nakaab in Gujarati Short Stories by Bhagirath Gondaliya books and stories PDF | નકાબ

Featured Books
Categories
Share

નકાબ

ચડી કેવી ખુમારી દેખાય બીજું-કશું નાહે,
દિલ તોડી ધાગા જગના નવી દુનિયા પાએ,
તન હવે કાબુ ખોય બસ જુમવા ચાહે,
ખબર નય કેવો રોગ મળ્યો?
હરપલ બેચેન આહે,
આ શું થયું માહે....?
આ શું થયું માહે....?
આજ કાલ ખબર નય?દિવસ ક્યારે ચડે ને ક્યારે ઢળે કાય ધ્યાનજ નથી રે'તું.હર પલ બસ એનાજ વિચાર આવ્યા કરે.એની વાતું,એની નારાજગી,એની દુનીયાથી અલગ રીત,ને એની ગાંડી-ઘેલી હરકતું જાણે મને એ'ની બાજુ ખેંચી જાય છે.માંડ-માંડ કરીન એને ભૂલીને સુવા જાવ તો સપનામાય પાછો એજ આવીને ઉભો હોય!ખબર નય હમણાંથા આ મને શું થયું છે?
પોતા ના જજ્બાતો ને પન્ના પર ઉતારી રૂપલ બાલ્કની માં જયને ઉભી રહી.થોડીક આમ-તેમ નજર ફેરવી ને જોયું તો રોજ ની જેમ આજ પણ વીશાલ નીચે બાઇક લઈને એની વાટે બેઠો છે.એને જોયને તેણે પોતાનો હુલિયો સુધાર્યો ને તરત થેલ્લો લઈને ઉતાવળ્યા પગલે કોલેજ જવા ભાગી.
થડ-થડ...થડ-થડ...
કરતી સીડીઓ થી નીચે ઉતરી ને બૂમ પાડી.
''હાલો...મમ્મી,હું કોલ્લેજે જાવ છુ.''
''હા,,,પણ કા'ક ખાતી તો જા...!''
''હવે,,,ન્યા જયન ખાય લેયશ અત્યારે મોડુ થાય છે''
આટલું કહી ને રૂપલ ઘર ની બહાર દોડી ગય.ચાલતા ચાલતા વીશાલને બાઇક લઈને સોસાયટીની બહાર આવવાનો ઈશારો કર્યો.વીશાલ બાઇક લઈને સોસાયટી ની બહાર જતો રહ્યો. રૂપાલ પણ સંતાતા-સંતાતા મોઢે દુપટ્ટો બાંધી ને બહાર આવી.વીશાલે બેસવાનો ઈશારો કર્યાં સાથેજ રૂપલ બાઇક પર બેસી ગય.વીશાલે બાઇક ચાલુ કરી ને બંને કોલેજે જવા નીકળ્યા પણ આજ ઇરાદો કોલેજે જવાનો નો'તો...!
હમેશા હસ્તો-ખેલતો વીશાલ થોડાકજ સમય માં રૂપલ ના દિલો-દીમાગ પર એક નશાની જેમ ચડી ગ્યો હતો.પૈસાદાર ઘર નો દેખાવડો છોકરો વીશાલ અને મધ્યમ વર્ગ ની ભોળી રૂપલ એક બીજાના પ્રેમ માં ગાંડાતુર બની બેઠા હતા.રૂપલ નું હસવાનું,રો'વા નું,નાચવા-ગાવા નું બધાનું કારણ જાણે વીશાલજ હોય.વીશાલ રૂપલ ની પસંદ નાપસંદ નું પૂરે પૂરું ધ્યાન રાખતો,એને પૂરતો ટાઈમ આપતો,એના એક ઇશારા પર માંગે એ લાવી આપતો,એને કોય પણ જાતની તકલીફ ન પડવા દે.કા'તક આનેજ સાચો પ્રેમ કહવાતો હસે.બન્ને ને જોતાં એમજ લાગે કે બેય જાણે એક બીજા માટેજ બન્યા હોય.
જવાની ના જોશ માં ભરમાયેલા રૂપલ અને વીશાલ આજ પોતાના કલ્પનીક પ્રેમ ને પારખવા પ્રયાસ કરે છે.પ્રેમ માં આંધળી-ઘેલી થયેલી રૂપલ વીશાલની હા માં હા મેળવીને આગળનો જરા પણ વીચાર કર્યા વગર પોતાનું સર્વસ્વ વીશાલ ને સોંપવા તૈયાર થય ગય છે.
વીશાલે એક આલીશાન હોટલે બાઇક ઉભુ રાખ્યું.રીસેપ્શને થી ચાવી લીધી અને ફટાફટ રૂમ માં ઘુસી ગ્યાં.રૂપલ ઘબરાઈને બેડ પર બેસી ને રૂમ માં ચારે બાજુ નજર ફેરવવા માંડી.વીશાલ પણ તેની પાસે બેઠો અને એના ખભા પર હાથ મૂકીને રીજવતા વીનમ્ર ભાવે પુછ્યું
''તો તું તૈયાર છો ને?''
''હમ્મ....''કહેતા રૂપલે માથું હલાવીને હામી ભરી.
હા પાડતાજ વીશાલે પોતાનું ટી-શર્ટ ઉતારી ફેક્યું ને રૂપલ ને પોતાની બાહોમાં જકડી બેડ પર સુવડાવી દીધી.રૂપલ પણ બધી લાજ શરમ ને ભૂલી તેના બાહુપક્ષ માં સમાય ગય.વીશાલ એક-એક કરીને રૂપલ ના બદન પર ચડેલા દરેક કપડાં ના આવરણ ને ઉતારતો ગયો ને રૂપલ હોશે-હોશે વિના કોય સંકોચે નગ્ન થય ઊભી રહી.રૂપલ નું શરીર આજ જાણે વીશાલ માટે કોય રમકડાં સમાન હતું.ના કોય રોક,ના કોય ટોક,મન ફાવે એ રીતે એના તન સાથે વર્તે.આજ જો આ રમત-રમત માં રમકડું તૂટી પણ જાય તોય વીશાલ ને કઈ વાંધો નથી અને હોય ભી શા માટે? જો રમક્ડુ જ પોતે તૂટવા ત્યાં આયુ હોય!.નવી-નવી જવાની ના જોશમાં પ્રેમ ધેલું થયેલું આ યુગલ પશુઓ ની માફક સહવાસમાં તરબોળ થય ગ્યાં.જ્યાં નથી કોય રીત-રીવાજ ના નીયમ કે નથી કોય પ્રથા-પરંપરા ની બાંધછોડ છે તો બસ ગાંડીતુર કામક્રીડા.
છોડી બધી લાજ શરમ મને તારામાં ભળવા દે,
એકલી ભટકતી નદીને આજ સાગર માં મળવા દે,
નથી કોય પડદો વચ્ચે મારી પ્રીત ની,
ભૂલી બધી રીતને મને મનમરજી કરવા દે,
છોડી બધી લાજ શરમ મને તારામાં ભળવા દે,
મને તારા માં ભળવા દે......
***********************************************
હવે આ વાત ને અઠવાડીયા જેવુ થવા આયુ.એ દિવસ પછી વીશાલ લાગે રૂપલને સાવ ભૂલીજ ગયો હોય.નાતો એને ફોન કરતો કે નતો એની જોડે કોય જાત ની વાત કરતો.દિનરાત રૂપલ ની પાછળ-પાછળ ફરવા વાળા વીશાલ નું આ અચાનક બદલાયેલું વર્તન રૂપલ ના મન માં અનેક સવાલો ઊભા કરતું.
''કા'તક એ આના માટેજ મારી પાછળ નતો ફરતો ને ?હવે એનું મન ભરાય ગયું તો જોય ને પણ નથી બોલતો,હવે એનો મારામાં રસ પતી ગયો કે શું?,આટલું બધુ થયા પછી શું એ મને આટલી સહેલાય થી ભૂલી જસે?''
સવાલો તો ઘણા હતા પણ જવાબ આપવા વાળું કોઈ નતું!
અનેક પ્રયાસ બાદ આખરે એક દીવસ એને વીશાલ સાથે વાત કરવાનો મોકો મળીજ ગયો.વીશાલ કોય બીજી છોકરી જોડે કોફી પીવા બેઠો હતો એવિજ રીતે જેમ પેહલા એ બંને બેસતા.એને બીજી છોકરી સાથે આમ જોય રૂપલ ગુસ્સે ભરાઈ ને એની બાજુ માં જય ને બેસી ગય.રૂપલ ને જોય વીશાલે પેલી છોકરી ને જવા કહ્યું ને પોતે પણ ઊભો થય ને ચાલતો થયો રૂપલ પણ એની પાછળ-પાછળ દોડવા લાગી.વીશાલ નો આવો તીરસ્કાર જોય રૂપલ નો ગુસ્સો સાતમા આસમાન સુધી પોહચી ગયો.એણે આજુ-બાજુ જોયા વગરજ રસ્તામાં જગડવા નું ચાલુ કરી દીધું.
''ઉભો રે વીશાલ મારે તારી હારે વાત કરવી છે.''
''પણ મારે તારી હારે કાય વાત નથી કરવી"વીશાલે પણ સામે વડકા ભરવા નું ચાલૂ કર્યું
હવે રૂપલ તો જાણે કાબૂ ની બહાર જતી રહી હતી એને ખેંચી ને વીશાલ નો હાથ પકડી લીધો
''પેલા તો મારી હારે વાત કર્યા વગર તારો દીવસેય નોતો જાતો તો હવે શું થયું કે બોલતોય નથી?''
વીશાલે એના પર કોય ખાસ ધ્યાન ન આપ્યું ને હાથ છોડવી.ક્લાસ તરફ પોતાના પગ વધાર્યા.રૂપલે ફરી હાથ પકડી ને પુછ્યું.
''શું થયું છે?હવે કેમ મારી હારે વાત નથી કરતો.?બોલ....''

''કેમ કે હવે મને તારી હારે વાત કરવા માં કોય રસ નથી!''

વીશાલે જટ્કા થી હાથ છોડાવ્યો ને ક્લાસ માં ઘુસી ગ્યો ક્લાસ હજુ ખાલી હતો.રૂપલ પણ ક્લાસ માં ઘુસી
''એમ કેહ ને કે તારે જે જોઈતું હતું એ તને હવે મળી ગયું તે હવે તારે મારી કોય જરૂર નથી''
''હાથો એમ સમજવું હોય તો એમ સમજ પણ મારો પીછો છોડ.''
''તું આ સારું નથી કરતો જો જે હું આ વાત બધા ને કહી દે'શ''આટલું કહી રૂપલ ઊંધી ફરી ને બહાર જવા કદમ આગળ વધાર્યા ત્યાં વિશાલે બોલવા નું ચાલુ કર્યું.
''કહી દે તારે જેને કહેવું હોય એને પણ તું કહીશ શું?''

વિશાળ નું આટલું વાક્ય સાંભળતાજ રૂપલ ના પગ થંભી ગયા.
વિશાલે આગળ બોલવાનું ચાલુ રાખ્યું.
''મે તારી હારે કોય જબરદસ્તી નોહતી કરી તને પણ એટલીજ ઇચ્છા હતી.મે તો બસ એક વાર પોતાના મનની વાત તારી સામે મુકી એટલામાં તો તું તૈયાર પણ થય ગય!કોય સંસ્કારી ઘર ની છોકરી આવું કરે ખરી?ખબર નય મારી પેલા કેટલાય ની હારે આમ સૂઈ હશો?.તારીજ જેવીયું ને બધા..વેશ્યા કહે છે....વેશ્યા...''


વિશાલ ના આવા જે'ર જેવા વાક્યો સાંભળી રૂપલ પર જાણે વીજળી નો ઘા થયો હોય.મીઠી-મીઠી વાતું કરીને ધુતવા વાળા વીશાલ નું નકાબ આજ ઉતરી ગયું.નકાબપોશ જાદુગર અંતે બધુ લૂંટીજ ગયો અને ધાડ પણ એવી જગ્યાએ મારી જે કોય ને કહી ભી ના શકાય ને રહી ભી ના શકાય.બેચારી રૂપલ પાસે પોતાની સફાય માટે પણ શબ્દ નોહતા મુખોટા વાળા જગ થી અજાણ ભોળી રૂપલે વીશાલ ના ખોટા પ્રેમ ની જાળ માં ફંસાય ને પોતાનું બધુજ એને સોપી દીધું પણ પેલા જાનવર જેવા વીશલે તો માત્ર એના જાતિય સંતોશ માટેજ એનો ઉપયોગ કર્યો.વીશાલ ને રૂપલ ની ભાવનાઓ સાથે કોય લેવા દેવા નથી તેને તો બસ જોઈતું હતું રૂપલ નું શરીર અને એને જે જોયતું હતું એવું મળી ગયું તો એનો ખોટો પ્રેમ પણ હાથ માંથી સરતી રેતી ની જેમ સરી ગ્યો.પણ આમાં રૂપલ નો શું વાંક? એણે તો બસ નીખાલસ પ્રેમ કર્યો અને એને બદલા માં આ મળ્યું.હવે બેચારી પાસે રડવા સિવાય કોય બીજો રસ્તો નથી.
આ વાર્તા ના અનુસંધાન માં બોલવા માટે તો હું ઘણું બોલી શકું પણ એ બધુ ખોંટું પડે.પ્રેમ કરવો કે કોઈના પર વિશ્વાસ મૂકવો એ કોઈ અપરાધ નથી અને સાચો પ્રેમ પણ એનેજ કહેવાય જે આંખો બંધ કરી ને થાય.પણ આ વાર્તા ને ઉપ્લક્ષી એક નાની એવી વાત યાદ આવે છે.
''પ્રીત નામ સમર્પણ કા,
ઇસ મે કુછ ના માંગા જાયે.
પ્રેમ જો તેરા સચ્ચા તો,
સાથી બીન માંગે હી સમજ જાયે.''
અંતે લાખ વાત ની એક વાત રૂપલે જો વીશાલ ની આ અનુચીત માંગણી નેજ ના પાડી હોત તો શું આ બધુ થાત ખરું?

-:ભગીરથ m250