******* ******* ******* *******
ઇજ્જતના રખોપા
ભાગ - 2
તમે ભાગ - 1 માં જોયું કે સ્મિતા બે તરફના વિચાર કરી રહીં છે. એક તરફ પ્રેમી હરિશ તો બીજી તરફ પોતના માત પિતાની ઈજ્જત..છેવટે તે એક કાગળ લખીને ટેબલ પર મૂકીને સૂઇ જાય છે..હવે જોઈએ આગળ .ચાલો જોઈએ સ્મિતા ના જીવનમાં કેવા ઉતાર ચઢાવ આવે છે ...
હે રામ ! બેટા આ તે શું કર્યુ ? તારા મમ્મી પપ્પાનો તો ખયાલ કરવો' તો, બેટા અમે સમાજને શું મ્હોઢુ બતાવશું? . થોડો તો વિચાર કરવો હતો અમારો....
સ્મિતાની મમ્મી રડતા -રડતા કાગળ વાંચી રહ્યા હતા. “સોરી ! મમ્મી, મે જે કઇ કર્યુ છે તેનુ મને દુખ છે. પણ હું શું કરું, હું તેને ભુલાવી શકું તેમ નથી . તેથી હું જાવ છું, થઇ શકે મને માફ કરજે.”
“ અમિત, અમિત ઊઠને…”
“શું છે મમ્મી? , સૂવા દેને. આજે તો સન્ડે છે યાર, આજે મારે કોલેજ નથી જવાનું. તુ દર સન્ડે ભુલી કેમ જાય છે?”
“બેટા તારી બહેન....”
“શું થયું સ્મિતાડીને?, જો હું તને કહી દવ છું મમ્મી. હુ તેનુ કઇ પણ કામ નથી કરવાનો...જા હવે મને સૂવા દે.”
“બેટા, આ સ્મિતાનો કાગળ વાંચ.”
હજી અમિત અર્ધ નિંદરમાં જ હતો. અમિતે અર્ધ નિંદરમા કાગળ વાંચવાનું શરૂ કર્યું. કાગળની બે જ લાઇન વાંચતા જ તેની ઊંગ ઉડી ગઇ...
“ મમ્મી સ્મિતાડીએ આ શું કર્યું?”ને તે કાગળને મુઠ્ઠીમાં દબાવતા તે પણ રડી પડ્યો. સ્મિતા મારી બહેન આવું કેવી રીતે કરી શકે!...તુ જ તો મને ડાહી- ડાહી સલાહ આપતી હતી’ને, આજે પોતે જ... એમ કહેતા તેને મમ્મી ના ખભે માંથુ મુક્યું.
“બેટા તું આમ ભાંગી ન પડ.. તારા પપ્પાને હાર્ટની બીમારી છે. કઇ કર અમિત તારા પપ્પાને ખબર પડશે તો?”
મમ્મી તું ચિંતા ન કરીશ, હું તેને ગમે ત્યાથી શોધી લાવીશ. બસ તું પપ્પાનું ધ્યાન રાખજે..
ઠ્ક-ઠ્ક , ઠ્ક-ઠ્ક, મે ચાની રકાબી હોઠથી દૂર રાખી કહ્યું : “ કોણ છે? બારણુ તોડ્શો કે શું?” રકાબીમાં ચાના બે-ચાર ઘુટ બાકી હતા, તે હું એક ઘુટડે પતાવી દરવજો ખોલવા ગયો. મેં સાકળ ઉતારીને દરવાજો ખોલ્યો.
ચિરાગ દરવાજો ખોલતા કેટલી વાર કરી તે? ચાલ જલદી મારે તારુ કામ છે..
‘અરે ! ભાઇ મારા, કામતો કે’
“તુ ચાલ યાર તને કહું છું રસ્તામાં ,”
મને તે થોડે દુર લઇ જઇ તે બોલ્યો: “ચિરાગ મારી.... બહેન સ્મિતા.”
“શું થયું સ્મિતાને, બોલને અમિત?...”
“ચિરાગ મારી બહેન ભાગી ગઇ. ”ને તે આટલુ કહેતા જ રડી પડ્યો...
“શું વાત કરે છે તું ? સ્મિતા એવુ કરે જ નહી.એ કદાચ તેને ફ્રેન્ડ નિરાલીને ત્યા ગઇ હશે.તું પણ શું ગમે તેમ બોલે છે યાર.એ જ્યારે પણ રિશાઇ છે ત્યારે, તે ત્યાજ તો જાય છે..."
“ ના એવું નથી, તે ઘરે કાગળ છોળીને ગઇ છે. કોઇ હરિશ નામના છોકરા સાથે ” બસ તે આટલુ કહેતા જ મૌન થઇ ગયો...
મે તેના ખભે હાથ મુકતા કહ્યું: “ તું ચિંતા ન કરીશ, હું તારી સાથે છું અમિત. આપણે સ્મિતાને ગમે ત્યાથી શોધી લાવીશું.”
“ચાલ અમિત પહેલા બસ સ્ટેન્ડ જઇએ.”
હા ચાલ જલ્દી,
મે રિક્ષાવાળાને બુમ મારી,: “ એ ભાઇ જરા રિક્ષા ડભોઇ બસ સ્ટેન્ડ લેતો.અને હા ઉતાવળ કરજે લા ભાઇ”
જી ભાઇ કહેતા તેને મ્યાનમાંથી તલવાર ખેચતો હોય તેમ, તેને રિક્ષાનો હેન્ડલ ખેંચ્યો.
“ ક્યું ભાઇ કહી પરીક્ષા દેને જા રહે હો કયા? ”
મેં કહ્યું: “ અલા એ તારુ કામ કરને. રિક્ષા ભગાડને છાનોમાનો”
“ અરે ભાઇ આપકુ બુરા લગા હો તો સૉરી પણ કયા હે, આજ સબ ઉતાવળમે આતે ના ઇસીલીયે મેને બોલા.”
મેં કહ્યું, “ એવુ, અમારી જેવા બીજા ઉતાવળીયા કોણ હતા? ”
“છોડને ચિરાગ આપણું વિચારને, આની સાથે શુ લપ કરે છે.? ”
“અરે! અમિત, હુ આપણુ જ કામ કરું છુલા,”
“રિક્ષાવાળા ભાઇ તે બન્ને કપલ જેવા હતા?”
“હા, લગતો કુછ ઐશા હી રહા થા,”
“ તમને છોકરીનો ચેહરો જોવા મળ્યો તો કે નઇ?” કે પછી આ કાળા ડમ્મરને જ જોયા કરતા હતા.”આમ કહેતા હુ ગમગીન મુડમા પણ થોડુ હસ્યો....
હા ચેહરા દેખેલા, યે હમ રિક્ષામે બીચ કા અરિશા કાહે કો રકતે, ઐસા કુછ દેખને કે વાસ્તે તો લગાતે. કુછ અચ્છા દિખ જાવે તો, પુરા દિન સુધર જાવે.
યુતો, લડકીને મુહ પર દુપટ્ટા બાંધ રખ્ખા થા.પર પાણી પીને કે વાસ્તે દુપટ્ટા ખોલા તો, મેરી આંખે ખુલી કી ખુલી રહ ગઇ. ક્યા ચેહરા થા ક્યા બતાવું મે આપકો.રેશ્મી ઝુલ્ફે, ગહેરી આંખે….અરે ભાઇ ઉસકે આગે તો..હિરોઇનભી ફીકી પડ જાવે....
રિક્ષાવાળો ભાઇ મે દોરેલા પાટા પર બરાબર ચાલી રહ્યો હતો..
રિક્ષાવાળા ભાઇએ વાત-વાતમાં પહેલા મારો ચેહરો જોયો અને પછી, તેને અરીશાને સહેજ જુકાવી અમિતનો ચહેરો જોયો..
અમિતનો ચહેરો જોતા બોલ્યો: બસ ભાઇ ઇસ ભાઇ કી તરહી ચિકની લગ રહી થી...ભાઇ વો જીસકે સાથ ભાગી ઉનકે તો ભાગ હી ખુલ ગએ..સમજો
ત્યા અમિતનો પિત્તો ગયો, “ અલા એ રિક્ષા ઉભી રાખ, એની સાથે તારા ભાગ પણ ખોલી નાખું...સાલા તારી બેનને પણ આમ જ જોતો હશેને.? . ઉભી રાખ રિક્ષા....
મે અમિતનો હાથ દબાવતા કહ્યું. “અમિત શું કરે છે ? આ ભાઇ પાસેથી જ તારી બહેનની બાતમી મળશે..શાંત પડ હવે....
ત્યાં રિક્ષાવાળા ભાઇ અમિતની માફી માંગવા લાગ્યોં : “સૉરી ! ભાઇ હમને અણજાણેમે આપકી બહેન કે બારે મે અનાબ-સનાબ બક દીયા.. પર કયા કરે હમે થોડી પતાથી કે વો આપકી બહેનહી હોગી...
અમિત થોડો શાંત પડ્તા બોલ્યો: “ ભાઇ એ શું વાતો કરતા હતા તે તમને યાદ છે ખરું.? "
" હા થોડ-થોડા મેરો કો યાદ હે, વે આજકી રાત બરોડાકી કીસી હૉટેલમે રૂકને વાલે હે. ઓર પરશો રાજસ્થાન જાનેકી બાત કર રહે થે...પર વો આજ કિસ હૉટેલ મે રૂકને વાલે હે વો મુજે યાદ નહી."
મે કહ્યું: “ભાઇ જરા મહેરબાની કરને ઝટ રિક્ષા વડોદરા લઇ લેને? .”
" હા ભાઇ ક્યુ નહી, ધરમકે કામમે દેરી કીસ બાતકી" કહેતા તેને રિક્ષા વડોદરા તરફ વાળી..અને તે બોલ્યો: “મે આપકી બહેન કો મીલને તક આપકે સાથ હી રહુગા.”
મે પુછ્યું : “ તમારું નામ શું?”
સલિમ, સલિમ મેરા નામ, પણ મેરો કો ડભોઇ મે સબ સલ્લુ ભાઇજાનસે બુલાતે.”
અમે વડોદરા પહોંચીને દરેક હૉટલમાં સ્મિતાની પુછપરછ કરી રહ્યા હતા. સૂરજ મોટી-મોટી ઇમારતો પાછળ ડુબી રહ્યો હતો અને તેની સાથે અમારી ઉમીદ પણ..
મેં સલિમભાઇને કહ્યું: “સલિમભાઇ તમારે ઘરે જવું હોય તો જાવ, તમે શું કામ અમારી સાથે હેરાન થાવ છો?
એ શું બોલ્યા ભાઇ. એ સલિમમિયા કીસી કો આધે રાસ્તેપે નહિ છોડતા...ચલો મેરે સાથ પોલિસ સ્ટેશન.
અરે ચિરાગ, આપણે આ વાતને જાહેર નથી કરવાની...
એ અમિતભાઇ ટેન્શન મત લો, મે હું ના તુમ્હારે સાથ. અબ ચલો મેરે સાથ...
( સ્મિતા ઘર છોડીને જતી રહે છે...સ્મિતાનો ભાઇ અને તેનો મિત્ર સ્મિતાની શોધખોળ કરી રહ્યા છે.શું સ્મિતા મળશે..? ? ? ? તમારા તમામ સવાલો માટે વાંચતા રહો દરેક ભાગ.....વધુ આવતા ભાગમાં