ye rishta tera mera2.11 in Gujarati Love Stories by VANDE MATARAM books and stories PDF | યે રિશ્તા તેરા મેરા 2.11

Featured Books
Categories
Share

યે રિશ્તા તેરા મેરા 2.11

યે રિશ્તા તેરા મેરા 2.11

જયદિપના મમ્મી આરતીબેન;જયદિપ...[ટેબલ પર જમવાનુ રાખતા બોલ્યા]

જયદિપ;હમ્મ. મમ્મી

આરતીબેન;મારી એક વાત માનીશ બેટા?

જયદિપ[હસીને];મમ્મા,તુ કેવી વાત કરે છે?બોલ શુ છે?તમારી ખુશી માટે મે મારી જિંદગી...

જયદિપના પાપા રાહુલભાઇ;બસ,તારી કોઇ બકવાસ નહી...

જયદિપ કશુ ન બોલ્યો...

આરતીબેન;બસ,શુ તમે પણ?

નિરવા રસોડાની બહાર ઉભી-ઉભી સાંભળે છે

આરતીબેન;બેટા!!! તમારા લગ્ન તો થઇ ગયા,હવે માતાજીના દર્શન કરી આવો..

જયદિપ;મમ્મા,એવી શુ જરુર છે?

રાહુલભાઇ;જયદિપ,તુ ને નિરવા જઇ આવો બેટા.

જયદિપ;હમ્મ

રાહુલભાઇ;એમ, પણ આપણે રિવાજ છે જવાનો,તમારે થોડુ લેટ થય ગયુ.

જયદિપ;હા,પપા..

જયદિપ;જમ્યા વગર જ ઉપર જતો રહ્યો...

આરતીબેન;નિરવા,તુ અને જયદિપ..

નિરવા;હા,મમ્મી..

નિરવા આવી ડિસ લઇને,જયદિપ ગેલેરીમા ઉભો છે...

નિરવા;જયદિપ..

જયદિપે પાછ્ળ જોયુ પછી પાછો ફરી ગયો.

નિરવા;મને ખબર છે તુ પાપાથી નારાજ છે પણ મારો હાથ નથી મમ્માને..

જયદિપે નિરવાની વાત કાપવા કશુ ન બોલ્યો માત્ર હાથ જ ઉંચો કર્યો...

નિરવા;ચલ.જમી લઇએ,નિરવા એ વાત ફેરવી નાખી...

જયદિપ;જમી લે...પછી સુય જા, મારે સુવુ છે ;મને પરેશાન કરીશ નહી.

નિરવા;પણ જમ્યા વગર નિંદર નહી આવે.

જયદિપ;મારો વહિવટ તુ ન કરે તો જ સારુ.

નિરવા;ઓકે,મારે પણ નથી જમવુ.

જયદિપ;પણ,તને જમવા માટે આગ્રહ પણ કોણ કરે છે?સુઈ જા. મને કોઇ ફર્ક ન પડે,નિરવા...એ દિવસની તુ આશા ન રાખતી કે મને તારા દુખથી દુખ કે ખુશીથી ખુશી મળશે.

જયદિપ સુઇ ગયોને જ્યા જયદિપ ઉભો હતો એજ જગ્યા એ ઉભા-ઉભા નિરવા રડવા લાગી. પોતે અમીર માતા-પિતાની દિકરી ટી.વી મા આવતા ખેલની જેમ ખેલ નાખ્યોને સફળ થયો..પણ પ્રેમ...પ્રેમ આજેય ખેલ જ છે...
***

અવની;મીત,તારી દીદીને તો મજા નથી,અંશને તો મીરાને આકાશમાંથી ફુરસદ નથી મળતી નથી...

મીત;હા,સાચી વાત છે.મીતભાઇ દીદી કરતા મીરાનુ ધ્યાન વધારે રાખે છે.

અવની;એ જ તો કહુ છુ,આ તો હુ કહુ તો તને ખોટુ લાગે!!!

મીત;ખોટુ શુ?જે છે એતો છે જ.....

અવની;એ પણ છે.

કેયુર;શુ છે?

અવની બોલે એ પેલા મીત બોલ્યો; તમે છો.

અવની મનહી મન હાશ!!!!

કેયુર; અવની સવારમા તો ...બોવ કામ છે,હવે સુઇ જવુ જોયે...

અવની;હા,મીતને સુવાડીને આવુ જ છુ.

અવની;મીત,તારે પણ સ્કુલ જવાનુ છે?સુઇજા હો,ઓકે.

મીત;હમમ...

થોડીવારમા મીત સુઇ ગયોને અવની બહાર આવી...અરે કેયુર તુ શુ કરે છે હજુ?

કેયુર;બસ,તારો ઇંતઝાર.

અવની;કેમ?

કેયુર;બસ,એમ જ.

અવની;ઓહ..કે..કર..ગુડ નાઇટ..મજાક કરીને ખડખડાટ હસી અવની સુવા જતી રહી..

કેયુર;અવની,આઇ લવ યુ.તને જ્યારે પણ હોસ્પિટલમાંથી સમય મળશે,મને પણ મળશે,હુ તને રોમેંટીકિ પ્રપોઝ કરીશ....દુનિયાનુ બેસ્ટ....

આંખોમા સપનાઓની કતાર લગાવી સુઇ ગયો.કેયુર...

***

અંશ;મહેક,તુ ચિંતા ન કર,મીત અવની જોડે ઓકે જ છે.

અવની મારી બેસ્ટ ફ્રેંડ છે,મને મારા જીવ કરતા વધારે વિશ્વાસ છે.

મહેક;મને તારા પર...

અંશ;લે પાણી પી લે
.
મહેક;હમ્મમ...તુ આમ મને રોજ કેમ પાણી પાઇ છે....

અંશ;તારી તબિયત ઓકે રહે શક્તિ ન જતી રહે માટે....તને પહેલેથી જ નબળાઈ આવી જાય છે યાદ છે ને?

મીરા;એક્સક્યુઝ મી પ્લીઝ સોરી...અંશ પ્લીઝ કમ,હોસ્પિટલનુ કામ છે.

અંશ;ઓહકે...

મહેક;અંશનો હાથ પકડી પ્લીઝ,પછી કરજે ને.

અંશ ઓકે..મહેકનો હાથ પોતાના હાથમા લીધોને કિસ કરી.

મહેકે અંશ સામે જોઇ આછી સ્માઇલ કરી

ટેકો દઇને બેઠેલી મહેકને પોતાની બહોમા લેતો અંશ બોલ્યો મહેક,આઇ લવ યુ...

થોડા સમયથી ન જાણે આખુ વાતાવરણ જ ચેંજ થઇ ગયુ.

મને થોડો પણ સમય તારા જોડે નથી મળતો.આઇ એમ સોરી.

મહેક;ઓકે..નો પ્રોબ્લેમ અંશ...ચાલ્યા કરે.

અંશ;મહેકના માથા પર કિસ કરી..બોલ્યો એક વાત કહુ

મહેક;હમમ્મ

અંશ બોલે એ પેલા ફરીવાર મીરા આવી અંશ પ્લીઝ....જરુરી કામ છે.

અંશ;મહેક,સોરી.

મહેક;જી,કામ કર,હુ આરામ કરુ છુ.

અંશ;બાય,સુઇ જા...આઇ લવ યુ

મહેક;આઇ લવ યુ.

મીરા;અંશ,જો આકાશને મે નક્કી કર્યુ છે કે હોસ્પિટલમા લોકોને ઓછા ખર્ચે વધુમા વધુ કેમ સારવાર આપી શકાય એ માટેની વ્યવ્સ્થા અમે થોડી કરી છે, અગર તુ જોઇ લે તો...

અંશ;હમ્મ...લાવ...

અંશ કોમ્પુટરમા જોવા લાગ્યો,મીરા,અંશને સમજાવતી જાય છે ને અંશ પોતાનો અભિપ્રાય આપે છે.

અંશ;જો મીરા,કોઇ પણ ઓપરેશનમા નવાણિયા ન રાખી શકાય,હા કોઇ રિપોર્ટ કે બીજી સારવાર માટે નો પ્રોબ્લેમ.

મીરા;હા,એમ જ મેં આકાશને કહ્યુ.ક્યા આકાશ?

લે એ તો સુઇ ગયો.

અંશ;ચલ,આપણે ગેલેરીમા જતા રહીએ,શાયદ એ થાકી ગયો છે.

મીરા;હમમ...

મીરા અંશને પોતે નોધેલી વિગતો તેમા આવતા પ્રશ્નો અને યોગ્ય જ્વાબ અંશને આપી રહી છે,અંશ તેને સારુ લાગે ત્યા હા,કહે છે ને બરાબર ન લાગે ત્યા...માથુ હલાવીને કહે આવુ ન ચાલે મીરા,બીજી વ્યવ્સ્થા કરવી પડે;આ કોઇ ઉકરડો નથી કે ગમે તે ફેકી શકાય.

મીરા;ઓકે,સર...

મીરા વારંવાર અંશ ઉપર નજર કરે છે,બંન્નેની નજર વારંવાર એક થાય છે,અંશ હસે તો એ પણ આછુ સ્માઇલ કરે...

મીરા;અંશ,અગર જો તમામ સવલતો આપણે ઉભી કરવી હોય તો એ પેલા જગ્યા જોઇએ જે છે જ આપડા જોડે પણ બિલ્ડીંગ પણ જોઇએ...

બીજુ સ્વચ્છતા પણ....એક મારા સર્વે મુજબ હાલમા પણ આપણી હોસ્પિટલ જેટલી ન્યુગોલ્ડેન સીટી કે બહારની કોઇ હોસ્પિટલ ક્લીન નથી આપણા જેટલી.જે આપણા માટે બેસ્ટ વાત છે.

અંશ;કોમ્પ્યુટર પોતાના બાજુ લેવા ગયો કે મીરાને ટચ થય ગયો એ નીચે જોઇ ગઇ.

અંશ;મીરાને એક ગાલ પર મારતા બોલ્યો પાગલ,આમ શુ વારંવાર જોવે છે.

મીરા;તને

અંશ;કેમ?

મીરા;તુ કેટલો ક્યુટ છે.એકદમ મસ્ત...સો સ્વીટ.

અંશ;એમ કે ને અસલ ચોકલેટી.

મીરા;યા..છોકરીઓને પેલી નજરમા ગમી જાય એવો.

અંશ;ને તને?

મીરા;મને તો તુ બોવ જ ગમે છે,આઇ લાઇક યુ.

અંશ;મીરા..મીરા તારી તો...પાગલ છોકરી...સ્વીટહાર્ટ..

મીરા;યસ...માય ડીઅર....

ઓય મમ્મા...અંશ...એમ બોલતા જ એ અંશની બાજુમા જઇને બેસી ગઇ,કે મિરાથી નીચે પડાય જવાત કે અંશે તેને સંભાળતા પોતાના બંન્ને હાથ વડે પકડી તેને...

[મીરાને અંશ ;;આકાશ સુઇ ગયા પછી ગેલેરીમા ગયા એ ઘટનાને પોતાની નજરથી જોઇ....મહેકે મીરાના રૂમના દરવાજા પાસે ઊભા-ઊભા]

વધુ આવતા અંકે