'લગ્ન' એક છોકરી ની દ્રષ્ટિ એ જુઓ તો દરેક છોકરી નું 'સ્વપ્ન' હોય. મારા લગ્ન માં હું આમ કરીશ હું તેમ કરીશ, વર્ષો થી આવા અનેક જોયેલા સ્વપ્ન ને જીવી જાણવાનો અવસર. લગ્ન એટલે આમ જુઓ તો એક દિવસ નો શો. એમાં એજ બધું હોય જે કોઈ બીજા શો માં હોય. "લાઇટ્સ , કેમરા, એકશન "
'લાઇટ્સ' એટલે જાહોજલાલી. જે પણ કંઈક કરીશું મોટું કરીશું. આમ, બતાવીશું લોકો ને તેમ બતાવીશું. આ પ્રસંગ માં તો કંઈક આમ જ કરીશું. ઉછીના પાછીના કરીનેય પ્રસંગ ને સારો બનાવીશું. અને આમા કશું ખોટું પણ નથી. આમ પણ વર્ષો પછી આવા શુભ પ્રસંગો આવતા હોય એમાં જો કઈ ભૂલ રહી જાય તો બધા ભૂલ બતાવે ને એવું પણ નથી કે ખાલી ભૂલ જ બતાવે મજા આવી હોય તો પાછા વખાણે પણ ખરા.
'કેમેરા',સેલ્ફી ના આ યુગ માં લોકો ને પરણવા કરતા ફોટા પાડવામાં વધારે રસ પડે. વર કન્યા ની ખુરશી ઓ પર તો already પેલા 50 જણ બેસી ને અલગ અલગ પોઝ આપી ચુક્યા હોય. વર કન્યા ને તો ફોટો ગ્રાફર સવાર થી ગોળ ફેરવતો હોય ને એય પાછા શોખીન જીવડા ફરતાય હોય.
'એકશન' નથી એ બતાવવું. મન માં તો કન્યા રડતી બંધ ના થતી હોય પણ તોય ચહેરા પર સ્મિત રાખી ને ફરતી હોય, નહિ તો ફોટા બગડી જાય. એવા મેહમાન કે જે જોવાય ના ગમતા હોય એમની સામે પણ smile આપી ને ફરવું પડે. એ દિવસે બધા નાટક જ ભજવતા હોય. આ નાટક ના સુંદર પાત્રો ક્યાં હોય! મમ્મી પપ્પા ને કન્યા. નાટક શબ્દ કદાચ અહીં કોક ને ખૂંચશે. કે શું લગ્ન નાટક હોય! તો હું ખાલી આનો આટલો જ જવાબ આપીશ કે જો જિંદગી આખું એક નાટક હોય તો લગ્ન કદાચ એ નાટક નો બીજો ને સુંદર ભાગ હોય.
પિતા ના પાત્ર ને ભજવનાર ને બવ ઓછી મહેનત કરવી પડે. કેમ કે એને લગ્ન માણવા કરતા ખર્ચ ની ચિંતા વધુ હોય. અને આમ પણ એ પિતા હોય એને તો એની પોતાની 'મૂડી' કોક ને સોંપવાની હોય. પોતાના મોજ શોખ બાજુ પર મૂકી ને જેને પોતાની દીકરી ને ભણાવી ગણાવી એ દીકરી ને એ દીકરી ની આજીવન સેલેરી પણ હવે કોક ની જ હશે. 'સહનશીલતા', 'ધીરજ' નું ઉત્તમ ઉદાહરણ એટલે દીકરી નો બાપ. બોલી પણ ના શકે કે તું જઈશ તો ઘર ખાલી થઈ જશે. એટલે જ કીધું કે ભજવનાર ને મહેનત ઓછી કરવી પડે કેમ કે એતો પેલે થી પોતાની લાગણી ઓ દબાવા માં માહિર છે. પેલે થી જ કલાકાર હોય. મોસ્ટ ટેલેન્ટેડ માણસ.
માતા આખાય નાટક નું 'જટિલ' પાત્ર. રડી પણ શકે. માણી પણ શકે. ચિંતા બધી એના પર જ હોય. આટલા વર્ષો ના અનુભવ ને બતાવાનો અવસર મળ્યો હોય. કાલથી આખા ઘર પર ફરી થી એનું જ રાજ હશે. પણ તોય એ દુઃખી છે, કામ વધી જશે એટલે નહિ ચિંતા વધશે એટલે. શુ કરતી હશે મારી લાડકી? એને ગમતું હશે? એને બધું આવડતું હશે? કોક ને કઈ બોલી તો નહીં દે ને? એને જેની આદત છે એ મળતું હશે! એની સાસુ ને મને બોલે એમ કઈ બોલી ના દે તો સારું નહિ તો પોટલાં પાછા સમજો. આવા હજારો સવાલ મગજ માં બનાવીને જાતે જ એના જવાબો આપતી હશે.
પણ પાછું એને એના સંસ્કારો પર ભરોસોય ઘણો હોય. જવાબ માં કેતી હશે કે ના ના આમ તો adjust કરી લે એમ છે. ના બોલે એમ તો કોઈ ને કઈ એને ખબર પડે એટલી તો. બધું જ આવડી ગયું હશે આમ તો પેલે થી જ બહુ હોશિયાર છે.
નાટક નું સૌથી સુંદર પાત્ર એટલે 'કન્યા' પોતે. વિચારી વિચારી ને 4 કિલો વજન ઉતરી ગયું હોય ને કોઈ પુછે તો કે લગ્ન છે ને એટલે ડાયટિંગ કરું છું.અનેક સવાલો એના મન માં ફરતા હોય જેના જવાબ કયાંય મળતા ના હોય. ખરેખર છોકરી ડરતી નથી હોતી એ મુંઝાતી હોય છે એમ વિચારતી હોય કે આટલો સમય જેવી રીતે મેં મારા ઘર માં દાદાગીરી ચલાઈ છે શું એવી ત્યાં ચાલશે? આતો ખાલી હસવાની વાત છે. દાદાગીરી કરતા બીજા કેટલાય ટેનશન એ નાના જીવ ને હોય. મા પાસે થી શીખેલી એ હજારો આવડતો. પોતે 25 વરસ ના જીવન માં શીખેલી કેટલીય નાની મોટી કળાઓ બીજા ના ઘર માં જઈ, બીજા લોકો વચ્ચે જઈ ને બતાવાની. કામ તો અઘરું છે પણ હા, અશક્ય નથી.
એને જૂની આદત હોય, નવી સ્કૂલ માં જઈ નવા મિત્રો બનાવની. એવી જ રીતે પણ અહીં તો નવા ઘર માં જઈ નવા મિત્રો બનાવામાં છે. મિત્રો નહીં અહીં તો પોતાના બનાવાના છે. એમ પારકા ને પોતાના બનાવાની કળા તો કદાચ છોકરી ગળથુથી માંથી જ શીખતી હશે ને!
નણંદ ને બેન નથી , તોય આને ત્યાં જઈ ને એની બેન બનવું પડશે. મમ્મી ની બીજી દીકરી બનવું પડશે. પપ્પા એમના બે સંતાનો થી ખુશ જ છે તોય આને ત્યાં જઈ એમનું ત્રીજું ને ફેવરિટ બાળક બનવાનું છે. અઘરું કામ તો હશે જ એના માટે! પોતાની કમીઓ અણઆવડતો ને છુપાવી, પોતાની કળા ને આવડત બતાવી, માત્ર સગા નહિ વ્હાલા બનાવાનું અઘરું કામ એના માથે છે.
આજે એ સૂટકેશ માં ખાલી 21 જોડ કપડાં ને બીજી જરૂરિયાત ની વસ્તુ નથી લઈ જઈ રહી. આજે એ પોતાના અધૂરા સપનાઓ, કેટલાય કરવાના રહી ગયેલા કામો, કેટલીય જીતેલી શાબાશીઓ, કેટલાય આંસુઓ નો ખજાનો, પોતાના ના ચેહરા ઓ, ઘર ની કેટલીય સાચવેલી એની યાદો, તૂટેલી એની ઢીંગલીઓ આ બધું ભરી ને એ લઈ જશે.
આતો કઈક એવી વાત થઈ ને કર જાણે કોઈ કરોડપતિ વ્યક્તિ માત્ર પોતાની જરૂરીઆત નો સામાન લઈ ને કોઈ ખજાનો શોધવા જઈ રહ્યો છે. દુઃખ તો એને કશું જ નોતું બસ આતો સમાજ નો નિયમ હતો. આ સમયે કદાચ કોઈ છોકરી નો સૌથી મોટો દુશમન હશે ને તો એ આ સમાજ ની ચાલી આવતી આ રીત હશે. જેને મંજુર કરે જ છૂટકો.
વિદાય વખતે માં બાપ ખાલી રડતા નથી હોતા, એ કોશતા હોય છે આ રીત ને. પોતાના કાળજા ના ટુકડા ને એમ સોંપી દેવાની આ રીત બનાવી કોને હશે! આ સવાલો પૂછતાં હશે એકમેક ને! પણ હવે તો એ આ રીત નો વિરોધ કરી શકે એમ પણ નહીં રહ્યા હોય. કેમ કે હવે તો એમનામાં એ હિંમત જ ક્યાં રહી! કારણ કે એમની દીકરી એકલી નથી ગઈ એના મા નો અવાજ લેતી ગઈ તો પિતા ની એ તાકાત લેતી ગઈ. આતો એમની વાણી જાય છે, એમનું શસ્ત્ર જાય છે, એમનો શાસ્ત્ર જાય છે, એમનું શરીર જાય છે, એમનું હ્રદય જાય છે.. અંતે શુ કહું! આજે તો એમનું સર્વસ્વ જાય છે..
દરેક દીકરી ના માં બાપ ને આ 'દીકરી' ના કોટી કોટી વંદન.. ?