Manasvi - 13 in Gujarati Fiction Stories by Well Wisher Women books and stories PDF | મનસ્વી - ૧૩

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મનસ્વી - ૧૩

મનસ્વી ૧૩

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

સ્વાતિ એમ. શાહ

ડાર્લિગ, તૈયાર છું ને! બસ દસ મિનિટમાં પહોંચ્યો.” મોબાઈલની રીંગ વાગતાં વિચારોમાં ખોવાયેલી મનસ્વીના કાનને આજેડાર્લિંગશબ્દ ખૂંચ્યો. મનમાં વિચારોનું ઘમસાણ ચાલતું હતું મનસ્વીને અંતરમનનો એક અવાજ જાણે સંભળાયો, મનસ્વી, હમણાં સાગર સાથે એકદમ નોર્મલ રહે. જીવનને કયો વળાંક આપવો તે સમય આવે નક્કી કરજે.” એણે મોબાઇલમાં એને ગમતું રીલેક્સેશન મ્યુઝિક સેટ કર્યું અને સાગરના આવવાની રાહ જોતી બેઠી.

સ્તુતિ ભાઈને ત્યાં રોકાવાની હતી એટલે થોડી શાંતિ હતી. વારંવાર એની નજર સમક્ષ સાગરનો ભોળો ચહેરો આવતો અને ઘડીકમાં મિત્ર સાથે હોટલમાં બેઠેલા સાગરનો લુચ્ચો ચહેરો... “ મારે સ્તુતિના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ હું તો કંઈ પણ સહી લઈશ.” મનસ્વી આમ સ્વગત બોલતી હતી ત્યાં તો સાગરની ગાડીના વાગેલા હોર્ને એના વિચારને બ્રેક મારી. સાગર ગાડીમાંથી ઉતર્યો. હું તૈયાર થઈ જાઉં. બ્યુટીક્વિનની સાથે જવાનું છે! ને આંખ મિચકારી અને મનસ્વીને એક ફ્લાઇંગ કિસ આપીને અંદર જતો રહ્યો. ગઈ કાલ સુધી સાગરના આવા વાક્યોથી હરખાઈ શરમાઇ જતી મનસ્વી આજે હસી શકી. ફરી વિચારમાળા શરૂ થઈ. સ્તુતિનું ભવિષ્ય.... થોડીવારે સાગર બહાર આવ્યો. શેરવાની-ચૂડીદારમાં નબીરો રૂપાળો લાગતો હતો. “ હાય બ્યુટીફૂલ, ચાલો આવી જાવ ગરીબની બાજુમાં.” બોલતાં સાગરે મનસ્વીને માટે ગાડીનો દરવાજો ખોલ્યો. મનસ્વી મનમાં બબડી, સાચે, આચાર અને વિચારથી સાગર ગરીબ છે.” નાટક શરુ થવાના સમયને હજી વાર હતી એટલે સાગર જરા ગાડી ધીમી ચલાવતો અને સાથે વચ્ચે વચ્ચે મનસ્વીની કપાળે ઝૂલતી વાળની લટ સાથે રમત કરી લેતો હતો. ક્યા તેરી ઝૂલ્ફે હૈ...’ ગીત ગાઈ લેતો હતો. મનસ્વી સ્તુતિના ભવિષ્યના વિચારમાં ખોવાયેલી હતી. સાગરને પોતાની મસ્તીમાં મનસ્વી સાથે છે તો સાથે નથી નો ખ્યાલ આવી જાય તેવી સજાગતા મનસ્વીએ કેળવી લીધી હતી.

***

રાતના વહેલાં ઉંઘી જવાની ટેવવાળા મલયની ઊંઘ આજે વેરણ બની હતી. મનસ્વીનો ચહેરો વારંવાર નજર સામે આવ્યા કરતો હતો. “ક્યાં પહેલાંની મનસ્વી અને કયાં આજની... પહેલાં તો નાની નાની વાતોમાં મારી પાસે દોડી આવતી મનસ્વી જિંદગીના કયા મોડ પર પહોંચી ગઈ છે! કેમ કરી મનસ્વીને સાગરના ચુંગાલમાંથી કાઢવી!” મલય બડબડાટ કરતો પડખાં ઘસતો રહ્યો.

***

મનસ્વી નાટકમાં સાગરની સાથે બેઠી તો ખરી પણ આંખ સામે નાટકની જગ્યાએ સાગરની ઓળખાણ થઇ ત્યારથી અત્યાર સુધીના એણે ભજવેલાં દ્રશ્યો આંખ સામે ચાલતાં રહ્યાં. નાટકમાં ઈન્ટરવલ દરમ્યાન મનસ્વીએ પાછી સજ્જતા ધારણ કરી મનમાં પ્લાન કરી લીધો કે કાલે સ્તુતિને લેવા જશે ત્યારે નિકુંજભાઈ અને ભાભી સાથે વિગતે વાત કરશે. નાટકનો શો પૂરો થયા પછી પાછું એનું . સતત આવ્યા કરતા વિચારોથી મનસ્વી મનથી અને આજે તનથી પણ થાક અનુભવવા લાગી હતી. ઘેર પહોંચતાં સાગરના અડપલાં શરૂ થઈ ગયાં. “સાગર હું આજે બહુ થાકી ગઈ છું. જરા નિરાંતે સૂવા દેને!” મનસ્વીનું વાક્ય પૂરું થાય ત્યાં તોહજી તો શરૂઆત છે મન્ની, અત્યારથી થાકશે તો કેમ ચાલશે? હું કાલે યુરોપ જઉં છું. કાલે રવિવાર છે ને પછી પૂરા દસ દિવસ. કરી લેજે ને આરામ તારે કરવો હોય તેટલો.” મનસ્વીને આલિંગનમાં ભીંસી લેતાં સાગર બોલ્યો,

***

આખી રાત મનસ્વીની ચિંતામાં વિતાવી વહેલી સવારે મલય એક દ્રઢ નિર્ણય કરી પથારીમાંથી ઊભો થયો. કશ્તીને ફોન જોડ્યો. કશ્તી હજી કશું પૂછે પહેલાં ઉતાવળે એણે બોલી નાખ્યું, કશ્તી, હું કાલે આખી રાત મનસ્વીના વિચારમાં ઉંઘી નથી શક્યો. મનસ્વીને સાગરની ચુંગાલમાંથી બહાર કાઢવી રહી. નહીં તો કદાચ બરબાદ થઇ જશે મા અને દીકરી બે .

પણ કેમ? એવું તો શું જોખમ છે?’ કશ્તીએ પૂછ્યું.

મલયે એને રિયા અને સાગર વિષે વૈશાલી, પાસેથી જાણવા મળેલી વાતો કહી.અને ઉમેર્યું, મેં સવારે નિકુંજભાઈ સાથે મળવાની વાત કરી છે. તું નવ વાગે એમને ત્યાં આવ. રવિવાર છે એટલે રજા છે.”

ઓહ, ! બધી વાતો તો અહીં બહુ ઓછા લોકો જાણે છે. જો સાચું હોય તો ખરેખર જોખમ કહેવાય. હું પહોંચી જઈશ’. કશ્તીએ કહ્યું.

કશ્તી સાથે વાત કરીને મલય ફ્રેશ થવા ઉભો થયો ત્યાં તો મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન ઉપર વૈશાલીનું નામ જોતાં એકદમ ઘડિયાળ પર નજર ગઈ. વાત શરૂ કરતાં બોલી ઉઠ્યો, વૈશાલી, અત્યારે સમયે? ઇટ્સ ઓલ ઓકે? તને તો વહેલાં ઉંઘી જવાની આદત છે!”

મલય, આખો વખત મને મનસ્વીના વિચાર આવે છે. તું ત્યાં છું તો કેમે કરીને સાગર સચાનિયાથી એને બચાવ. અત્યાર સુધીની તારી મનસ્વી વિશેની વાતો સાંભળ્યા પછી મને લાગ્યું કે બહુ દ્રઢ મનોબળવાળી હશે. એને વાસ્તવિકતા સમજાવી એનું જીવન નરક થતાં અટકાવવું તારી ફરજ છે. મને આશા છે કે તું મનસ્વીને બચાવી લઈશ. જરાક સતેજ રહીને વિચારી લેજે કે કેમ કરી મનસ્વીને એના જીવનનો સાચો રસ્તો બતાવવો. ગુમરાહ થઈ ગયેલી મનસ્વીને સાચો રાહ દેખાડવો બહુ જરુરી છે. મારો સાથ તને છે ”.

થેંક્સ વૈશાલી, મને તારા પ્રતિભાવની ચિંતા હતી.”

બીજી એક રિયાનું જીવન બરબાદ થતું હું કઈ રીતે સહન કરી શકું?” વૈશાલીના અવાજમાં ચિંતાનો સૂર હતો.

હું મારાથી થાય તે બધું કરીશ.વૈશુ. માટે આજે હું એનાં ભાઈભાભીને મળવા જવાનો છું. તું હવે ઉંઘી જા. ભગવાન સૌ સારાં વાનાં કરશે. હું રાત્રે પાછો તને ફોન કરી દિવસ કેવો રહ્યો તે કહીશ. બાય.” મલયને પોતાને પરદેશ હોવાનો અફસોસ થયો. જો અહીં હોત તો મનસ્વીને પહેલેથી સમજાવી શક્યો હોત. અંકુશથી પણ મનસ્વીને ચેતવી શક્યો હોત અને સાગરનાં સકંજામાં તો આવવાની વાત બની હોત! પણ એવું ઘણું હોત નહોત જીવનમાં હોય છે. હવે શું કરવું વિચારવાનું હતું. એનું પરદેશ હોવું... મલયને કશોક વિચાર આવ્યો. સ્વસ્થ થઈ ગયો અને નિકુંજભાઈને ત્યાં જવા તૈયાર થવા ઊભો થઈ ગયો.

***

મનસ્વી પણ આખી રાત વિચારતી રહી કે શું કહેશે મલયને! મનસ્વીને એક બાજુ સ્તુતિના સુખનો વિચાર અને પોતાને સાથીદાર મળશે તે વિચાર આવ્યો. સાથે સાથે સાગર દગો કરશે અને બંનેને છોડી દેશે તો શું? પોતાની વ્યવસ્થિત નોકરી છોડી સાગરની ઓફીસ જોઇન કરી તેનો મનસ્વીને અફસોસ થવા લાગ્યો. વિચારધારા આગળ ચાલી. આવા માણસ સાથે સ્તુતિ સલામત ખરી? વિચાર માત્રથી થથરી ઉઠી. એના રુંવાડા ઊભા થઈ ગયા. સ્તુતિ હવે મોટી થઈ ગઈ હતી. એનું શરીર અને મન બાળપણ છોડી રહ્યા હતા. આવા માણસ સાથે....? આખા જગત સામે માથું ઉંચકીને જીવનાર મનસ્વી આજે સ્તુતિની ખુશી અને સલામતી વિષે વિચારવા મજબુર થઇ. એસીની શીતળતામાં પરસેવે રેબઝેબ થઈ ગઈ.

મનસ્વીને કોલેજકાળમાં એક ફ્રેન્ડના બોલેલા શબ્દ યાદ આવ્યા, સમાજમાં પોતાનું ખરાબ દેખાશે તેવી બીકથી અણગમતો સંબંધ ટકાવી રાખનારને કરવા પડતા ઢોંગની કિંમત એણે માનસિક અશાંતિ, ચિંતા, હતાશા દ્વારા ચૂકવવી પડે છે.” મનસ્વીએ સમાજની પરવા કદી કરી હતી. નહીં તો સાગર સાથે આમ રહેવા તૈયાર થઈ હોત. પણ હવે સાગરના ઉદ્દેશની જાણ થયા પછી પોતાનો સાગર સાથેનો સંબંધ કેવો રહેશે તે પ્રશ્ન પણ મનસ્વીને પોતાને સતાવવા લાગ્યો હતો. મનસ્વીને એક વિચાર પણ આવ્યો કે આજ દિવસ સુધી એણે સમાજ વિશે લાંબું વિચાર્યું નથી તો હવે શું કામ? હા સ્તુતિ જે રીતે સાગરને પોતાના પિતા તરીકે સ્વીકારતી થઇ હતી તે હવે એક વિચાર માગી લે તેમ હતું.

વહેલી પરોઢે સાગર નીકળી ગયો. આજે સાગર તરફથી પોતે વહેલી ફ્રી થઇ ગઈ હતી, પણ નિરાંતનો શ્વાસ હવે ગાયબ. મનનો મૂંઝારો હવે મનસ્વીને ગૂંગળાવતો હતો. હવે શું કરવું? મનમાં અવઢવ ચાલતી હતી. કશ્તી સાથે વાત કરું. બધું જાણે છે. મેઘનાભાભીને પણ ખૂલીને કહું. મને વધારે સમજી શકશે.” વિચારોમાં અટવાતી મનસ્વી જેમ તેમ નિત્યક્રમ પતાવવા લાગી. સ્તુતિને લેવા ભાઈને ત્યાં જવાનું હતું. ત્યાં પહોંચતાં પહેલાં માનસિક સજ્જતા લાવવી જરુરી હતી.

***

સાગર સચાનિયાનો ઈતિહાસ બેચાર જણાને પૂછવા કરતાં વૈશાલીએ કરેલ સચોટ વાત પર આગળ વિચાર કરી મનસ્વીને હકીકત કેમ સમજાવવી તે વિષે મલય વિચારવા લાગ્યો. એને હજી ખબર નહોતી કે એની જરાક વાતથી મનસ્વી હચમચી ગઈ હતી. મલયને મનસ્વીના સ્વભાવની બરાબર ખબર હતી એટલે તેણે મયંકભાઈને બધી વાત વિગતે કરવાનું નક્કી કર્યું હતું. મનસ્વીને સાગરની દાનત અને હકીકત સમજાવું તો માનશે ખરી? પરંતુ મનસ્વીને સાગરથી દૂર કેવી રીતે કરવી અને તે માટે પોતે શું પગલાં લેશે તે અંગે વિચારતો મલય હાથમાં કોફીનો કપ પકડી ક્યાંય સુધી બેસી રહ્યો.

મોબાઈલમાં એલાર્મ વાગ્યું. નિકુંજભાઈને ઘેર જવાનો સમય થયો હતો. તૈયાર થઇ મલય નિકુંજભાઈને ત્યાં જવા નીકળી ગયો. મલયને રસ્તામાં એક વાર વિચાર આવ્યો કે લાવ મનસ્વીના ઘર બાજુથી રીક્ષા લેવાનું કહું, પણ ત્યાં બહાર સાગર સચાનિયાના નામની નેમપ્લેટ જોતાં ગઈકાલે જે ઝનૂન ચઢ્યું હતું તે આજે ફરી નોતરવું નહોતું. મનસ્વીને ઉગારવા હવે બહુ શાંત મનની જરુર હતી. મલય સમય કરતાં વહેલો નિકુંજભાઈને ઘેર પહોંચી ગયો. એટલો ઉશ્કેરાયેલો હતો કે કશી પ્રસ્તાવના વિના બોલવા માંડ્યો. “નિકુંજભાઈ, મનસ્વીની ખાસ બહેનપણી કશ્તીને પણ મેં અહીં બોલાવી છે. ઘણાં વર્ષે આપણે મળ્યાં. હું એનો મલય છું જે તમારા કુટુંબમાં ભળી ગયેલો અને પછી મારે પરદેશ જવાનું થયું. સંપર્ક ઓછો થયો પણ દિલથી તમારા કુટુંબની નજીક છું. મને મનસ્વીની ચિંતા થાય છે. કાલે હું મનસ્વીને કોફીશોપમાં મળ્યો હતો. ઘણાં વર્ષે મળ્યો એને. મનસ્વી હવે સાગર સચાનિયા સાથે રહે છે તે કાલે મેં જાણ્યું. હા, પોતે એને મોઢેથી નથી બોલી. હમણાં કશ્તી આવે એટલે આપણે આગળ વાત કરીએ.”

એટલામાં કશ્તી પણ આવી ગઈ. સ્તુતિને લેવા મનસ્વી પણ આવવાની હતી. આવે પહેલાં ત્રણેયની ચર્ચા પૂરી કરવાની હતી. મલયે કશ્તીને જે કહ્યું હતું તે બધું નિકુંજભાઈને પણ કહ્યું. નિકુંજભાઈ બોલ્યા, હું જ્યારે એને પહેલી વાર મળ્યો ત્યારે એનું નામ સાંભળીને મને શંકા ગયેલી. પણ મનસ્વી એટલી ખુશ હતી કે મેં વિચારને મહત્વ આપ્યું. મેઘનાભાભી પણ ત્યાં બેઠેલાં. ‘બીજી વાતો તો ઠીક પણ રીતના માણસ સાથે સ્તુતિ...’ એમણે વાક્ય અધૂરું છોડયું. સૌ વિચારમાં પડી ગયાં. થોડીવાર વાતો કરીને સૌએ નક્કી કર્યું કે મનસ્વીને બધી વાતો કરવી. હઠીલી જરૂર છે પણ અક્કલ વિનાની નથી. સમજે છે એક ટીનએજ દીકરીની માતાએ શેને મહત્વ આપવું જોઈએ. ત્યાં સ્તુતિએ મમ્મીને કૉલ જોડ્યો. મમ્મી, કેટલા વાગે લેવા આવે છે? હું તારી રાહ જોઉં છું. પપ્પા નીકળી ગયા યુરોપ જવા? મને બાય કહેવા એમણે ફોન કેમ ના કર્યો?”

ફોન પર સ્તુતિનો સવાલ સાંભળતાં મનસ્વી સાવધ થઈ ગઈ. “ બસ બેટા આવું છું હમણાં.” મનસ્વીએ શાંતિથી જવાબ તો આપ્યો પણપપ્પાએ મને કેમ ફોન કર્યો?’ સ્તુતિના સવાલે એને અકળાવી મૂકી. બંગલાની દેખરેખ નોકરોને સોંપીને નીકળી ગઈ. નિકુંજભાઈને ઘેર પહોંચી ત્યારે મનસ્વી ખૂબ અસ્વસ્થ હતી.

***