Hawas-It Cause Death - 6 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-6

Featured Books
Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-6

હવસ :-IT CAUSE DEATH-ભાગ 6

રવિવારે ઓફિસમાં રજા હોવાથી અનિકેત આખો દિવસ ઘરે જ હતો.સાત દિવસ સુધી પોતે હવે ફેમિલીથી દુર જતો હોવાનાં લીધે પોતાનાં બંને સંતાનો આરવ અને રીંકુ સાથે અનિકેતે સમય પસાર કર્યો.જાનકી જોડે પણ રાતે થોડો ક્વોલિટી સમય પસાર કરી સવારનાં સાડા ચાર વાગ્યાં નું એલાર્મ મુકી એ સુઈ ગયો.હવે અનિકેત ની સેક્સ સમસ્યા નો ઉકેલ આવી ગયો હોય એ જાનકી ને સતત ત્રીજી વખત સંતોષ આપવામાં સફળ થયો હતો.

સવારે એલાર્મ વાગતાં જ અનિકેત સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી પોતાની ટુર માટે જરૂરી સામાનની બેગ લઈને જાનકી ને by કહી મોસ્કો ની વિદેશ ટુર પર નીકળી ગયો.કારને પાછી લઈને એરપોર્ટ થી ઘરે આવવાનું હોવાથી પોતાનાં ડ્રાઈવર ને પણ અનિકેતે સાથે લીધો.

ઠક્કર વીલાથી નીકળતાં જ અનિકેતે પોતાનાં ડ્રાઈવર ને કાર ઝેબા નાં ઘરની દિશામાં લઈ જવાનું સુચન કર્યું..ઝેબાને કોલ કરી અનિકેતે તૈયાર રહેવા જણાવી દીધું હતું એટલે જ્યારે અનિકેત કાર લઈને એનાં ઘરે પહોંચ્યો ત્યારે ઝેબા પોતાનાં ઘર નાં આંગણામાં ઉભી હતી.એક વૃદ્ધ સ્ત્રી પણ ઝેબાની જોડે ઉભી હતી જે ઝેબા ની અમ્મી માલુમ પડતી હતી.

ઝેબા અત્યારે ગ્રે પ્લાઝો અને નાભી થી બે આંગળ ઉંચા બ્લુ ટોપમાં સજ્જ હતી..કાનમાં બ્લુ મોટાં ઈયરિંગ એની સુંદરતા ને વધુ નિખારી રહ્યાં હતાં.પેન્સિલ હિલ સેન્ડલમાં બેફિકરાઈથી કોઈ મોડલની જેમ ચાલતી હોય એમ ચાલીને ઝેબા અનિકેત ની કાર ની જોડે આવી..અનિકેતે કારમાંથી ઉતરી ઝેબા ની અમ્મી નાં આશીર્વાદ લીધાં.. અનિકેત નો વિવેક અને એનો મોભો જોઈ ઝેબા ની અમ્મી જાહિદાબાનુનાં મનમાં પોતાની દીકરીની જે લેશમાત્ર ચિંતા હતી એ પણ નામશેષ થઈ ગઈ હતી.

ઝેબાનાં કારમાં બેસતાં ની સાથે અનિકેત નાં કહેવાથી ડ્રાઈવરે ગાડી અમદાવાદની તરફ ભગાવી મુકી.અમદાવાદ નો ચાર કલાક જેટલો રસ્તો કાપી કાર સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આવી ઉભી રહી.અનિકેત અને ઝેબા ને ત્યાં ઉતારી એમની ટ્રાવેલિંગ બેગ ડેકીમાંથી કાઢી એમને સુપ્રત કરી ડ્રાઈવર રાધાનગર જવા રવાના થઈ ગયો.

બપોરે 12 વાગે અમદાવાદથી વાયા દિલ્હી થઈને ફ્લાઈટ જ્યારે મોસ્કો લેન્ડ થઈ ત્યારે ઈન્ડિયામાં રાતનાં 10:30 થવા આવ્યાં હતાં..પણ ટાઈમઝોન નાં ફરકને લીધે મોસ્કોમાં હજુ રાતનાં આઠ વાગતાં હતાં.vnkuvo એરપોર્ટ પર ઉતરતાં જ સાથે જ રશિયા નાં ઠંડકભર્યાં વાતાવરણનો અહેસાસ અનિકેત અને ઝેબા ને થઈ રહ્યો હતો.

એરપોર્ટ પર બીજી લીગલ પ્રોસેસ પૂર્ણ કરી અનિકેત અને ઝેબા એરપોર્ટ ની બહાર નીકળ્યાં ત્યાં એક વ્યક્તિ પોતાનાં હાથમાં welcome mr.aniket thakkar નું બોર્ડ લઈને ઉભો હતો..એ વ્યક્તિ લેવિસ્કો મશીનરી કંપની નાં મલિક એન્ટીસ્કો જોબોકી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું અનિકેત તુરંત સમજી ગયો.

એ વ્યક્તિ ને પોતાની ઓળખાણ આપી અનિકેત અને ઝેબા એની સાથે કારમાં બેસી ગયાં.એ વ્યક્તિ કાર ને ડ્રાઈવ કરી હોટલ રેડીશન રોયલ લાવીને ઉભી કરી.34 માળ અને 500 જેટલાં અદ્યતન રૂમ ધરાવતી હોટલ રેડીશન રોયલ પોતાની વૈભવતા માટે જાણીતી હતી.અનિકેત તો આવી ઘણી હોટેલમાં અવારનવાર જતો રહેતો હતો માટે એનાં માટે અહીં રોકાવું કંઈ મોટી વાત નહોતી..પણ ઝેબા માટે તો આ કોઈ સ્વપ્ન ની દુનિયામાં પ્રવેશ કરવા જેવું હતું.

વ્હાઈટ માર્બલથી બનેલી રાજવી ઠાઠ ધરાવતી આ ફાઈવસ્ટાર હોટલમાં પગ મુકતાંની સાથે ઝેબા રોમાંચિત થઈ ઉઠી.અનિકેતે કાઉન્ટર પર જઈને પોતાનું નામ કહ્યું એટલે રીસેપ્શન પર બેસેલ ત્રીસેક વર્ષના યુવકે અનિકેત ને રૂમ નંબર 456 ની ચાવી સુપ્રત કરી..અને સ્ટાફ નાં એક વ્યક્તિને કહી અનિકેત અને ઝેબાનો સામાન લઈને એમની સાથે જવા જણાવ્યું.

રાધાનગર થી અમદાવાદ માં કાર ની સફર અને અમદાવાદ થી મોસ્કો ની હવાઈ સફર દરમિયાન ઝેબા અનિકેત ની સાથે ઘણાંખરાં અર્થમાં ભળી ગઈ હતી.પોતે અનિકેત ની એક સામાન્ય મુલાજીમ છે એ વાત ઝેબા ભૂલી ગઈ હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું..ઝેબા દ્વારા આમ થવાનું કારણ બીજું કોઈ નહીં અનિકેત હતો જેને એકલા હોઈએ ત્યારે પોતાને ફક્ત અનિકેત કહીને બોલાવે એવું ઝેબા ને કહ્યું હતું..આ સિવાય વાતવાતમાં નાની નાની મજાક કરી અનિકેત ઝેબા ને વધુ હળવાશ ફિલ કરાવી રહ્યો હતો.

હોટલ સ્ટાફનો માણસ સામાન રાખી ને ગયો એવોજ અનિકેતે રૂમ નો દરવાજો બંધ કર્યો અને અંદર આવ્યો.ઝેબા પણ અનિકેત ની પાછળ પાછળ અંદર આવી.અનિકેતે રૂમમાં આવી સૌપ્રથમ તો mr. જોબોકી ને કોલ કરી પોતે હોટલ રૂમ સુધી આવી ગયો હોવાની માહિતી આપી દીધી.પોતે અનિકેત ની સાથે એક જ રૂમમાં રહેવાની છે એ વાત થી નિશ્ચિન્ત ઝેબા ફરીફરીને આખો રૂમ જોવામાં વ્યસ્ત હતી.આ રૂમ કોઈ સામાન્ય રૂમ નહોતો પણ સ્પેશિયલ સ્યુટ હતો..જેમાં બેડરૂમની સાથે એક ડાઈનિંગ હોલ પણ હતો.

રૂમની સજાવટ માં કોઈ કસર રાખવામાં આવી નહોતી..રશિયન સંસ્કૃતિ ની ઝાંખી કરાવતી નગ્ન દેવી દેવતાં નાં પ્રતીક સમી મૂર્તિઓ પણ રૂમની શોભામાં વધારો કરી રહી હતી.સ્યુટ માં એક નાનકડું રસોડું પણ હતું જેની અંદર વિવિધ નાસ્તા ની સામગ્રી પડી હતી.રૂમમાં ટીવી,ફ્રીઝ,એસી, હિટર, ઓવન બધી જ ઇલેક્ટ્રીક આઇટમો મોજુદ હતી.

ઝેબા આ બધું જોતાં જોતાં પોતાનાં અનિકેતે નવા અપાવેલાં આઈફોન થકી સેલ્ફીઓ લેવામાં પડી હતી..ઝેબા ની અંદર રહેલાં આ બાળક હૃદય ને જોઈ અનિકેત એની તરફ વધુ ખેંચાઈ રહ્યો હતો.

"ઝેબા..લાગે છે તને ભૂખ નથી લાગી..?મને તો કકડીને ભૂખ લાગી છે.હું ઓર્ડર આપું છું તારે કંઈ ખાસ મંગાવવું હોય તો જણાવી દે.."

"ના સર.. sorry અનિકેત..તમને ગમે એ મંગાવી લો..આમ પણ આટલી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં શું ખાવું અને શું મંગાવવું એની મને કંઈપણ સૂઝ ના પડે."ઝેબા અનિકેત બેઠો હતો એ હોલમાં આવીને બોલી.

ઝેબાનાં કહેવાથી અનિકેતે પોતાની રીતે જમવાનું મંગાવી દીધું અને જમવાની સાથે પોતાની ફેવરીટ રેડ વાઈન ની બોટલ.જમવાનું આટોપી અનિકેતે હાથ ધોતાં ઝેબા ને કહ્યું.

"ઝેબા તું વાઈન પીવાની ઈચ્છા ધરાવે છે..?"

"ના..હું ડ્રીંક નથી કરતી."ઝેબા બોલી.

"સારું..તો પછી મારે એકલાં એ જ પીવી પડશે અને શરાબની મજા એકલાં ના આવે એટલે તને વાઈન માટે પૂછ્યું.બીજી વાત કે વાઈન એકરીતે દારૂ નથી પણ દવા છે.એમાં ફક્ત ફળોનો રસ જ હોય એટલે એ એકરીતે નેચરલ વસ્તુ છે..પણ જો તું નથી પીવા માંગતી તો હું એકલો જ.."ઉદાસ સ્વરે અનિલેત બોલ્યો..અનિકેત હવે અભિનય કરતાં હતાશ ચહેરો બનાવી રહ્યો હતો.

પોતે અનિકેત નો મૂડ બગાડી દીધો હતો એવું પ્રતિત થતાં ઝેબા મનોમન પોતાની જાત જોડે વાત કરતાં બોલી.

"ઝેબા તું છે ને સાવ અક્કલ વગરની છે..અનિકેત સર એ વગર માંગે તને બધું આપી દીધું..જ્યારે એમની નાની સરખી વાતનું પણ તે ના માની એમનું મન દુભાવી દીધું..સર એ કીધું વાઈન ખરાબ વસ્તુ નથી તો પછી આજે થોડી વાઈન પીવામાં કંઈ ખાટું મોળું નથી થઈ જવાનું..ઝેબા આજે તો તારાં સપનાં ની ઉડાન ને પાંખો મળવાની ખુશીમાં પણ થોડું ડ્રિન્ક તો થઈ જાય.."

પોતાની જાત ને વાઈન પીવા તૈયાર કરી ઝેબા અનિકેત ની જોડે સોફામાં બેસતાં બોલી.

"અનિકેત આજે તું એકલો વાઈન નહીં પીવે પણ હું તારી સાથે વાઈન પીવામાં તને કંપની આપીશ."

"Thats my girl.."ઝેબા નાં આટલું કહેતાં જ આનંદ નાં અતિરેકમાં આવ્યો હોય એમ અનિકેતે ઝેબા ને ગળે લગાવી લીધી.

થોડીવાર માં બે ગ્લાસ તૈયાર થઈ ગયાં.અનિકેતે ઝેબા સાથે ચિયર્સ કરી વાઈન નાં ઘૂંટ મારવાની શરૂવાત કરી દીધી.શરુવાતમાં ઝેબા ને વાઈન નો ઘૂંટ જીભે અડતાં થોડો એનો ઓકવર્ડ ટેસ્ટ ફિલ જરૂર થયો પણ પછી એને આ મોંઘી વાઈન નો ઘૂંટ તરોતાજા કરનારો લાગી રહ્યો હતો.

અનિકેતે પણ પાણી ચડાવી ઝેબા ને વધુ માં વધુ વાઈન પીવા ઉકસાવી દીધી..અનિકેત નાં મનમાં ચાલી રહેલ મેલી મુરાદથી અજાણ ઝેબા એ પણ જલ્દી જલ્દી વાઈન નાં ચાર પેગ પી લીધાં. પ્રથમ વખતમાં જ આટલી બધી વાઈન પીવાનાં લીધે ઝેબા નું માથું ભમી રહ્યું હતું..એ હવે સરખી રીતે ચાલવામાં પણ સક્ષમ નહોતી.

પોતાનું ધાર્યું તીર નિશાના પર લાગવાની ખુશી અનિકેત નાં ચમકદાર ચહેરા ને વધુ ચમકાવી રહી હતી.

"અનિકેત..હવે મને ઊંઘ આવે છે..હું સુઈ જાઉં.."રાત નાં લગભગ સાડા અગિયાર થયાં ત્યાં નશાની હાલતમાં થોથવાતાં સુરે ઝેબા બોલી.

"સારું ચલ હું તને બેડ સુધી મૂકી જાઉં.."ઝેબા ને ટેકો આપી ઉભી કરતાં અનિકેત બોલ્યો.

"Ok.."આટલું કહી ઝેબા અનિકેત પર ઢળી પડી.

હવે ઝેબા સંપૂર્ણ હોશ ખોઈ બેસી છે એવી ખબર પડતાં અનિકેતે ઝેબા ને કહ્યું.

"ઝેબા તને વધુ થઈ ગઈ લાગે છે..તું ચાલીને બેડ સુધી નહીં પહોંચી શકે માટે હું તને ઉપાડીને જ બેડ સુધી લઈ જાઉં.."

"હમમ.."અનિકેત ની વાત ન પ્રતિભાવમાં ઝેબા માત્ર આટલું જ બોલી શકી.

અનિકેતે તત્ક્ષણ ઝેબા ને પોતાની બાહોમાં ઊંચકી લીધી અને ધીરેથી ચાલતાં બેડ તરફ આગળ વધ્યો..આ દરમિયાન ઝેબા અનિકેત ની તરફ એકધાર્યું જોઈ રહી હતી.પોતે આટલો મોટો માણસ અને કંપની નો માલિક હોવાં છતાં પોતાની એક એમ્પ્લોયી ની આટલી બધી કેર કરતો હોવાની અનિકેત ની આ ટેવ પર ઝેબા ને પોતાનું બધું ઓવારી જવાનું મન થઈ રહ્યું હતું. અનિકેત નાં પુરુષત્વ ની સંમોહક શક્તિ ઝેબા ને અત્યારે પાગલ કરી રહી હતી.

ઝેબા ને બેડ પર સુવડાવી બેડ પર ગોઠવેલું તકિયું પોતાનાં હાથમાં લઈને અનિકેતે કહ્યું.

"ઝેબા રૂમમાં એક જ બેડ છે તો હું હોલમાં જઈને સોફા પર સુઈ જઈશ."

"ના અનિકેત.."આટલું કહેતાં ઝેબા એ અનિકેત નો હાથ પકડી લીધો અને પોતાની તરફ બળપૂર્વક ખેંચ્યો.. ઝેબા આવું કંઈ કરશે એવો સ્વપ્નેય ખ્યાલ ન હોવાથી અનિકેત સીધો આવીને ઝેબાની ઉપર પડ્યો..અનિકેત નાં દેહ ની નીચે અત્યારે ઝેબા નો દેહ દબાઈ રહ્યો હતો..અનિકેત નું સંપૂર્ણ ધ્યાન ઝેબા નાં ચહેરાની તરફ કેન્દ્રિત હતું જ્યારે ઝેબાનું અનિકેત ની એને તકતી આંખો પર.

અનિકેત ઝેબા ની ઉપરથી ઉભો થવા ઈચ્છતો નહોતો અને સામાં પક્ષે ઝેબા પણ અનિકેત પર પોતાનું સર્વસ્વ લૂંટાવવા તૈયાર થઈને બેઠી હોય એમ એનો હાથ અનાયાસે અનિકેત ની પીઠ ફરતે વીંટળાઈ ગયો.ઝેબા હવે પોતાનું ધાર્યું કરવા સામેથી જ તૈયાર થઈ ગઈ હતી એ સમજતાં અનિકેત ને વાર ના થઈ અને એને પોતાનાં અધરો ઝેબા નાં ધ્રુજતાં અધરો પર રાખી દીધાં.

ઝેબા પણ અનિકેત નાં ચુંબનનો ભરપૂર સહકાર આપી રહી હતી..ધીરે ધીરે હવસ અને વાઈન બંને નો બેવડો નશો બંને નાં દિલ અને દિમાગ પર હાવી થઈને એમની સૂઝબૂઝ ની ક્ષમતા ને નાશ કરી રહ્યો હતો.એમાં એ અનિકેત તો પોતાની એનિવર્સરી ની રાતથી જ પોતાની બુદ્ધિ ખોઈ બેઠો હતો.પણ જુવાનીના ઉંમરે ઉભેલી ઝેબા તો એક માયાજાળ માં ફસાઈ ચુકી હતી જેની એને ખબર નહોતી.

એકપછી એક ઉતરતાં કપડાં ની સાથે શરમ નાં આભા પણ ઉતરી ગયાં હતાં..ઝેબા નાં ઉંહકારા અને સિસકારીઓનો અવાજ એ વાતની સાબિતી આપતો હતો કે અનિકેત નાં શરીર ની ગરમી ઝેબા ને સંતોષ આપી રહી હતી.પોતે અનિકેત ની પ્રેમિકા નથી અને અનિકેતે એની આગળ પ્રેમ પ્રસ્તાવ પણ મુક્યો ન હોવા છતાં ઝેબા પોતાની ઈજ્જત અનિકેત ને સોંપી ચુકી હતી જેનું કારણ હતું અનિકેત નાં ઉપકારોનું ભારણ.

સતત બે કલાક સુધી એકબીજાનાં પ્રેમસાગરમાં ડૂબકી મારવાની હોડ પછી પરસેવે રેબઝેબ અનિકેત અને ઝેબા અનાવૃત દેહે જ બેડ પર સુઈ ગયાં.

************

બીજાં દિવસે સવારે ઉઠયાં બાદ અનિકેત બાથરૂમ જઈને ફ્રેશ થઈને આવ્યો ત્યારે એનું વર્તન નોર્મલ હતું..ઝેબા ને અનિકેત દ્વારા રાતે પોતે જે કંઈપણ કર્યું એ વિશે કંઈપણ કહેવામાં ના આવતાં થોડું વિચિત્ર તો લાગી રહ્યું હતું પણ અનિકેત પોતાને અનકમ્ફર્ટેબલ ફિલ ના થાય એટલે જ રાત ની સમગ્ર ઘટના વિશે મૌન સેવી બેઠો હતો એવો અંદાજો ઝેબા લગાવી રહી હતી.

દિવસ દરમિયાન બોસ અને સેક્રેટરી ની જેમ જ બંનેએ લેવોસ્કી મશીનરી ની મુખ્ય કંપની ની મુલાકાત લીધી.ત્યાં જઈ અનિકેતે જાનકી કેમિકલ માટે જે અદ્યતન ઉપકરણો અને મશીનરી લેવાની હતી એની સમગ્ર માહિતી મેળવી..અને બે દિવસ પછી એની ડિલ ફાઈનલ કરવા માટેનું mr.જોબોકી ને જણાવી અનિકેત પોતે રોકાયો હતો એ હોટલે પરત ફર્યો.

હોટલ પહોંચી અનિકેત ઝેબા ની સાથે પાછો પોતાનાં રૂમમાં આવ્યો...આખા દિવસ દરમિયાન અનિકેત નું વર્તન ઝેબા ને બદલાયેલું લાગી રહ્યું હતું.અનિકેતે પોતાની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરી એનું કારણ ઝેબા ને પોતાની ગઈકાલ રાત ની ભૂલ લાગી રહી હતી.

અનિકેત જેવાં પરિણીત પુરુષ ને પોતાની સાથે સુવા મજબુર કર્યો હોય એવું ઝેબા ને લાગી રહ્યું હતું..અનિકેત કંઈ કોઈ સંત તો હતો નહીં કે કોઈ સુંદર યુવતી દ્વારા સામે ચાલી શારીરિક સંબંધ બાંધવાની પહેલ કરાય અને એ પોતાની જાતને રોકી શકે.

ઝેબા હજુ પોતાની ભૂલ નો સ્વીકાર કરી અનિકેત ની જોડે માફી માંગે એ પહેલાં તો અનિકેત પાછો રૂમની બહાર નીકળી ગયો..જતાં જતાં અનિકેતે ફક્ત એટલું જ કહ્યું કે પોતે જરૂરી કામ થી નીચે જાય છે..અનિકેત નું આમ કરવું ઝેબા ને ઠેસ પહોંચાડી રહ્યું હતું પણ એ ચાહવા છતાં કંઈપણ કરી શકવા સક્ષમ નહોતી.

અનિકેત નાં નીચે ગયાંને અડધો કલાક જેટલો સમય વીતી ગયો હતો અને પોતે એકલી અટૂલી રૂમમાં બેઠી બેઠી ડૂસકાં લઈ રહી હતી..અચાનક ઝેબાનાં ફોનની રિંગ વાગી..સ્ક્રીન પર અનિકેત સર લખ્યું જોઈ ઝેબા એ તુરંત કોલ રિસીવ કરતાં કહ્યું.

"Hello...sir.."

"ઝેબા..તું પંદર મિનિટમાં તૈયાર થઈને નીચે આવેલી રેસ્ટોરેન્ટમાં પહોંચ..ત્યાં એક કંપની નાં CEO જોડે ઓફિશિયલ ડિનર નું આયોજન છે.."અનિકેત નો સપાટ અવાજ ઝેબા નાં કાને અથડાયો.

"Ok.."ઝેબા આટલું બોલી ત્યાં અનિકેતે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

અનિકેતે કહ્યું એટલે નીચે જવું તો પડશે..કેમકે હવે અનિકેત ની નારાજગી વહોરવાની હિંમત એનામાં નહોતી એટલે તૈયાર થવા માટે એ ઉભી થઈ..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

આનિકેત નું ઝેબા જોડે આવું વર્તન કરવાનું કારણ શું હતું..??મોસ્કોમાં અનિકેત અને ઝેબા વચ્ચેનો સંબંધ કઈ રીતે આગળ વધશે..??અને એનાંથી અનિકેત અને જાનકીનાં વૈવાહિક જીવનમાં કયો નવો ભૂકંપ આવવાનો હતો? એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)