તું કેટલો સસ્તો થઈ ગયો,
તું રૂ થીયે હલકો થઇ ગયો.
મુકો લપ,છોડો ઝફા, મારા બાપને કેટલા ટકા?
"એમાં મારું શું જાય છે !" કહેતા એમ;
અન્યાય સહેતો થઇ ગયો,
તું કેટલો સસ્તો થઈ ગયો,
તું રૂ થીયે હલકો થઇ ગયો.
પૈસા,પૈસા,પૈસા,પૈસા!
સુખ ઐસા દુસરા કૈસા?
નાદમાં એ;
પોતાનાથી પરાયો થઇ ગયો,
તું કેટલો સસ્તો થઈ ગયો,
તું રૂ થીયે હલકો થઇ ગયો.
હાજી સા'બ,નાજી સા'બ,સારું લાગે તે કરો સા'બ!
ઢીલો બને,વિલો બને,પણ ના સિંહ સમ ત્રાડ કરે,
'ને, બીકણ બકરો થઇ થઇ ગયો.
તું કેટલો સસ્તો થઈ ગયો,
તું રૂ થીયે હલકો થઇ ગયો.
કરે મન પ્રપંચ, પ્રમાદ 'ને થાય ઉન્મત,
બુદ્ધિ સમજાવે, પણ તું થાય ના સંમંત,
'ને મનનો ગુલામ થઇ ગયો.
તું કેટલો સસ્તો થઇ ગયો,
તું રૂ થીયે હલકો થઇ ગયો.
----
તું સાહેબ, તું સાહેબ, તું સાહેબ મેરા,
મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા.
ઘણા સમય પહેલા આ પંક્તિઓ સાંભળી છે, કોણે લખી એ ખબર નથી. આ પંક્તિઓ ભક્ત ભગવાન માટે બોલે છે. પણ ઘણાં ને આ લાગુ પડે છે, ભક્ત ન હોવા છતાં.
નિશાળ હોય કે નોકરી હોય બધે જ ગુલામ બનાવવાની પ્રક્રિયા નિરંતર શરૂ છે. નાનપણથી જ ઘેટાં બનાવાનો ડેલીબરેટ એફફોર્ટ થાય છે. તમારા વિચારો, કાર્યક્ષમતા રચનાત્મકતા ના રસ્તે વળે એનું નહીં પણ એ વાત નું ખાસમખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તમે ગુલામી માનસિકતાના બનો છો કે નહીં. તમે ઘેટાં ની જેમ બુદ્ધિ ચલાવ્યા વિના ડોકું ધુણાવતા, હાજી સાહેબ!, નાજી સાહેબ ! બોલો છો કે નહીં.
તમારા સ્વતંત્ર વિચારનો અને બુદ્ધિનો ઉપયોગ કરો જ નહીં એની ખૂબ જ દક્ષતાપૂર્વક ચીવટ રાખવામાં આવે છે. (By hook or crook !!). પ્રાઇવેટ સેકટરમાં તો નવા વિચારવાળા ને અપ્રિસીએશન મળે એટલે એમાં એ પ્રશ્ન ઓછો હોય, પણ સરકારી નોકરીમાં તો ક્યારેક અધિકારીને એવું અભિમાન હોય કે સામાન્ય કર્મચારીની વાત માને જ નહિં. બિચારો કોઈ નવું કરવા ગયો એટલે મર્યો !
મોટાભાગની નોકરી પછી તે પ્રાઇવેટ હોય કે સરકારી, શામ અને દામ તો option જ નથી હોતા, માત્ર દંડ અને ભેદ ની જ નીતિ અમલમાં મુકાય છે. નાનપણથી જ દંડ નો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે બધા બિલાડીના બચ્ચા બની ગયા છે અને એ એટલી હદે લોહીમાં વણાઈ ગયો છે કે નોકરીમાં એને દંડ નો ડર બતાવે એટલે આપોઆપ એ ભેદ નીતિનો શિકાર બની જાય.
.....અને પછી ફરી શરૂ થાય અંગ્રેજોની (કે પછી આપણી જ!!???) divide and rule ની નીતિ. જે 'Boss' હોય એ કોઈ એક ને દંડ ની નીતિ દેખાડી સહકર્મચારીઓ માં ભેદ નીતિનો સફળ પ્રયોગ કરે!!
બધા કહે છે કે લોકશાહી આવી ગઈ છે. પણ ના! હજુ રાજાશાહી જ છે. માત્ર શબ્દો બદલાયા છે,ભાવ તો એ જ છે.
રાજાશાહી - "king can do no wrong"
લોકશાહી - "boss is always right" (વાંચો Boss = નેતા, હેડ, ઓફિસર, વગેરે. ?)
.."we, the pet (sorry ! People )" ?
આનાથી વાંધો દરેકને છે, પણ કોઈને તકલીફ નથી ઉઠાવવી. નિશાળમાં હોય ત્યારે સમજી શકાય કે એ ઉમરમાં દરેક પાસે બળવો કરવાની તાકાત ન હોય, પણ નોકરીમાં તો એ પડઘો પડવો જોઈએ. મુહફટ બોલવાનું કે કોઈનું અપમાન કરવાની વાત નથી, પણ સ્વામાન માટે થોડો તો અવાજ ઊંચો રાખવો પડશે. ક્યારેક વ્યક્તિગત પરિસ્થિતિઓ એવી હોય છે કે વ્યક્તિ જાતે સ્વામાનને ગીરવે મુકવા તૈયાર થઈ જાય છે. પણ દરેક માટે તો આવું નથી હોતું. કોઈક તો હોય જે પડકાર ફેંકી શકે. પણ આવો કોઈ પડકાર ફેંકતું હોય ત્યારેય પાછળથી છુરો ભોંકવાવાળા હોય છે. જે યેનકેન પ્રકારે પોતાની ખુરશી સાંભળી રાખવા માંગે છે. દર પાંચ વર્ષે પોલિટીશયનોને ગાળો ભાંડવાવાળા પોતાની ઓફિસમાં આવું જ પોલિટિક્સ રમતાં હોય છે.
કમસેકમ આ તો ન કરીએ. કોઈ આપણાં માટે અવાજ ઉઠાવે છે તો સપોર્ટ ન કરીએ તો પણ નડીએ નહિ તોય એ સપોર્ટ જ છે!
કદાચ આપણે સંપૂર્ણ ફોલૉ ન કરી શકીએ તો કંઈ નહિ, પણ નવી પેઢી ને તો એ શીખવીએ. પણ એના માટેય ક્યારેક એવું થાય કે, 'કૂવામાં હોય તો હવાડામાં આવે ને'!
તો એના માટે એટલું જ કહી શકાય કે,
"જો ભૂરા ! વટ થી જીવવું હોય તો ,તકલીફ તો રે'વાની !" ?