Pruthvi - 10 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-10

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-10

પૃથ્વી,સ્વરલેખા અને વીરસિંઘ નદી ના છેડા પર પહોચ્યા .

પૃથ્વી :શું તમને સાચે લાગે છે કે એને આઝાદ કરવી જોઈએ ? આપણે કઈ ભૂલ તો નથી કરી રહ્યા ને?

સ્વરલેખા : કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડશે પૃથ્વી.... એટ્લે વિચારવા માં સમય વ્યર્થ ના કરીશ.

વીરસિંઘ : સ્વરલેખા ..આપ શરૂઆત કરો.

ત્રણેય જણા નદી ના કિનારે ઊભા હતા. પહાડ માં થી ખળ ખળ વહેતી નદી ચટ્ટાન વચ્ચે થી પસાર થઈ રહી હતી .

સ્વરલેખા એ ચારેય બાજુ નજર દોડાવી ,જ્યારે સંતોષ થયો કે કોઈ એમને જોઈ રહ્યું નથી ત્યારે સ્વરલેખા એ નદી તરફ હાથ લંબાવી મંત્ર બોલવાના શરૂ કર્યા.જોત જોતામાં મંદ મંદ વહેતી નદી વચ્ચે ઘુઘવાટ થવા લાગ્યો. અને નદી માં વચોવચ એક પાણી નું મોટું મોજું ઉઠ્યું. એ મોજા ની સાથે નદી ના વચોવચ એક ફાડ પડી અને નદી વચ્ચે એક રસ્તો થઈ ગયો . ત્રણેય જણા એ નદી ના વચોવચ નિર્માણ પામેલા રસ્તા માં ચાલવાનું શરૂ કર્યું. થોડેક દૂર જતાં એમને એક ગુફા દેખાઈ એ ગુફા ના દરવાજા મોટા મોટા પથ્થરો થી ઢંકાયેલા હતા.

સ્વરલેખા એ મંત્ર ની શક્તિ થી ગુફા ના દરવાજા ખોલ્યા અને તેઓએ અંદર પ્રવેશ કર્યો.ગુફા માં થોડેક દૂર સુધી ચાલતા એક મોટા hall માં પહોચ્યા.

Hall ની વચોવચ એક મોટી Tomb (એક પ્રકાર ની કબ્ર જેમાં vampires ના દેહ રાખવામા આવે છે) હતી.એ Tomb ની ફરતે વિચિત્ર પ્રકાર ની રક્ષક મૂર્તિઓ હતી જે કબ્ર માં ના વ્યક્તિ ની રક્ષા કરતી હતી. અને અવાવરી જગ્યા માં ચારેય બાજુ ઉંદર અને સર્પ આમ તેમ ભાગતા હતા .

ત્રણેય એ કબ્ર ની નજીક પહોચ્યા. પૃથ્વી એ પ્રેમ થી Tomb પર હાથ ફેરવ્યો અને બોલ્યો “તને આ અવસ્થા માં જોઈ ને ખૂબ જ દુ:ખ થાય છે વિશ્વા, જો તું પરિસ્થિતી પ્રમાણે જીવતા શીખી ગઈ હોત તો....”

વીરસિંઘ : ભાવુક થવાનો સમય નથી પૃથ્વી , અત્યારે મુખ્ય સમસ્યા એ છે કે જ્યારે વિશ્વા hibernation માથી બહાર નીકળશે તો એને control માં કેમ રાખવી ?

પૃથ્વી થોડો દૂર ખસી ગયો.સ્વરલેખા એ Tomb પર હાથ મૂક્યો અને મંત્ર શરૂ કર્યા થોડી વાર બાદ Tomb પર નો પથ્થર ખસ્યો અને વિશ્વા નું શરીર દેખાયું, વર્ષો થી સુષુપ્ત વિશ્વા એકદમ સફેદ પડી ગઈ હતી.

પૃથ્વી : આને hibernation માં થી બહાર કઈ રીતે લાવશુ?

સ્વરલેખા : Vampire ને hibernation માથી બહાર લાવવાની સરળ રીત છે...... “ ખૂન”

ખૂન ની ગંધ એની ઇન્દ્રિયો ને સતેજ કરશે અને અમુક માત્ર માં ખૂન ના સેવન થી એ પુનઃ જાગ્રત થશે પણ આટલા વર્ષો ની એની ખૂન ની પ્યાસ અસહ્ય હશે એટ્લે એને કાબૂ માં રાખવા તમારે મેહનત કરવી પડશે.

પૃથ્વી :અમે એના માટે તૈયાર છીએ પણ ખૂન ક્યાથી લાવીશું ?

સ્વરલેખા એ પાસે ની હેન્ડબેગ માથી એક ખૂન ભરેલું blood bank નું પાઉચ કાઢ્યું. “હું સંપૂર્ણ તૈયારી સાથે આવી છું”.

સૌ પ્રથમ સ્વરલેખા એ રક્ષા કવચ ની મદદ થી Tomb ની ફરતે એક ઘેરો બનાવ્યો જેને કોઈ vampire પાર ના કરી શકે અને વિશ્વા પલાયન ના કરી શકે.ત્યાર બાદ પાઉચ માથી રક્ત ના અમુક ટીંપા એના હાથ માં લઈ વિશ્વા ના નાક પાસે લઈ ગઈ. રક્ત ની ગંધ વિશ્વા ના શરીર માં ફેલાઈ આ બાજુ પૃથ્વી અને વીરસિંઘ પણ રક્ત ને જોઈ ને વિચલિત થતાં હતા પણ તેઓએ ગમે એમ કરી પોતાને control માં રાખ્યા.રક્ત ની ગંધ થી વિશ્વા ના શરીર માં અંશ માત્ર હલન ચલન દેખાયું.સ્વરલેખા એ મોકો જાની પાઉચ સીધું વિશ્વા ના હોઠ પર મૂકી દીધું અને થોડી દૂર ખસી ગઈ.ધીમે ધીમે રકત વિશ્વા ના ગાલ પાર ઉતરવા લાગ્યું અને રક્ત ની અમુક બુંદો એને મોઢા માં ગઈ , રક્ત મોઢામાં જતાં જ વિશ્વા નું સફેદ પડી ગયેલું શરીર ફરીથી સચેતન થવા લાગ્યું ,એના હાથ અને ચેહરો સ્પષ્ટ જણાતો હતો. થોડીક ક્ષણો માં જ વિશ્વા એ નેત્ર ખોલ્યા અને ઝપાટા થી એના મોઢા પર મૂકેલું પાઉચ પકડ્યું અને આખું પાઉચ ખૂન ચૂસી ગઈ , પાઉચ દૂર ફેંકી એ સફાળી બેઠી થઈ અને tomb માથી ગતિ થી બહાર આવી અને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ સ્વરલેખા એ બનાવેલા ઘેરા ને પાર ના કરી શકી.એ આટલા વર્ષો ની તરસ થી બેબાકળી થઈ ગઈ હતી એટ્લે આમતેમ ભાગવા લાગી.

પૃથ્વી : શાંત થઈ જા વિશ્વા ....

વિશ્વા : તું દૂર થઈ જા.. મારા થી કાયર ... સામે લડવા ની હિમ્મત નહોતી એટ્લે મને દગો કરી બંદી બનાવી.તું વિશ્વાસઘાતી છે .મને અહી થી જવા દો ,મારે રક્ત ની જરૂર છે , આ તરસ મને બાળી નાખશે, જવા દો મને.

વીરસિંઘ : તને કઈ નહીં થાય , ખાલી તું શાંત થઈ જા.

વિશ્વા : મારે કઈ સાંભળવું નથી. મને બસ અહીથી જવા દો.

સ્વરલેખા એ પૃથ્વી ને ઈશારો કર્યો વિશ્વા ને પકડવા માટે નો , વિશ્વા એ સમજી ગઈ એને પૃથ્વી ને દૂર ફેંકી દીધો અને સ્વરલેખા પર હુમલો કરવા ધસી ગઈ ,ત્યાં વીરસિંઘ વચ્ચે આવી ગયા અને વિશ્વા એ વીરસિંઘ પર પણ હુમલો કર્યો. સ્વરલેખા એ મોકો જાણી મંત્ર થી વિશ્વા ને સ્થિર કરી દીધી ,વિશ્વા કમજોર હતી એટ્લે સ્વરલેખા ના બંધક જાદુ નો પ્રતિકાર ના કરી શકી. પાછળ થી પૃથ્વી એ વિશ્વા ની ગરદન પર પ્રહાર કરી એને અચેત કરી લીધી.

ત્યારબાદ બધા એ એને બંધક બનાવી ગુફા માં થી બહાર લાવ્યા અને એને ઘરે લઈ આવ્યા, એમને પહલે થી ઘર માં પીંજરા ની વ્યવસ્થા કરી રાખી હતી એ પીંજરા ના ચારેકોર ચાંદી ના તાર બધેલા હતા vampire ચાંદી નો સ્પર્શ સહન કરી શકતા નથી. અને સ્વરલેખા એ double protection માટે એ પીંજરા ની ફરતે ઘેરો બનાવ્યો હતો.એ પીંજરા માં ઉપર એક બારી હતી જે એક શટર થી બંદ હતી અને એ શટર સાંકળ સાથે જોડાયેલી હતી અને એનો છેડો સ્વરલેખા એ બહાર રહ્યો હતો,સાંકળ ખેંચતા જ સૂર્ય પ્રકાશ અંદર આવતો અને vampires એ સૂર્યપ્રકાશ સહન કરી શકતા નથી એના થી એમને અસહ્ય પીડા થાય છે.

પીંજરા માં વિશ્વા ને સૂવાડી. થોડાક સમય બાદ વિશ્વા ભાન માં આવી. એને પોતાને એક જેલ માં કેદ જોઈ અને ગુસ્સે ભરાઈ એને કૂદી ને જેલ તોડવાનો ટ્રાય કર્યો પણ ચાંદી ના કારણે એના હાથ દાઝી ગયા. એ જોર જોર થી ચીસો પાડવા લાગી અને રોવા લાગી. પૃથ્વી ને એનો દર્દ સહન થતો નહતો. એને સ્વરલેખા ને વિનંતી કરી.

પૃથ્વી : આ પરિસ્થિતી થોડી શાંત કરો...

સ્વરલેખા એ blood નું એક બીજું પાઉચ જેલ માં સરકાવ્યું, વિશ્વા આખું પાઉચ ઘટ્ઘટાવી ગઈ . સ્વરલેખા એ એમ એક એક કરી પાંચ પાઉચ અંદર ફેંક્યા અને વિશ્વા બધા જ પાઉચ સાફ કરી ગઈ. પણ એની તરસ શાંત થઈ નહીં.

સ્વરલેખા : બસ ..... હવે તને જરા પણ ખૂન નહીં મળે. પેહલા તું અમારી બધી વાત સાંભળ કે અમે તને કેમ જગાવી છે. પછી જ તને ખૂન મળશે,

સ્વરલેખા અને પૃથ્વી એ બધી વાત સવિસ્તાર જણાવી, ના છૂટકે વિશ્વા એ બધુ સાંભળ્યુ ,

વિશ્વા : તો એમાં હું તમારી શું મદદ કરું ?

પૃથ્વી :આપણાં દુશ્મનો એક થઈ રહ્યા છે વિશ્વા ,અમે એકલા એમનો સામનો ના કરી શકીએ.

વિશ્વા : તું દગાખોર તો હતો જ પણ સ્વાર્થી પણ છે આજે ખબર પડી, 70 વર્ષો થી બહેન ની યાદ ના આવી અને હવે ફસાયા એટ્લે બહેન યાદ આવી ? તમે લોકો મને એક હથિયાર ની જેમ વાપરવા માંગો છો,એક એવું હથિયાર કે જે તમારા માટે લડે અને નષ્ટ પણ થઈ જાય તો તમને શું નુકશાન છે તમે તો બચી ગયા ને. પણ મારા ભાઈ એ શક્ય નથી. અને હું એ લોકો ને શું લેવા મારૂ જેના કારણે આજે મને મુક્તિ મળી. જો એ દુશ્મનો તારા પાછળ ના આવ્યા હોત તો તું મને આજીવન કેદ જ રાખવાનો હતો.એટ્લે હું અવિનાશ ની તો સદાય ઋણી રહીશ.અને એ તને મારી પણ નાખે તો મને કોઈ તકલીફ નહીં થાય.

પૃથ્વી: તું સારી રીતે જાણે છે કે અમારે તને શા માટે કેદ કરવી પડી ,તારી હેવાનિયત હદ થી વધુ થઈ ગઈ હતી તે ચારેય બાજુ કત્લેઆમ મચાવ્યો હતો જે આપના clan ના નિયમો વિરુદ્ધ હતું, આપણાં clan ના લોકો તો તને મારવા નો plan બનાવી ચૂક્યા હતા, પણ અમે તને સદાય માટે ખોવા નહોતા માંગતા એટ્લે તને રોકવા મજબૂરી માં તને ધરતી ના નીચે ગુફા માં કેદ કરવી પડી.

વિશ્વા : એ જે કઈ પણ હોય , પણ તમે લોકો એ મારી સાથે દગો કર્યો છે.અને તું નંદિની ના પ્રેમ માં એટલો આંધળો બની ગયો કે પોતાની સગી બહેન ને બચાવવાનો સમય પણ ના મળ્યો.

પૃથ્વી : તારા માં જેટલી પણ કડવાહટ છે એ બધી કાઢી નાખ .. આપણે નવેસર થી શરૂઆત કરીશું.

વિશ્વા : બિલકુલ નહીં.

એવું બોલતા સ્વરલેખા ને ગુસ્સો આવ્યો એને સાંકળ ખેંચી ,તરત પીંજરા ના અંદર ની બારી ખૂલી અને સૂર્ય પ્રકાશ વિશ્વા પર પડ્યો ,એ બૂમો પાડવા લાગી.

પૃથ્વી : please સ્વરલેખા આપ રેહવા દો.

સ્વરલેખા : જો વિશ્વા . આજે પણ તને પૃથ્વી એટલો જ પ્રેમ કરે છે જેટલો પેહલા કરતો હતો. પણ તું નહીં સમજે.

એટલું કહી ને સ્વરલેખા ત્યાં થી નીકળી ગયા અને પૃથ્વી વિશ્વા ને સમજાવતો ત્યાં જ બેસી રહ્યો.

બીજી બાજુ .....

રઘુવીર એ અવિનાશ ને પુછ્યું કે આખરે જેલ માં થી આઝાદ કઈ રીતે થયો?

અવિનાશ :એ બહુ મોટું રહસ્ય છે, જ્યારે મને સંપૂર્ણ રીતે તમારા પર વિશ્વાસ આવશે ત્યારે હું તમને જણાવીશ. અત્યારે મહત્વ નો મુદ્દો એ છે કે તમે મારી સાથે છો કે નહીં ?

રઘુવીર :તું મારા દુશ્મન નો દુશ્મન છે ,અને દુશ્મન નો દુશ્મન મિત્ર જ હોય,તું મારો મિત્ર તો નથી પણ હા હું તારી મદદ અવશ્ય કરીશ.

અવિનાશ : બસ તમારા પાસે થી એ જ અપેક્ષા હતી,તો હવે એ લોકો ને ખતમ કરવા માં જરા પણ રાહ નથી જોવી.

અહી ... સ્વરલેખા પૃથ્વી ના ઘરે થી નીકળી ને જંગલ તરફ થી શહેર માં જઇ રહી હતી.એને લાગ્યું કે કોઈ એનો પીછો કરી રહ્યું છે,એટ્લે એને ઝડપ થી ચાલવાનું ચાલુ કર્યું.

પણ અચાનક એક વ્યક્તિ સામે આવીને ઊભો રહી ગયો, સ્વરલેખા ડઘાઈ ગઈ. એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ અવિનાશ હતો.

અવિનાશ : કેમ છે મારી નાની બહેન ? પોતાના ભાઈ ને ભૂલી ગઈ ?

સ્વરલેખા: ઘણી સારી હતી તારા વિના.

અવિનાશ : આવું કહીને તું મારા દિલ ને ઠેસ પહોચાડે છે.

સ્વરલેખા: તું અહી શું લેવા આવ્યો છે ?

અવિનાશ : અરે .... મારી બહેન ને મળવા આવ્યો છું.

સ્વરલેખા : તારે મારા આગળ તો આવા નાટક કરવા ની જરૂર નથી, મને એ કે તું આઝાદ કઈ રીતે થયો ?

અવિનાશ : એ તો હું નહીં કહું....Top secret છે.

એ બધુ છોડ ,હું ફક્ત એટલું જ કહું છું કે ... તું જેનો સાથ આપે છે એ આપણાં દુશ્મનો છે .

સ્વરલેખા : એ આપણાં નહીં તારા દુશ્મનો છે , એ લોકો એ હમેશા મારો સાથ આપ્યો છે, અને ગલત તો તું છે અને તું જ હતો.

અવિનાશ : ઓહ .... આ lecture સાંભળવા નથી આવ્યો હું. સીધી વાત કરું છું. જો તું મારા અને પૃથ્વી વચ્ચે આવીશ તો ફાલતુ માં બલી ચડી જઈશ.

સ્વરલેખા: બલી કોણ ચડે છે એ તો સમય બતાવશે. પૃથ્વી ભલે મારો કઈ પણ ના લાગતો હોય એને હમેશા એક ભાઈ ની જેમ મારી રક્ષા કરી છે અને તે ?... તું ભાઈ નહીં કલંક છે. જે પોતાની માતા ની હત્યા કરી શકે એની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય.

અવિનાશ : મે તને કેટલી વાર કહ્યું છે કે મે માં ની હત્યા નથી કરી. મારી દુશ્મની ફક્ત vampire અને werewolf સાથે છે ,આપણાં લોકો સાથે નહીં.

સ્વરલેખા : તારા કહવા થી સત્ય બદલાઈ નહીં જાય .

અવિનાશ : મને ખબર હતી કે તને કહવા નો કોઈ મતલબ નથી. તે કયા દિવસે મારી વાત માની છે.

Ok..તો તૈયાર થઈ જા.પેહલા તને રસ્તા પર થી હટાવી દવ પછી બીજા નો વારો.

એટલું બોલીને અવિનાશે મંત્ર વડે સ્વરલેખા પર પ્રહાર ચાલુ કર્યા,સ્વરલેખા એ પણ સામો વાર કર્યો બંને ની શક્તિઓ એક બીજા સાથે ટકરાઇ ને ભસ્મ થઈ ગઈ.

અવિનાશ : તું ઘણું બધુ શીખી ગઈ છે બહેન.

સ્વરલેખા : તારા જેવા લોકો માટે શીખવું પડે છે.

અવિનાશ : પણ વધુ વાર નહીં ટકે.

એટલું કહી ને અવિનાશ પોતાના અસલી રંગ માં આવી ગયો અને કાળી શક્તિઓ નો પ્રયોગ ચાલુ કર્યા.

અને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ગાયબ થઈ મંત્ર નો મારો કરવા લાગ્યો.સ્વરલેખા એ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી પ્રહાર ચાલુ કર્યા. જંગલ માં ઘમાસાન યુધ્ધ ચાલુ થઈ ગયું.

સ્વરલેખા માં કાળી શક્તિઓ નો સામનો કરવા ની તાકાત નહોતી. એની શક્તિઓ ક્ષીણ થવા લાગી, એ હવે અશક્ત થવા લાગી , અવિનાશે મોકા નો લાભ ઉઠાવી પાછળ થી મારક શક્તિ નો પ્રયોગ કર્યો અને સ્વરલેખા એ સહન ના કરી શકી , એ જમીન પર ઢળી પડી અને લોહી લુહાન થઈ ગઈ.

અવિનાશ એની નજીક આવ્યો અને બોલ્યો “ અત્યાર સુધી નો સફર ખૂબ જ રોમાંચક રહ્યો બહેન , આશા કરું છું આવતા જન્મ માં તને કોઈ સારી જિંદગી મળે”.

એટલું બોલી અવિનાશ ને સૌથી આખરી પ્રાણ હરણ મંત્ર વડે પ્રહાર કરવા હાથ ઉગામ્યો.................................

વધુ આવતા ભાગે..

જોડાયેલા રહો.