rediff love part 2 in Gujarati Love Stories by A friend books and stories PDF | રેડિફ લવ ભાગ - ૨

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

રેડિફ લવ ભાગ - ૨

રેડિફ લવ ભાગ - ૨


રેડિફ લવ ભાગ - ૧ માં આપે વાંચ્યું કે હું વર્ષ ૨૦૦૬ માં મારા શેરબજાર ના વ્યવસાયમાં ખાલી સમયમાં નેટ ચેટિંગ કરવાનું શરૂ કરું છું, અને મારા મિત્રો મને એક વાર કોઈ છોકરીના ખોટા આઈ.ડી. થી ચેટ કરીને ડફોર પણ બનાવે છે, અને પછી હું રેડીફ ચેટ મેસેન્જર માં ચેટ ચાલુ કરું છું અને મારી ચેટ પદમીની નામ ની એક છોકરી સાથે શરૂ થાય છે, હું તેને મારુ નામ અમિત બતાવું છું જે ખોટું છે,હવે આગળ વાંચો.

મેં જવાબ આપ્યો. : AMIT , મેં મારુ નામ સાચું ના જણાવ્યું ,જૂનો અનુભવ યાદ આવ્યો,

મેં પૂછ્યું તમારું નામ ?

રિપ્લાય : PADU ,

મેં પૂછ્યું આખું નામ

રિપ્લાય : પદમીની

"ખુબજ સરસ નામ છે", મેં વળતો જવાબ આપ્યો, તેણે થૅન્ક્સ કહ્યું.

એણે પૂછ્યું આપ શું વ્યવસાય કરો છો?

પેહલા મને થયું કે સાચી વિગત જણાવવી નથી, પણ પછી એમ થયું કે જે છે એ સાચી વિગત જણાવવામાં કઈ જવાનું નથી એટલે મેં જણાવ્યું કે મારે શેરબજાર નું કામ છે.

એના તરફથી સ્માઈલી નું નિશાન આવ્યું,એણે પૂછ્યું શું ખરેખર તમારે શેરબજાર નું કામ છે?

મને એનો પ્રશ્ન ના ગમ્યો અને થોડું આશ્ચર્ય પણ થયું કે એણે એવું કેમ પૂછ્યું હશે, એટલે મેં એને જવાબ માં લખ્યું" હા , કેમ કઈ તકલીફ છે આ કામમાં ?"

અમારી આ બધી ચેટ ઇંગ્લીશમાં થઇ રહી હતી.

padmini : ના, કોઈ તકલીફ નથી પણ એક સંયોગ બન્યો છે એટલે પૂછ્યું

me : શું સંયોગ છે ?

padmini : હું પણ શેરબજાર ના પ્રોફેશન માં જ છું.

me : ગ્રેટ ,

હું વિચારી રહ્યો હતો કે આવો સંયોગ કઈ રીતે બને, કે પછી ફરીથી મારા ફ્રેંડ્સ મારો પોપટ બનાવી રહ્યા છે, પણ મારા આ આઈ.ડી ની તો કોઈને પણ ખબર નથી અને મારુ આઈ.ડી. પણ ખોટા નામ નું છે તો મારા ફ્રેંડ્સ ને તો એની કઈ ખબરજ નહોય એ સ્વાભાવિક છે, કે પછી આ છોકરી અથવા તો જે પણ વ્યક્તિ હોય જે અત્યારે મારી સાથે પદમીનીના નામ થી ચેટ કરી રહ્યું છે, તેજ મારો પોપટ બનાવવા માંગતું હોય.

એવું વિચારવું એટલા માટે જરૂરી હતું કારણકે ચેટ સાઈટ પર મોટાભાગના છોકરીઓના આઈ.ડી. ખોટા હતા જે કેટલાક શરારતી વ્યક્તિઓ ઘ્વારા બનાવામાં આવતા હતા અને પછી સામે કોઈ છોકરા સાથે ચેટ કરીને એની મઝા લેવામાં આવતી. એટલેજ હું પણ થોડો મૂંઝવાઇ ગયો અને મેં નક્કી કર્યું કે હવે પેહલા એની બધી વિગત લેવી પછી જ મારી વિગત જણાવવી.અને એને કેટલાક પ્રશ્ન પૂછીશ તો ખબર પડી જશે કે એ ખરેખર શેરબજાર માં કામ કરે છે કે નહિ.

me : તો તમારે ત્યાં કયું ટર્મિનલ છે ?

padmini : શેરખાન

me : તમારી ઑફિસ ક્યાં છે ?

padmini : સાયન

me : તમે શુ સંભાળો છો? કેશ સેગ્મેન્ટ કે ફયુચર સેગ્મેન્ટ

padmini : જસ્ટ વેઇટ

થોડી વાર સુધી કોઈ કોઈ જવાબ ના મળ્યો એટલે મને ચોક્કસ ખાતરી થઇ ગઈ કે આ મેલ ચેટર જ છે, જેને શેરબજાર વિશે વધારે જાણકારી નથી, જે ફક્ત મારો પોપટ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. મેં પણ નક્કી કરી લીધું કે હું પણ એની જોડે ચેટ કરીને એની મઝા લઉં, અને એ મારો પોપટ બનાવે એ પેહલા હું જ એને ડફોર બનાવી દઉં.

ત્યાંજ સ્ક્રીન પર મેસેજ આવ્યો,

padmini : સોરી , મારે એક કોલ આવી ગયો હતો, હું આ ઑફિસ માં ટેલિફોન ઓપરેટર ની જોબ કરું છું.

me : ઓકે

એણે આ જવાબ આપીને પાછો મને વિચારતો કરી દીધો , હવે શું કરવું, કઈ રીતે ખબર પડે કે ખરેખર એ કોઈ છોકરી જ છે કે પછી કોઈ છોકરો?


મેં એની સાથે આગળ વાત કરવાનું નક્કી કર્યું અને એની બીજી વિગતો પૂછી, જેના જવાબ મેં એણે જણાવ્યું કે તે શેરખાન ની સાયન બ્રાન્ચ ની ઑફિસ માં છેલ્લા દોઢ વરસથી ટેલિફોન ઓપેરટર ની નોકરી કરે છે, તે મરાઠી છે, અને તેણે અભ્યાસમાં એમ.કોમ. પૂરું કરેલ છે, તેને ગુજરાતી નથી આવડતું, તે મરાઠી, અંગ્રેજી,અને હિન્દી સારી રીતે બોલી શકે છે, તે હજુ સિંગલ છે. અને તે પણ ફ્રી સમયમાં ચેટ કરે છે.


આ બધું સાંભળી ને હું નક્કી નહોતો કરી શકતો કે ખરેખર આ કોઈ છોકરી છે કે નહિ, હું એની સાથે હજુ કઈ વધારે ચેટ કરું એ પેહલા જ એનો મેસેજ આવ્યો કે હવે એ લોગ આઉટ થાય છે, એને થોડું કામ આવી ગયું છે, એણે બાય નો મેસેજ કરી ને લોગ આઉટ કરી લીધું.

એ પછી હું પણ બજાર પૂરું થવાનું હોઈ તેમાં ધ્યાન કરીને બેસી ગયો, અને આગળ જે થશે એ જોઇશુ, બહુ બહુ તો કોઈ છોકરો હશે તો આપણું કઈ બગડવાનું નથી એમ વિચારી બીજા દિવસે ફરી વાત કરીશ એમ નક્કી કરી લીધું.


બીજા દિવસે ફરીથી હું ચેટ કરવા બેઠો, અને પદમીની ના લોગ ઈન થવાની રાહ જોવા લાગ્યો, થોડી વાર પછી એનું સ્ટેટ્સ લોગીન દેખાયું એટલે મેં એને "હાય" નો મેસેજ મોકલ્યો અને એના જવાબ ની રાહ જોવા લાગ્યો, એણે પણ સામે " હાય" થી રિપ્લાય કર્યો અને અમારી વાત આગળ ચાલુ થઇ,

હવે એણે મને મારી બધી વિગતો પૂછી જેના મેં કેટલાક સાચા તો કેટલાક ખોટા જવાબ આપ્યા જેમકે હું પણ બી.કોમ.પાસ છું, મારે પણ છેલ્લા બે વર્ષ થી શેરબજાર નો વ્યવસાય છે, જે બિલકુલ ખોટું હતું.

હા મેં એને મારી ઉમર અને અમદાવાદ માં રહું છું એ સાચું જણાવી દીધું.

ચાહે ચેટ હોય કે લગ્ન માટેની મિટિંગ કે પછી નોકરી માટેનો ઇન્ટરવ્યૂ જયારે શોખ વિષે પૂછવામાં આવે ત્યારે મોટા ભાગે સ્ટાન્ડર્ડ જવાબ એ મળે કે જો જેન્ટ્સ હોય તો રિડિંગ, ક્રિકેટ, મ્યુઝિક અને બહાર ફરવું અને કોઈ લેડીસ હોય તો રિડિંગ, કુકીંગ ,મ્યુઝિક અને બહાર ફરવું. એવું જ મેં અને એણે પણ કહ્યું, હા પણ એક શોખ બંનેનો સરખો હતો અને એ હતો ચેટિંગ તેમજ નવા ફ્રેંડ્સ બનાવવા.

વધુ માં એણે જણાવ્યું કે એ એક સાધારણ ઘર ની છોકરી છે અને એના પરિવારમાં એના માતાપિતા તેમજ બે ભાઈ-ભાભી છે. મેં પણ એને મારા પરિવાર વિષે જણાવ્યું.

હવે મને ફક્ત એક જ વાત જાણવાની ઉતાવળ હતી કે ખરેખર આ પદમીની છે કે નહિ.

અમે દરરોજ બપોરના બાર થી અઢી વાગ્યા સુધી ના સમય ગાળામાં થોડું ચેટ કરી લેતા, આ સમયગાળા માં બજાર માં કામ ઓછું રહેતું, પણ ઘણી વખત એ દરમ્યાન પણ કોઈ વાર એને કામ આવી જતું તો કોઈ વાર મારે કામ આવી જતું, એણે મને જણાવ્યું કે એ રોજ પાંચ વાગે ઘરે જવા નીકળી જતી હતી, પણ કદાચ એને પણ મારી ઉપર વધુ ભરોસો નહોતો થયો એટલે પદમીનીએ મને એ મુંબઈ ના કયા એરિયા માં રહે છે એ હજુ નહોતું જણાવ્યું.

આમ ને આમ લગભગ પાંચ દિવસ નીકળી ગયા, આ દરમ્યાન માં અમે એક બીજા ને પોતાના વિષયમાં ઘણી બધી વિગતો જણાવી , જેવી કે ફેવરિટ સોન્ગ ,ફેવરિટ સિંગર, ફેવરિટ હીરો-હીરોઇન, ફરવા માટે ફેવરિટ જગ્યા, એવું બધું કે શરૂઆતી ચેટમાં જે કોમન હતું, હા એક વસ્તુ હતી કે જે મને નહોતી ગમી અને એ એમ હતું કે પદમીની નોનવેજ ખાતી હતી જયારે હું પ્યૉર વેજીટેરીઅન હતો. હું એની સાથે અંગ્રેજી માં જ ચેટ કરતો હતો પણ ઘણી વાર હું લખવામાં અને અમુક શબ્દ સમજવામાં થાપ ખાઈ જતો ત્યારે એ મને કેહતી કે તારું અંગ્રેજી થોડું કાચું લાગે છે, હવે એને કોણ સમજાવે કે તારી સામે ફક્ત દસ ધોરણ પાસ છોકરો બેઠો છે જેને અંગ્રેજીમાં ફક્ત પાસિંગ માર્ક આવ્યા હતા અને જેણે કદી અંગ્રેજી માં વાતચીત કરી નથી ફક્ત ચેટ કરતા કરતા થોડું અંગ્રેજી આવડી ગયું છે. પણ એક વાત તો હતી એનું અંગ્રેજી ખરેખર ખુબજ ફ્લુઅન્ટ હતું એના પરથી એટલી તો ખબર પડતી હતી કે ભલે એ કોઈ છોકરી હોય કે છોકરો પણ ભણેલું ચોક્કસ છે.

એ દિવસે શનિવાર હતો અને બજાર માં રજા હતી પણ આજે પણ સવારે અગ્યાર વાગે પદમીની નું સ્ટેટ્સ લોગ ઈન દેખાડતું હતું, એટલે મને નવાઈ લાગી, અને મેં એને ગુડ મોર્નિંગ નો મેસેજ મોકલ્યો અને એનો પણ સામે ગુડ મોર્નિંગ નો રિપ્લાય આવ્યો, મેં એને પૂછ્યું કે આજે રજા નથી ત્યારે એણે મને જણાવ્યું કે એને ફક્ત રવિવારે રજા હોય છે, શનિવારે એને હાફ ડે હોય છે એટલે એ એક વાગે ઘેર જતી રહેશે, મેં એની જોડે આગળ વાત વધારી.

આ પાંચ દિવસ દરમ્યાન મેં એને ઘણી વખત એનો ફોટો શેર કરવા જણાવ્યું હતું પણ એણે ના પાડી હતી, પણ આજે એણે સામેથી મને મારો ફોટો શેર કરવા જણાવ્યું, હું થોડો વિચારમાં પડી ગયો કે જો ખરેખર હું એને મારો અસલ ફોટો મોકલી આપું તો કદાચ એ જોઈને એ મારી સાથે વાત કરવાનું બંધ કરી દે, કારણકે મારુ શરીર થોડું ભારે છે, અને મારો ફોટો ફેસ નથી એટલે મારા ફોટા તો બહુજ ખરાબ આવે છે ,અને બીજું એમ પણ બને કે જો એ કોઈ શરારતી જેન્ટ્સ હોય તો એને મને ડફોર બનાવ્યા નો સંતોષ મળી જાય,એટલે બહુ વિચારીને મેં એની સામે શરત મૂકી કે જો હું મારો ફોટો શેર કરું તો એ બદલામાં મારી સાથે ફોન પર વાત કરશે?

મેં એની પાસે ફોટો ના માંગીને આ શરત મૂકી કારણકે ફોટો તો કોઈનો પણ અપલોડ કરીને એ મને આપી શકે પણ છોકરીનો ખોટો અવાજ થોડું કોઈ કાઢી શકશે.

એણે થોડું વિચારીને મને હા પડી, હવે હું સલવાયો, મને એમ હતું કે એ ચોક્કસ મને ના પાડશે, એણે તો હા પાડી, થોડું વિચારતા મને કંઈક યાદ આવ્યું અને મારા ચેહરા પર સ્માઈલ આવી ગયું, મેં એને એક ફોટો શેર કર્યો , જે મારો નહોતો પણ મારા ખાસ મિત્ર અમિત નો એના એન્ગેજમેન્ટ નો શેરવાની માં લીધેલ ફોટો હતો, મારો આ મિત્ર ખુબજ સ્માર્ટ અને હેન્ડસમ છે, અને એ નેટ પર ક્યારેય નહોતો આવતો એટલે મને કોઈ ચિતા નહોતી.

પદમીનીએ ફોટો જોયો અને રિપ્લાય કર્યો કે તું ખરેખર ખુબજ હેન્ડસમ લાગે છે, હવે મારો વારો હતો મેં પદમીનીને મને ફોન કરવા કહ્યું પણ એ આનાકાની કરવા લાગી, કે એ મારી સાથે સોમવારે વાત કરશે, પણ આ વાત થી હું ગુસ્સે થયો અને એ એનું પ્રોમિસ તોડીને ચીટિંગ કરી રહી છે ,તેમજ મેં એને એમ પણ કહ્યું કે મને લાગે છે કે ખરેખર એ કોઈ છોકરી નથી, અને એ મારી સાથે મજાક કરી રહી છે.

આ સાંભરી ને એણે મને થોડીવારમાં એ મને જવાબ આપે છે એમ કહ્યું અને થોડી વાર પછી એનો મેસેજ આવ્યો, એણે મને મુંબઈ ની એની ઑફિસ નો નંબર આપ્યો અને પાંચજ મિનિટ માં હું એને કોલ કરું એમ કહ્યું, મેં એની પાસે ફોન કરવા ટાઈમ માંગ્યો .

પદમીની સાથે વાત કરવા હું અત્યાર સુધી તત્પર હતો, પણ અત્યારે હું એની પાસે ટાઈમ માંગી રહ્યો હતો એનું કારણ એ હતું કે એ સમય એટલે કે ૨૦૦૬ માં અત્યારની જેમ મોબાઇલ ની સુવિધા એટલી વધારે પ્રચલિત નહોતી , હા મારી પાસે નોકિયા ૩૩૧૦ મોબાઇલ અને લેન લાઈન બને ફોન હતા પણ મારે જરૂર ના હોય મેં એસ.ટી.ડી.ની અલગથી સર્વિસ લીધેલ નહોતી. એ વખતે એસ. ટી.ડી. માટે અલગ થી ચાર્જ લાગતો હતો, એટલે જો મારે અત્યારેજ જો પદમીની સાથે વાત કરવી હોય તો બહાર જઈને એસ.ટી.ડી.બુથ માંથી વાત કરવી પડે, અને બહાર જૂન મહિનાનો સિઝનનો પેહલો વરસાદ આવતો હતો, પણ પદમીની ને જાણે મારી વાત થી કદાચ ખોટું લાગ્યું હોય એમ એણે કહ્યું કે ક્યાં તો હું એને અત્યારે પાંચજ મિનિટ માં ફોન કરીશ કારણકે એનો ઘરે જવાનો સમય પણ થઇ ગયો છે અને એ પણ થોડી જીદમાં આવી ગઈ હોય એમ એણે કહ્યુકે અગર તો પછી એ ક્યારેય મારી સાથે વાત નહિ કરે.

મેં પણ એની જીદ સ્વીકારી લીધી કારણકે મને પણ ખરેખર એ પદમીની છે કે કોઈ છોકરો એ જાણવાની ઈચ્છા તો હતીજ એટલે હું વરસતા વરસાદ માં પલળતા નજીકના એસ.ટી.ડી. બુથ પાસે પહોંચ્યો પણ ત્યાં એક વ્યક્તિનો એસ.ટી.ડી. કોલ ચાલુ હતો અને એ બુથમાં એસ.ટી.ડી. માટેની ફક્ત એ એકજ લાઈન હતી, એટલે મારે રાહ જોયા વગર છૂટકો નહોતો,

ત્યારે એસ.ટી.ડી.કોલ ના ચાર્જ ઘણા વધુ હતા એટલે એ વ્યક્તિ પણ વધારે વાત નહીંજ કરે એવો વિશ્વાસ હતો પણ છતાં એ ચાર મિનિટ મને ચાર કલાક જેવી લાગી અને એ વ્યક્તિ ના નીકળતા જ મેં મુંબઈ નો એ નંબર લગાયો, એક બે વખત ડાયલ કરતા એ નંબર બીઝી આયો, હું કદાચ જાણે કોઈ વ્યક્તિ પેહલી વાર કોઈ પરીક્ષા માં બેઠું હોય અને મૂંઝવણમાં હોય એવું મેહસૂસ કરતો હતો અને જો ફોન ઉપડે અને ખરેખર જો એ કોઈ છોકરી નો નંબર હોય તો શુ વાત કરીશ એ પણ મનોમન નક્કી કરતો હતો કારણકે મેં મારી લાઈફ માં ક્યારેય કોઈ છોકરી સાથે વાત કરેલ નહોતી, મેં ફરીથી એ નંબર પર ટ્રાઈ કર્યો અને આ વખતે રિંગ વાગી અને ફોન ઉપડ્યો.

ફોન ઉપાડ્યા પછી ખરેખર શુ સામે પદમીની હતી કે પછી કોઈ બીજું , અને શુ કોઈ મારી સાથે રમત કરી રહ્યું હતું , કે પછી આ કોઈ ખોટો નંબર હતો એ જાણવા આવતા અંક સુધી રાહ જુઓ,

અને હા વાચક દોસ્તો આપને મારી આ સ્ટોરી કેવી લાગે એની કોમેન્ટ જરૂર કરશો તેમજ જો કઈ સુધારવા લાયક હોય તો પણ જણાવશો કારણકે હું કોઈ કાયમી લેખક નથી તો આપના સુઝાવ મને મારુ લેખન સુધારવામાં મદદ કરશે. મને વાંચવા બદલ આપનો આભાર.