kapayeli patang in Gujarati Short Stories by status india books and stories PDF | કપાયેલી પતંગ

Featured Books
Categories
Share

કપાયેલી પતંગ

*કપાયેલી પતંગ*

ઉંચે આકાશ માંથી કપાયેલી એ પતંગ પવનની ધીમી લહેરખીએ લહેરાતી લહેરાતી લગભગ સવજીકાકાના ખેતરમાં જઈને પડી. એટલે હું જપાક દઈને છત પરથી નીચે ઉતરી સવજીકાકાના ખેતર ભણી દોડ્યો. ખેતરમાં ઘણુંબધું વાવેતર કરેલું હતું એટલે પતંગ મને ક્યાંય દેખાણી નહીં. સવજીકાકાનું ખેતર મારાં ઘરની બિલકુલ પાછળની બાજુએ હતું. સવજીકાકા ઝુંપડીમાં કંઈક કામ કરતાં હતાંક મેં તેને બહાર ન દીઠા એટલે ઝુંપડીમાં ડોક્યૂં કરીને સાદ પાડ્યો!

સવજીકાકા.....મારો આ અવાજ કાકાનાં કાને પડતાંની સાથે જ તે બહાર આવ્યાં અને મને ખેતર આવવાનું કારણ પુછ્યું.

કાકા મારી પતંગ કપાઈને તમારાં ખેતર ભણી આવી છે તમે જોઈ?

ના દીકરા મેં તો કોઈ પતંગ આ તરફ આવતી નથી જોઈ અને આવી પણ હશે તો મને ખબર નહીં રહીં હોય. બની પણ શકે કે હવાએ પોતાની ગતિ બદલી નાખી હોય જેથી પતંગની પણ દિશા બદલાય હોલ અને તે બીજે ક્યાંક પડી હોય.

ના કાકા. મારી પતંગ ચોક્કસ તમારાં ખેતરમાં જ આવી છે. પરંતુ અહીં તો તમે વાવેતર જ એટલું બધું કર્યું છે કે કંઈ નજરે જ ના પડે!

દીકરા એ પતંગને તું જવા દે. હું તને પૈસા આપું તેમાંથી તું બીજી પતંગ લઈ આવજે....સવજીકાકાએ કહ્યું.

ના સવજીકાકા મારે તો એજ પતંગ જોઈએ છે. હું તમારાં ખેતરને ખોળીને પણ પતંગ શોધી લઈશ.

પરંતુ દીકરાં આવડાં મોટાં ખેતરમાં તું ક્યાં શોધીશ પતંગ? અને બીજી પતંગ લેવામાં શું તકલીફ છે?

કાકા કાલે પુરાં પાંચ કીલો કપાસ વીણીને મળેલાં રૂપીયા માંથી મેઁ એ પતંગ ખરીદેલી. મારો શ્ર્વાસ મારી મહેનતમાં જોડાયેલો છે. "હું મફતની દસ પતંગ છોડી શકું. પણ મારી મહેનતની એક પતંગ પણ ના છોડી શકું". મહેનતથી મેળવેલી વસ્તુને વાપરવાનો આનંદ જ કંઈક અલગ છે. મને મારી મહેનતને આકાશમાં ઉડાણ ભરવવામાં બહું જ આનંદ થાય છે. એ આકાશમાં હવાને ચીરતો મારી પતંગનો સરરર...કરતો અવાજ મારાં કાનને પ્રફુલ્લીત કરે છે. કાકા જ્યારે એ પતંગના મેઁ પેચ લડાવ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે દુનીયાને હું ટકકર આપી રહ્યો છું. પણ કાકા એકવાર થી હીં હાર નહીં માનું.

ત્યારે જે તને ઠીક લાગે તે કર! તારી મહેનત માટે મારું આખુંયે ખેતર કુરબાન છે. તારી "કપાયેલી પતંગ શોધી કાઢ"

સવજીકાકાની મંજુરી લઈ આખુંયે ખેતર ખુંદી વળ્યો. જુવાર, બાજરી, કપાસ બધાંમાં ચક્કર લગાવી દીધાં. પણ મારી કપાયેલી પતંગ ક્યાંય ન મળી. એટલે નીરાશ થઈ ધોરીયાંમાં ચાલતો ચાલથો ફરી ઝુંપડી તરફ ભાગ્યો. ચાલતાં ચાલતાં અચાનક મારી નજર ધોરીયાં માં પડેલી મારી પતંગ પર ગઈ. હરખનો માર્યો ધોરીયાં માંથી પતંગ ઉઠાવી ઝડપથી સવજીકાકાનુ ઝુંપડીએ ગયો અને સવજીકાકાને બહાર બોલાવી કહ્યૂં.

હવે તમે જ કહો! તમારાં પૈસાથી મેઁ પતંગ ખરીદી હોત'તો મને આટલો આનંદ થયો હોત!

દીકરા તારી મહેનતને વખાણવી પડે. એક પતંગ માટે આટલું મોટું ખેતર ફરી વળ્યો અને પતંગ શોધી પણ લીધી. ખરેખર "મફતની વસ્તુ કરતાં મહેનત કરીને પ્રાપ્ત કરેલી વસ્તુ અંત:મનને વધારે આનંદ આપે છે"

બોધ- મફતની મળેલી વસ્તુ કરતાં મહેનત કરીને પ્રાપ્ત કરેલી વસ્તુ વધારે આનંદ આપતી હોય છે. મહેનત કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. મહેનત એ દરેક સમસ્યાનું પરીણામ છે. દરેક સમસ્યાનો ઉકેલ છે. મહેનત કરીને માણસની મોટાભાગની સમસ્યાઓ દુર થઈ જાય છે. મહેનત સર્વોપરી છે. મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય જીંદગીથી હારતો નથી. અને ક્યારેય મુસીબતોથી ભાગતો નથી. મુસીબતથી ભાગનાર વ્યક્તિ આળસુ હોય છે. મહેનત ગમે તેવાં લક્ષ્યને પાર પાડી શકે છે.