Mysterious Girl - 1 in Gujarati Travel stories by Chavda Girimalsinh Giri books and stories PDF | મિસ્ટીરીયસ ગર્લ રહસ્યમય વાર્તા ૧

Featured Books
Categories
Share

મિસ્ટીરીયસ ગર્લ રહસ્યમય વાર્તા ૧

[મિસ્ટ્રી શબ્દ નો અર્થ રહસ્યમય એવું થાય છે પણ આપણે કોઈ છુપાયેલા ખજાનાના વિશે તો વાત નથી કરવાની કે કોઈ જૂના પડેલા કેસને સાબિત કરવો નથી. આપના બધા ના જીવન મા અલગ અલગ વ્યક્તિત્વ ની વ્યક્તિ આપણી જિંદગીમાં આવે છે. અને જતા રહે છે જે ક્યારેક આપણા માટે મિસ્ટ્રી બનીને રહી જાય છે.]


દરિયો આમ તો બધાને અતિશય પ્રિય હોય છે કોઈને તેમાં નાહવુ ગમે તો કોઈને તેમાં પગના પડીયા ડુબાડી દરિયા ના મોજા ઓને તોડવામાં મજા આવતી હોય,તો ક્યારેક દરિયા ની સેર કરવાની. પણ ઉદધિ અત્યારે ઘણું બધું સહન કરી રહ્યો છે આપણે એને પ્રદુષણ રૂપી ઝેર પીવડાવીએ છીએ અને દરિયો હસતા હસતા તેને ગળી જાય છે. પણ આપણે આ બાબતનું પણ ધ્યાન કરવું જ રહ્યું.


સોનેરી કિરણોની સાથે સુરજ પોતાની દિવસની શરૂઆત કરી અને સાથે પૃથ્વીની જીવસૃષ્ટિને પણ આળસ મરડીને જગાડતો હતો. અને તેમાં રહેલા પ્રાણીઓ, મનુષ્યો , સજીવ થી નિર્જીવ સુધી બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા.


આ સમય દરમિયાન હું મારા મામાને ત્યાં હતો. આખો વિસ્તાર દરિયાઈ બધી જગ્યાએ અને દૂર-દૂર સુધી જંગલ અને દરિયો જોવા મળે,દરિયો જાણે આખા વિસ્તારની રખેવાળી કરતો હોય તેવું લાગતું....


દરિયો મને બહુ ગમે પણ થોડા સમયથી કંઈક વધારે જ ગમવા લાગ્યો હતો. ગમવા કરતા મને તેને મહેસુસ કરવો‌ વધારે ગમતો.ભીની ભીની રેતી ને સૂંઘવું ,મોજા ને સ્પર્શી કરવુ જાણે રોમ રોમ નું જાગૃત થવું, સફેદ રંગના પરપોટાને હાથમાં લઇ અને અનુભવનો આનંદ અનેરો હોય છે.


સમુદ્રથી ચારેબાજુથી ખડકોથી ઘેરાયેલો હતો અને હું એક ખડક ઉપર બેસી વિચાર કરી રહ્યો હતો, નાના નાના બાળકો દરિયાની સાથે સાથે ઉછળી રહ્યા હતા. દરિયાની ઉપરથી પસાર થતી ઠંડી હવા મારા અંતરપટ પર કંઈ થવા જઈ રહ્યું છે એવા સંકેત આપતી હતી.


થોડો સમય પસાર થતો થયું થોડીવાર માટે દરિયાઈ સફર કરી લઉં... મારી નાની કહેતા આપણા દરિયાના ભાગના વિસ્તારો મા ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે જેમાં ઘણા ખરા મંદિરો મધ્ય ભાગમાં ખડકોના બનેલા છે અને ટાપુ ની અંદર આવેલા છે.મને ત્યાર થી તને જોવાનો ઉમળકો જાગ્યો.


મન માં ઉછળતા વિચારોને શાંત કરી ચાલ આજે દરિયાઈ સફર કરી દરિયાને થોડો ખેડી લવ..


ચાલતા ચાલતા થોડે દૂર નાવિકોની નાવ ની શૃંખલા પથરાયેલી હતી ત્યાં પહોંચ્યો. પણ બપોરનો સમય થવાથી લોકોને જમવાનો ટાઈમ અને નાવિકોનો જમવાનો સમય થઈ ગયો હતો. ત્યાં અચાનક મારી નજર એક નાળિયેર ના તાલ અને વાસ થી બનેલી ઝૂંપડી ઉપર પડી..


બધું શાંત થવા લાગ્યું એકી ટસે હું માત્ર ને માત્ર ઝૂંપડી ની સામે જોતો રહ્યો.


એ રૂપાની માં મને જમવા આલીદે... મારે મોડું થાય છે. અંદરથી અવાજ આવ્યો. "એ આલુ છું, ક્યાં ગઈ આ રૂપા  તારા બાપને જમવા આલીદે...


ખારવા ના લોકો એકબીજાને તોછડી ભાષામાં બોલાવે.
હું તે અવાજને સાંભળીને થોડો આશ્ચર્યમાં ડૂબી ગયો.

મારી નજર ચારે બાજુ રૂપાને શોધવા લાગી કોણ હશે ? આ રૂપા ક્યાં છે? નામ જ રૂપા હતું તો દેખાવે કેવી હશે. આવા ઘણા ખરા સવાલો મારી અંદર ઉમટી રહ્યા હતા.

એ આવી માળી...... તાલ નો ભારો લેવા ગઈતી.
(તાલ : નાળિયેર નું લાકડું જે બળ તરીકે ઉપયોગમાં આવે છે.) બહુ ઉતાવળીયા અવાજે બોલી...

હું મારા અડગ મનના અડીખમ પગને ગતિ આપીને ઝુંપડી ના પાછળના ભાગને જોવા માટે ડગ માંડી...


ક્રમશ......


લેખક : ગિરિમાલ સિંહ ચાવડા "ગીરી"