માનવ ડો. જોશી ને જોઈને માનવ માનસી નો હાથ પરથી પોતાનો હાથ દુર કરે છેં'.
યશ ડૉક્ટર.. હાં.. હુ અહિ છું આમની તબિયત પૂછવા આવ્યો હતો, કેમ કે, સુરેશ અંકલ કામમાં હતાં તો હું આવી ગયો!!!" માનવનાં અવાજ મા ડર દેખાઈ અવતો હતો, ધ્રુજતા અવાજ સાથે જણાવી રહ્યો હતો.
'માનસી પણ ડૉક્ટર નાં આવવાથી જરા છોભિલિ પડી ગઈ હતી'.. એ બીજી બાજું મોઢું ફેરવી ને પોતાના આંસુ લુછવાની કોશિશ કરી રહીં હતી.
" ડૉક્ટર જોશી એ બન્નેની કાર્યપ્રણાલીથી એક વાત નોંધી લીધી હતી કે, બંનેનાં ભાવ એ વાંચી ગયા હતાં, મનમાં એ વિચારવા લાગ્યા કે, માનવ ભલે કાઈ પણ કહેતો હોય પણ અંદરથી એ કાંઇક છુપાવી જ રહ્યો છેં"!!
"ડોક્ટર જોશી વાતાવરણ ને જોઈને બીજુ કાઈ પૂછવું વ્યાજબી ના લાગ્યું અનેં એ માનસી ની નજીક જઇને તેણી તાપસ કરવા લાગ્યા'!!
"માનસી આજે તમારી તબિયત કેવી છેં ? અનેં આજથી તમે જ્યુસ એન્ડ સાદો ખોરાક લઈ શકો છો? અનેં હાં માનસી તમારા ઈન લો ને જણાવી દેજો કે, તમારુ બેબી ઓકે છેં અનેં ત્રણ મહિના એને ઓબ્જરવેંશનમા રાખવું પડશે!!" ડૉક્ટર જોશી માનસીની તાપસ કરીને જણાવી રહ્યા હતા.
ડૉક્ટર ની વાત સાંભળી ને માનસીનાં ચહેરા પર ચિંતા ની રેખાઓ ફરી વળી... મનમાં વિચારવા લાગી કે,મારા ઓપરેશનનો ખર્ચ અનેં મારા બાળકનાં ખર્ચ પાન વધું ઉઠાવવો રહ્યોં, અનેં મારી અવાક આટલા મોટા ખર્ચ ને કેમ કરીને પહોચી વળશે...અનેં ભગવાને મારી એવી હાલાત બનાવી દીધી છેં કે,હું જોબ પર પણ હમણાં નહીં જઇ શકું..માન તુ મારી સામે આવ્યો તો ખરો પણ માનવ મહેતાનું મુખોટૂ પહેરીને".!!...
માનસીની ચિંતા માનવ પારખી ગ્યો હતો, ડૉક્ટર જાય પછી માનસી પાસે તેનાં હસબન્ડ ની વાત જાણવા માંગતો હતો.
ડૉક્ટર માનસી સાથે બેસીને તેનાં બાળકની તબિયત અનેં બીજું બાળક કેવી રીતે નાં બચાવી શકાયું એ વિશે ચર્ચા કરી રહ્યા હતા.. ડોક્ટરની વાતથી માનસીની આંખમાં પાણી હતાં.
"જૂવો માનસી આમ તો હું ફેમિલી જોડે જ બધી ચર્ચા કરુ છું પણ અત્યારે તમારુ નજીકનું વ્યક્તિ કોઈ નથી એટલે મારે તમને જ જણાવવું પડશે"!!! ડૉક્ટર જોશી માનસી ને કહેતાં હતાં પણ એક તિરછી નજર માનવ ઉપર પણ કરી લીધી હતી.માનવ એ નજર જોઈને થોડો ખચકાટ અનુભવ્યો હતો .
" માનસી હુ જે કહેવા જઈ રહ્યો છું તેં તમે કઠણ હ્રદયથી સ્વીકારી લેશો એ હુ માનુ છું તમે એક સટ્રોન્ગ ગર્લ લાગો છો ,તમારા જેવી હોશિયાર વ્યક્તિ આ વાત સમજી લેશે."
બટ ડૉક્ટર તમે કહેવા શું માંગો છો આમ ગોળ ગોળ વાત ગુમાવવાનો કોઈ અર્થ નથી અનેં તમને હુ એમ પણ જણાવી દવું છું હુ કોઈ બિચારી કે લાચાર નથી!! હુ હોસ્પિટલ નું જે પાન બિલ થાય એ હુ ચૂકવી દઈશ ...હુ મારો અનેં મારા બાળક નો બધો ખર્ચ ચૂકવી આપીશ."!!! માનસી પોતાની વાત કરતાં કરતાં વ્યંગ ભરી નજર એ માનવ તરફ માંડી લેતી હતી.
ઓકે... ઍસ યોર ચૉઈસ..પણ મારે ઓપરેશન માટે જવું છેં તો હુ મારી વાત તમને જણાવી દવું તો સારુ...!!
વાત જરા એવી છેં કે...માનસી તમારે આ બાળક સાથે પુરી જીદગી કાઢવી પડશે.. કેમ કે પડી જવાથી અંદર ની ઈજાઓ એવી થયેલી છેં જેનાં કારણે તમે ફરી મા નહીં બની શકો..!!
"ઓકે... તો તમે તમારી જાતને સંભાળી લેશો એવી આશા રાખીને જવું છું." મારે ઓપરેશન કરવા જવાનું છે તો હું જવું છું .."
ડૉક્ટર બાહર નીકળતા એક નજર માનવ સામે કરે છેં .માનવ ની આંખ મા આંસુ હતાં.
ડો.જોશી બહાર નીકળીને વિચારવા લાગ્યા..માનવ મહેતા ભલે મારી આગળ ખોટું બોલ્યો હોય પણ ...એની આંખો નાં આંસુ જુદું જ કહી રહ્યાં હતાં..
" ડૉક્ટરનાં બાહર ગયા પછી તરત માનવ માનસી પાસે જઇને ગળે વળગી રહ્યો...માનસી ની આંખો આંસુઓથી નીતરી રહી હતી.."!!
માનવ હંમેશા મારી સાથે જ આવુ કેમ થાય છેં ..કેમ માનવ ...કેમ માનવ!! તુ મને મુકી ને એકલી મુકીને ચાલ્યો ગ્યો ને..!! માનસી રડતી રહીં હતી.
માનવ માનસીને શાંત રાખી ને પાણી પીવડાવી રહ્યો હતો.
" માનવ હું ઓકે છું તું હવે જઇ શકે છે?? માનસી માનવ પોતાનાથી દુર કરવાની કોશિશ કરી રહી હતી.એ નહોતી ઇચ્છતી કે, મોટા બિઝનેસ મેન નો છોકરો આમ છોકરી સાથે રહે. "
માનસી તું મને તારી સચ્ચાઈ નહીં જણાવી દે ત્યાં સુધી હું ક્યાંય જવાનો નથી ઓકે...!! માનવ હુકમ છોડતા બોલી રહ્યો હાતો.
ઓકે... તો તું સાંભળતો જા...મારી સચ્ચાઈ.. .
માનવ તુ મને મુકી ને ગયૉ ત્યારે મારી લાઈફ બહુ સૂની પડી ગઈ હતી.. અરમાનો બધાં વિખેરાઈ ગયા હતાં.ત્યાંરે એ અરમાનો ને જગાડવા એક વ્યક્તિ મારી જીદગીમા આવ્યુ અનેં એ પણ મને તારા જેમ મારા જીસ્મ ને છુંદી ને ચાલ્યો ગયો.
એ કદી પાછો ફર્યો જ નહીં..એની નિશાની આજે તારી આગળ છેં ..બહુ કોંશિશ કરી બાળકને આ દુનિયામાં નાં લાવવાની પણ કુદરત તૈયાર નાં થયી...અમુક પ્રોબલેમ ને કારણે બાળકને દુનિયામાં લાવવું જ હતુ.એમ નાં થાત તો આજે કદાચ આ માનસી તારી સામે જીવતી નાં હૉત...!!
"માટે મારે આ દુનિયા મા બાળક સાથે જીવવા માટે એક ખોટી કહાની બનાવી પડી હતી...મારા બાળક નો કોઈ બાપ નથી.. એજ સચ્ચાઈ છેં માનવ મહેતા..!!!!"
"માનસી ની વાત થી માનવ અંજાઈ ગયો... માનસી ઉપર ઘણી દયા આવવા લાગી...એને પોતાની જાત ઉપર ગુસ્સો આવવા લાગ્યો કે..કાશ હુ માનસી ને મુકી ને નાં ગયો હોત તો આજે માનસી ની આવી હાલત ના બની હૉત...'
'માનસી મનમાં બોલી ...sorry માનવ ..મારા કારણે આ દુનિયા મા તારા પરિવારથી હુ તને દુર કરવા નથી માંગતી.અનેં જો મીડિયા મા ખબર પડી ગઈ કે..હુ કુંવારે તારા બાળકની મા બની છું તો મારા મોમ ડેડ જીવતાં જ મરી જશે.." સોરી માનવ.
માનવ માનસી ને કાંઇક જાણવા જાય એ પેહેલા જ તેનાં મોબાઇલ મા રિંગ વાગી..જોયું તો ધીરજ મહેતા નો કૉલ હતો..જલ્દીથી રિસીવ કરી લીધો.
"હેલો ...ડેડ.."!!!
"માનસી હુ તને રાતે આવી ને મળું છું મારે અરજેન્ટ જવું પડશે.. મોમ ની તબિયત બગડી છેં તો ..." હુ તને રાતે આવીશ મળવા માટે..અનેં હાં.. તું હોસ્પિટલ નાં ખર્ચ વિશે ચિંતા નાં કરીશ ઓકે ..હું જોઇ લઈશ.."
" માનવ ઉતાવળમા બધુ કહી ને નીકળી જ ગયો.. માનસી નો જવાબ સાંભળ્યા વગર..."
*
રાજ અનેં નેહા બાહર જઇને આવ્યાં હતાં..માનસી પાસે બેસીને તેને જમાડી રહ્યાં હતાં..
માનસી જમીને નેહા ને ડોક્ટરે જે કાંઇ પણ જણાવ્યું હતું એ બધું કહી દીધું. માનસીની વાત સાંભળી ને નેહાને પણ થોડું અંદરથી લાગી આવ્યું કેમ કે..એ પણ એક સ્ત્રી હતી.
રાજ આ બધું સાંભળી રહ્યો હતો.
"માનસી...તેં માન ને સચ્ચાઈ જણાવી કે, આ એનું બાળક છેં ...!??" નેહા માનસી પાસે માનવ સાથે જે કાંઈ પણ વાત થયી હતી તેં જાણવા માંગતી હતી."
માનસી એ માનવ સાથે થયેલી દરેક વાત નેહા ને કહી દીધી અનેં એ પણ જણાવી દીધું કે..માનવ આગળ આ બાળક વિશે પોતે ખોટું બોલી હતી.
'બન્ને વાતો વાતોમાં એ ભૂલી ગઈ હતી કે સામેની બાજુએ રાજ ન્યૂઝપેપર વાંચી રહ્યો છે..'
બન્ને ની વાતો સાંભળીને રાજ વિચારવા લાગ્યો કે..આમ કેમ બની શકે!! મારે નેહા પાસે બેસીને આના વિશે ચર્ચા કરવી જ પડશે..!!
નેહાને અંદાજ આવી ગયો કે..રાજ પણ અહિ છેં તો આ વાત માનવ સુધી પહોંચતા વાર નહીં લાગે અનેં વાત બદલવાની કોશિશ કરે છેં.
" માનસી તેં જે કર્યું યે યોગ્ય છેં ..તુ બધું હમણાં ભૂલી જા ,તું એકવાર સાજી થયી જા પછી બધું વિચારીશું કે આગળ કેવા પગલાં લેવા."!
" ઓકે... નેહા તું સાચું જ કહે છે"! 'માનસી'.
અનેં હા...માનસી મે ઓફિસે કૉલ કરી ને તારી તબિયતનું જણાવી દીધું છેં , અનેં સર આપણાં કામથી આમ પણ ગણા ખુશ છેં તો એમને તારી તબિયત ઉપર ધ્યાન આપવાનું કીધું છેં! ઓકે... તું રેડી થઈ જા પછી આપણે પુના ચાલ્યા જઇશું.." નેહા.
રાજ બાહર નીકળી જાય છેં ,અનેં માનસી આરામ કરે છેં.નેહા પણ રૂમની બાહર જલદી જલદી નીકળે છેં રાજ સાથે વાત કરવા માટે.
રાજ લિફ્ટથી નીચે ઉતરે છેં અનેં નેહા...દાદરા ના પગથિયાં ગતિથી ઉતરી જાય છેં.
રાજ ને બાહર હોસ્પિટલના મેન ગેટ પાસે નેહા ઉભો રાખે છેં ...
"પાછળથી પોતાના નામનો અવાજ સાંભળીને એ પણ ઊભો રહી જાય છે! પાછળ ફરીને જુવે છેં તો નેહા હોય છેં."
તમે મારો પીછો કેમ કરી રહ્યાં છો??? આઇ થિંક હું ખોટું નાં વિચારું તો હું ગમવા તો નથી લાગ્યો ને.." રાજ મજાક મા નેહા સામું જોઈને બોલી રહ્યોં હતો.
નેહા રાજ સાથે થોડો સમય સાથે હતી તો એ સમજી જ ગયી હતી કે,રાજનો સ્વભાવ મજાકીયો છેં...એને પણ રાજની વાત મજાક મા ઉડાવી દીધી. ..પછી મનમાં વિચારવા લાગી કે..સો કયુટ છેં રાજ.
" ઓકે... રાજ હમણાં મજાક નાં કર ..મારે તારી સાથે જરુરી વાત કરવી છે અનેં કદાચ તું પણ જાણતો જ હોઈશ કે હુ શું વાત કરવા માટે આવી છું." નેહા.
"યસ ..હું જાણું જ છું કે તમે માનવ સર ની જ વાત કરવાનાં છો અનેં હુ પણ જાણવા જ માંગું છું કે..માનસી અનેં માનવસર વચ્ચે શું સબંધ છેં અનેં આ માનસીનાં બાળકનાં પિતા માનવસર છેં..".!! રાજ.
હા...મારી સાથે આવીશ મારે બધીજ ચર્ચા કરવી છે તારી પાસે ..આમ પણ માનસી માનવ ને બાળક ની સચ્ચાઈ નહીં જણાવે હું એને ઓળખું છું ને...એ માનવ અનેં તેનાં પરિવાર ને પોતાના મા બાપ નું વિચારી ને એ ક્યારે પણ નહીં જણાવે..
મને તારી મદદની જરૂર છેં જેથી માનવ માનસી ને સ્વીકારી લે અનેં એની જીંદગી બચાવી લે...
રાજ તુ એક પુરુષ છે એટ્લે કદાચ નહીં સમજી શકે કે, એક સ્ત્રી નું કુંવારે મા બની ને આખી જિંદગી જીવવું કેટલું મુશ્કેલ છેં ...માનસી ભલે અત્યારે બધાનું વિચારતી પણ કાલ ઉઠી ને એ બાળકને પિતાનું નામ નહીં આપી શકે અનેં એ બાળક બાપ વગરની ગુમનામ શોધમાં સમાજ આગળ પીન્ખાઇ જશે..
નેહા ની આંખ વાત કરતાં જરા ભીની થઈ ગઈ હતી ...
" નેહા આમ રડવાથી કાંઇ નહીં વળે...એનાં માટે સોલ્યુશન શોધવા પડે..!!" એનાં માટે શાંતિથી વિચારીને કામ કરવું પડશે!! જો લોકોને ખબર પડી કે..માનસી કુંવારી મા બની છેં તો એને અહી જીવવું લોકો મુશ્કેલ બનાવી દેશે..એટ્લે તમે જૂની જ સચ્ચાઈ બધાની સામે રાખજો કે, માનસી નો પતિ આર્મી ઓફિસર છેં"... રાજ નેહા તરફ જુદી લાગણી સભર જોવે છેં !
" હા...રાજ તુ સાચું જ કહે છે...પણ હુ તને માનસી અનેં માનવના પ્રેમની દરેક વાત તને જણાવી દવૂ તો રસ્તો શોધી શકવામાં મારી મદદ કરી શકે.."!! નેહા
" હાં... નેહા તું મને કહી શકે છેં હુ આ વાત મારા હ્રદયના એક ખૂણામાં સમેટી ને મુકી દઈશ...એટલો વિશ્વાસ રાખી ને તું તારી વાત મારા સમક્ષ મુકી શકે છેં"!. રાજ.
"હાં... રાજ..મને તારી જરૂર છેં માનસી અનેં માનવને એક કરવા માટે.. એક તુ જ એવું વ્યક્તિ છેં જેનાં ઉપર વિશ્વાસ કરી શકાય.."!! નેહા
નેહા...એ બધુ તો ઠીક છેં પણ.. એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે..માનવ એક ટોપ બિઝનેસમેન નો સન છે, કેમ કે, મીડિયા સુધી માનવની વાત પહોંચતા સમય નહીં લાગે.અનેં આ હોસ્પિટલમાં કોઈક માનવ ને આવતાં જતા જોઇ ગયું તો વાતનાં જડ લોકો પહોચી જ જશે..અનેં ખોટી અફાઓમા માનસીની બદનામી થયી જશે..માનવ તો બચી જશે એ રહ્યો ઇન્ડિયાનાં ઉંચા ખાનદાન નો નબીરો.." રાજ.
" યસ રાજ..યુ આર રાઈટ..." નેહા
' નેહા..હોસ્પિટલનાં ગાર્ડન એરિયા મા રાજ ને લઇ જાય છેં અનેં ત્યાં..બધીજ માનવ માનસી નાં પ્રેમની વાત રાજ ને કરે છેં..'!!
રાજ બધું સાંભળી ને માનસી ઉપર ગર્વ અનુભવવા લાગ્યો..અનેં કહેવા લાગ્યો કે માનસી કેટલી સટ્રોન્ગ ગર્લ છેં!! આટલું બધું જીવનમા વીતવા છતાં આજ એનાં સામે આટલી સરસ જીદગી પડી છેં તો પણ એ માનવ નાં પરિવાર અનેં માનવનું વિચારે છેં...વાઓ.. આને કહેવાય..એક સ્ત્રી નો ત્યાગ..
" ઓ ...હેલો..રાજ તુ શેના વિચારોમાં ખોવાઇ ગયો..?? નેહા રાજ આગળ ચપટી વગાડી ને વિચારોમાંથી બાહર લાવવાની કોશિશ કરે છે.."
"બસ કાઈ નહીં.. નેહા..માનવ ને એનાં બાળક ની જાણ થયી જશે તો એ માનસી ને સ્વીકારી જ લેશે એની તો મને ખબર જ છેં, એની આંખમાં આજે પણ એનાં માટે પ્રેમ છે જ." રાજ.
" હા...રાજ.." નેહા
" પણ નેહા જો.માનવને જાણ થઈ ગઈ તો માનવ માનસીને સ્વીકારી લેશે એ તો નક્કી જ છે પણ જો મીડિયામાં જાણ થયી કે માનસી કુંવારી મા છેં અનેં તો મીડિયા ખોટી અફાઓ
ફેલાવી ને માનસીની સાથે સાથે તેનાં મા બાપ જીવાત જ મરી જશે... એ ખોટી અફાઓ સહન નહીં કરી શકે.. માટે લોકો સાચી વાત કરતાં ખોટી વાત તરફ વધું આકર્ષાય છેં" રાજ.
" હા...રાજ તારી વાત એક્દમ સાચી છેં", પણ રાજ હવે આગળ શું કરવું છે" નેહા.
" એ હુ તને કાલ આવી ને જણાવીશ ..ત્યાં સુધી વિચારવાનો સમય આપ ઓકે.. ચાલ હુ નીકળું છું મારે ઓફીસ જવાનું છે તો.."
*
માનવ હોસ્પિટલમાં માનસી ને રાત્રે મળવા માટે આવે છેં ...પણ નેહા માનવ ને બહારથી જ મોકલી દે છે ,અનેં માનવ ને કહે છેં કે માનસી માંડ અત્યારે સૂતી છેં તો એ તને જોઈને શાંતિ થી ઊંગ નહીં કરી શકે.. એમ બહાનું બતાવી ને માનવ ને રવાનો કરી દે છે.
આ તરફ માનસી ..માનવ અનેં બાળક નાં વિચારો વચ્ચે ઊંડી ઊંગમા સરી પડે છે.
માનવ ઘરે આવીને માનસીનાં વિચારો એને સુવા આપતાં નથી ...
રાજ ...માનસી અનેં માનવને લોકોની નજરથી બચાવી ને એક કેમ કરવા એની મથામણ મા સૂતો હતો...
નેહા...રાજ કાલે શુ પ્લાન બનાવીને આવવાનો છેં એની ચિંતા મા આંખો ગેરાઇ રહીં હતી....
*
માનવ હવે આગળ શું કદમ ભરશે ?? રાજ નો પ્લાન શું હશે અનેં એ પ્લાન સક્સેસ થશે?!!
જાણવા વાંચતા રહો..
પ્રેમની પરિભાષા
વધું આવતાં અંકે..
thank you.. મારા વાંચક મિત્રો..