THE ACCIDENTAL PRIME MINISTER
ફિલ્મ મનમોહન સિંહ કરતા સંજય બારુની વધારે લાગે છે.અનુપમ ખેર જે આ ફિલ્મમાં વડા પ્રધાન મનમોહન સિંહનો રોલ કરી રહ્યા છે,કોપી કરવાની ખુબ મહેનત કરી છે.હાથ હલાવો,બોલવુ,ચાલવુ અાવી બધી બાબતોમા ધ્યાન અપાયુ છે,થોડુ અોવર લાગે પણ વાર્તા આગળ વધતા ગમશે.સંજય બારુનો રોલ અક્ષય ખન્ના કરે છે.સંજય બારુઅે અક્ષય ખન્નાનો રોલ સારી રીતે કર્યો છે.સંજય બારુ ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મિડીયા સલહાકાર હતા,તેમણે મનમોહન સિંહને ધ્યાનમાં રાખીને પુસ્તક લખ્યુ"THE ACCIDENTAL PRIME MINISTER"ફિલ્મમાં બતાવ્યા અનુસાર આ બુક લોન્ચ થયા પછી મનમોહન સિંગ સંજય બારુને મળવા માગતા નથી.
મુખ્ય કલાકાર-અનુપમ ખેર,અક્ષય ખન્ના,વિપિન શર્મા,સુઝાન બર્નેટ
નિર્દેશક -વિજય રત્નાકાર ગુટ્ટે
લેખક-સંજય બારુ
પ્રોડક્શન - પેન ઈન્ડિયા લિમીટેડ
હવે ફિલ્મ સંજય બારુની લખેલી પુસ્તક ઉપરથી બનાવામા આવી છે.હવે કેટલું સાચુ-ખોટુ અેતો મનમોહન સિંહ અને સંજય બારુ જ જાણે.મનમહોન સિંહને "સિંગ ઇઝ કિંગ"પણ બતાવ્યા સાથે સાથે મહાભારતના ભિષ્મ પિતામહ પણ બતાવ્યા છે. ફિલ્મની વાર્તા મા રસ પડતો નથી તેનુ કારણ ફિલ્મમાં મોસ્ટઅોફ અેવા ભાગ છે જે દરેક લોકોને ખબર જ હોય,નથી ખબર તો તે છે બંધ દરવાજે થતી વાતો.જે ફિલ્મમાં બતાવી છે તેવી હોય પણ શકે અને ના પણ હોય શકે.ઇન્ટરવલ પછી કઇ ખાસ નથી.કેરેક્ટરોનો નામ સાથે કોઇ સુધારા વધારા કરવામાં આવ્યા નથી,સાથે તેમના લુક,ચાલ,વાત કરવાની રીત,બોલવાની રીત ઉપર પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે.ફિલ્મમાં ધણી બધી જગ્યામાં રેકોર્ડિંગ ભાગ બતાવવામાં આવ્યા છે.જેના લીધે ફિલ્મ ડોક્યુમેન્ટરી લાગે રેકોર્ડિંગ શરુઆતના સમયમાં જોવા ગમે છે પણ તે પછી વધારે પડતા થઇ જવાથી ડોક્યુમેન્ટરી ફિલ્મો યાદ અાવે.રેકોર્ડિંગ સીન ના કારણે અડવાણી,બાજપાઇ તથા રાહુલના કરેલા રોલના અેક્ટરોની અેક્ટિંગ દબાઇ છે.
ફિલ્મની શરુઆત ૨૦૦૪ની ચુંટણીની જીત બાદ થાય છે.જેમા સોનિયા ગાંધીને(સુઝેન બર્નેટ)પ્રધાનમંત્રી બનવા માટે કોઇ લોભ નથી તેમ કહીને'ડો.મનમોહન સિંહને(અનુપમ ખેર) વડાપ્રધાન બનાવે છે.સાથે રાહુલ ગાંધી(અર્જુન માથુર)પણ જોવા મળે છે.સંજય બારુ(અક્ષય ખન્ના) જે મિડીયા સલાહકાર છે.તે વડાપ્રધાનના ખાસ છે.બારુ જયારે મિડીયા સલાહકાર બને છે ત્યારે પોતાની શરત રાખે છે કે "મે પી.અેમ કા મિડીયા સલાહકાર બનુગા પાર્ટીકા નહી"પી.અેમ.અો માં તેમનુ સ્થાન મહત્વનુ છે અને તેમના વિરોધીઓ પણ વધારે હોય છે.ફિલ્મમાં વડાપ્રધાનને લઇને ન્યુક્લિયર ડીલ,લાગેલા આરોપો,લેફ્ટનો ટેકો પાછો લેવો,હાઇ કમાન્ડનુ પ્રેશર,રાજીનામુ આપવુ,બીમારી,કૌભાંડ વગેરે મહત્વની બધી બાબતો ફિલ્મમાં આવરી લેધી છે.૨૦૦૪ થી ૨૦૧૪ સુધીના રાજકારણની વાત ફિલ્મમાં જોવા મળશે, અને આ સમયના વડાપ્રધાનની કામગીરી ફિલ્મમાં છે.પિક્ચર જોયા પછી મનમોહન સિંગ માટે આદર વધી જાય,તે અેક અેક્સિડેટલ પ્રાઇમ મિનિસ્ટર હોય તેમ દેખાય છે.
કેટલાક સીનમાં મનમોહન પોતાની ઈચ્છા વિરુદ્ધ પાર્ટી માટે કામ કરે છે.ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ૨૦૦૯ની ચુંટણી દરમિયાન કોન્ગ્રેસ પી.અેમ સિંહને રિસ્ક માને છે.અેક સીન પ્રમાણે મનમોહન સિંહ રાજીનામુ આપે છે ત્યારે સોનિયા ગાંધી કહે છે "અેક પછી અેક ત્રણ કૌભાંડ બહાર આવ્યા છે આ સમયે રાહુલ કેવી રીતે ટેક અોવર કરશે".ભલે સોનિયા ગાંધીઅે ફિલ્મની શરુઆતમાં કહ્યું પી.અેમ બનવાનો કોઇ લોભ નથી,પણ તેમનો થતો વિરોધ અને રાહુલ ગાંધી અેટલા સક્ષમ નથી તે કારણના લીધે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવે છે.ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કોન્ગ્રેસ અને ડો.સિંગ કેટલીક જગ્યાએ અામને સામને જોવા મળે છે.
ફિલ્મનુ સંગીત મહત્વનુ નથી અેકનુ અેક મ્યુઝિક રિપીર્ટ થયા કરે છે.ફિલ્મમાં અેકની અેક જગ્યા બતાવવામાં અાવી છે તેના લીધે ફિલ્મ થોડી કંટાળાજનક બની જાય છે.રાજકારણી ના કરેલા દરેક લોકો ના રોલ ખુબ સારી રીતે નિભાવ રહ્યાં છે.પણ રેકોર્ડિંગ સીન અોછા હોત તો ફિલ્મ વધારે રસપ્રદ બની શકે.રાજકારણમાં રસ ધરાવતા લોકો ને ફિલ્મ જોવી વધારે ગમશે
બાકી-મ.નો.રં.જ.ન
તીર્થ વ્યાસ