Premiraja devchand - 5 in Gujarati Moral Stories by Pawar Mahendra books and stories PDF | પ્રેમીરાજા દેવચંદ-૫

Featured Books
Categories
Share

પ્રેમીરાજા દેવચંદ-૫

પ્રેમીરાજા દેવચંદ-૫

      બે રાણીઅો અને ચમત્કારી વિંટી પ્રાપ્ત થયાની સાથે રાજ મહેલમાં જાણે મેઘધનુષનાં સાત રંગો પુરા થયા હોય તેવી નગરીમાં લાગતી હતી પણ સૌને સુંદર લાગતી આ સોનગીર નગરીમાં ખાલી રાજાને કશી ખોટ લાગતી હતી અને તે સંતાનની ખોટ હતી.
 
     પ્રેમીરાજા દેવચંદના પ્રેમભર્યાં દિવસો વિતતા ગયા,રાજાને મહેલમાં ને મહેલમાં કંટાળો લાગવા લાગ્યો હતો. રાજા વિચારતો હતો કે ક્યાંક રાણીઅો સાથે મહારાષ્ટ્રના મિત્ર રાજા છે ત્યાં ફરી આવું સાથે સાથે રાણીઅોને પણ ફરાવી લાવું આ પ્રમાણે વિચારી રાજા રાણીઅો સાથે મહારાષ્ટ્રનાં રાજાને ત્યાં જવા રવાના થયો. જતાં જતાં મહારાષ્ટ્રની સરહદનાં ડુંગરો પાસે પહોંચી રાજાઅે અચાનક ઘોડાગાડીને થોભાવવા ફરમાન કર્યું, ઘોડેસવાર સૈનિકો સૌ થોભીને રાજાની આજ્ઞાની રાહ જોતા હતા કે રાજા ક્યારે આજ્ઞા આપે ને તેઅો મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરે...!

      રાજાનાં પ્રધાને સૌ યાત્રીઅોને પાછા વળવા જણાવ્યું કે રાણીઅોની તબિયત સારી ન હોવાથી મહારાજા દેવચંદનું ફરમાન છે કહિને પાછા સૌને વાળે છે...

         રસ્તામાં બન્ને રાણીઅોને અેક સાથે ઉલટીને ચક્કર આવતાં તેઅો સોનગીર નગરમાં પાછા રવાના થયા.નગરમાં પહોંચી પ્રધાને તરત આયુર્વેદનાં જાણકાર અેવી બાઇ બોલાવી રાણીઅોનાં તબિયત ખરાબ હોવાનાં કારણોની તપાસ કરાવી તો બન્ને રાણીઅો ગર્ભવતી હોવાનાં કારણે તેઅોની તબિયત થોડી બગડી હતી તે વાત જાણમાં આવી.

       બન્ને રાણી દેવબાઇ અને રૂપવતી ગર્ભવતી હોવાથી રાજાનાં મહેલમાં સર્વત્ર ખુશીનો માહોલ પ્રસરી ગયો,રાજાઅે આ શુભ પ્રસંગે રાતે અેક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં જણાવ્યું. સૌ આજુબાજુના દેશી પડોશી રાજાઅોને આમંત્રણ આપવામાં અાવ્યું.જાત ભાતનાં કલાકારોને આંમત્રિત કરીને આ અાયોજનમાં સાત ચાંદ લાવવાનો શક્ય તેટલો રાજા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો.

  મહોત્સવમાં અામંત્રિત મહેમાનોને બેસવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.. સૌ મહેમાનો આવે તો તેમનું સ્વાગત કરી ત્યારબાદ પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે કહેવામાં આવતું.

     આ ઉત્સવમાં કોઇ રાણી મહેમાનમાં આવી હોવાની રાજા સુધી વાત પહોંચી. કે કોઇ રાણી મહેમાનમાં  આવ્યા છે તેમણે સફેદ વસ્ત્રો ધારણ કરેલ છે. તેમનાં ચાલવાથી ઝાંઝરનો ઝંકાર દુર દુર સુધી કાનમાં સંભળાય છે તેવા પગમાં ઝાંઝર પહેર્યાં છે. આ વાત સાંભળતા જ રાજાને ખ્યાલ આવી ગયો કે અે સ્ત્રી તો પુનમનાં દિવસ વાળી લાગે છે. જેમની વિંટી હું લાવ્યો છું, રાજા તરત દોડતો પોતાનાં મહેલનાં કિમતી વસ્તુઓ મુકવાનાં રૂમમાં જઇને વિંટી જુવે છે તો ત્યાં વિંટી તો ત્યાંજ  હતી, પાછો ઝટપટ રૂમબંધ કરી નીચે મહેમાનો બેઠા  હતા ત્યાં તે મહેમાને આવેલ રાણીને જોવા ગયો ત્યાં તે રાણીની બેઠક ખાલી હતી.

   રાજા બેઠક વ્યવસ્થા વાળાને પૂછતાં વાત મળે છે કે તે થોડીવાર રહીને જતા રહયા હતા. રાજાને આ વાત સાંભળી મનમાં ખુબજ  ગભરાટ છુટી ગઇ હતી કારણ કે જે જાદુઇ સ્ત્રીની વિંટી રાજા લઇ આવ્યો હતો. તે બદલો લેવા આ સ્ત્રી મહેમાન બનીને લેવા આવી હોય અેવું પણ બને!!!!

    રાજા દોડતો ગભરાયેલો મહેમાનોનાં પ્રસંગ છોડી બન્ને રાણીઅોનાં અંત:પૂરમાં ગયો ત્યાં બન્ને રાણીઅો બેસીને વાતોમાં લાગેલ હતી. રાજાનાં મનમાં ખરાબ ખરાબ વિચારો આવતા હતા.કે આ સ્ત્રી મારા રાજ મહેલ સુધી આવી કેમ? મારા પરિવારને નુકશાન તો નહિં  પહોચાડે ને ? વિંટીનો બદલો તો લેવા નહિં આવીને ? વગેરે વિચારો આવતા હતા. રાજા શિકાર કરવા જતો હતો ને જે અનમોલ વિંટી મળી હતી તે કઇ રીતે અને કોના પાસેથી મળી હતી તે રાજાને જ ખબર!!!!  આ વાત રાજાઅે કોઇને જણાવી ન'હોતી.

       રાજા મનમાં ફક્ત અેક જ બીક હતી કે જે રાણીઅોનાં ગર્ભમાં છે તે સંતાનોને કોઇ હાની ન પહોંચે સાથે આવનાર ભવિષ્યમાં કઇંક અશુભ ના થાય તે બીક સતાવી રહી હતી.

     રાજા પોતાના સલાહકાર અને ગુરુ સમક્ષ આખી વાત વિગતવાર કહી સંભળાવી ત્યારબાદ આ સમસ્યાનાં નિવારણ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને પુજા વિધિ કર્યા બાદ જે વિંટી અને તેની ધારણકરનાર માટે જ્યોતિષવિદ્યા જાણકાર દ્વારા ભવિષ્ય વાણી કરવામાં આવશે.

       પૂજા વિધિ પતિ ગયા પછી પંડિતઅે વિંટી વિશે રાજાને શરત કહી સંભળાવી. આ શરત અેવી હતી કે આ વિંટી ધારણ કરનારને ‍૧૦ મિનિટ ભવિષ્યમાં અને ૧૦ મિનિટ ભૂતકાળમાં જવાની શક્તિ પ્રાપ્ત થાય છે. અને તેના બદલામાં સંતાન બલી ચઢાવી અથવા સામાન્ય માણસ કરતાં  ૧૦ વર્ષ અોછુ આયુષ્યની કમી!!!

         પ્રેમીરાજા દેવચંદના સામે આ અનમોલ રત્નો પ્રાપ્તિ અને તેમને સાચવવું અેક પ્રકારનાં કપરા પડકારો સમાન હતું. કારણ કે અેકબાજું બન્ને રાણીઅો ગર્ભવતી બીજી બાજું ચમત્કારી વિંટીના લાભ અને ગેરલાભ બન્ને નજરે આવતા હતા.આ પરિસ્થિતિ માટે રાજા પોતાને જ દોષ આપતો હતો.તેથી તે વિચારતો હતો કે હું પોતે જ જવાબદાર છું અને તેની સજા હું ૧૦ વર્ષ અોછું જીવન જીવીને સ્વંયનો ભોગ દઇ દઇશ..!!!

    ( સંતાન પ્રાપ્તી ક્રમશઃ )