો હા તો ગરીબો ની વસ્તી અમીરો કરતા કેમ વધુ છે ?અને 
જો ના તો કર્મ વગર અમીરો ને વારસા મા કરોડો ની સંપત્તિ કેમ મળી જતી હશે ?
કદાચ એટલે જ અમીરો માથા પર આ સ્લોગન લખાવી લેતા હોય છે.  "NOBODY CARES ABOUT MY CHARACTER & IDENTITY BCOZ I M RICH"

રાજા યુધિષ્ઠિર દ્વારા જે સમાજ ની રચના થયી હતી એ જોઇ અને પ્રસન્ન થયીને 
ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત મા કહ્યુ હતુ કે " ચોરી તો ત્યાં થાય જ્યાં અમુક લોકો પાસે બધુ જ હોય અને અમુક લોકો પાસે કઇજ ના હોય"
કદાચ એવા સમાજ ની તો આપણે કલ્પના જ કરવી રહી.

  ભગવાન

દરેક ના જીવન મા આવતુ અને દરેક ના ઘર મા રહેતુ એક એવુ  કાલ્પનિક પાત્ર જે ક્યારેય સમજી,સાંભળી કે જોયી તો નહી જ શકાય પણ હા વિશ્ર્વાસ તો કરવો જ પડશે.
બાળક શબ્દો સમજતુ થાય ત્યાર થી લઇને તેના જીવન ના છેલ્લા શ્ર્વાસ સુધી સંભળાતો સૌથી કોમન શબ્દ એટલે ભગવાન.
હવા ની જેમ અદ્શ્ય તો પાણી ની જેમ પારદર્શક, અગ્ની ની જેમ તેજવાળુ તો ગગન ની જેમ વિશાળ, ભુમિ ની જેમ આપણ ને સાચવનાર જાદુગર.
એક એવા પિતા જે પોતાના દરેક પુત્રો ને સરખો પ્રેમ જ કરે અને બદલા મા અપેક્ષા ફકત શ્ર્રધ્ધા ની.
જીવન ના એવા એવા પાઠ ભણાવનાર સોટી વગર નો શિક્ષક જે માર્કસ આપે ફકત હક ના અથવા જેટલા એને આપવા હોય એટલા જ.
દુખ મા બધા ને વધારે યાદ આવે અને સુખ મા ક્યારેક યાદ આવે તે ભગવાન. રુપ અનેક કામ અનેક નામ અનેક પણ પાત્ર એક એટલે ભગવાન.
ટુંકમા અસ્તિત્વ વગર પોતાનુ વર્ચસ્વ જમાવી ને રાખનાર મહાનાયક એટલે ભગવાન.

પુણ્ય Vs પાપ

મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેના જીવન ના લેખાજોખા વાળા કાગળ પર એક ઉભી લિટિ અંકાય છે.
એક બાજુ પુણ્ય અને બીજી બાજુ પાપ.

નાનપણ મા તો બાળક સ્વરુપે અજાણતા તે ઘણા પુણ્ય કરે જ છે. જોકે તે નાસમજ હોવાથી તેના પાપ ધ્યાન મા લેવાતા નથી.

પુખ્તવય મા પ્રવેશ્યા બાદ તે પાપ મા વધુ ભાગીદાર બને છે.અને વ્રુધ્ધ વય મા આવતા અને મોક્ષ પ્રાપ્તિ ની લાલસા મા પાછો પુણ્ય ના રસ્તે ચાલવા લાગે છે.
જીવન ના અંતે સરવાળો મેળવતા પાપ અને પુણ્ય બન્ને સરખા થયી જાય છે અથવા તો પુણ્ય પાપ કરતા ઓછા થયી પડે છે.
જ્યારે સ્વર્ગ ના દરવાજે પોહચી એ છીયે ત્યારે પુણ્ય ના નામે ખાલી મુઠ્ઠી જ હોય છે.

તો મિત્રો પાપ ભલે થતા પણ પાપ થયી ગયુ છે એ માની ને બે-ચાર પુણ્ય વધુ કરી લો.એમ કરતા એટલા પુણ્ય ભેગા થયી જશે કે પછી જ્યારે સ્વર્ગ ના દરવાજે પોહચીશુ ત્યારે વટ થી બીજા લાઇન મા ઉભેલાઓને બે-બે મુઠ્ઠી પુણ્ય આપી ને આપડે આગળ વધી જઇશુ.