Pratishodh - 14 in Gujarati Love Stories by Kalpesh Prajapati KP books and stories PDF | પ્રતિશોધ - ભાગ - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રતિશોધ - ભાગ - 14

             હું મિસાઈલ ડિએક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 
            " કરન જલ્દી કર હવે બહુ ટાઈમ બાકી નથી." મેવાડા અને વિશાલ મિસાઈલ્સના ટાઇમર પર જોઈને મને કહી રહ્યા હતા. 
            " અરે પણ કરું છું, મારાથી થાય એટલી કોશિશ કરું છું." મે તે બંનેને શાંત કરાવતા કહ્યું. મને  ડિજિટલ પાસવર્ડ લોક તોડતા આવડતું હતું જે મને અત્યારે કામ લાગે લીધું હતું, મારી આવડત થી એક મિસાઈલ ડિએક્ટિવેટ કરી દીધી, હવે બીજી નો વારો હતો પણ મારી પાસે ફક્ત 2 જ મિનિટ બાકી હતી, બે મિનિટમાં ફક્ત એક જ મિસાઈલ એક્ટિવેટ થઈ શકે એમ હતું. 
            " કરન હજી સુધી એક જ છે અને હવે 2 જ મિનિટ બાકી છે." વિશાલ બોલ્યો
            " હા ભાઈ મને ખબર છે 2 મિનિટમાં એક મિસાઈલ ડિએક્ટિવેટ થઈ જશે." મે વિશાલને જવાબ આપતા કહ્યું
            " 1 થઈ જશે મતલબ ત્રીજી નું શું?" મારી વાત સાંભળી મેવાડા એ મને પૂછ્યું
            " 2જી તો કરવા દો 3જીનું વિચારીએ છીએ." મેં મેવાડાને કહ્યું
            " વિચારીએ છીએ એટલે શું કરન તને ખબર છે શું થશે જો એક મિસાઈલ પણ એક્સપ્લોર થઈ ગઈ તો?" મેવાડા એ મને કહ્યું
            " મને ખબર છે સર તમે ચિંતા ના કરો હું કંઈ જ નહીં થવા દઉં." મેં મેવાડા ને આશ્વાસન આપતા કહ્યું. એ જલ્દી જ બીજી મિસાઈલ પણ ડિએક્ટિવેટ કરી નાખી હવે મારી પાસે ફક્ત 30 સેકન્ડ જ હતી. હું ડિએક્ટિવેટ કરતો હતો એટલામાં મિસાઈલ લોન્ચ થઈ ગઈ.
            " હવે શું કરીશું કરન?" મેવાડા એ મારી સામે જોતા મને પૂછ્યું.
            " કઈ નહિ હું એને બીજી રીતે રોકીશ." મે મેવાડા ને કહ્યું
            " પણ કઈ રીતે?" વિશાલે મને પૂછ્યું
            " આ મિસાઇલ ને પાણી માં ડિસ્ટ્રોય કરવી પડશે, કેમકે આ મિસાઇલ હવા ના વાયરસ ની છે,  પાણી ના સંપર્કમાં આવતા જ વાયરસ નસ્ટ થઈ જશે." મે મેવાડા ને સમજાવતા કહ્યું.
            " પણ આને પાણી માં ડિસ્ટ્રોય કેવી રીતે કરીશું?" મેવાડા એ મને પૂછ્યું
            " તમે એક જેટ વિમાન મંગાવો આગળ નું હું જોઇ લઇશ." મે મેવાડા ને કહ્યું. મેવાડા એ તરત જ હેડકવાટર પર ફોન કરીને જેટ વિમાન બોલાવ્યુ. ફક્ત 5 જ મીનિટ મા જેટ વિમાન આવી ગયુ.
            " તો તારો પ્લાન શું છે?" મેવાડા એ મને પૂછ્યું
            " કંઈ નહીં તમે જોતા રહો." મે મેવાડા ને કહ્યું. પછી જેટ તરફ આગળ વઘ્યો નજીક જઈ મે પાઇલટ ને સમજાવી દીધો કે તેને શું કરવાનું છે, પાઇલટ વિમાન ઉડાવવા તૈયાર થયો. આ બધા વચ્ચે મે એક ખતરનાક ડિસિઝન લીધુ હતું અને એ હતું જેટ વિમાન પર બેસવાનું જો એક પણ ચુક થાય તો મારા ત્યાં જ રામ રમી જાય, જેટ વિમાન ની અંદર તો ઠીક છે પણ ઉપર બેસવું, પણ મારે કંઈક તો કરવુ જ હતુ.
            " આ ગાંડો તો નથી થઈ ગયો ને?" મેવાડા એ મને વિમાન પર બેસતો જોઈને વિશાલ ને પુછ્યું
            " એ તો મને પણ નથી ખબર." વિશાલે જવાબ આપતા કહ્યું. મે પાઇલટ ને વિમાન ઉડાવવા નો ઈશારો કર્યો, મારો ઈશારો મળતા જ પાઇલટે વિમાન મિસાઈલ ની દિશા તરફ ઉડાવ્યુ. મિસાઈલ તેજીથી આગળ વધી રહી હતી અમે એનો પીછો કરી રહ્યા હતા, પાઇલટ હોશિયાર હતો જલ્દી જ મિસાઈલની નજીક પહોંચવા આવ્યા હતા. હવે મિસાઈલ અને અમારી વચ્ચે ફક્ત બે ત્રણ ફુટનું જ અંતર હતું, અમે વધુ નજીક પહોંચ્યા મે મિસાઈલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ તે મારા હાથમાં થી છટકી ગઈ અને ઉપરની તરફ ગઈ. હવે મારી પાસે ફક્ત એક જ ચાન્સ હતો જો એ ચૂક્યો તો પછી આગળ શું થશે એની કંઈ જ ખબર નહતી. મિસાઇલને હવા માં ડિસ્ટ્રોય કરી શકાય એવું નહોતું, પાઇલટે ફરી મિસાઈલ ની નજીક જવાનો પ્રયત્ન કર્યો મિસાઈલ બરાબર અમારા નીચે હતી મે એ ક્ષણનો વારનો પણ વિલંબ કર્યા વગર મિસાઈલ પર કુદકો લગાવ્યો અને એની  ડાયરેક્શન ચેન્જ કરી નદી તરફ લઈ ગયો. થોડી જ વારમાં હું મિસાઈલ સાથે પાણી મા પડ્યો અને એક જબરદસ્ત ઘમાકો થયો.
             થોડી જ વારમાં મેવાડા,, વિશાલ અને તાવડે આવી પહોંચ્યા. 
              " કરન...... કરન.... કરન" મેવાડા, વિશાલ અને તાવડે મને બુમ પાડી શોધી રહ્યાં હતાં. મેવાડા અને વિશાલ પાણીમાં કૂદ્યા મને શોધવા માટે, ઘણી વાર સુધી મને શોધતા રહ્યાં અંતે વિશાલે મને શોધી કાઢ્યો.
            " મેવાડા સર આ રહ્યો કરન." મને નદીમાંથી બહાર નીકાળતા વિશાલે મેવાડા ને બૂમ પાડતા કહ્યું. " સર જલ્દી એમ્બ્યુલન્સની બોલાવો કરન ની હાલત બહુ જ ક્રિટીકલ છે." મારી વાત સાંભળી તરત જ તાવડેએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લીધી, થોડી જ વાર માં આવી ગઈ. મેવાડા અને વિશાલે મને સ્ટ્રેચર પર સુવાડી એમ્બ્યુલન્સ મા શિફ્ટ કર્યો. 
             " ડોક્ટર આની હાલત કેવી છે? બચી તો જશે ને?" મેવાડા એ એમ્બ્યુલન્સ માં મને તપાસ કરી રહેલા ડોક્ટર ને પુછ્યું. તેમને અત્યારે મારી ઘણી ચિંતા થઈ રહી હતી કેમકે મે મારા જીવ ના જોખમે બધાને બચાવ્યા હતા.
             " આની હાલત ખુબ જ ગંભીર છે અત્યારે કઈ પણ કહેવુ મુશ્કેલ છે, એતો ટ્રીટમેન્ટ કર્યા પછી ખબર પડે પણ બચવા ના ચાન્સ બહુ જ ઓછા છે, આને 3 ગોળી વાગી છે એ પણ હ્રદય ની બરોબર મધ્ય મા લાગે છે અને લોહી પણ ઘણુ વહી ગયું છે."  મેવાડા ને સમજાવતા ડોક્ટરે કહ્યું. વિશાલ ડોક્ટરની સાંભળીને રડી રહ્યો હતો.
             " ડોક્ટર તમે કઈ પણ કરો આને બચાવી લો, નહીતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું." મેવાડા એ ડોક્ટરને હાથ જોડતાં કહ્યું, મેવાડા ની આંખ માથી આંસુ વહી રહ્યા હતા એમને મારી પ્રત્યે લાગણી હતી. 
            " તમે ચિંતા ન કરો હું મારી રીતે પૂરતો પ્રયાસ કરીશ આને બચાવવાનો." મેવાડા ને આશ્વાસન આપતા ડોક્ટરે કહ્યું. ડોક્ટરે મેવાડા ને જણાવી ત્યાં થી ઓપરેશન રૂમમાં દાખલ થયા,  વિશાલ, મેવાડા અને અમર બહાર ઉભા રહીને ઓપરેશન પૂરું થવાની રાહ જોઈ રહ્યા હતા. ઓપરેશન લગભગ ચાર કલાક સુધી ચાલ્યું. તે દરમિયાન વિશાલે ખુશીને ફોન કરીને તમામ માહિતી આપી ખુશી વિશાલ ની વાત સાંભળી ને તરત જ દવાખાને આવી ગઈ. ઓપરેશન પૂરું થતાં ડૉક્ટર બહાર આવ્યા, બહાર આવતાની સાથે જ ખુશીએ ડોક્ટરને પૂછ્યું.
            " કેવી છે કરન ની તબિયત? શું હું એને મળી શકું?"
            " અત્યારે એની હાલત ખુબજ ક્રિટીકલ છે કહેવુ મુશ્કેલ છે, જો એ 24 કલાક મા હોશ મા ન આવ્યો તો પછી કોમા મા પણ જઇ શકે છે, અને હા કોઇ એક વ્યક્તિ જ અંદર જઈ શકે છે એ પણ ફક્ત 5 મિનિટ સુધી જ." ખુશી ના પ્રશ્ન નો પ્રત્યુત્તર આપતા ડોક્ટરે જણાવ્યું." હવે ભગવાન ને પ્રાર્થના કરો એજ ચમત્કાર કરી શકે એમ છે." ડોક્ટરે ખુશીને કહ્યું.
           " ખુશી તુ અંદર જા કરન ને તારા પ્રેમ ની જરૂર છે તારો પ્રેમ જ એને બચાવી શકશે, એના કારણે જ અત્યાર સુધી એ લડતો રહ્યો." વિશાલે ખુશી ની નજીક જઇ અંદર જવા માટે આગ્રહ કરતા બોલ્યો. વિશાલ ની વાત સાંભળી ને ખુશી આઈસીયુમાં દાખલ થઈ મને જોઈને ખુશી રડવા લાગી.
            " સર રધુ, ઉસ્તાદ અને જેકોબ ને ગિરફતાર કરી લીધા છે." મેવાડા ને ફોન કરતા તાવડે એ જણાવ્યું. તાવડે નો ફોન કરીને મેવાડા વિશાલ ની રજા લઈને પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે એટલામાં કિશન જયા અને નીતા સાથે આવે છે.
            " કેવી છે હવે કરન ની તબિયત?" આવતાની સાથે જ જયાએ વિશાલ ને પૂછ્યું
            " ડોક્ટરે 24 કલાક આપ્યા છે." વિશાલે જવાબ આપતા કહ્યું
 
                       ******************

              " ક્યા છે એ હરામખોર તાવડે." પોલીસ સ્ટેશનમાં એન્ટર થતા ગુસ્સે થયેલા મેવાડા એ  તાવડે ને પૂછ્યું. મેવાડા ને ગુસ્સામાં જોઈ તાવડે તરત જ તેમને રઘુ અને ઉસ્તાદ ને પૂર્યા હતા એ કોટડીમાં લઈ ગયો. મેવાડા એ એન્ટર થતા પેહલા તો બંનેને મારવાનું શરૂ કર્યું લગભગ અડધા કલાક સુધી માર્યા.
             " બોલ રઘુ તુ કોના કહેવા થી આ બધુ કરી રહ્યો હતો?" મેવાડા એ બરાબર માર્યા પછી રઘુ ને સવાલ કર્યો. રઘુ કંઈ જ બોલ્યો નહીં. 
             " તાવડે આની કોલ ડિટેઇલસ કઢાવી, અને પેલી નિશા ક્યા છે?" મેવાડા એ તાવડે ને પૂછ્યું
             " હા સર આ રહી " મેવાડા ના હાથમાં રઘુના ફોનની કોલ ડિટેઇલસ આપતા તાવડે એ કહ્યું. "અને નિશા હમણાં જ આવતી હશે."  મેવાડા કોલ ડિટેઇલસ ચેક કરતા હતા, એટલા મા નિશા આવી.
            " ઓહ! આવો નિશાજી તમારી જ રાહ જોવાય છે." નિશા ને આવતા જ મેવાડા એ ટોન્ટ મારતા કહ્યું.
           " બોલો સર શું પુછવુ છે તમારે?" નિશા એ મેવાડા ને જવાબ આપતા કહ્યું
            " એજ કે તે ખુશી અને અન્ય છોકરીઓને કેમ કિડનેપ કરવામાં મદદ કરી?" મેવાડા એ નિશા ને સવાલ કર્યો
            " સર કોઈ સલીમભાઈ કરીને મને ધમકી આપી હતી કે જો હું તેની મદદ નહીં કરું તો તે મને જાનથી મારી નાખશે અને જો પોલીસને કે કોઈને પણ જાણ કરવાની કોશિશ કરી તો તને નહી છોડું, અને સર એણે મારા અશ્લીલ વિડીયો પણ ઉતાર્યા હતા જે તે સોશિયલ મીડિયા પર ફરતી કરવાની ધમકી આપી હતી." મેવાડા ને જવાબ આપતા નિશાએ કહ્યું જવાબ આપતા એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. નિશા ની વાત સાંભળી ને  મેવાડા એ નિશા ને જવા માટે કહ્યું, અને ફરી પાછો કોલ ડીટેલ ચેક કરવા લાગ્યો. 
             " તાવડે આમાંથી બે નંબર પર વધારે વાત થઇ છે તો આ બે નંબરની તપાસ કરાવો કોના નામે રજિસ્ટર છે." મેવાડા એ તાવડે ને આદેશ આપતા કહ્યું. મેવાડા ની વાત સાંભળી તાવડે નંબરની તપાસ કરવા માટે નીકળ્યો અને મેવાડા એ ફરી રઘુ ના રિમાન્ડ લેવા શરૂ કર્યા. 
            " બોલ રઘુ આ સરજી કોણ છે, અને એણે આ બધુ શું કામ કર્યું?" હજી મેવાડા રઘુ ની પૂછપરછ કરી જ રહ્યા હતા એટલામાં રઘુ ના ફોન ની રીંગ વાગી, મેવાડા એ જઇ ને જોયુ તો એમાથી એક જ નંબર હતો જેના પર વધારે વાત થઈ હતી. મેવાડા એ ફોન ઉઠાવ્યો અને કંઇ બોલ્યા નહી. 
           " અબે રઘુ તુને મેરા કામ નહી કિયા અબ મે તુમ્હે નહીં છોડુંગા." આટલુ બોલી સામે વાળાએ કોલ કટ કરી નાંખ્યો.  ફોન મૂકી મેવાડા રઘુ જોડે ગયા. 
           " રઘુ સચ સચ બતાદે કી યે સબ તુને કિસ કે કહને પર કિયા અગર તુને બતા દિયા તો મેં તુમ્હારી સજા કરવા સકતા હું, વરના તુમ હે તો માલુમ હે કી તુમ્હે ક્યા સજા મિલને વાલી હૈ." રઘુ ને વાત માનવા માટે મજબૂર કરતા મેવાડા એ કહ્યું 
            " બતા તા હું સર યે સબ મેને યશવર્ધન કે કહેને પર કિયા થા." શરણાગતિ સ્વીકારતા રઘુ એ મેવાડા ને કહ્યું
            " તો યે સરજી કોન હે?" મેવાડા એ ફરી સવાલ કર્યો 
           " વો તો મુજે નહીં માલુમ હમારી સિર્ફ ફોન પર હી બાત હોતી થી, હમ કભી રુબરુ નહી મિલે."
           " ઓર કોન કોન સામેલ હે ઇસમેં?"
           " જી કમિશનર સર ભી ઇસ મે સામેલ હૈ." રઘુ એ જવાબ આપતા કહ્યું. મેવાડા એ રઘુ નું સ્ટેટમેન્ટ લઈ અને હોમ મિનિસ્ટર પાસે કમિશનર અને યશવર્ધન ને ગીરફતાર કરવા માટે વોરંટ લેવા માટે નીકળે છે. મેવાડા અડધો  જ કલાકમાં મિનિસ્ટરની ઓફિસે પહોંચે છે, રઘુ ના સ્ટેટમેન્ટ અને સબૂત દ્વારા મિનિસ્ટર મેવાડા ને મંજૂરી આપે છે. મેવાડા વોરંટ લઇ ને તરત જ યશવર્ધન ને ગીરફતાર કરે છે અને પછી કમિશનરને ગીરફતાર કરવા માટે જાય છે.
            " મેવાડા તમે અહીંયા શું કરો છો?" મેવાડા ને જોઈ કમિશનરે પૂછ્યું
            " મેવાડા સર જાન લઈને તમને તેડવા માટે આવ્યા છે." તાવડે એ કમિશનરની મજાક ઉડાવતા કહ્યું. " તમને ગિરફતાર કરવા માટે આવ્યા છીએ આ રહ્યા એના વોરંટ." મેવાડા કમિશનરને ગિરફ્તાર કરી પોલીસ સ્ટેશન મા લઈને આવે છે. 
           " હવે બસ આ સરજી જ બાકી રહી ગયો." મેવાડા એ તાવડે ને કહ્યું.
           " સર હમણા આવતી જ હશે સરજી ના નંબર ની માહિતી." તાવડેએ મેવાડા ને કહ્યું. પછી  મેવાડા એ ચા મંગાવી ચાની ચુસ્કી લીધી, હજી તો ચા જ પિતા હતા એટલામાં એક કોન્સ્ટેબલ સરજી ના નંબરની માહિતી લઈને આવ્યો અને મેવાડા ને આપી.
            " આ નંબર તો ખુશી ના નામે રજિસ્ટર છે." મેવાડા એ તાવડે ને માહિતી વાંચતા કહ્યું. મેવાડા હેરાન હતા આ કેવી રીતે શક્ય હોય. " તાવડે એક કામ કર ખુશી ને અહીં બોલાવો હમણાં જ દુધ નું દુધ અને પાણી નું પાણી થઈ જશે."

                     **********************
           18 કલાક થઈ ગયા હતા પણ હજી સુધી કરનને ભાન આવ્યું નહોતું, ખુશી અને વિશાલ પરેશાન હતા ખુશી એ તો તે ખાધું કે પીધું પણ નહોતું.
            " ખુશી પ્લીઝ તું કઈક ખાઈ લે તે કંઈ ખાધું પણ નથી કે પાણી પણ પીધું નથી તારી તબિયત બગડશે."ખુશીને સમજાવતા નીતાએ કહ્યું
            " જ્યાં સુધી કરન ને હોંશ નહીં આવે ત્યાં સુધી હું કઈ પણ ખાઈશ નહિ કે પાણી પણ નહીં પીવું." ખુશી બોલી. એટલામાં મેવાડા ત્યાં આવ્યા
           " ખુશી તું મારી સાથે પોલીસ ટેશન મારે તારી સાથે પૂછપરછ કરવી છે." ખુશી ની નજીક આવી ને મેવાડા એ કહ્યું
           " પણ સર તમારે એને શું પૂછવું છે? " જયા બોલી
           " પ્લીઝ મારી સાથે કો-ઓપરેટ કરો તો સારું રહેશે."
           " ઠીક છે સર હું આવવા માટે તૈયાર છું." ખુશી બોલી અને મેવાડા સાથે જવા માટે તૈયાર થઇ. " વિશાલ કરન નું ધ્યાન રાખજે." જતા જતા ખુશી વિશાલ ને કહ્યું

 (ક્રમશઃ)
 શું આ બધું ખુશી એ જ કરાવ્યું હતું?  શું કરશ બચી શકશે? શું નિશા સાચું બોલી રહી હતી? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ નો છેલ્લો ભાગ આવતા અઠવાડિયે. 

નોંધ:- 
      મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેનટ પણ કરજો અને આપના મિત્રો કે સંબંધી ને પણ વાંચવા માટે આગ્રહ કરજો. 

Facebook :- kalpesh Prajapati kp