પ્યાર તો હોના હી થા..!
ભાગ-૭
? નવા લોકોમાં અટવાતી જિંદગી ?
???????????
દીપિકા અને દર્શન ડિનર માટે ગયા એ પછી નિગાર માટે કઈ કામ નહોતું. થોડી સ્વસ્થ બનેલી નિગાર પાસે વિચારોના વાદળ ભ્રમણા કરી રહ્યા હતા. બ્રોડ માઈન્ડેડ નિગાર એક ટિપિકલ લવમાં કેમ સંડોવાઈ હતી એનો જવાબ એ ખુદ નહોતી શોધી શક્તી. જીવનમાં આગળ શું કરવું એના વિચારો કરવા જતી ત્યાં ઈરફાનના વિચારો એને ઘેરી લેતા.
દીપિકા અને દર્શનના ધીરેધીરે થઇ રહેલા પ્રયાસોથી નિગાર આ પરિસ્થિતિ માંથી બહાર આવવાની કોશિસ કરતી. સંપૂર્ણ તો નહીં પણ આંશિક રીતે હવે એ પરિસ્થિતિ માંથી બહાર આવી ગઈ હતી. જયારે એ વિચાર ઘેરવા લેતો એ સ્લીપિંગ પાઇલ્સ લઈને સુઈ જતી અથવા બે પેક ડ્રિન્ક કરી લેતી. નિગારની પરિસ્થિતિ દિવસે દિવસે સુધારવા લાગી હતી.
*********
ઈરફાન એના માતા પિતા સાથે સિંગાપુરમાં પોતાની નવી ઓફીસ ચલાવી રહ્યો હતો. ઈરફાનની જૂની ફ્રેન્ડ નિયતિની સાથે એને ત્યાં બિઝનેસની શરૂઆત કરવામાં કોઈ ખાસ મુશ્કેલી નહોતી પડી. મમ્મી-પપ્પા પણ હવે સાથે હતા એટલે ઇન્ડિયા આવવાની કે કોઈ સાથે એટલો કોન્ટેક્ટ કરવાની એને જરૂર ન લાગી. રોજ ૯:૦૦ થી ૫:૦૦ ઓફીસ અને પછી ફેમેલી ટાઈમ એનો દૈનિક કાર્યક્રમ બની ગયો હતો. નિયતિ અને ઈરફાન કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા એ સમયથી જ એક સારી મિત્રતા હતી. નિયતિના મેરેજ થઇ ચુક્યા હતા એ પોતાના પતિ સાથે છેલ્લા પાંચ વર્ષથી સેટ થયેલી હતી. ઈરફાને પોતાની પરિસ્થિતિ વિષે જયારે નિયતિને જાણ કરી ત્યારે નિયતિ એ જ એને સલાહ આપેલી કે એ સિંગાપુર શિફ્ટ થઇ જાય અને પોતાના કરિયર પર ધ્યાન આપે.
એક દિવસ નિયતિ અને ઈરફાન એક મીટીંગ પતાવીને ઘરે જઈ રહ્યા હતા.
"નિયતિ એક સવાલ મનમાં આવ્યા કરે છે.."
"શું સવાલ?"
"હું અહીં તો આવી ગયો. તારી વાત પણ ગળે ઉતરી કે કરિયર બનાવું. પણ જો નિગાર મારા સાચા પ્રેમમાં હશે તો?"
"તને એવું કેમ લાગે છે? કોઈ સાથે વાત થઇ ઇન્ડિયા?"
"ના ના હું કોઈને કોલ જ નથી કરતો. પણ અંદરથી એક બેચેની થાય છે.."
"હું માનું છું ત્યાં સુધી તો એ એક મોડલ છે. એના કામમાં તારું નામ પણ યાદ નઈ હોય પણ ખાતરીથી ન કઈ શકું કેમ કે પ્રેમમાં ભલભલાને મેં ભટકતા જોયા છે."
"હું ઇન્ડિયા ફોન કરીશ અને જો એને ખબર પડશે કે હું સિંગાપુર છું તો એ અહીં આવી જશે એનો ડર છે. મમ્મી-પપ્પા ને તો એ ઇન્ડિયા એકવાર ઘરે મળવા પણ આવેલી.."
"એમાં ડરવાનું શું હવે તારું અહીં બધું સેટ છે. તને મનમાં એ પ્રશ્ન પજવ્યા કરે તો એકવાર દિલની તસલ્લી માટે કોઈને પૂછી જો.."
"હા એવું જ કંઈક કરીએ. ચાલ આપણે ઘરે જઈએ એ પહેલા એક કોફી પીએ? મારુ સ્ટ્રેસ પણ ઓછું થશે અને હું કોલ કરું ત્યારે કોઈ સવાલ હોય તો તારી તરત સલાહ મળી શકે.."
"ઓકે ડિયર.. "
ઈરફાન અને નિયતિ કોફી કેફે પર પહોંચ્યા. બંને એ કોલ્ડ કોફી ઓર્ડર કરી. ઈરફાને એના મિત્ર આદિત્યને ફોન લગાવ્યો.
"હાય આદિ.. "
"કોણ?"
"અવાજ પણ નથી ઓળખતો ભાઈ?"
"ઈરફાન...??? "
"હા આદિ.. ઈરફાન બોલું.."
"અલા ભાઈ , તું છે ક્યાં? ઘરે તાળું, ઇન્ડિયા વાળો નંબર પણ નથી લાગતો.. માંડ્યું છે શું તે?"
"ભાઈ હું કાયમ માટે હવે સિંગાપુર શિફ્ટ થયો છું. મમ્મી-પપ્પા પણ મારી સાથે જ છે. તારે કઈ પણ કામ હોય તો આ નંબર પર કોલ કરજે.."
"વાહ, જાણીને ખુશી થઇ પણ મળીને તો જવાયને.. આટલી જ ભાઈબંધી નિભાવી તે?"
"એવું નથી આદિ.. મારી એક મજબૂરી હતી. સમય આવતા જણાવીશ. પણ હાલ એક કામ પડ્યું છે. જે તારા સિવાય કોઈને સોપાય એમ નથી.."
"બોલને ભાઈ, તારા માટે જાન હાજીર છે.."
"નિગાર.. યાદ છે?"
"હા ભાઈ, ઈ કેમ ભુલાય.. રિવરફ્રન્ટનો એ દિવસ બિલકુલ યાદ છે."
"હમ્મ, તો વાત એમ છે કે એ નિગાર સાથે મારી સારી દોસ્તી થઇ ગઈ હતી. મને એવું લાગ્યું કે એ મારા પ્રેમમાં છે. પણ મને આગળ નતું વધવું એટલે હું અહીં આવી ગયો..."
"ભાઈ, આવો મોકો છોડાય, એવી છોકરી તને નઈ મળે.."
"આદિ વાત એના રંગરૂપ કે કેરેક્ટરની નથી. વાત મારી સાથે મેચપની છે. અમે બંને એકબીજાને કમ્પિટિબલ નથી એવું મને લાગતું હતું. પણ છોડ એ બધું મુદ્દાની વાત કરું.."
"હા ભાઈ કર.."
"હવે હું અહીં આવ્યે ત્રણ મહિના થઇ ગયા છે. એનો કોઈ કોન્ટેક્ટ નથી. મને કોન્ટેક્ટ કરવામાં રસ નથી પણ મને સતત એક સવાલ સતાવ્યા કરે છે કે એ મારા સાચા પ્રેમમાં હોયને એનો જીવ બળતો હોય તો ? મારે બસ એનો હાલ જાણવો છે.."
"ભાઈ પણ એના વિષે જાણીને શું કરીશ? તારે આ સંબંધ આગળ જ નથી વધારવો તો..?"
"ભાઈ તું મને તો જાણે જ છે. મારાથી કોઈનું દિલ દુભાય તો મને એનો અફસોસ રહે છે. એટલે બસ દિલની તસલ્લી માટે આટલું કરવું છે.."
"ઓકે ભાઈ હું અમદાવાદમાં એ હોય તો કોન્ટેક્ટ કરીને જણાવું તને.."
"થેન્ક્સ આદિ.."
"થેન્ક્સ વાળી.. તારી પાસે રાખ તારું થેન્ક્સ.. તું ઇન્ડિયા આવ પછી તારો વારો છે.. કોઈ'દી કીધા વગર ક્યાય નઈ જાય તું.."
"હા ભાઈ મળશું એ સમયે બદલો લઇ લેજે.. "
આદિત્ય અને ઈરફાન પોતાની વાતો પતાવી મજાકમસ્તી કરીને ફોન કટ કર્યો. નિયતિ ઈરફાને આ વાતો દરમ્યાન ધ્યાનથી નોટિસ કરી રહી હતી. ફોન મુકતાની સાથે જ નિયતિ બોલી.
"આ આદિ કોણ? "
"અરે! આપણી કોલેજમાં જ હતો, મારો બહુ સારો ફ્રેન્ડ છે. તને યાદ છે કોલેજમાં અમે સાથે જ કેન્ટીનમાં હોતા, આપના ડિપાર્ટમેન્ટનો ફૂટબોલની ટીમનો કેપ્ટન.."
"ઓહ! હા યાદ આવ્યું.. સારું સારું મને થયું આ એવો તારો કયો ફ્રેન્ડ જેને તું આટલી વાતો બિન્દાસ કરે.."
"ટ્રસ્ટ હોય ત્યાં જ વાત થાયને ડિયર.."
"હા એ પણ છે. જો નિગાર એને મળશે ને ખ્યાલ આવશે કે સાચા પ્રેમમાં છે તો શું કરીશ?"
"એનો જવાબ તો મારી પાસે પણ નથી. સાચું કઉ નિયતિ નિગાર બહુ જ સારી છોકરી છે. પણ એની સાથે મારુ જીવન કમ્પિટિબલ નથી."
"તું એવું કઈ રીતે કઈ શકે?"
"મને એની લાઇફસ્ટાઇલ અને એના કામ પરથી લાગે.."
"જો ઈર્ફી તને ખોટું નઈ કઉ પણ મારા મત મુજબ તારે એને સમય આપવો જોઈએ. બંને એ એકબીજાને જાણવાનો સમય લેવો જોઈએ, જો આગળ જતાં તમને સેમ ફિલિંગ આવે તો પછી તમે આવું કહી શકો. એ બિચારીને માંડ બે વાર મળ્યો છો એમાં તે આવું ડીસાઈડ કરી લીધું?"
"તારી વાત સાચી પણ, હું હવે ૨૭ વર્ષનો થઇ ગયો છું. પેરેન્ટસ લગ્નની વાતો કરે છે. હું એક એક વર્ષ કરીને લંબાવે રાખું છું. એમાં જો હું નિગાર સાથે સમય પસાર કરું ને આગળ જતા આનું આજ રહે તો ?"
"હું સહમત નથી. એની વે તું આદિત્યના જવાબની રાહ જો આગળ જોઈશું શું થાય છે.."
"હોપ જે થાય એ સારું થાય.."
"હા ઈર્ફી ટેન્શનના લે. બિન્દાસ રે.."
નિયતિ અને ઈરફાન કોફી પતાવીને કારમાં ઘરે જવા રવાના થયા. બંને પોતપોતાના ઘરે પહોંચ્યા બાદ ફેમેલીના કામમાં વ્યસ્ત થઇ ગયા.
[ક્રમશ:]