ભાગ -2.માં તમે જોયું કે અમિત અને ચિરાગ સ્મિતાની શોધ કરતા વડોદરા આવે છે . વચ્ચે સલીમભાઇ સાથેના વ્યંગ અને હાસ્યમય સંવાદ જોયા..સલીમભાઇ મુસ્લિમ હોવા છતા હિંદુ સ્મિતાને શોધી આપશે .તેવી અમિતને ખાત્રી આપે છે...હવે આગળ .....
હું અને અમિત, સલિમભાઇ સાથે રાવપુરા પોલિસ સ્ટેશન પહોંચ્યા...સલિમભાઇ જાણે કે કોઇ નિષ્ણાત વકિલ હોય તેમ તે ડર્યા વગર ઠાવકાઇથી વાત કરતા હતા.
“સલામ સાહિબ, હમે આપકી મદદ ચાહિયેથી સહાબ,"
“હા બોલો, કેસી મદદ,”
“સાહેબ હમારી બહન ભાગ ગઇ ! હમે પતા ચલા હે કી વો બરોડામે કીસી હૉટેલમે રૂકે હે. પર કિસ હૉટેલમે રૂકે હે વો પતા નહિ સાહેબ.? ”
“નામ બોલો લડકી કા.? ”
“ સ્મિતા, સ્મિતા પટેલ..”
“અરે આપ મુશલમાન ઓર આપકી બહેન હિંદુ .યહ કૈસે હો શકતા હે ?”
“સાહેબ એ મેરા દોસ્ત અમિત હે, ઓર દોસ્ત કિ બહેન હમારી ભી બહેન હુઇ ના.....
ઓ ઐસા, અચ્છા-અચ્છા..પાન ખાતા ખાતા બોલીને તેમને બેલ વગાડી..બેલનો અવાજ સાંભળીને હવલદાર આવ્યો, સાહેબને સેલ્યુટ મારી ઉભો રહ્યોં..
દેખો રામસિંગ મુંજે અભી કે અભી ઇશ શહર કે સભી હૉટેલ કે રજીસ્ટર રેકોર્ડ ચાહીએ , ઓર ઇસ લડકીકા ફોટો ઓર નામ ચેક કરો, મુજે દો ઘંટેમે રેકોર્ડ ચાહીએ, જાઓ જલ્દી.
હું અમિત અને સલિમભાઇ, પોલીસ સ્ટેશનની બહાર બાકડા પર બેઠા હતા. હવે તો સવારના ત્રણ થવા આવ્યા હતા. ત્યા જ અમિતનો ફોન રણક્યો...અમિતે સહેજ દુર જઇ ફોન ઉપાડ્યો.
“હેલો મમ્મી, બોલ મમ્મી ઘરે હજી પપ્પાને તો ખબર નથી પડીને..?”
“હા બેટા ખબર પડી ગઇ, હુ તારા પપ્પા જ બોલુ છુ..”.
અમિત, ધ્રુજી ઉઠ્યો. “પપ્પા તમે ચિંતા ના કરતા હું સ્મિતાને લઇને જ આવીશ..”
બેટા એની ચિંતા તું છોડ અને તુ ઘરે આવી જા, આપણે શું કામ તેની ચિંતા કરવાની, તેને આપડી ચિંતા કરી... અને હા તેને તારે ઘરે પાછી લાવવાની કોઇ જરૂર નથી..એ પાછી આવશે તો પણ ગુમાવેલી ઇજ્જતતો પાછી નૈજ આવેને...
હા , પપ્પા તમે ચિંતા ન કરો, હું સવારે ઘરે આવી જઇશ...તમે કેશો એવું જ કરીશ બસ...ને અમિતે ફોન કટ કર્યો.
સવારના ચાર થવા આવ્યા હતાને અમિતનો ચહેરો રડુ-રડુ થઇ રહ્યો હતો.તે સમયે હવાલદાર આવ્યો ને બોલ્યો,
“ સાહેબ, મિરા હોટેલમે કુછ લડકા-લડકીયા અનલિગલી રહેતી પકડી ગઇ હે. ઓર વે સુભાનપુરા પોલીસ સ્ટેશન મેં હે.”
" ચલો, ગાડી નીકાલો" .કહેતા જમાદાર સાહેબે અમને ગાડીમાં બેસાડ્યા..થોડા જ સમયમાં સુભાનપુરા આવી પણ ગયું..
સૌથી પહેલા જમાદાર સાહેબ દોઢ ફુટનો નાના દંડો પોતાનાજ હાથમાં હળવે-હળવે મારતા સ્ટેશનમાં પ્રવેશ્યા...અને તેમની પાછળ અમે પણ..
પકડાયેલી છોકરીઓ લાઇન સર દિવાલને અડીને ઉભી હતી, દરેકે પોતાનો ચહેરો છુપાવવા દુપટ્ટો બાંધેલો હતો. અને વળી પાછા પોતાના બન્ને હાથ પણ મ્હોં પર રાખ્યા હતા.
ત્યા જમાદાર ગુસ્સો કરતા બોલ્યા:“સાલી હલકા કરનેસે શરમાતી નહિ, ઓર અભી હમસે શરમાતી હે .” અપના ના સહિ અપને મા-બાપકા તો ખયાલ કરો” અરે ! આપ જૈસી લડકીયો કી વજસે, મા-બાપ લડકીયોકો પઢાનેસે પહેલે સો બાર સોચતે હે, ઓર કુછ બીના પઢે હી , રહ જાતી હે...કયા ક્લાસમે ટીચર એ સબ પઢાતે હે ? " ચલો સબ અપના અપના ચહેરા દિખાવ..? ."
બધી છોકરીઓ મ્હોં પરનો દુપટ્ટો ખોલે તે પહેલાતો, એક છોકરી અમિતના પગ પકડી રડવા લાગી....
“ ભાઇ મારે ઘરે નથી આવવું,મને અહિંયા જ રહેવા દે, આજ મારી સજા છે.જેને હું સાચો પ્રેમી સમજતી હતી, તેતો પોલીસની રેડ પડતા જ ભાગી ગયો..અને મે તેવા ધોખેબાજ માટે , કઇ પણ વિચાર કર્યા વગર સ્વર્ગ જેવું ઘર અને દેવી દેવતા જેવો પરિવાર છોડ્યો.ભાઇ મને અહિયા જ રહેવા દે. હું ગામમાં શું મોઢું બતાવીશ..? ”
“ સ્મિતા તું ચિંતા ન કરીશ, તને તારી ભુલ સમજાઇ ગઇ બસ, એજ ઘણુ છે મારા માટે..”
અમિત મને સહેજ બધાથી દુર લાવી બોલ્યો: “ ચિરાગ હું શું કરું? મને કઇજ ખબર પડતી નથી. સ્મિતાને ઘરે કઇ રીતે લઇ જવ. આખું ગામમાં સ્મિતા પર થું-થું કરશે. અને તે મારા પિતાથી સહન નૈ થાય.. અને હું સ્મિતાને અહિયા આમ છોડુ કેવી રીતે ? ..” તે બન્ને હાથથી પોતાના માંથાના વાળ ખેંચતો નીચે બેશી પડ્યો...
અરે દોસ્ત! આમ ભાંગી ન પડાય. ભગવાનનો અભાર માન કે સ્મિતા આપણે મળી ગઇ. ચાલ હવે આગળ પણ ભગવાન પર છોડ, બધુ જ સારૂ જ થશે..! .વધુ વાંચવા આગળના ભાગ 4 ને ક્રમશઃ વાંચતા રહો..