"આક્રંદ:-એક અભિશાપ"
ભાગ:-16
કાસમાનાં કહેવાથી એ લોકો રહમત ગામનાં રહેતાં ઈલિયાસ ને મળવા જાય છે..ઈલિયાસ જોડેથી એ લોકો રહમત ગામ સાથે જોડાયેલ રહસ્ય ની જાણકારી મેળવે છે જેમાં નૂર નાં અબ્બુ દ્વારા એક શિરીન નામની જિન ની હત્યા થતાં એનાં કબીલાવાળા બધું કરી રહ્યાં છે એની ખબર પડે છે..ઈલિયાસ ની જિન પત્ની જહુરિયત હસન અને નૂર ને એક પુસ્તક આપી નીકળી જવા માટે કહે છે..પ્રોફેસર ઈબ્રાહીમ કોલ કરી 7175 અને પુસ્તક સાથે જોડાયેલી માહિતી આપે છે..પુસ્તકમાં લખ્યાં મુજબ શિરીન ની આત્માની મુક્તિ માટે હસન અને નૂર ખંડેર તરફ આગળ વધે છે..હવે વાંચો આગળ ની કહાની.
હસન નાં કહેવાથી નૂર કાર ને ખંડેર ની તરફ ભગાવી મૂકે છે..ફૂલ સ્પીડ ઉપર ચાલતી કાર જાણે પવન સાથે વાતો કરી રહી હોય એવું લાગે છે.ખંડેર ની બિલકુલ નજીક એનાં દરવાજાની લગોલગ આવીને નૂર કારની બ્રેક પર પગ રાખી એને થોભાવી દે છે..શાંત વિરાન વિસ્તારમાં ગાડીની બ્રેકથી ઉત્તપન્ન થયેલો અવાજ પણ અસામાન્ય રીતે ભયાવહ લાગી રહ્યો હતો.
"ચલ નૂર હવે આગળ વધીએ..તું કાર ની હેડલાઈટ ચાલુ જ રાખ જેથી આટલા વિસ્તારમાં તો થોડી ઘણી અજવાશ પથરાયેલી રહે."હસને નૂર ને ઉદ્દેશીને કહ્યું.
નૂરે હસન નાં કહ્યા મુજબ જ કર્યું અને કારમાંથી નીચે ઉતર્યો..નૂર પણ એની સાથે જ નીચે આવી. અંદર જઈને ખોદવાનું છે એ વાત નક્કી હતી એટલે હસન ખોદકામ માટેનાં કોઈ ઓજાર મળી જાય એ આશા એ કાર ની પાછળની તરફ જાય છે..કાર ની બેકસાઈડ નાં કાચ પર લખેલું લખાણ જોઈ હસન નાં હોંશ કોશ ઉડી જાય છે..ત્યાં અરેબિક માં લોહીથી લખેલું હોય છે.
"لا ناجون على قيد الحياة"
જેનો અર્થ હતો કોઈ જીવતું નહીં રહે..નૂર ને આ વાત જણાવી હસન એને વધુ ચિંતિત નહોતો કરવા માંગતો એટલે એને પોતાની જાત પર થોડો કાબુ રાખી કારની ડેકી ખોલી..અંદર જોતાં જ હસન નાં નજરે એક કોદાળી હાથ લાગી. એનાં સિવાય અન્ય કોઈ હથિયાર નહોતો. જેનો મતલબ હતો કે માટી હાથ વડે જ દૂર કરવાની હતી. હસન કોદાળી પોતાનાં હાથમાં લઈ નૂર ની જોડે આવ્યો અને બોલ્યો.
"નૂર આ કોદાળી હાથ લાગી છે..આનાંથી ખોદીને હાથ વડે માટી દૂર કરવી પડશે.."
"વાંધો નહીં એતો હવે જોયું જશે.."નૂર બોલી.
નૂર નો જુસ્સો જોઈ હસન ને મનોમન ખુશી થઈ કે નૂર માટે અલૌકિક શક્તિઓનો સામનો કરવો સરળ નહોતું રહેવાનું..કેમકે વિદેશમાં ભણતી એક ભણેલી ગણેલી છોકરી માટે આ બધું ડરાવી મુકવા કાફી હતું છતાં જે રીતે નૂર એની પડખે ઉભી હતી એ એનાં મક્કમ મનોબળ ની નિશાની હતું.
"સારું તો યા અલ્લાહ કરીને તૂટી પડીએ..ફતેહ આપણાં કદમ ચુમશે.."મક્કમ હોંસલા સાથે હસન બોલ્યો.
ત્યારબાદ હસન અને નૂર ખંડેરની અંદર પ્રવેશ્યાં..જ્યાં ભવિષ્યમાં શું થવાનું હતું એ વાતથી એ બંને બિકકુલ અજાણ હતાં..એ લોકો સફળ થયાં તો ઠીક પણ જો નિષ્ફળ ગયાં તો જાન થી હાથ ધોઈ બેસવાનું જોખમ પૂરું હતું.!!
***
કાર ની હેડલાઈટનો પ્રકાશ તો વધુ આગળ નહોતો આવી શકવાનો એ જાણતી હોવાથી નૂરે એક ટોર્ચ પણ સાથે લઈ રાખી હતી.ખંડેરનાં બીજા દરવાજેથી એ લોકો બહાર નીકળ્યા એટલે કાર ની હેડલાઈટનો પ્રકાશ લગભગ બંધ થઈ ગયો.
બહાર નો વિસ્તાર વિરાન જરૂર હતો પણ અહીં તો ભૂતાવળ જેવો અહેસાસ હસન અને નૂર ને થઈ રહ્યો હતો..બંને અહીં પહેલાં પણ આવી ગયાં હોવાથી આવાં ભયાવહ સન્નાટા માટે પોતાની જાતને મક્કમ કરીને આવ્યાં હતાં. નૂર જ્યારે પહેલી વખત આવી એ વખતે જેવો કાગડો એની પર હુમલો કરી ગયો હતો એવો જ કાગડો અત્યારે એમની તરફ તાકી રહ્યો હતો..પણ આ વખતે એ હુમલો કરવાનાં બદલે ત્યાંથી ઉડીને રવાના થઈ ગયો. એ કાગડો સુદુલા કબીલાનાં જિન સુધી હસન અને નૂર ત્યાં પહોંચી ગયાં છે એવો સંદેશો પહોંચાડવા ગયો હતો.
સાપ નાં ફુસફુસાવથી લઈને કૂતરાં નાં ઘુરકવાનો અને નિશાચર પક્ષીઓનો અવાજ પણ હસન અને નૂર સાંભળી શકતાં હતાં. બંને અત્યારે ટોર્ચ નાં પ્રકાશમાં evil tree તરફ આગળ વધી રહ્યાં હતાં.આજુબાજુ બધે ચો તરફ માનવ હાડકાં વેરાયેલાં પડ્યાં હતાં જે જોઈ કોઈપણ ડરથી થથરી જાય એ નક્કી હતું.
ધીરે ધીરે હસન અને નૂર evil tree ની નજીક પહોંચી ગયાં.નૂર અને હસન ને ખબર હતી કે એમને પહેલાં આવ્યાં ત્યારે એ આક્રંદ સાંભળ્યું હતું એ હવે સાંભળવા નહીં મળે કેમકે એ આક્રંદ શિરીન નું હતું અને એ અત્યારે રેશમાનાં શરીર પર કબજો જમાવીને બેઠી હતી.
"નૂર ક્યાંથી ખોદવાનું શરૂ કરું..કેમકે આપણી જોડે સમય ઓછો છે એટલે એ માટે વધુ સમય બગાડવો ઉચિત નહીં ગણાય.."હસને નૂર ની તરફ જોઈ ધીરેથી કહ્યું.
"હસન મારાં અંદાજ મુજબ આ evil tree નીચે હાડકાઓનું આ જે ગોળાકાર વર્તુળ બનાવવામાં આવ્યું છે એની નીચે જ શિરીન ની લાશ દફન હોવી જોઈએ..કેમકે મને પણ અહીં આ જ જગ્યાએ અલૌકિક તાકાતોનો અહેસાસ થયો હતો."હસન નાં સવાલનાં જવાબમાં નૂર બોલી.
નૂર ની વાત સાંભળી થોડું વિચાર્યા બાદ હસન બોલ્યો.
"નૂર તારી વાત માં વજન લાગે છે..કેમકે મેં રેશમા ને બચાવી ત્યારે પણ એ આ જ હાડકાંથી બનેલાં વર્તુળની અંદર હતી.."
"હા તો પછી ચાલુ કર ખોદકામ..હું ટોર્ચ પકડીને ઉભી રહું છું.."નૂર બોલી.
નૂર ની વાત સાંભળી હસને કોદાળી નો ઘા ત્યાં જમીન પર કર્યો.. હસન નાં આમ કરતાં ની સાથે જાણે કોઈ ચીસ પાડતું હોય એવો અવાજ ત્યાં પડઘાયો.હસન અને નૂર જાણતાં હતાં કે આવું બધું તો થતું રહેવાનું એટલે એ લોકો આ વાત ને મન ઉપર નહોતાં લઈ રહ્યાં.. હસને એ અવાજો ઉપર ધ્યાન આપવાનાં બદલે ખોદવાનું ચાલુ રાખ્યું.
હસન કોદાળી વડે ત્યાં ખોદતો અને હાથ વડે માટી દૂર કરે જતો હતો..હસન ને થાક પણ લાગ્યો હતો અને સાથે એનું ગળું પણ સુકાઈ રહ્યું હતું છતાંપણ અત્યારે રોકાવું શક્ય નહોતું એટલે પરસેવેથી રેબઝેબ થયા હોવાં છતાં હસન અત્યારે એકધાર્યું ખોદી રહ્યો હતો..નૂર અત્યારે ઠંડક ભર્યા વાતાવરણમાં હાફ બાંય ની ટીશર્ટ માં ટોર્ચ પકડીને ઉભી હતી તો પણ એનાં કપાળ પર પણ વારેઘડીએ પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવતાં જેને એ હાથ વડે જ સાફ કરી રહી હતી.
હસન જેમ જેમ વધુ ઊંડે ખોદી રહ્યો હતો એમ આજુબાજુથી આવતાં ગેબી અવાજો વધુ તીવ્ર વેગે સંભળાઈ રહ્યાં હતાં..હસને સુરક્ષા ખાતર કોરલ સ્ટોનનો ઉપયોગ કરી પોતાની અને નૂર ની ફરતે એક સુરક્ષા કવચ બનાવી દીધું હતું જેથી કોઈ એમની પર હુમલો ના કરી શકે.
હસન થાકીને લોથપોથ થઈ ગયો હોવાં છતાં ખોદી રહ્યો હતો કેમકે સવાર પડી જાય તો સૂરજ ની રોશનીમાં જિન શિરીન નો મૃતદેહ સ્વીકારવા નહીં આવે એ હસન જાણતો હતો અને બીજાં દિવસે રેશમા ની ઉંમર શિરીન ને દફનાવવામાં આવી એ દિવસની ઉંમર જેટલી થઈ જવાની હતી એટલે આવતી કાલ રેશમા ની જીંદગીનો આખરી દિવસ બની જવાનો હતો એ નક્કી હતું.
અચાનક હસન ને કંઈક વસ્તુ અથડાવવાનો અવાજ કાને આવ્યો..હસને હાથ વડે માટી દૂર કરીને જોયું તો એ એક તાબુત હતો અને શક્યતઃ શિરીનને એની અંદર જ દફન કરવામાં આવી હતી..હસને બમણી ગતિથી બીજી માટી દૂર કરી અને નૂર ને પોતાની મદદ માટે આવવા કહ્યું...નૂર નાં સહયોગથી હસને એ તાબુત ને ખાડામાંથી બહાર કાઢ્યું.
એ તાબુતની દશા જોઈ લાગી રહ્યું હતું કે એ 25 વર્ષ થી ત્યાં દફન હતું..હસને નૂર ની તરફ જોયું અને કહ્યું.
"નૂર નક્કી આ એજ કોફીન છે જેની અંદર શિરીનને તારાં અબ્બુ અને મામા એ દફન કરી હતી..તું મારી થોડી મદદ કર તો આ કોફીન ને ખોલી શિરીનનો મૃતદેહ આપણે બહાર કાઢી શકીએ.."
હસનની વાત સાંભળી શિરીને પોતાનું ડોકું ધુણાવ્યું અને ટોર્ચ ને પોતાની ગરદન અને છાતી વચ્ચે દબાવીને હસન ની મદદે આવી..થોડું જોર કરતાં જ કોફીન ખુલી ગયું. કોફીન ખુલતાં ની સાથે જ અંદર થી આવતી તીવ્ર વાસ ને લીધે હસન અને નૂરે મોઢું ફેરવી લીધું..હસન ને ધ્યાનમાં આવ્યું કે અંદર મૃતદેહ ની સાથે બીજું કંઈપણ હતું એટલે એને ખાતરી કરવા નૂર ને કોફીન ની અંદર ટોર્ચ વડે પ્રકાશ ફેંકવા કહ્યો.
અંદર પ્રકાશ પડતાં એમને જોયું કે એક વિશાળકાય અજગર અત્યારે લાશ ની ઉપર રેંગતો હતો..આ કોઈ જિન હતો જે અત્યારે શિરીનનાં મૃતદેહની રક્ષા કરી રહ્યો હતો એ હસન સમજી ગયો હતો.હસને પોતાનાં કુર્તા નાં ખિસ્સામાંથી અત્તરની શીશી કાઢી અને થોડું અત્તર પોતાનાં હાથ પર લગાવી દીધું ત્યારબાદ ખુદાની ઇબાદતમાં કંઈક બોલ્યો અને પોતાનો હાથ કોફીનની અંદર નાંખી અજગર ને પકડીને દૂર ફેંકી દીધો.
આ બધું જોઈ રહેલી નૂર અત્યારે ખુદા ની રહેમત અને એની બંદગી ની શક્તિ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા લાગી હતી..આદિલ ને જે વાત નો ડર હતો કે પોતાની ફિયાન્સે નૂર ખુદા પર યકીન નથી રાખતી એ હવે ખુદા પર યકીન કરવા લાગી હતી પણ આ જોવા અત્યારે આદિલ મોજુદ નહોતો.
ત્યારબાદ હસને કોફીન ને પુનઃ બંધ કરી દીધું અને ફટાફટ એ લાશ જ્યાંથી નીકળી હતી ત્યાંથી થોડે દુર ખાડો ખોદવાનું શરૂ કર્યું..એ જગ્યા થોડી ભીની હોવાથી સહેજ પોચી હતી એટલે વીસેક મિનિટમાં તો કોફીન દફનાવાય એવો ખાડો હસને ખોદી કાઢ્યો.એનાં પછી હસન અને નૂરે મળી એ કોફીન ને એ ખાડામાં લાવી રાખી દીધું.
એ કોફીન ને ખાડામાં રાખ્યાં બાદ હવે એને વિધિવત દફનાવાનું કામ કરવાનું હતું..હસને કુરાન ની આયાતો બોલતાં બોલતાં ખુદાની પાક ઈબાદત કરી અને શિરીન ની આત્મા ને યોગ્ય જગ્યાએ જન્નતમાં સ્થાન મળે એની દુવા કરી..એ કર્યા બાદ નૂર અને હસને માટી હાથમાં લઈ કોફીન પર નાંખી અને દફનાવવાની વિધિ પૂર્ણ કરી.. હસને ત્યારબાદ એ ખાડો પુરી દીધો.
આ વિધિ દરમિયાન ત્યાં આવતાં ગેબી અવાજો વધી રહ્યાં હતાં જેનો મતલબ હતો કે સુદુલા કબીલાનાં જિન હસનની આ વિધિ થી નાખુશ હતાં.. એમનો ગુસ્સો અત્યારે એમનાં ચિત્ર વિચિત્ર અવાજ રૂપે એ વેરાન પ્રદેશમાં તીવ્ર વેગે ગુંજી રહ્યો હતો..એમનો ગુસ્સો શાંત કરવો જરૂરી હતો એટલે હસન બોલ્યો.
"એ સુદુલા કબીલાનાં શક્તિશાળી જિન..હું હસન ઓમર તમારી દીકરી ની દફન વિધિ ને યોગ્ય રીતે પૂર્ણ કરીને એની આત્મા ની મુક્તિની પાક કોશિશ કરી રહ્યો હતો..તમે મારી આ કોશિશ ને સ્વીકારો એવી અભિલાષા..સાથે સાથે રેશમા ને પણ તમારી કેદમાંથી મુક્ત કરો એવી અરજ છે.."
હસન ની વાત સાંભળી જાણે હિંસક પશુઓ ત્રાડ નાંખતા હોય એવો અવાજ સંભળાવવા લાગ્યો..પોતાની આજુબાજુ કોઈ અદ્રશ્ય તાકાતો હોવાનો અહેસાસ નૂર અને હસન કરી રહ્યાં હતાં..એ જિન મળીને કંઈક ચર્ચા કરી રહ્યાં હતાં એ હસન સમજી શકતો હતો પણ શું ચર્ચા કરી રહ્યાં હતાં એ સમજ બહારનું હતું હસન માટે પણ.
એકાએક બધાં અવાજ શાંત થઈ ગયાં.. અને બધું પહેલાંની માફક એક દમ ખામોશ થઈ ગયું..એનો મતલબ હતો કે જિન હવે ગુસ્સે નહોતાં. હસન ની વાત એમને માન્ય રાખી હતી.એ જોઈ નૂર અને હસન બેહદ આનંદિત હતાં.બધું પોતાની મરજી મુજબ થતાં હસન અને નૂર ત્યાંથી બહાર નીકળી કારમાં બેઠાં અને કારને પાછી સોનગઢ તરફ ભગાવી મુકી.
એ લોકો જે મકસદ માટે આવ્યાં હતાં એ બધો મકસદ આજે સંપૂર્ણ થઈ ગયો હોવાની ખુશી એમનાં ચહેરા પર સાફસાફ ઝલકતી હતી..રહમત ગામનું રહસ્ય પણ હસન માટે ઉજાગર થઈ ગયું હતું અને સાથે સાથે એની જોડે હતું જહુરિયત એ આપેલું પુસ્તક ફિતરત-એ-જિન..જેની મદદથી એ ભવિષ્યમાં હજારો લોકોની સેવા કરી શકવાનો હતો.
***
હસન અને નૂર જ્યારે સોનગઢ બિલાલ અહમદ નાં ઘરે પહોંચ્યા ત્યારે સવાર પડી ગઈ હતી..આખી રાત નો થાક અને જિન સાથે થયેલી મુલાકાતથી હસન અને નૂર રીતસરનાં થાકી ગયાં હતાં.
ઘરે આવ્યાં એટલે એમને રાત દરમિયાન જે કંઈપણ બન્યું એ બધું ફાતિમા,નતાશા અને રેશમા ને કહી સંભળાવ્યું..પોતાની દીકરી હવે સહી સલામત છે એ વિચારી ફાતિમા નો હરખ માતો નહોતો..નતાશા પણ હસન ઓમર નાં હેમખેમ પાછા આવતાં ખૂબ ખુશ જણાતી હતી.આ બધાં થી વિપરીત કાસમા એ લોકો તરફ હજુપણ એજ રીતે જોઈ રહી હતી જેમ એ લોકો ત્યાં આવ્યાં ત્યારે એ જોઈ રહી હતી..એ લોકો તરફ જોઈને એ મનોમન બબડી.
"બધું નાટક છે..કોઈ નહીં બચે.."
ફાતિમા અને નતાશા નાં ઘણા સવાલો હતાં જેમકે રહમત ગામ હવે કેવું છે..?? જિન દેખાવે કેવાં હતાં..?? વગેરે.. વગેરે.. જેનાં જવાબ આપતાં આપતાં બપોર પડી ગઈ..ફાતિમા એ સરસ મજાનું જમવાનું બનાવ્યું જે આરોગીને હસન અને નૂર પોતપોતાનાં ઓરડામાં જઈને સુઈ ગયાં.. આખી રાત કરેલી મુસાફરી અને તીવ્ર ભય નાં માહોલમાં પસાર કરેલાં સમયનાં લીધે બંને થોડીવારમાં જ ગાઢ નિંદ્રા માં સુઈ ગયાં.
નૂર તો અત્યારે પોતાનાં ફિયોન્સે આદિલ ને મળવાના સપના જોઈ રહી હતી..જ્યારે હસન ને આજે પોતાની આવડત અને ખુદાની બંદગી ની તાકાત નો અહેસાસ પૂર્ણ ઊંઘ નો અહેસાસ કરાવી રહ્યો હતો..રાત નાં લગભગ આઠ વાગવા આવ્યાં હતાં પણ હજુ હસન ઊંઘ લઈ રહ્યો હતો..અચાનક એનાં કાને ફાતિમા બેગમનો અવાજ સંભળાયો.
"હસન ભાઈ..હસન ભાઈ જાગો..ઈલિયાસ મોમીન નો ફોન હતો.."
ઈલિયાસ મોમીન નું નામ સાંભળી હસન સફાળો બેઠો થઈ ગયો..અને ફાતિમા બેગમ તરફ જોઈને બોલ્યો.
"શું કહેતાં હતાં ઈલિયાસ ભાઈ..બધું ખેરીયત તો છે ને..?"
"ઈલિયાસે કહ્યું કે એની અને એની પત્ની પર સુદુલા કબીલાવાળા જિન દ્વારા હુમલો થયો છે..."ફાતિમા એ કહ્યું.
"સુદુલા કબીલાનાં જિન..મારે ઈલિયાસ ભાઈ ની મદદે જરૂર જવું પડશે.."આટલું કહીને હસન પોતાનાં પલંગમાંથી ઉભો થયો...!!
ઈલિયાસ મોમીન અને એમની પત્ની જહુરિયતે પોતાની જાન ની પરવાહ કર્યા વગર જે રીતે પોતાની મદદ કરી હતી એ મુજબ પોતે પણ એ બંને ની મદદ માટે જરૂર જશે એવું મન હસને બનાવી લીધું હતું..!
***
વધુ આવતાં અંકે.
શું હસન ઈલિયાસ મોમીન ને બચાવી શકશે..?? કાસમા એવું કેમ બોલી રહી હતી કે આ બધું નાટક છે..?? સુદુલા કબીલાનાં જિન નો ગુસ્સો શાંત થઈ ગયો હતો..?? શું સાચેજ શિરીનની આત્માને મુક્તિ મળી ગઈ હતી..?? આ બધાં સવાલોના જવાબ આવતાં ભાગમાં. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.ટૂંક સમયમાં એવી નવી સસ્પેન્સ થ્રિલર નોવેલ લઈને આવીશ જેનું નામ હશે.."હવસ : A Lust Story"
માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..
ડેવિલ: એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ: ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:- the mystry
અધૂરી મુલાકાત
~જતીન. આર. પટેલ (શિવાય)