aryriddhi- 8 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - 8

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - 8

રિધ્ધી તેની કોલેજ ને સ્ટુડન્ટ એક્ષસચેન્જ પ્રોગ્રામ માં રિપ્રેઝન્ટ કરવા માટે IIM-A અમદાવાદ ખાતે આવે છે. આ પ્રોગ્રામ નું ટીવી પર લાઈવ પ્રસારણ રિધ્ધી ના કાકા-કાકી અને તેનો ભાઈ જોઈ રહ્યા હતા. ત્યારે રિધ્ધી સ્પીચ પુરી થયા પછી MIT ના લીડર આર્યવર્ધન નો વારો આવે છે.

આર્યવર્ધન ને જોતાં જ રિધ્ધી ના કાકા નિમેશભાઈ રિધ્ધી ને પાછી બોલાવી લેવાની વાત કરતાં તેમનું B.P. વધી જતાં બેભાન થઇ જાય છે. એટલે તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. જ્યાં તેમના ભાન માં આવ્યા બાદ પાર્થ દ્વારા સાચી વાત પૂછતાં નિમેશભાઈ તેમને આર્યવર્ધન ના માતાપિતા અને રિધ્ધી ના માતાપિતા વિષે બધી વાત જણાવે છે. 

અને એક મિશન દરમિયાન મૈત્રી અને વિપુલ તેમના પર થયેલા હુમલા માં ગંભીર રીતે ઘાયલ થાય છે પણ વર્ધમાન ના કારણે તેમનો આબાદ બચાવ થઈ જાય છે. હોસ્પિટલમાં તેમની સારવાર થઈ ગયા પછી મૈત્રી અને આર્યા એકબીજા સાથે ચર્ચા કરી ને આઇબી ની નોકરી છોડવા નો નિર્ણય કરે છે. 

હવે આગળ..

આર્યા અને મૈત્રી તેમના રેઝીગ્નેશન લેટર આઇબી ના ડિરેક્ટર ને આપ્યા પછી જ આ વાત વર્ધમાન અને વિપુલ ને જણાવે છે. વર્ધમાન આર્યા ને આમ આઇબી ને છોડવા નું કારણ પૂછે છે.

ત્યારે આર્યા વર્ધમાન ને કહે છે કે અત્યાર સુધી જે કંઇ થયું તે પૂરતું નથી. આર્યા ની વાત વર્ધમાન ને સાચી લાગે છે. આગળ આર્યા જણાવે છે કે હજી આપણા બાળકો નાના છે. જો આપણ ને કઈ થઈ ગયું તો તેમની સંભાળ કોણ રાખશે ?

વર્ધમાન આર્યા ની વાત માની લે છે અને તે આઇબી ને છોડવા નો નિર્ણય કરે છે અને વિપુલ પણ તેમનો સાથ આપે છે. આઇબી ના ડીરેક્ટર તેમને સુચન કરે છે જો તેઓ શાંતિથી રહેવા માંગતા હોય તો તેમણે ભારત છોડીને બીજા કોઈ દેશ માં સ્થાયી થઈ ને રહેવું પડશે.

વિપુલ તેમના ચીફ ને ભારતની બહાર રહેવા માટે જતાં રહેવાનું કારણ પૂછે છે ત્યારે તેમના ચીફ જણાવે છે કે તેમણે અત્યાર સુધી ઘણા બધા મિશન પાર પાડ્યા છે એટલે ઘણા બધા લોકો તેમના જીવ ના દુશ્મન બની ગયા છે. એટલે જો તેઓ અહીં રહેશે તો તેમનો દુશ્મન તેમને અને તેમના બાળકો ને મારી નાખવા નો પૂરા પ્રયત્નો કરશે.

એટલે જો વર્ધમાન અને વિપુલ એકસાથે દેશ છોડીને જતા રહેશો તો કોઈ પણ વ્યક્તિ તેમને ક્યારેય સહેલાઈથી નહીં શોધી શકે.

વર્ધમાન અને વિપુલ એકસાથે ચર્ચા કરી ને ફ્લોરિડા માં રહેવાનું નક્કી કરે છે. આર્યા અને મૈત્રી પણ તેમની સાથે સંમત થઈ જાય છે. તેઓ લગભગ એક મહિના પછી ફ્લોરિડા ના મિયામી શહેર માં રહેવા માટે આવી જાય છે.

અહીં મિયામી શહેરમાં તેમના રહેવાની વ્યવસ્થા આઇબી ના એક ભૂતપૂર્વ એજન્ટ અને વર્ધમાન મિત્ર એવા રવિરાજે કરી હતી. અહીં રવિરાજે એક જ બંગલા માં વિપુલ અને વર્ધમાન ની અલગ અલગ રહેવાની વ્યવસ્થા કરી હતી.

અહીં મિયામી માં એક મહિના પછી અહીં નું વાતાવરણ અનુકૂળ થઈ જતાં વર્ધમાન અને વિપુલે એકસાથે મળી ને એક કોમ્પ્યુટર નો શોરૂમ શરૂ કર્યો. વર્ધમાન અને વિપુલ પાસે કોમ્પ્યુટર એન્જીનીયર ની ડિગ્રી હતી એટલે તેમને શોરૂમ ચલાવવા માં કોઈ તકલીફ ના પડી.

એક જ વર્ષ માં તેમનો આ કોમ્પ્યુટર શોરૂમ આખા વિસ્તાર માં જાણીતો થઈ ગયો. આખા વિસ્તારમાં જો કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટર ખરીદવા નું વિચારતી તો એકવાર વર્ધમાન ના શોરૂમ ની મુલાકાત ચોક્કસ લેતી હતી.

આજે પાંચ વર્ષ પછી બધું જ શાંત હતું અને વર્ધમાન અને વિપુલ ના બાળકો મોટા થઈ ગઈ હતા. વર્ધમાન આજે કોઈ કામ થી બહાર ગયો હતો અને વિપુલ એકલો જ શોરૂમ માં હતો ત્યારે જ ત્યાં FBI ના બે સિનિયર ઓફિસર આવ્યા.

તેમણે વિપુલ ને કહ્યું કે તેઓ વર્ધમાન સર ને મળવા માટે આવ્યા છે. એટલે વિપુલ એ તેમને જણાવ્યું કે વર્ધમાન તો કામ ના અર્થે બહાર ગયેલો છે. એટલે તે બંને ઓફિસર પાછા જતાં રહ્યાં.

તેમના ગયા પછી વિપુલ તરત જ ઘરે આવ્યો ત્યારે વર્ધમાન ઘરે આવી ગયો. વિપુલે તરત આવી ને વર્ધમાન સાથે ઝઘડો કર્યો. વિપુલ જોરથી બૂમો પાડી ને વર્ધમાન સવાલ પૂછ્યો. પણ વર્ધમાન કઈ બોલ્યો નહીં. 

પણ તેમની બુમો સાંભળી ને આર્યા અને મૈત્રી તેમના રૂમ માં થી દોડી ને બહાર આવ્યા. વિપુલ ખૂબ જ ગુસ્સે થયેલો હતો એટલે પહેલાં મૈત્રી અને આર્યા એ તેને શાંત થવા માટે કહ્યું.

પછી વિપુલ ને ગુસ્સો કરવા નું કારણ પૂછ્યું ત્યારે વિપુલે શોરૂમ માં જે કઈ બન્યું તેની બધી વાત કરી પછી વિપુલ ફરી થી વર્ધમાન ને કઈ પણ કહેવા જાય તે પહેલાં જ વર્ધમાને તેની બેગ માં થી ફોટોગ્રાફ નું એક પેકેટ મૈત્રી ને આપ્યું.

એ ફોટા મૈત્રી,  આર્યા અને વિપુલે વારાફરતી જોયા. આ ફોટા જોઇને તો જાણે કે ત્રણેય ના પગ નીચે થી જમીન જ ખસી ગઈ હોય તેવો અનુભવ થયો. પણ થોડી વાર પછી સ્વસ્થ થઈ ને વિપુલે વર્ધમાન ને કહ્યું કે હું અને મૈત્રી આ ઘર છોડીને જઇ એ છીએ.

મિત્રો વર્ધમાને જે ફોટોગ્રાફ બધા ને બતાવ્યા તેમાં એવું શું હતું કે વિપુલે ઘર છોડવા નો નિર્ણય કર્યો ? અને શું વર્ધમાન વિપુલ ને ઘર છોડતા રોકશે ?
જાણો આગળ ના ભાગમાં..