Mahek - 2 in Gujarati Fiction Stories by Bhoomi books and stories PDF | મહેક ભાગ-૨

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

મહેક ભાગ-૨

મહેક - ભાગ-૨

કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં રહીને પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક નાના-મોટા પ્રસંગો હમેશા ગામડે આવીને ઉજવતા અને આ રીતે પોતાની જન્મભૂમિનું રૂણ ચુકવતા હતા. આજે તેના દિકરાના  લગ્ન હતા. રસિકભાઈનાં ઘરની બાજુમાં જ એક નદી વહેતી હતી. એ નદી પર નાનોએવો બાંધ બાંધવામાં આવ્યો હતો. તેમાં જમાં થતું પાણી તળાવનું રૂપ લઈ રહ્યું હતું. નદી તરફનાં દરવાજા પાસે જ એક નાનકડો ઓટલો બનાવ્યો હતો. એ ઓટલા પર લગ્નના શોરબકોરથી દુર શાંતિથી તળાવને નીહાળતી મહેક બેઠી હતી.

"તળાવ જોઈ ન્હાવાની ઈચ્છા થાઈ છે ને.?"
 
અચાનક પાછળથી આવતાં અવાજે મહેકને ચૌકાવી દીધી ! પાછું ફરીને જોયું તો, સામે બ્લેક જીન્સ, બ્લુ ટી-શર્ટમાં એક કસરતી બાંધાનો હેન્ડશમ બોયને પોતાની તરફ આવતા જોયો.

"તું મહેક છે ને ?" એ પાસે આવતા બોલ્યો.

"હા.. પણ તમે કોણ? મે તમને ક્યારેય જોયા નથી."

"હું 'પ્રભાત ચૌહાણ..' ઘણા સમયથી બોર્ડિંગસ્કુલમાં હતો એટલે તે નહી જોયો હોય. આપણે નાના હતા ત્યારે સાથે રમતા. અમે જામનગર ચાલ્યા ગયા પછી મને બોર્ડિંગ સ્કુલમાં ભણવા મોકલી દીધો હતો. ત્યાર પછી આપણે ક્યારેય મળ્યા નથી.

"ઓહ.! તમે મનોહર અંકલના દિકરા છો.  હું જામનગર બેવાર આવી હતી પણ, આપણી મુલાકાત ના થઈ.  મહેકે પાસે બેસવા ઈશારો કર્યો.  પ્રભાત પાસે બેસતા બોલ્યો,  "આન્ટી સાથે વાત કરતા ખબર પડી કે તારે પત્રકાર બનવું છે.. સાચુ એજ તારું સપનું છે ?"

"સ્વપ્નાં તો ઘણા છે પણ હજી નક્કી નથી. પણ હા..! એક ઈચ્છા છે. "જેમ્સ બોન્ડ" જેમ દેશ માટે કામ કરવા છે." મહેકે સ્મિત કરતા કહ્યું.

પ્રભાત તેને જોઇ રહ્યો !

"આમ શું જુઓ છો..? તમને હું પાગલ લાગું છું ને..?"

"ના.. ના.. એવું નથી..! આપણા બન્નેની મંજિલ એક છે. ભલે રસ્તા અલગ હોય પણ મને તારો આત્મવિશ્વાસ જોતા લાગે છે, જીંદગીમાં ક્યારેક કોઈ મોળ પર આપણે જરૂર મળીશું.

"મતલબ..!  તમારું સપનું પણ એવું જ છે?"

"હા..  હું અત્યારે આર્મીએકેડમીમાં છું...  આ, તમે-તમે શું છે..? 'તું' કહીને બોલાવીશ તો મને ગમશે.!"

"તમે બન્ને જમવા પધારો તો મને વધું ગમશે.."
મધુર અવાજે બન્નેને પાછળ જોવા મજબૂર કર્યા ! રશિકભાઈની દિકરી પુજા, પાછળ ઉભી હસતી હતી. 

"હા ચાલ આવ્યે છીએ." મહેક, ઉભી થતા પ્રભાત, સામે જોઈને બોલી, "અમે જમીને તરત નીકળી જઈશું. તું, સાથે આવીશ ?"

" હા, હું, રાજકોટ આવું છું.." પ્રભાતે ઉભા થતા કહ્યું.

**********

સાંજે મહેક, રૂમમાંથી બાહર આવી ગાર્ડનમાં ઝુલ્લા પર પ્રભાત, પાસે આવી બેસતા બોલી.

 "ગુડ ઇવનિંગ".

"ગુડ ઇવનિંગ" મહેકની સામે જોતા પ્રભાત, બોલ્યો, "સાચું કે'જે, તને ગામડામાં મજા ન આવી ને ?"

"હા.. યાર.. મને જરા પણ મજા ના આવી..!સારું થયું તું મળી ગયો નહિતર હું કંટાળી જાત... તું શું કરે છે..?  પ્રભાતને મોબાઇલમાં બિઝી જોતા મહેકે પુછ્યું.

"વોટ્સએપમાં ફ્રેન્ડ સાથે ચેટ કરૂ છુ."

"ઓ..હો..! તો ચેટ કરવા જેવું મળી ગયું છે.?"

પ્રભાત, મહેક, સામે જોઈ રહ્યો . 

"હું કાંઈ પણ બોલું ત્યારે આમ કેમ મારી સામે જોયા કરે છે ?"

" તારું આ રીતે બિન્દાસ બોલવાનું મને ગમે છે એટલે."

" ઓ.કે. તો બતાવ તેનું શું, નામ છે?"

" કોનું નામ ?"

" જેની સાથે તું ચેટ કરે છે તેનું".

"તું સમજે છે એવું કોઈ નથી.. આતો બોય છે."

"ચેટ કરે એવી તારા ગ્રુપમાં કોઈ ગર્લ નથી?"

" ના એક પણ નથી."

"તો, મારો નંબર એડ કર..."  પ્રભાત, પાછો મહેક, સામે જોઈ રહ્યો.

"પાછો તું સામે જોવા લાગ્યો..  લાવ ફોન હું, મારો નંબર એડ કરી દવ." મહેકની સામું જોતાં પ્રભાતે મોબાઈલ આપ્યો. 

"લે... એડ કરી દીધો અને મારામાં મેસેજ પણ કર્યો. હવે કોઈ પુછે તો કહેજે ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરું છું." હળવું સ્મિત કરતા મહેકે કહ્યું. 

"એક પર્સનલ સવાલ પુછું..?" મોબાઇલમાં જોતા પ્રભાતે પુછ્યું. 

"હા.. પુછ...! શું પુછવું છે..?"

"ચેટ કરે એવું તને કોઈ મળી ગયું છે..?"

"હું તો ગ્રુપમાં ઘણાં બોય સાથે ચેટ કરું છું."

"એમ નહિ.. કોઈ એવું ખાસ, જેને રિપલાઈ આપવા મોડી રાત સુધી જાગવાનું મન થાઈ...!"

"ના એવું ખાસ કોઈ નથી. " કેમ?"

"બસ એમ જ પુછવાની ઈચ્છા થઈ એટલે પુછ્યું."

"ટ્રાઈ તો ઘણા કરે છે પણ આપણને જામતું નથી, તારે પણ ટ્રાઈ કરવાની છુટ છે." મહેકે, હસતા-હસતા કહ્યું. 

"થેંક્સ ફ્રેન્ડ..!"

"વેલકમ..! ઓ.કે. તું બેસ હું, જોઈ આવું મમ્મી ડિનરમાં શું બનાવે છે.."  ઝુલ્લા પરથી ઉભી થઈ મહેક અંદર ચાલી ગઈ.

******

"મને ભુલી તો નહી જાય ને..?" સવારે પ્રભાતની સાથે બસસ્ટેન્ડ આવતા મહેકે પુછ્યું. 

"તારા જેવા ફ્રેન્ડને કોઈ ભુલી શકે...? પણ એક પ્રોબ્લમ છે..! એકેડમીમાં મને મોબાઇલ વાપરવા નહી મળે પણ હું ટચમાં રહીશ એવું પ્રોમિસ કરું છું. 

"ચલ પ્રોમિસ કર્યું છે, તો, નીભાવજે."

"ઓ.કે.બાય.. " બસમાં બેસી ચાલતી બસમાંથી છેલ્લીવાર મહેકને બાય કહેતો પ્રભાત હાથ દેખાડી રહ્યો હતો… બાહર મહેક,  બાય કહી રહી હતી. . બન્નેમાંથી કોઈ નહોતું જાણતું કે એક એવા મોળ પર બન્ને ફરી પાછા મળશે, એ મુલાકાત જીવનભર યાદગાર બની રહેશે ..!!! 
******************************
ત્રણ વર્ષ પછી....

"મહેક, કેમ ગુમસુમ બેઠી છે..?" કોલેજના ગાર્ડનમાં બેંચ પર ગુમસુમ બેસી કંઈક વિચારમાં ગુમ મહેક પાસે બેસતા કાજલે પુછ્યું. 

કાજલ, મહેકની બેસ્ટ ફ્રેન્ડ હતી. ત્રણ વર્ષ કોલેજમાં સાથે વિતાવ્યા હતાં, કાજલનું, સોફવેર એન્જિનિયર બનવાનું સપનું છે. દિવસ-રાત કોમ્પ્યુટર સાથે ચીપકી રહેતી એટલે બધા ફ્રેન્ડ તેને 'કોમ્પ્યુટરનો કીડો' કહેતા..મહેકની દોરાહી જીંદગીની સાક્ષી હતી. મહેકની કોઈ વાતથી કાજલ અજાણ નહોતી એટલે જ મહેકને આજ પરેશાન જોઈ ચિંતા થતી હતી.  મહેક, તરફથી કોઈ ઉત્તર ન મળતાં કાજલે ફરીવાર પુછ્યું, "બોલના શું, વાત છે ?"

 "મારે શિમલા જવું છે! પણ કેમ જવું. મમ્મી રજા નહી આપે.."

"અચાનક શિમલા કેમ યાદ આવ્યું..? કંઈ ખાસ છે..?" 

મહેકે મોબાઇલમાં એક ફોટો બતાવતા બોલી, "મારે આ માટે જવું જરૂરી છે."

 કાજલે ફોટો જોઈ તરત બોલી... માફ કરજે આનામાટે હું, તને શિમલા સુધી જવામાં સાથ નહી આપું. યાર, આટલામાં તને, મેં, દરેક વખતે સાથ આપ્યો છે, પણ આતો ગુજરાત બાહરની વાત છે. ના બાબા આમાં હું, તારી કોઈ મદદ નહી કરી શકું, તને ઘરેથી રજા ના મળે તેમ મારા ઘરનાં પણ ના માને.
        
"આપણે એકલાં જઈએ તો ઘરનાં ના પાડે પણ...!" મહેક, આગળ બોલતા અટકીને કાજલ, સામે જોઈ રહી.

" પણ શું..? તારા દિમાગમાં શું ચાલે છે..?"

"કોલેજની હવે રજા પડી ગઈ છે, એટલે ગ્રુપમાં શિમલા જઈએ તો કોઈને ઘરેથી ના નહી કહે." "તું શું કહે છે..?"

"તારો પ્લાન તો જોરદાર છે..! પણ, આપણાં ફ્રેન્ડ તૈયાર થશે..?"

"કોશિશ કરીએ..!  માને તો ઠીક નહિતર બીજું કઈક વિચારીશું... શિમલા ટુર્સ સફળ રહી તો તે મારા સ્વપ્નાં તરફનું પહેલું પગલું હશે. એટલે હું આ, તક હાથમાંથી જવા દેવા માંગતી નથી. પ્લીઝ ફ્રેન્ડ.. એકવાર હેલ્પ કરીદે.!" કાજલનો હાથ પકડતા મહેકે કહ્યું. 

"તારી જેમ સ્વપ્નાં પાછળ પાગલ મે, કોઈને જોઈ નથી... ઓ.કે. ચાલ બધા ફ્રેન્ડસ સાથે મિટિંગ કરી વાત કર્યે." મહેકનાં હાથ પર હાથ રાખતાં કાજલ બોલી.

"થેંક્સ ફ્રેન્ડ..!  મને ખબર હતી તું જ મારી નૈયાને પાર લાગાવીશ."

"ચલ-ચલ હવે માખણ ના માર..! પણ એકવાર વિચાર કરીલે આ રિસ્ક લેવું જરૂરી છે..?"

 "તું ચિંતા ના કર હું, સંભાળી લઈશ. તું,  ફ્રેન્ડ સાથે શિમલામાં એન્જોય કરજે..! અત્યારે તું ફ્રેન્ડને તૈયાર કર બાકી બધી જવાબદારી મારી.."  મહેક, ઉભા થતા બોલી. 
               
"હા.. ચાલ હું બધા સાથે વાત કરી તને જાણ કરું છું..! બન્ને વાતો કરતાં ઘર તરફ ચાલતા થયા. 


ક્રમશઃ