Hawas-It Cause Death - 5 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-5

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-5

હવસ :-IT CAUSE DEATH-ભાગ 6

પ્રભાત ની વાત માની અનિકેતે હવે પોતાની પર્સનલ સેક્રેટરી ઝેબા ને પોતાની જાળમાં ફસાવવાનું નક્કી કરી લીધું.આ માટે એને પોતાનાં મેનેજર બકુલભાઈ ઉપાધ્યાય ને નવી મશીનરી ની ખરીદી માટે પોતે મોસ્કો જશે અને પોતાની સાથે ઝેબા ને લઈને જશે એ જણાવી બે ટીકીટ બુક કરાવી લેવાનો હુકમ પણ આપી દીધો.

એ દિવસે રાતે પણ જાનકી જોડે શારીરિક સંબંધ બાંધતી વખતે અનિકેત જાનકીની જગ્યાએ ઝેબા ને કલ્પી રહ્યો હતો અને એજ કારણથી સળંગ ત્રીજે દિવસે અનિકેત ને એવું લાગ્યું કે પોતે જાનકી ને ફરીવાર પરિતૃપ્ત કરી શક્યો હતો..આવું ત્રીજીવાર બનતાં જ મનોચિકિત્સક દ્વારા કહેવામાં આવેલી વાત પર અનિકેત નો વિશ્વાસ વધુ ને વધુ પ્રબળ થઈ રહ્યો હતો.

સવારે અનિકેત જેવો ઓફીસ આવ્યો એવું જ એને પ્રથમ કાર્ય ઝેબા ને પોતાની કેબિનમાં બોલાવવાનું કહ્યું..પોતાને આમ અચાનક પોતાની કેબિનમાં અનિકેત બોલાવે એ ખબર પડતાં જ ઝેબાનાં હૃદયની ધડકનો બેવડાઈ ગઈ હતી.કેમેકે અત્યાર સુધી અનિકેત દ્વારા એને આવતાં વેંત બોલાવવામાં આવી જ નહોતી.પોતાનાં ચહેરા પર મહાપરાણે સ્વસ્થતા પ્રાપ્ત કરી ઝેબા અનિકેત નો દરવાજો ખટખટાવી અંદર આવતાંની પરવાનગી માંગતા બોલી.

"May i come in sir..?"

"Yes zeba come in.."તાજગીસભર અવાજમાં અનિકેત બોલ્યો.

અનિકેત ની પરવાનગી મળતાં ઝેબા દરવાજો ખોલી અંદર આવી..અને ધ્રુજતાં શરીરે અનિકેત નાં ટેબલની સામે આવીને ઉભી રહી અને અદબપૂર્વક બોલી.

"સર તમે મને બોલાવી..કંઈ કામ હતું..?"

"હા ઝેબા એક કામ હતું..બેસ"અનિકેતે હાથનાં ઈશારાથી ખુરશીમાં બેસવા માટે ઝેબા ને બેસવાનું કહ્યું.

ઝેબા નીચી નજરો કરી ચૂપચાપ બેઠી હતી..આજે પણ એને નક્કી કર્યા મુજબનો ડ્રેસ કોડ જ પહેર્યો હતો.એની સુડોળ ભરાવદાર કાયા ને ઓફીસ માટે નક્કી કરેલો ડ્રેસ કોડ વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.AC રૂમમાં પણ ઝેબા નાં ચહેરા પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી રહ્યાં હતાં.પોતાની લહેરાતી લટ ને કાનની બુટ ની પાછળ સેટ કરતી ઝેબા ને નિરખતાં અનિકેતે બોલવાનું શરૂ કર્યું.

"ઝેબા આપણી જાનકી કેમિકલ કરીને એક કંપની છે જેનું હવે આપણે વધુ ડેવલપ કરવા જઈ રહ્યાં છીએ.કંપની માટે ઈન્ડસ્ટ્રીયલ મશીનરી ખરીદવાની છે માટે એની ડિલ ફાઈનલ કરવા હું મોસ્કો જવાનું વિચારું છું."

અનિકેત ની વાત ઝેબા ચૂપચાપ સાંભળે જતાં ખાલી હોંકારો કરી રહી હતી.

"મોસ્કો માં હું સહાયક તરીકે કોઈકને લઈ જવા માંગતો હતો..જે માટે મેં આપણાં સ્ટાફમાંથી એક વ્યક્તિ નું નામ ફાઈનલ કર્યું છે જેની ડિટેઇલ આ ફાઈલમાં છે..તું એ વિશે પોતાનો મત જણાવી શકીશ કે એ વ્યક્તિ ને મેં મારી જોડે લઈ જવાનું નક્કી કરીને કોઈ ભૂલ તો નથી કરી ને..?"એક ફાઇલ ઝેબા ની નજીક ટેબલ પર ફેંકતા અનિકેત એક બોસ ને છાજે એવાં અવાજમાં બોલ્યો.

ઝેબા એ અનિકેત દ્વારા ફેંકાયેલી ફાઈલને ઉઠાવી એને ખોલી..તો અંદર જે વ્યક્તિની પ્રોફાઈલ હતી એ પોતાની જ હતી એ જોઈ ઝેબા ને વિશ્વાસ નહોતો આવી રહ્યો.હજુ તો કંપની જોઈન કરે 6 મહિના પણ નથી થયાં અને કંપનીના માલિક જોડે વિદેશ જવાનો અવસર મળવાની ખુશી ઝેબાથી જીરવાય એમ નહોતી.એને અત્યારે આ બધું એક સપનું જ લાગી રહ્યું હતું.એને નાચવું હતું જોરજોરથી ચિલ્લાવું હતું પણ એ પોતાની લાગણીઓને કંટ્રોલ કરી રહી હતી.

ઝેબા ને આમ ચૂપચાપ જોઈ અનિકેત એની તરફ જોઈને બોલ્યો.

"કેમ શું થયું..?મારી પસંદગી ખોટી છે..?"

ઝેબાને અનિકેત નાં સવાલનો શું જવાબ આપવો એની સમજ જ ના પડતાં એ બોલી.

"ના સર..પણ એક ન્યુ જોઈન એમ્પ્લોયી માટે આનાંથી મોટી વાત બીજી કોઈ હોઈ જ ના શકે.i my so much thanks to you sir."ચહેરા પર ખુશીનાં ભાવ સાથે ઝેબા બોલી.

"તો ઝેબા આપણી ફ્લાઈટ પાંચ દિવસ પછી એટલે કે સોમવાર ની છે..ત્યાં એક વીક રોકાવાનું થશે માટે તારાં ઘરે રજા લઈ લેજે કોઈને ઘરે પ્રોબ્લેમ હોય તો.."અનિકેતે કહ્યું.

"નો..સર..અમ્મી તો આ વાત જાણી ફુલી નહીં સમાય.. એટલે ઘરે થી તો રજા મળી જ જશે."હરખભેર ઝેબા ઉતાવળાં બોલી ઉઠી.

"તો તારાં જોડે અત્યારે પાસપોર્ટ પડ્યો છે કે પછી ઘરે પડ્યો છે..જો ઘરે હોય તો પ્યુન ને કહી મંગાવી લે."અનિકેત બોલ્યો.

"હા સર..મારાં ઘરે પડ્યો છે.હું અમ્મી ને જાણ કરી દઉં છું કે ઓફિસમાંથી કોઈ પાસપોર્ટ લેવા આવે તો આપી દે."ઝેબા બોલી.

"ગુડ..એન્ડ આ ક્રેડિટ કાર્ડ."ઝેબા ને પોતાનું ક્રેડિટ કાર્ડ આપતાં અનિકેત બોલ્યો.

"પણ સર આની શું જરૂર છે..?"ક્રેડિટ કાર્ડ આપવાની વાત સાંભળી વિસ્મય પૂર્વક ઝેબા એ પૂછ્યું.

ઝેબા નાં સવાલનાં પ્રતિભાવ માં અનિકેત ઉભો થયો અને ક્રેડિટ કાર્ડ ઝેબા નાં હાથ માં રાખી એનાં હાથ પર પોતાનો હાથ હળવેકથી મુકી દબાણ કરતો હોય એમ ધીરેથી બોલ્યો.

"ઝેબા આપણે મોટી બિઝનેસ ડિલ માટે જઈએ છીએ..ત્યાં તારે સજીને વ્યવસ્થિત મોંઘા કપડામાં આવવું પડશે કેમેકે ત્યાં તું આપણી કંપની ને રિપ્રેઝન્ટ પણ કરીશ. માટે આ ક્રેડિટ કાર્ડ રાખ અને મન ભરીને તને ગમે એ વસ્તુની શોપિંગ કરી લે."

અનિકેત ની પોતાની તરફની લાગણી જોઈ ઝેબા ભાવવિભોર થઈ ગઈ અને અનિકેત નાં દબાણને વશ થઈને એની જોડેથી ક્રેડિટ કાર્ડ લઈ લીધું અને આભારવશ અનિકેત તરફ જોતાં કહ્યું.

"સારું સર તો હું રજા લઉં.. and again so much thanks for trust on me."

"સારું તું જઈ શકે છે એન્ડ શોપિંગ માટે તારે જવું હોય ત્યારે જઈ શકે છે.."ઝેબા ને જવાની પરવાનગી આપતાં અનિકેત બોલ્યો.

ખુશખુશાલ ચહેરે ઝેબા અનિકેત ની કેબિનમાંથી નીકળી સીધી પોતાની કેબિનમાં આવી ખુરશીમાં ગોઠવાઈ ગઈ.ઝેબા એ પોતાની અમ્મી ને કોલ કરી પાસપોર્ટ લેવા કોઈ આવે ઓફિસમાંથી તો આપવા જણાવી દીધું..સાથે પોતાની કંપની નાં કામે મોસ્કો જવાની છે એ પણ જણાવી દીધું.પોતાની દીકરી ની આ નવી ઉડાન ને ના પાડવાનો ઝેબા ની અમ્મી જોડે કોઈ સવાલ જ નહોતો. અમ્મી ની રજા મળતાં ઝેબા ની ખુશી બેવડાઈ ગઈ અને એ ઈન્ટરનેટ પર મોસ્કો નાં ફોટો જોવા લાગી.

ઝેબાનાં જતાં જ અનિકેત અત્યારે પોતાની કેબિનમાં કેબિનમાં બેઠો બેઠી ન્યુ વર્લ્ડ સિગાર નાં કશ મારતાં ઝેબા નાં સુંવાળા સ્પર્શ નો મનોમન અહેસાસ માણી રહ્યો હતો.ઝેબા નાં હાથ નો એક રતિભાર સ્પર્શ જો પોતાને આટલો રોમાંચકારી લાગ્યો હોય તો જ્યારે સંપૂર્ણ ઝેબા પોતાની આગોશમાં હશે ત્યારે એની અનુભૂતિ કેવી હશે એની કલ્પના માત્ર અનિકેતને ગલગલીયાં કરાવી રહી હતી.

હવે એ દિવસની રાહ જોવાની હતી જ્યારે ઝેબા પોતાની સાથે મોસ્કો જવાની ફ્લાઈટમાં સવાર હશે.

************

સમય મળતાં ઝેબા એ પોતાનાં માટે જરૂરી શોપિંગ કરી લીધી..અનિકેત દ્વારા સારાં માં સારી વસ્તુઓની ખરીદી કરવાની વાત માનીને ઝેબા એ પહેરણ, જુતાં, મેકઅપ ની સામગ્રી બધું જ સારામાં સારી કંપની નું ખરીદ્યું હતું.જે ઝેબાનો વાર્ષિક પગાર અઢી લાખ માંડ થતો હતો અને શોપિંગ નું દોઢ લાખ જેટલું બિલ બનાવ્યું છતાં અનિકેતે એ વિશે એને કંઈપણ ના કહ્યું અને ઉપરથી હજુપણ કોઈ વસ્તુની ખરીદી બાકી હોય તો કરી લેવા સૂચન કર્યું.

સોમવારે બપોર ની ફ્લાઈટ હતી અને રવિવારે ઓફિસમાં રજા હતી એટલે જ્યારે ઝેબા ઓફીસ ટાઈમ ઓવર થઈ જતાં અનિકેતની કેબિનમાં ઘરે જવા માટે રજા માંગવા ગઈ.

"સર હું હવે ઘરે જવા નીકળું..સોમવારે હું નિયત સમયે સવારે ઓફીસ પહોંચી જઈશ અને પછી અમદાવાદ જવા નિકળીશું.."

"ઝેબા તું વેઈટ કર..હું પાંચ મિનિટમાં આવું છું.હું તને ઘરે જતાં ડ્રોપ કરી દઈશ.અને સોમવારે સવારે છ વાગે તું કઈ રીતે ઓફીસ આવીશ.?હું તને સવારે ઘરેથી જ પીકઅપ કરી લઈશ."અનિકેત બોલ્યો.

"પણ સર હું ઓટો માં નીકળી જઈશ.તમારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી."ઝેબા બોલી.

"તારું ઘર તારાં resume મુજબ ગણેશ પ્લાઝા ની પાછળ આવેલું છે..?"અનિકેતે સવાલ કર્યો.

"હા સર."ઝેબા એ ટૂંકમાં પતાવ્યું.

"અરે તો પછી એમાં તકલીફ શેની..તારાં ઘર નો રસ્તો મારાં વીલા નાં રસ્તામાં જ આવે છે તો એમાં તકલીફ જેવી કોઈ વાત જ નથી.. તો તું હવે વધારે માથાકૂટ કર્યા વગર વેઈટ કર હું જસ્ટ આવું છું."અનિકેત રુવાબભેર બોલ્યો.

અનિકેત ની વાતને ખાળવાનો કોઈ અર્થ નહોતો એ જાણતી ઝેબા ટૂંકમાં ok બોલી બહાર નીકળી ગઈ.પોતાનાં બોસ નાં પોતાની તરફનાં લગાવનાં કારણથી અજાણ ઝેબા ખૂબ ખુશ હતી જે રીતે અનિકેત પોતાની ઉપર મહેરબાન હતો.આ બધું એનાં માટે dream comes true જેવું હતું.

અનિકેતે ઝેબા ને પોતાની કારમાં આગળ બેસાડી અને કારને પાર્કિંગમાંથી મેઈનરોડ પર લાવી ઝેબાનાં ઘર તરફ હંકાવી મુકી..ઝેબા અત્યારે મૌન બની અનિકેત નાં પ્રભાવની અસર નીચે પોતાની લાગણીઓને મહાપરાણે કાબુ કરી રહી હતી..અનિકેત કાર ડ્રાઈવ કરતાં ઝેબા નાં ચહેરા તરફ ક્યારેક ક્યારેક ત્રાંસી નજરે જોઈ લેતો.

અચાનક ઝેબા નાં મોબાઈલની રિંગ વાગી.. ઝેબાની કોઈ ફ્રેન્ડ નો કોલ હતો જેને call you later નો મેસેજ કરી ઝેબા પોતાનો મોબાઈલ પર્સમાં મુકવા જતી હતી ત્યાં અનિકેત બોલ્યો.

"ઝેબા તું હજુ સેમસંગ નો આ જૂનો પુરાણો મોબાઈલ વાપરે છે..?"

અનિકેત નાં આવાં સવાલની અપેક્ષા નહોવાથી ઝેબા થોડી ચોંકી ગઈ અને ખચકાતાં અવાજે બોલી.

"સર..એતો હું હવે આવતી સેલેરીમાંથી નવો મોબાઈલ લેવાની જ હતી.."

"આવતી સેલરીમાંથી કેમ..અત્યારે કેમ નહીં..?"ઝેબા તરફ જોઈ અનિકેતે સવાલ કર્યો.

"પણ સર અત્યારે મારાં માટે નવો મોબાઈલ લેવો પરવડે એમ નથી.."પોતાની આર્થિક તકલીફ વિશે જણાવતાં ઝેબા બોલી.

"તું છે ને સાવ ડોબી છે..મેં તને મારુ ક્રેડિટ કાર્ડ આપ્યું હતું તો તારે એમાંથી નવાં મોબાઈલની ખરીદી ના કરી લેવાય.."મીઠાં ગુસ્સા સાથે અનિકેત બોલ્યો.

"સર મારે એની કોઈ જરૂર નહોતી તો ના લીધો..પણ નેક્સ્ટ મંથ નવો લઈ લઈશ.."ઝેબા બોલી.

"હવે નવો મોબાઈલ તો આવશે અને એ પણ અત્યારે જ.."આટલું કહી અનિકેતે કાર ને ટર્ન લઈ રાધાનગર નાં સુપર મોલ તરફ ભગાવી મુકી.

સુપર મોલ નાં પાર્કિંગ માં પોતાની રોલ્સરોય ને પાર્ક કરી અનિકેત કારમાંથી નીચે ઉતર્યો અને ઝેબા ને પણ પોતાની સાથે નીચે ઉતરવા કહ્યું..ઝેબા ચૂપચાપ અનિકેત ની પાછળ પાછળ ચાલવા લાગી..અનિકેત I-PHONE ની સ્ટોરમાં પ્રવેશ્યો.અનિકેત અવારનવાર મોબાઈલની ખરીદી માટે અહીં આવતો હોવાથી ત્યાં હાજર સ્ટાફ નાં લોકો એને જોતાં જ ઓળખી ગયાં.

ઝેબા ને આઈફોન નું એ વખતનું સૌથી ઊંચું મોડલ IPHONE-X અપાવી અનિકેત પાછો પાર્કિંગમાં આવી ઝેબા ને કારમાં બેસાડી ફરી પાછો ઝેબા નાં ઘર તરફ નીકળી પડી.

ઝેબા નાં સૌથી મોટાં પાંચ-છ સપનાં હતાં જેવાં કે મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરવા,વિદેશ જવું,આઈફોન વાપરવો અને કરોડોની કિંમત ની ગાડીમાં બેસવું અને અનિકેત ની કૃપાથી પાંચ દિવસનાં ટૂંકા ગાળામાં એનાં આ બધાં સપનાં પૂર્ણ થઈ ચૂક્યાં હતાં.

અનિકેત તરફ પોતે ખેંચાઈ રહી હતી..એનો પ્રભાવ,એનાં દ્વારા પોતાને જે પણ આપવામાં આવ્યું હતું એનાં આભારવશ ઝેબા હવે અનિકેત ને પોતાનો ભગવાન માનવા લાગી હતી.

ઝેબાનાં ઘર જોડે કાર લાવી અનિકેતે બ્રેક લગાવી અને ઝેબા ની તરફ જોઈને કહ્યું.

"તો ઝેબા આ આવી ગયું તારું ઘર.."

"હા સર..તમે નહીં આવો ઘરે.."ઝેબા ગાડીમાંથી ઉતરી સસ્મિત બોલી.

"ના આજે નહીં ફરી ક્યારેક..તો હું નીકળું.સોમવારે છ વાગે તૈયાર રહેજે હું તને લેવા આવી જઈશ."અનિકેત પણ ગાડી નો દરવાજો ખોલી બહાર નીકળી ઝેબા ની સમીપ ઉભો રહીને બોલ્યો.

અનિકેત પોતાની માટે જે કંઈપણ કરી રહ્યો હતો એનો આભાર કઈ રીતે માનવો એ ઝેબા ને સમજાઈ નહોતું રહ્યું..અત્યાર સુધી પોતાનાં ઈમોશન ને કાબુમાં રાખવામાં સફળ થયેલી ઝેબાનાં ઈમોશન હવે કાબુમાં ના રહી શક્યાં અને એ આંખમાં આંસુ સાથે અનિકેત ને ભેટી પડી.

પોતાની આ બાલીશ હરકતનું પરિણામ શું આવશે એનાંથી બેખબર ઝેબા અનિકેત ની છાતી માં પોતાનો ચહેરો રાખી રડતાં રડતાં બોલી.

"સર..thanks.. so much.."

આ તરફ ઝેબા દ્વારા પોતાને ગળે લગાવી દેતાં અનિકેત મનોમન હરખાઈ રહ્યો હતો..એનો પ્લાન એને સફળ થતો માલુમ પડી રહ્યો હતો.એને ઝેબા નાં માંસલ દેહ ફરતે પોતાનાં હાથ વીંટાળી એને શાંત રહેવા કહ્યું.થોડી મિનિટો બાદ ઝેબા અનિકેત થી અલગ થતાં બોલી.

"સર..sorry જો તમને મારાં કોઈ વર્તન નું ખરાબ લાગ્યું હોય તો..મારી લાઈફ માં મેં જે સપના જોયાં હતાં એ આટલાં ઝડપથી પૂરાં થશે એ વિચારી હું મારી લાગણીઓને કાબુમાં ના રાખી શકી."

"Ok dear..no problem.. અને હવે રડવાનું નહીં.. તો હું નીકળું તું તારો ખ્યાલ રાખજે.."અનિકેતે બહુજ સરસ અભિનય કરતાં ઝેબાનાં કપાળ ને ચુમી લીધું.

અનિકેત દ્વારા પોતાની રાખવામાં આવતી કાળજી જોઈ ધન્યતા અનુભવતી ઝેબા એ અનાયાસે જ અનિકેત નાં ગાલ પર એક ચુંબન કરી એને ગુડ નાઈટ વિશ કર્યું અને દોડીને પોતાનાં ઘરમાં ચાલી ગઈ.

ઝેબા દ્વારા પોતાને આપવામાં આવેલ ચુંબન નો આસ્વાદ માણતો હોય એવી અદાથી અનિકેત બે મિનિટ ત્યાંજ ઉભો રહ્યો..અને પછી પોતાની કારમાં બેસી ઠક્કરવીલા આવી પહોંચ્યો.

જમી પરવારી જાનકી આરવની જીદ નાં લીધે એનાં રૂમમાં સુવા ચાલી ગઈ અને અનિકેત પોતાનાં રૂમમાં જઈને પથારીમાં પડ્યો પડ્યો ઝેબા ની સાથે પસાર થનારાં આગામી સમયની કલ્પના કરતો કરતો સુઈ ગયો.

મોસ્કો જવાવાળી ફ્લાઈટ કોની કલ્પનાઓને ઉડાન આપવાની હતી અને કોની ઉડાન લેન્ડ થતાં ની સાથે ક્રેશ થવાંની હતી એતો ફક્ત આવનારાં સમય ને જ ખબર હતી..!!

★★★★★★

વધુ આવતાં અંકે.

મોસ્કોમાં અનિકેત અને ઝેબા વચ્ચેનો સંબંધ કઈ રીતે આગળ વધશે..??અને એનાંથી અનિકેત અને જાનકીનાં વૈવાહિક જીવનમાં કયો નવો ભૂકંપ આવવાનો હતો? એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..~જતીન.આર.પટેલ (શિવાય)