Pankhi podhyu premma in Gujarati Love Stories by BINAL PATEL books and stories PDF | પંખી પોઢ્યું પ્રેમમાં

Featured Books
Categories
Share

પંખી પોઢ્યું પ્રેમમાં

પંખી પોઢ્યું પ્રેમમાં

સમયના સરવૈયામાં સુખના હિસાબ આવ્યા, વિધિ અને વિકાસના લગ્ન થયા ને આજે ૨૫ વર્ષ વીતી ગયા. ૨૫ વર્ષનો એ સમયગાળો સુખનું સરવૈયું બની ગયું એટલે તો ખૂબ મોટી વાત કહેવાય. આજે બંને પોતાની જિંદગીનો ખાસ દિવસ પોતાના માટે અને પોતાના ૨૫ વર્ષના દાંપત્યજીવનને વાગોળવામાં જ વિતાવવા માંગતા હતા. છોકરાઓ અને બાજી બધી જ જવાબદારીને આજે એક દિવસ માટે થોડી ભૂલી જવા માંગતા હતા એટલે સવારથી જ નીકળી પડ્યા અને પોતાની જ મોજમાં ફરી રહ્યા હતા.


'વિકાસ, તમને ખબર છે આપણે શિકાગો આવ્યા ત્યારથી દરેક રવિવારે આપણે આ જ ગાર્ડનમાં સમય પસાર કરતા. તમારી કવિતો, ગઝલ અને નવલિકાઓ સાંભળવામાં, આખા અઠવાડિયાની વાતોમાં અને આવનાર દિવસોના પ્લાનિંગમાં આપણો આખો દિવસ પસાર થાય અને પછી સાંજે પેલા પટેલ બ્રધરશમાં આપણું ગુજરાતી જમવાનું અને પછી મારો પેલો ફેવરિટ આઈસ ક્રિમ તો ખાવાનો જ. આ નિત્યક્રમ આપણને બંનેને દરેક પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે કાફી હતો. મને યાદ છે આપણા શિકાગોના એ શરૂઆતના દિવસો.. આપણી અનહદ મહેનત અને સાચી નીતિ આપણને આજે અહીંયા લઇ આવી છે. હું આજે બહુ જ ખુશ થઈને ભગવાનનો પાડ માનું છું કે તમારા જેવા વ્યક્તિ સાથે મને મારુ આખું જીવન વ્યતીત કરવાનો મોકો મળ્યો સાથે મારા વૃદ્ધત્વના સમયનો સહારો મળ્યો.' , વિધિ વિકાસ સામે જોઈને બધુજ જાણે વાગોળતી હોય એમ બોલી ગઈ.


'વિધિ, વાત તો તારી બધી જ સાચી છે. મારી કવિતો, ગઝલ અને વાર્તામાં તને રસ પડે કે ના પડે તું અચૂક એને સાંભળે, સમજવાનો પ્રયત્ન કરે અને અંતે હસીને એટલું કેહતી કે,'આવા વિચારો સરકાર તમને આવે છે ક્યાંથી???????' કોઈ સત્યુગના કવિઓની જેમ તમે આટલું ઊંડાણમાં કોઈ વસ્તુ માટે કેવી રીતે વિચારી લો છો???????? ધન્ય છે તમને સરકાર...... આમ કહીએ મારી પાસે આવીને આંખ બંધ કરીને બસ મારા સાથનો અનુભવ કરતી.. હું પણ કેવી રીતે ભૂલું કે હું જે કઈ પણ લખતો હતો એ તારી જ તો પ્રેરણા હતી.. તું છે તો બધું જ શક્ય છે એ વાતમાં જરાય શંકાને સ્થાન નથી.', વિકસે મલકાતાં-મલકાતાં ખૂબ પ્રેમથી કહ્યું.


થોડી આમ તેમ વાતો ચાલી પછી અચાનક જ વિકાસ કાંઈક લખવા લાગ્યો અને વિધિ વિચારમાં પડી ગઈ કે આ શું કરે છે સરકાર..? થોડી ક્ષણ તો કાંઈ બોલ્યા વગર બધું જ નિહાળ્યા કર્યું.


વિધિ, ચાલ આજે તને ખૂબ રસપ્રદ વાતનું વર્ણન કરું.', વિકાસ ખૂબ ઉત્સાહી થઈને બોલ્યો.


'જી સરકાર, મને લાગ્યું જ કે સાહેબ કાંઈક ગહન વિચારોમાં છે. હમણાં ખુશીથી ઝૂમી ઉઠશે ખરા. ફરમાવો સરકાર. શું કહો છો???'


'પ્રેમમાં તો ખાલી અહેસાસનું આવરણ છે,
દુનિયા ક્યાં સમજે છે પ્રેમની અભિવ્યક્તિ!
જો ને આ પાંખોમાં પણ પ્રેમનું મનમોહક વાતાવરણ છે.'


'આપણે ૨૫ વર્ષથી આ ગાર્ડનના હેવાયા છીએ દોસ્ત, અહીંયા નથી આવતા તો આપણને જિંદગીમાં જાણે રસ ઉઠી ગયો હોય એવું લાગે છે. એ જ રસને આ પંખીઓ પણ પી રહ્યા છે. જો ને પેલા ઝાડના ખૂણામાં લપાઈને બેઠેલા ૨ પંખી હંસલાની જોડ જેવા જ તો છે!
કેટલા સુંદર, કેટલા પ્રેમાળ અને કેટલા એકમેકમાં જાણે સમાઈ ગયા હોય એવા છે. પ્રેમ તો દરેક શ્વાસમાં સમાયેલો છે, જરૂર છે તો બસ એને મનની નજરુંથી નિહાળવાની. સર્જનહારની દરેક સર્જનાત્મક કૃતિમાં પ્રેમનું પ્રતીક છે. પ્રભુએ સર્જેલું દરેક આવરણ એ પ્રેમનું છે. પ્રેમના મજબૂત પગલાંથી જ જિંદગી સફળ લાગે છે ને! પ્રેમ સૃષ્ટિના કણ-કણમાં સમાયેલો છે. પ્રેમથી આખી દુનિયા જીતી શકાય એ વાત તો આપણે જાણીએ જ છે.


પ્રેમ ક્યાં નથી વિધિ!!!!
આ સરોવરમાં વહેલા પાણીની લહેરોને પેલા અથડાતા પથ્થર સાથે પ્રેમ છે.
પવનને આ ઝાડની ડાળખી સાથે પ્રેમ છે.
ઝાડ આ દરેક પંખીઓના કલરવ અને મીઠા મધુર અવાજ સાથે લાગણીથી જોડાયેલા છે.
ફૂલોને ભાવરાઓનું ઉડા-ઉડ ખૂબ ગમે છે.

કુદરતના દરેક સ્વરૂપમાં પ્રેમ છે, બસ ફર્ક એટલો છે કે એ બધા અબોલ પંખી કે નિર્જીવ વસ્તુ જે ભાષા બોલે છે એ આપણે માનવીઓની સમજમાં નથી આવતી. નિર્જીવ વસ્તુમાં પણ એક અલગ પ્રકારની સમજણ છે, પ્રભુ એ જ સંજાણ કર્યું છે એ ખૂબ અદભુત છે બસ એને સમજવાનું છે.


આદિ કાળથી આ કવિઓ અને કલાકારોને કુદરત સાથે આટલું બધું બંધાણ છે પરંતુ એ બંધાણ કેમ છે એનું એક કારણ એ છે કે કુદરત સાથે વાતો કરવી, એના આલિંગનને અનુભવવું, કુદરતના અસ્તિત્વનો અહેસાસ કરવો અને એના સાથની અનુભૂતિ કરવી એ બધું તો ખાલી કલાકાર જ કરી શકે વિધિ... અને એ અનુભૂતિમાં જે આનંદ છે એ તો તું મારા ચહેરા પર જોઈ જ શકે છે. એ જ આનંદને સાથે લઈને હું તારી સાથે ૨૫ વર્ષથી અકબંધ ચાલતો આવ્યો છું. આજે આપણા બંનેના સુખી દામ્પત્યજીવનમાં જાણે-અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરત સાથેના આ પ્રેમનો અને મારી એ દરેક રચનાનો ખૂબ મહત્વનો ફાળો ગણી શકાય...


'જી સરકાર......... વાત તો તમે ખરા સોના જેવી કહી છે. બસ આમ જ હું તમારી બધી રચનામાં પરોવાઈ ગઈ અને આપણી વચ્ચેની આ પ્રેમ સાંકળ એટલી જ મજબૂત થતી ગઈ. શરૂઆતમાં તો તમારા આ જાદુમંતર જેવા શબ્દોમાં આમ-તેમ આંટા મારતી પરંતુ હવે એ બધા જ શબ્દો સાથે અતૂટ એક સંબંધ જોડાઈ ગયો છે. હવે હું એ જ શબ્દોમાં રમવા માંગુ છું, એ શબ્દોમાં તમે ખૂદ જીવતા હોય ને એવી અનુભૂતિ થાય છે.', વિધિ એ ખૂબ જ પ્રેમથી વિકાસની પાસે બેસીને કહ્યું.


'શું વાત છે ને! કવિની કવિતામાં કોયલ આજે ખૂબ કલરવ કરે છે ને!', વિકસે વિધિ સામે આંખના ઇશારાથી રમતા કાંઈક કહ્યું.


આજે આ પંખીને પ્રેમમાં પોઢેલું જોઈને આપણે કેટ-કેટલું યાદ કરી લીધું, કુદરત સાથે સાચા અર્થમાં મેળાપ કરી લીધો, આજના આ યાદગાર અવસરમાં આપણી ૨૫મી એનિવર્સરીની આ અમૂલ્ય ક્ષણ મારા મનમાં સોનેરી અક્ષરો પર અંકાઈ ગઈ.


આજે જો પુરાતન યુગના મહાન કવિઓ હાજર હોત તો આવું કાંઈક કહેત,


'પંખીની પાંખોમાં પ્રેમનું કૂંપણ ફૂટતું જોયું,
વૃક્ષના એ દરેક પર્ણમાં આખું જગ સમાતું જોયું,
નવયુગલની પ્રેમાળ વાતોમાં મેં મધ ઢોળાતું જોયું,
કુદરત સાથેના આલિંગનમાં અને રોજિંદા જીવનની પળોજણમાં,
જીવનનું આ સુખ-દુઃખનું ચક્ર મેં બંને વચ્ચે અટવાતું જોયું.'


વિકાસ અને વિધિ ફરી પોતાની જિંદગીમાં મેઘધનુષના રંગો ભરવા નીકળી પડે છે અને અહીંયા પંખીઓનો કલરવ ફરી શરુ થાય છે,
-બિનલ પટેલ