ઓફીસ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. મુક્તિ અને મંથન પોતપોતાનાં કામ માં બીઝી હતાં. મુક્તિ એ આજે જૂની ફાઈલ ખોલી એક્સેલ માં જેમાં કંપની માં જૂનાં એમ્પલોય ની યાદી હતી. તેમાં એક નામ વાંચતા જ મુક્તિ ની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. નામ હતું પ્રાંજલ. મુક્તિ એ અંકીત ને બોલાવ્યો.
" અંકીત આ પ્રાંજલ કોણ છે? "
" મેડમ એ તો તમારા પહેલાં અહીં કામ કરતી હતી તમારી જગ્યા એ "
" તો હવે ક્યાં છે ? "
" ખબર નહી એણે અચાનક જ જોબ છોડી દીધી હતી "
" કારણ ?"
" એ તો ખબર નહી કદાચ તબિયત નો ઈસ્યુ હતો. "
" ઠીક છે જા "
અંકીત જતો રહ્યો. મુક્તિ એ મંથન ને વોટ્સ એપ ગ્રુપ માં પ્રાંજલ ના નામ વાળી શીટ નો ફોટો મોકલ્યો. તેણે પોતાનાં ચાર જણ નું ગ્રુપ બનાંવેલુ જેથી તેઓ આસાની થી વાત કરી શકે વગર કોઈ ને ખબર પડે. મુક્તિ એ બધી વાત કરી. મંથન એ જણાંવ્યુ કે પોતે એનો એડ્રેસ શોધી લેશે અને સાંજે મળી આવીએ.
મંથન એ ફાઈલો જૂની ખોલી પ્રાંજલ નાં રીસ્યુમ માંથી એનો એડ્રેસ શોધી લીધો. તેણે ગ્રુપ માં મેસેજ કરી દીધો કે તે સુરત માં રહે છે. ઈશા અને ઈશાન ને પોતાની ઓફીસ ની નીચે આવવા જણાંવી દીધું.
સાંજે ઓફીસ છુટ્યા પછી મુક્તિ અને મંથન કાર માં ઈશા અને ઈશાન ની રાહ જોઈ રહ્યા. થોડી જ વાર માં બંન્ને રીક્ષામાંથી ઉતર્યા. ચારેય હવે કાર માં સવાર થઈ ગયાં. અને પહોંચી ગયાં પ્રાંજલ નાં ઘરે.
દરવાજો ખટખટાવ્યો. એક ઘરડાં વ્યક્તિ એ દરવાજો ખોલ્યો.
" પ્રાંજલ ? "
" કોણ તમે? "
" પ્રાંજલ અહીં રહે છે ? અમે તેને મળવા માંગીએ છે "
તે વૃદ્ધ વ્યક્તિ તેનાં પિતા હશે તેવું બધાંએ અનુમાન લગાવી લીધું. અંદર જઈ બેસ્યા એટલે નોકરાણી પાણી લઈને આવી. બધાં એ પીધું. દાદર ઉતરતી એક છોકરી આવી
" કોણ છે પપ્પા ? "
" બેટા આ લોકો તને મળવા આવ્યા છે તુ બેસ હું રુમ માં જાવ છું કુસુમ ને કહી ને ઠંડુ ગરમ મંગાવી આપજે "
" ઠીક છે પપ્પા "
પ્રાંજલ આવીને તેઓની સામે સોફા પર બેઠી. તેઓનું અનુમાન સાચુ પડ્યું. તે પ્રાંજલ ના પિતા જ હતાં. અને પાણી લઇને આવનાંરી નોકરાણી નુ નામ હતું કુસુમ.
" હેલો. હું તમને ઓળખતી નથી પણ. તમે કોણ છો? અને અહીં ક્યાંથી ? "
" હેલો પ્રાંજલ હું મુક્તિ છું. આ મંથન, ઈશા અને ઈશાન છે. અમને તારી મદદ ની જરુર છે "
" બોલો હું તમારી શું મદદ કરી શકું ? "
" પ્રાંજલ અમે એકાત્ય ની શોધ માં છે. જે અમને તારા સુધી લઈ આવી છે. અમે ઓફીસ નં ૩૦૮ ની વાત કરીએ છે "
પ્રાંજલ નામ સાંભળતા જ ડરી ગઈ. તે પરસેવે રેબઝેબ થઈ ગઈ. તેણે ચારેય ને ઘરમાંથી જવાનો આદેશ આપી દીધો.
" તમે જાવ અહીંથી મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી "
" પ્રાંજલ પ્લીઝ અમે બહુ ઉમીદ થી આવ્યા છે અમને મદદ જોઈએ છે એ આત્મા એ જ અમને તારા સુધી પહોંચાડ્યા છે કદાચ એને પણ જરુર છે તારી પ્લીઝ "
" ઠીક છે હું તમને બધું જ કહીશ ચાલો મારા રુમ માં "
બધાંય પ્રાંજલ નાં રુમ માં બેઠા. તેણે પોતાની કહાની શરુ કરી.
" હું પ્રાંજલ દેસાઈ. મારા ઘર માં મારા માતા પિતા ભાઈ અને હું. મારો મોટો ભાઈ હાલ અમેરીકા છે. આમ તોમને જોબ ની કોઈ જરુર ન હતી. પણ મને બહુ શોખ હતો માટે એ જોબ મેં લીધેલી. પણ મને હંમેશા ત્યાં કોઈ અનિશ્ચિત હોવાનો ભાસ થતો. એક દીવસ હું મારુ પર્સ ત્યાં ભુલી ગયેલી અને એ લેવા એક દીવસ હું ભાઈ ને લઈને ઓફીસ ગયેલી. મેં અંકીત પાસેથી ચાવી લીધેલી. એ જ દીવસે પરીનીતી ને જોઈ હતી. એ આત્મા નુ નામ પરીનીતી છે. હું તેને જોઈને એકદમ ડરી ગઈ. એ પાસે આવવા લાગી તોમને એમ કે એ મને મારી જ નાંખશે. પણ એણે મારા પાસે આવી પ્રેમ થી કહ્યું કે મને ત્યાં ખતરો છે માટે હું તે જોબ છોડીને ચાલી જાઉ. મેં એને એનું નામ પુછ્યું એણે પરીનીતી જણાંવ્યુ. એ ખૂબ સુંદર અને સૌમ્ય લાગતી હતી. સફેદ વસ્ત્રો માં વધુ સયંદર લાગતી હતી. પણ હું એટલી ડરી ગઈ કે હું ત્યાંથી ભાગી ગઈ.ારો ભાઈ નીચે જ રાહ જોતો હતો. મેં તેને કાંઈ જણાંવ્યુ નહીં. અમે ઘરે આવી ગયાં. મને ડર ના લીધે તાવ આવી ગયેલો. મેં એ જોબ છોડી દીધી. "
" પણ એણે કયો ખતરો છે એ ન કહ્યું ? "
" ના મેં પૂછયુ્ નહી કેમ કે હું બહુ ડરી ગયેલી બસ મને આટલી જ ખબર છે "
" આટલુ પણ બહુ છે બાકીનું અમે શોધી લઈશું. "
" હા કદાચ સાચે જ એને મદદ ની જરુર હશે "
ચારેય પ્રાંજલ નાં ઘરેથી નીકળ્યા. અને કાર માં બેઠા. અને ચર્ચા કરી રહ્યા હતાં.
" શું લાગે છે કોણ હશે એ પરીનીતી? "
" ખબર નહી યાર પણ એ ખતરો શું હશે હું એમ વિચારુ છું. "
" હવે આપણને કેમ ખબર પડશે યાર એનાં વીશે ? "
" પણ વિચારવાની વાત એ પણ છે કે મારુ યંત્ર એ દીવસે પહેલાં ભુરુ અને પછી લાલ બતાવ્યુ. પ્રાંજલ ના કહેવા પ્રમાણે પરીનીતી તો પવિત્ર આત્મા લાગે છે તો પછી બીજુ કોઈ હશે ત્યાં ? "
" હવે એ જાણવા માટે તો આપણે કોઈ વધુ શક્તિશાળી અને જ્ઞાની વ્યક્તિ ની જરુર પડશે "
" અને એ છે ? "
" પ્રો. રાગ. "
" સાચે ઈશાન ? પ્રો. ? "
" હા ઈશા એ બહુ જ્ઞાની છે તુ જાણે જ છે અને હવે એ જ આપણી મદદ કરી શકશે "
" ઠીક છે બોલાવી લે એમને "
" મેં તારા કહ્યાં પહેલાં જ મેઈલ નાંખી દીધો છે. એ કાલે આવી જશે એ રીપ્લાય પણ આપી દીધો છે. "
ઈશા એ મોં બગાડ્યું. બધાં ઘરે પહોંચી ગયાં. ડીનર લઈ સૂવા રુમ માં ગયાં.
" ઈશા એક વાત સાચુ કે તારા અને ઈશાન વચ્ચે શું છે ? "
" અમે કોલેજ માં રીલેશન માં હતાં પણ પછી બ્રેક અપ થઈ ગયું "
" ઓહ કેમ ? "
" ઈશાન બહુ કેરલેસ છે. કોઈ પણ વાત માં બસ પોતાની જ મરજી ચલાવે. પાર્ટનરસ એ એકબીજાં સાથે સહમતિ થી કામ કરવું જોઈએ એકબીજા ની રીસ્પેક્ટ કરવી જોઈએ જેમ કે તુ અને મંથન. પણ ઈશાન બધાં ફેસલા પોતે જ લેતો. જેમ આજે જ જોયુ ને તે પ્રો. ની વાત માં એટલે મેં એને છોડ્યો મારી સેલ્ફ રીસ્પેક્ટ માટે "
" પણ ઈશા... "
" બસ હવે જવા દે ને મુક્તિ હું ખુશ છું કે તને મંથન જેવો સમજદાર પાર્ટનર મળ્યો. "
" તુ ખુશ તો છે ને ઈશા "
" હા હવે તુ મારી ચિંતા ન કર હું ખુશ જ છું ચાલ હવે સુઈ જા સવારે પ્રો. નુ વેલકમ પમ કરવાનું છે "
બંન્ને સૂઈ ગયાં. મંથન અને ઈશાન એ પણ એ જ વાત કરી.
" તો તુ ઈશા ના પ્રેમ માં હતો કે છે એમ ને "
" હતો. હવે નથી "
" પણ એણે બ્રેક અપ કર્યુ જ કેમ "
" છોકરીઓ ને કોણ સમજી શકે એનુ કહેવુ હતુ કે હું એને સમજતો નથી અને બધાં જ ડીસીઝન પોતે જ લઉ છું. હુ સીરીયસ નથી. "
" તો એણે ખોટું કર્યુ ? "
" ના એ સાચી જ હતી હું એવો જ હતો એ એનાં ગયા પછી ખબર પડી. પણ હવે શું અમે બહુ આગળ નીકળી ગયાં છે "
" યાદ રાખજે ઈશાન ઈશ્ક ઓર મુશ્ક છુપાયે નહી છુપતે તુ હજીય એને પ્રેમ કરે છે "
" ચલ ચલ હવે લવગુરુ સૂવો હવે સવારે પ્રો. રાગ આવી જશે "
સવારે ડોરબેલ વાગી વહેલાં ૬ વાગે અને કાંતામાસી એ દરવાજો ખોલ્યો. સામે એક વ્યક્તિ ઊભી હતી. જાજરમાન વ્યક્તિત્વ. સૂટ પહેરેલો. ફ્રેમલેસ ચશ્મા, હાથ માં બ્રાન્ડેડ વોચ. અને બીજા હાથ માં એક ચેઈન માં લગાવેલી નાની બંધ થાય એવી ઘડી.
" હાય આઈ એમ પ્રો. રાગ "
શું થશે હવે ? શું પ્રો. રાગ ની મદદ થી મુક્તિ પહોંચી શકશે ઓફીસ નાં રહસ્ય સુધી ? જાણવા માટે વાંચતા રહો ઓફીસ નં ૩૦૮.