ક્રમશ:(ભાગ_૯)
શું આજ મારી મોનીકા નહી હોયને
ના,ના આ મારી મોનીકાનો હોય શકે.
જો તે પાછી આવવાની હોય તો મને જાણ કરેજ.મારા મનમાં વમળ ઘડીક આમ તો ઘડીક આમ ચાલતું હતું.
ચિરાગ,મુકુન્દ,સંદિપ,હેતવી,કેશા,ડીમ્પલ પણ મારી સામું નજર કરી રહ્યા હતા.
કેમકે તે મોનીકાને સારી રીતે જાણતા હતા
મુકુન્દે તો મને પુછી પણ લીધું કલ્પેશ આ બધુ શું છે.પણ, મને હા બધુ શું થઈ રહ્યું છે તે ગતગમત સુજતી ન હતી.
અમારો કલાસ થોડી જ વારમાં પુરો થયો
હું બહાર નીકળ્યો પણ સોનલનો ચેહરો મારી સામેથી હટતો ન હતો.
કહેવાય છે ને કે.......
"તીર મારવા અમને બાણની જરુર નથી
પ્રેમ બાણ રુપી તારી આંખો જ કાફી છે
ડુબવુ હોઈ અમને , તો દરિયામાં નઈ
સાગર જેવી ગેહરી તારી આંખો જ કાફી છે"
કંઈક તો સોનલમા હતું જે મને તેના તરફ લઈ જતુ હતું તેની બોલવાની રીત લોકો ડી્પ્રશનમા બોલતા હોય છે પણ સોનલ પહેલી વાર કલાસમા આવી હોય તેવું લાગતું જ નોહતુ .પણ, મને એક જ વાત સમજાતી ન હતીજો તે મોનીકા હોય તો મને બોલાવે જ
જેમણે જન્મ જન્મ સુધી સાથે રહેવાની ચૌગન લીધી હોય તે મારી પાસે આવી ને મને જ ન બોલાવે..!!!
તે શક્ય નથી..!!!
અાજ સોમવાર મટીને મંગળવાર થયો હતો સુયઁના કિરણ પહેલા થોડી કસરત કરી હું થોડીવારમા જ તૈયાર થય ગયો.આજ મારો કોલેજનો બીજો દિવસ હતો સોનલ આવ્યા પછીનો.હું આજ સોનલને મળવા તત્પર હતો
તેની સાથે ગુપચુપ વાતો કરવા માંગતો હતો
પણ , હુ અચકાતો હતો..!!
શું એ મારી મોનીકા નહી હોય તો..!!!
કોલેજના દાદર ચડી હું કોલેજમા આવ્યો મારી સામે જ કોઈ સર જોડે વાત કરી રહ્યું હતું .તે કોઈ બીજું નહી પણ સોનલ જ હતી
સોનલ મારી સામે જોયું કાલની જેમ જ હળવી સ્માઈલ મને આપી.તે એક સ્માઈલમા એટલી નાદાની હતી કે દુનિયાની બધી જ ખુશી તેની સામે ફીકી પડે.પણ આ સ્માઈલે મારુ દિલ ધબકતું કરી દીધું હતું આ જ.
પ્રાથઁના પતાવી હું કલાસ તરફ જવા રવાના થયો કલાસમા પગ મુક્તા જ સોનલે મારી તરફ ફરીને જોયું મારુ ધ્યાન પણ તેની તરફ ગયું આંખો કલાસ મારી તરફ જોય રહ્યો હતો ને હું સોનલ તરફ જોય રહ્યો હતો.
મને ખબર જ ન હતી કે મે કલાસમા પ્રવેશ કરી લીધો છે.હું સોનલ સામે એકી ટચે જોય રહ્યો હતો.પણ, એ તો એક વખત મારી સામે જોયને વાતમાં મશગૂલ બની ગઈ હતી
પણ, તેની ગાલની ટીલડી મને વારી ગઈ હતી.ખબર નહી મને શું થઈ ગયું હતું બસ તેની સામે જ જોવાનું મન થઈ જતુ હતું .
મારુ હાટઁ જાણે ઘડીભર બંધ થઈ ગયું હોય એવું લાગતું હતું .મારુ ગળું પણ ચુકાઈ ગયું હતું .ઘડીભર તો મને એવું લાગ્યું કે હુ આ દુનિયામાં જ નથી.સંદિપ મને ટોક્યો પણ મારુ ધ્યાન સોનલ સામે જ હતું .સંદિપનો અવાજ સાંભળી સોનલે પણ મારી સામે એક વાર નજર કરી.મે પણ સોનલ સામે જોયું
અમારી નજર એકબીજાને મળીને મે આંખ નીચે કરી.હું સોનલ સામે જોય શકયો નહી.
હું સોનલને થોડીવાર ભુલી ચિરાગ અને મુકુન્દ પાસેની ખાલી જગ્યા પર બેઠો .
અમારે આજે બે જ લેકચર હતા પછીના લેકચર ફી્ હતો.બે લેકચર પતાવી હું લાઈબ્રરેરીમા છાપું વાસવા માટે ગયો.
મને છાપાનુ પહેલું પાનું વાસવું કદી ગમતું નથી કેમકે તેમા હારના જ સમાચાર હોય છે.
હું પહેલું પાનું હમેશા સ્પોટઁનુ ખોલીને વાંચું
તેમા હમેશા જીતના સમાચાર હોય છે.
હું છાપું વાંચી રહ્યો હતો ત્યા જ સોનલ, કેશાને ડીમ્પલ આવી.
ડીમ્પલ મારી પાસે આવી કહ્યું શું વાંચે છે કલ્પેશ ?મે હળવે રહીને કહ્યું છાપું ..
ત્યાં તો જાણે આકાશ માથી વિજળી પડી હોય તેમ સોનલ બોલી .ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યુ .
મે સંકોશ રાખ્યા વગર કહ્યું તમને પણ સ્પોટઁમા રસ છે
હા કેમનો હોય..!!
હું તો મારા ઘરે બધી જ મેચ જોવ છુ .
સારી વાત કહેવાય...
મને પણ મેચ જોવાનો રસ પણ તમારી જેટલો નહી..!!મે થોડી હસી મજાક કરી
જોવી પડી આનંદ મળે પણ મારી જેમ નવરા ઘરે હોય તો જ નકર નહી.
નાનકડી સ્માઈલ આપી ડીમ્પલ અને કેશા સાથે કલાસમા ચાલી ગઈ.
મે પણ આજ તેને નાનકડી સ્માઈલ આપી.
વાત પરથી મને લાગ્યું કે આ મારી મોનીકા નથી પણ મોનીકાની યાદ સતાવતી હતી.
ભલે સોનલ મોનીકા ન હોય પણ સોનલ જરુર મોનીકાની યાદ મીટાવશે..
હું સોનલને પામી મોનીકાની યાદ મીટાવવા માંગતો હતો...
ઈશ્વરે કેવું સજઁન કર્યું છે એક સરખા બે ચેહરા હું ઈશ્વરને મીત્ર માનું છુ .
જો તમારી કોઈ મદદ કરનાર હોય તો એ તમારો મિત્ર છે.તો ઈશ્વર તમારો મિત્ર થયોને તેમણે જ મારી મદદ કરી..!!
હા" કેમ નહી
શું ઈશ્વરે મારા માટે આ સોનલને સજઁન કર્યું હશે..
હા" કેમ નહી..!!મને કોઈ આજ અંદરથી જવાબ આપી રહ્યું હતું .
ઈશ્વરે તો તેનું કામ પુરુ કરી દીધું .પણ મારે મારુ કામ કરવાનું હજી બાકી હતું.
મારે તો મારી મોનીકા પાછી લાવવાની હતી હું શા માટે ડરુ.પણ આ તો જિંદગી છે કયારેક હાર તો કયારેક જીત થયા રાખે પણ આ તો પ્રેમની હાર જીતની વાત છે.
"મારી આંખોમાં તેનું મુખડું રમે છે
મારી આંખોમાં એમનું સપનું રમે છે
મારી આંખોમાં તેની ત્રણ ટીલડી રમે છે
કદાસ"
હું પ્રેમની બાજી હારી જાવ
પણ હાર્યો જુગારી જ બમણું રમે છે
તેમને કોણ કહે..."
...................................ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)