Hawas-It Cause Death - 3 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | હવસ :-IT CAUSE DEATH ભાગ-3

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

હવસ :-IT CAUSE DEATH ભાગ-3

હવસ :-IT CAUSE DEATH-ભાગ 3

એક હસીન અને તન ની સાથે મન ને પણ તરબોળ કરી દેતી રાત ની સવાર પડી ગઈ હતી.અનિકેત આજે ઓફિસમાં રજા હોવાંથી હજુપણ આરામ ફરમાવતાં નસકોરાં બોલાવી રહ્યો હતો.

"અનુ ચાલ હવે ઉભો થા..તારાં માટે ચા-નાસ્તો તૈયાર છે.."અનિકેત ને જગાડવાની કોશિશ કરતાં જાનકી બોલી.

જાનકી નો ખાંડ ની ચાસણી જેવો મીઠો અવાજ સાંભળી અનિકેતે આળસ ખાતાં આંખ ખોલી તો જાનકી નો હસતો ચહેરો એને નજરે ચડ્યો.જાનકી એ હમણાં જ પોતાની રેશમી ઝુલ્ફો ને ધોઈ હોવાથી એનાં શરીરમાંથી એક માદક ખુશ્બુ અનિકેત નાં નાક સુધી પહોંતાં એ નશામાં હોય એમ જાગી ગયો.

"Good morning... સ્વીટહાર્ટ"પલંગમાંથી બેઠાં થતાં અનિકેત બોલ્યો.કાલે રાતે જાતીય સુખ ની ચરમસીમા નો અહેસાસ કર્યા બાદ આજે એ પોતાની જાત ને ખૂબ રિલેક્સ ફિલ કરી રહ્યો હતો.

"Very good morning.."કાચ ની ત્રિપાઈને પલંગ જોડે સરકાવી એની ઉપર નાસ્તા અને ચા નો કપ મુકેલી ટ્રે ને મુકતાં બોલી.

જેવી જાનકી એ ટ્રે ત્રિપાઈ પર મૂકી એજ સમયે તત્કાળ અનિકેતે જાનકી ને પોતાની તરફ બળપૂર્વક ખેંચી લીધે..એની આ હરકતથી જાનકી શરમાઈ ગઈ.અનિકેત જાનકી ને ચૂમવા જતો હતો એટલામાં જાનકી એ અનિકેત ને પોતાનાથી અળગો કર્યો અને મીઠો સણકો કરતાં બોલી.

"શું તું પણ કેવું કરે છે અનુ.. હું તારાં માટે નાસ્તો લઈને આવી અને તારો વિચાર તો મને ખાઈ જવાનો લાગે છે."

"અરે આવી લિજ્જતદાર રસમલાઈ સામે હોય ત્યાં આ ઉપમા કોને ભાવે.."જાનકી તરફ જોતાં અનિકેત બોલ્યો.

"ખબર નહીં આજે તને શું થઈ ગયું છે..હું નીચે જાઉં છું તું નાસ્તો કરી તૈયાર થઈ જા."અનિકેતની વાત સાંભળી જાનકી મીઠું હસી અને બેડરૂમમાંથી નીકળી ગઈ.

અનિકેતે ચા નાસ્તો કર્યા બાદ સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી ગ્રે શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું અને નીચે હોલમાં આવ્યો.આમ તો અનિકેત રજાનાં દિવસે પણ શૂટ બુટ માં સજ્જ રહેતો પણ આજે એનો આ નવીન અવતાર જોઈ હોલમાં સોફા પર બેસી મેગેઝીન વાંચતી જાનકી પણ બોલી ઉઠી.

"વાહ.આજે તો કંઈક અલગ જ દેખાય છે..સોહામણો અને સુંદર"

પોતાનાં વખાણ સાંભળી અનિકેત મનોમન હરખાઈ જરૂર ગયો પણ એને મનની ખુશી ચહેરા પર આવવા ના દીધી.જાનકી ની નજીક જઈ એનું કપાળ પ્રેમથી ચુમી અનિકેત બોલ્યો.

"એતો તારી નજરનો કમાલ છે..અને હું જો સોહામણો અને સુંદર હોઉં તો તું તો પૂનમ નો ચાંદ છે અને એ પણ બેદાગ.."

અનિકેત ની વાત સાંભળી જાનકી ની આંખો શરમથી ઝૂકી ગઈ..એ અનિકેત ની તરફ જોતાં બોલી.

"અનુ,ચાલ by.હવે મારે મારાં ભાઈનાં ઘરે જવાનું છે.રીંકુ અને આરવ ની જીદ છે કે મમ્મી-પપ્પા બંને એમને લેવા જાય.પણ તું તો આવી નહીં શકે તો હું એકલી જ જતી આવું અને બપોરનું લંચ પણ પરેશભાઈ નાં ઘરે જ કરી લઈશ."

"કેમ તારે..તારાં ભાઈ-ભાભી ને નહીં ગમે જો હું આવીશ તો..?" પ્રશ્નસુચક નજરે જાનકી તરફ જોતાં બોલ્યો.

"ના એવું હોતું હશે..મને એમ કે તમારે ક્યાંક જવાનું હશે.બાકી જો તમે જોડે આવવાનાં હોય તો ખૂબ સરસ..રીંકુ અને આરવ પણ તમને જોઈ ખૂબ ખુશ થઈ જશે."અનિકેત ની વાત સાંભળી રાજી નાં રેડ થતાં જાનકી બોલી.

"ફક્ત આરવ અને રીંકુ..એની મમ્મી ને ખુશી નહીં મળે..?"જાનકી નો ચહેરો પોતાનાં હાથથી ઊંચો કરતાં અનિકેત બોલ્યો.

"એની મમ્મી તો એથી પણ વધુ ખુશ..ચાલો હવે મોડું કર્યા વિના જઈએ."ચહેરા પર ખુશી નાં ભાવ સાથે જાનકી બોલી.

"જો હુકમ મેરે આકા"હસીને પોતાની જાતને કમરથી નમાવી જાનકી તરફ કમરથી ઉપરનાં ભાગને ઝુકાવ આપતાં અનિકેત બોલ્યો.

અનિકેત ની આ હરકત પર જાનકી ખીલખીલાટ હસી પડી..અને ત્યારબાદ બંને બંગલો નાં પાર્કિંગ માં આવ્યાં અને કારમાં બેસી એનાં ભાઈ નાં ઘર તરફ નીકળી પડ્યાં. જાનકી નો ભાઈ પરેશ પણ રાધાનગર માં જ રહેતો હોવાથી એ લોકો વીસેક મિનિટમાં તો એનાં ઘરે પહોંચી ગયાં.

પરેશ દ્વારા પોતાની મોટી બહેન જાનકી અને જીજા અનિકેત ની સારી એવી મહેમાનગતિ કરવામાં આવી.આરવ અને રીંકુ પણ પોતાનાં પપ્પા નાં ત્યાં આવવાથી ખૂબ ખુશ જણાતાં હતાં.પરેશ ની પત્ની સ્મિતા એ સરસ મજાની વાનગીઓ બનાવી હતી જેનો આસ્વાદ માણ્યા બાદ એ બધાં લોકોએ સાથે મળીને ઘરનાં જ મીની થિયેટરમાં મુવી જોવાની મજા લીધી.

સાંજે પણ બધાં બહાર ફરવા ગયાં અને બહુ બધી મસ્તી કરી.અનિકેત માટે આજનો દિવસ ખુબજ આનંદદાયક રહ્યો હતો.આટલાં દિવસથી પોતાની શારીરિક મર્દાના સમસ્યા ને લીધે ઉભું થયેલું સ્ટ્રેસ આજે ઘણી હદે દૂર થયું હોવાનું અનિકેત અનુભવી રહ્યો હતો.જેનું કારણ સાફ સાફ એક જ હતું કે કાલે રાતે જાનકી જોડે એને કરેલો સહવાસ.

સાંજે પણ એમને ડિનરમાં રીંકુ ની ફેવરીટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરેન્ટ ઉડીપી માં ઢોંસા, ઉત્તપમ, ઈડલી,સંભાર નો ટેસ્ટ કર્યો.પરેશ અને સ્મિતા ને એમનાં ઘરે ડ્રોપ કરી અનિકેત પાછો પોતાનાં રહેઠાણ એટલે કે ઠક્કર વિલા આવી પહોંચ્યો.

રીંકુ અને આરવ ને એમનાં રૂમમાં સુવડાવી જાનકી જ્યારે પાછી અનિકેત નાં રૂમમાં આવી ત્યારે અનિકેત હજુ જાગતો હતો..અનિકેત નાં ચહેરા નાં ભાવ અને એની ભેદી મુસ્કાન જોઈ જાનકી સમજી ગઈ હતી કે એનાં મનમાં શું ખીચડી રંધાઈ રહી હતી.અનિકેત નાં મનની વાત સમજી જાનકી એ કંઈ બોલ્યાં વગર બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો અને અનિકેતનાં બેડ પર આવીને બેસી ગઈ.

અનિકેતે ક્ષણનો પણ વિલંબ કર્યા બાદ જાનકી ને પોતાની મજબૂત ફોલાદી બાહોમાં જકડી લીધી અને ચુંબનોનો વરસાદ કરી એને ભીંજવી દીધી.આ દરમિયાન અનિકેત ને રોકવા માટે જાનકી નો વ્યર્થ અને ફિક્કો પ્રયત્ન કરી રહી હતી.જાનકી નાં વ્યર્થ પ્રયત્નની સાથે વચ્ચે વચ્ચે આવતી માદક સિસકારીઓ અને ઉંહકારા નો અવાજ સાંભળી અનિકેત વધુ આક્રમક બની જાનકી ની જવાની ને નિચોડવાની કોશિશ કરી રહ્યો હતો.

બસ પછી બંને લાગી ગયાં એકબીજાને પરિતૃપ્ત કરવાની હરીફાઈમાં.. જેમાં કોઈની હાર થવાની નહોતી અને ફક્ત પ્રેમ અને તૃપ્તિનો અહેસાસ જીતવાના હતાં. દોઢેક કલાક સુધી શરીરને થકવી દેનારી કસરત પછી બંને ઘસઘસાટ સુઈ ગયાં.

*************

સોમવાર થતાં જ અનિકેત ફરી પોતાનાં કામે લાગી ગયો..બપોરનું જમ્યાં બાદ અનિકેત હેડ ઓફિસની ની પોતાની કેબિનમાં બેઠો બેઠો છેલ્લાં બે દિવસનાં ઘટનાક્રમ ને વાગોળી રહ્યો હતો.

અનિકેતની જે જીંદગી બે દિવસ પહેલાં વેરાન ભાસતી હતી એમાં અચાનક આવેલી બહાર નું કારણ શોધવાનો પ્રયત્ન અનિકેત ક્યારનોય કરી રહ્યો હતો.ઘણું બધું ગહન વિચાર્યા બાદ એનાં મનમાં છેલ્લે જાનકી નાં શબ્દો ગુંજી ઉઠતાં..જેમાં એ બોલી હતી કે

"મનોચિકિત્સક દ્વારા પારકી સ્ત્રી જોડે જાનકી ની નજરોથી છુપાવીને ફિઝિકલ રિલેશનનું સૂચન આપવામાં આવ્યું હતું..અને શાયદ એજ વિચારો થકી પોતાની માનસિક સ્થિતિમાં સુધારો થયો હતો અને બે સળંગ રાતોથી એ જાનકીને પૂર્ણ સંતોષ આપવામાં સફળ થયો હતો."

આવો વિચાર આવતાં જ અનિકેત પોતાની જાત સાથે જ વાત કરતો હોય એમ બબડયો.

"શું મારે સાચેમાં મનોચિકિત્સક ની એ સલાહ પર ધ્યાન આપી જાનકી સિવાય કોઈ અન્ય સ્ત્રી માટે વિચારવું જોઈએ..?આમપણ આખી દુનિયાનાં પુરુષો ગમે ત્યાં મોઢું મારતાં જ રહે છે ભલે ને એમને કોઈ તકલીફ હોય કે ના હોય..જ્યારે હું તો મારી તકલીફ નું નિવારણ કરવા આવું કરવાનું વિચારું છું.અને આખરે એમાં ફાયદો જાનકી નો પણ છે..મારી સાથે એની પણ મેરેજ લાઈફ નું અકાળે મરણ થઈ ચૂક્યું હતું."

અનિકેત એ વિશે જેટલું વધુ વિચારતો એટલું જ વધુ એનું મગજ ચકરાવે ચડી રહ્યું હતું..પોતે આવું કેમ વિચારી રહ્યો હતો એવું એને સમજાઈ નહોતું રહ્યું..આખરે એ મનોમન બોલ્યો.

"અનિકેત તારી આ પ્રોબ્લેમમાં જો કોઈ સાચી સલાહ આપી શકવાની કાબેલિયત ધરાવતો હોય તો એ છે પ્રભાત..પ્રભાત પંચાલ.."

પ્રભાત પંચાલ અનિકેત નો ખુબ જ સારો અને નજીકનો મિત્ર હતો.અનિકેત અને પ્રભાત ને ઘર જેવો સંબંધ હતો.પ્રભાત ભલે અનિકેત ની જેટલો પૈસાદાર નહોતો પણ એની સંપત્તિ પણ કંઈ ઓછી નહોતી.પ્રભાતની લાઈફ સ્ટાઈલ વિજય માલ્યા ની જેમ વૈભવી હતી.એની પત્ની અનિતા દેખાવે સામાન્ય હોવાથી પ્રભાત જ્યાં ત્યાં પોતાની શારીરિક ભૂખ સંતોષવા પ્રયત્નો કરતો જતો.અનિકેત પોતાની નાની-મોટી પ્રોબ્લેમ પ્રભાત સાથે શેર કરતો જેનો પ્રભાત દરવખતે સચોટ ઉપાય આપતો.

આજે પણ પોતાનાં મનમાં ઉભાં થયેલાં સવાલોનો ઉકેલ પોતાનો ખાસમખાસ દોસ્ત પ્રભાત જ આપી શકશે એવો વિચાર આવતાં જ અનિકેતે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને એમાંથી પ્રભાતનો નમ્બર કાઢી કોલ લગાવ્યો.

"મસ્ત બહારો કા મેં આશિક મેં જો ચાહે યાર કરું..

ચાહે ફૂલો કે સાયે સે ખેલું ચાહે કલી સે પ્યાર કરું.."

જમ્પિંગ જેક જીતેન્દ્ર ની ફર્ઝ મુવીનું આ રંગીન ગીત પોતાની કોલર ટ્યુન માં રાખી પ્રભાત પોતાની રંગીન જીંદગી ની સાબિતી આપી રહ્યું હતું.

"Hello,my dear aniket..બહુ દિવસે અમારી યાદ આવી.?.બોલ શું પ્રોબ્લેમમાં છે.?"કોલ રિસીવ કરતાંની સાથે જ પ્રભાત બોલી પડ્યો.

"હા યાર..હમણાંથી બહુ લોડ હોય છે કામનો એટલે સમય જ નથી મળતો..અને તને કઈ રીતે ખબર કે હું કોઈ પ્રોબ્લેમમાં છું.?"પ્રભાત પોતે પ્રોબ્લેમમાં છે એ વાત કઈ રીતે જાણતો હતો એનું આશ્ચર્ય થતાં અનિકેતે સવાલ કર્યો.

"ભાઈ આમ વગર કારણે તું કોઈ કોલ કરે ત્યારે હંમેશા એવું જ બન્યું છે કે તારી પર કોઈ એવી તકલીફ આવી પડી હોય છે જેનું સોલ્યુશન તને મળી શકતું નથી હોતું અને એનાં નિવારણ અર્થે તું કોલ કરતો હોય છે એટલે મેં એવું કહ્યું કે તને પાછી શું પ્રોબ્લેમ આવી પડી.."અનિકેત નાં પુછાયેલાં સવાલનો જવાબ આપતાં પ્રભાત બોલ્યો.

"હા યાર સાચે માં એક એવાં વિચાર પર અટવાયો છું જેનો રસ્તો નથી જડી રહ્યો..આગળ વધુ કે પાછો વળી જાઉં એની ખબર જ નથી પડી રહી."મનમાં વ્યાપ્ત ઉચાટ ને શબ્દોમાં વર્ણવતાં અનિકેત બોલ્યો.

"ભાઈ આમ કોયડા બનાવ્યાં વગર સીધે સીધું બોલ..આખરે થયું છે શું..?"પ્રભાતે વ્યગ્રતા સાથે પૂછ્યું.

"ભાઈ એ ફોનમાં નહીં મજા આવે..એ માટે તું મારી સાંઈબાબા મંદિર વાળા ચાર રસ્તા જોડે જે હેડ ઓફીસ આવી છે ત્યાં આવી શકતો હોય તો આવી જા.."અનિકેતે કહ્યું.

"સારું તો હું થોડું કામ પતાવી અહીંથી નીકળું..તો ત્યાં પહોંચતા બે કલાક લાગી જશે.."પ્રભાત બોલ્યો.

"વાંધો નહીં હું તારાં આવવાની રાહ જોઈશ.."અનિકેતે આટલું કહી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

પ્રભાત સાથે થયેલી વાતચીત અનિકેત નાં મનને શાતા આપવાનું કામ કરી રહી હતી. પ્રભાત ચોક્કસ એની પ્રોબ્લેમ નું કંઈક ને કંઈક સોલ્યુશન જરૂરથી કાઢશે એ વાતે આશ્વસ્થ અનિકેતે મોબાઈલ ખિસ્સામાં મુકતાં પોતાની રોલિંગ ચેર પર લંબાવ્યું.. અને લેપટોપ પર મેઈલ ચેક કરતાં કરતાં પોતાની ફેવરીટ ન્યુ વર્લ્ડ સિગાર ને લાઈટર વડે પેટાવી એનાં દમદાર કશ ની લિજ્જત માણવાનું શરૂ કર્યું.અનિકેત ચેઈન સ્મોકર તો નહોતો પણ ક્યારેક ક્યારેક સિગાર નું વ્યસન કરી લેતો.

*************

અઢી કલાક જેટલો સમય વીતી ગયો પણ પ્રભાત નાં આગમન નાં કોઈ એંધાણ મળ્યાં નહોતાં.. અનિકેત એની રાહ જોવામાં ને જોવામાં ઘણા દિવસે ઉપરાઉપરી બીજી સિગાર પણ ખતમ કરી ચુક્યો હતો.વારંવાર એ ઓફીસનાં કાચ પર લગાડેલી કુશન ને ખસેડી ઓફિસની લોબી તરફ નજર કરી લેતો જ્યાં ઘણાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં..કેમકે પ્રભાત ની આદતથી એ પરિચિત હતો જ્યાં છોકરી જોઈ નથી ત્યાં પ્રભાત અટક્યો નથી.

"એની માં ને સાલો ક્યાં રહી ગયો..કોલ પણ નથી લાગતો.."પ્રભાત ને લગાવેલો કોલ પણ out of rech આવતાં આવેશમાં આવી અનિકેત મનોમન બોલ્યો.

અનિકેતનાં આઠ-દસ પ્રયત્નો બાદ પણ કોલ ના લાગતાં એ પાછો જઈને ટેબલની પાછળ રોલિંગ ચેરમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે..હજુ તો અનિકેત ચેર માં બેઠો જ હતો ત્યાં એની ઓફીસ નું બારણું ખોલ્યું અને પ્રભાત અંદર પ્રવેશ્યો.

પ્રભાત ને જોતાં જ અનિકેત એની ઉપર ગુસ્સે થતાં બોલ્યો.

"એ સાલા..ક્યાં રહી ગયો હતો..?અને મહાશય નો ફોન પણ out of reach આવે..?"

"એ ભાઈ આવનારાં મહેમાન જોડે આવું વર્તન કરાય..મારી ગાડી માં પંક્ચર પડ્યું હતું અને મારાં ફોનની બેટરી ખતમ થઈ જતાં ફોન પણ બંધ થઈ ગયો.."પોતાની સફાઈમાં પ્રભાત બોલ્યો.

"હા હવે બેસ..અને pub g રમવાનું ઓછું કરો જેથી બેટરીની પણ બચત થાય.."ઉભાં થઈ પ્રભાત ને ગળે લગાવ્યા બાદ એને પોતાની જોડે બીજી ખુરશીમાં બેસવા માટે નો ઈશારો કરતાં અનિકેત બોલ્યો.

અનિકેત ની વાત માની પ્રભાતે સ્થાન ગ્રહણ કર્યું અને બોલ્યો.

"ભાઈ..જો મારે તમારી જેમ કંઈ હાઈ સ્પીડ માં બિઝનેસ ચાલતો નથી.માટે pub g રમી ટાઈમ કાઢું..એમાં ચિકન ડિનર મળી જાય એટલે એવું લાગે કે પેટ ભરાઈ ગયું."હસીને પ્રભાત બોલ્યો.

"હા હવે ભૂલ થઈ ગઈ..તમારાં pub g વાળા જોડે માથાકૂટ કરવી જ નકામી છે.."ડોકું હલાવતાં અનિકેત બોલ્યો.

"હા હવે બીજું કંઈ બાકી હોય તો બોલી દે..નહીં તો મુદ્દાની વાત કર.."અધીરાઈ સાથે પ્રભાત બોલ્યો.

પ્રભાત નાં કહેવા પર અનિકેતે પોતાની શારીરિક સમસ્યા નો ઉલ્લેખ કર્યો અને પોતે એમાંથી નિજાદ મેળવવા કરેલાં પ્રયત્નોનું પણ લાબું લચક લિસ્ટ જણાવી દીધું.આ બધાં પ્રયત્નો છતાં એને એમાંથી કોઈ ફાયદો થયો નહીં પણ પોતાની પત્ની દ્વારા કોઈ પરસ્ત્રી સાથે શારીરિક સુખ માણવા માટેની વાત જણાવવામાં આવી તો એનાં વિચાર માત્ર થી પોતે ઘણું સારું ફિલ કરી રહ્યો હોવાંની વાત પણ જણાવી દીધી.

અનિકેત ની ફૂલ સ્ટોરી સાંભળ્યા બાદ પ્રભાત પોતાનાં ક્લીનશેવ ચહેરા પર હાથ ફેરવતાં બોલ્યો.

"મતલબ કે તું મર્દાના સમસ્યાથી ગ્રસ્ત છો.. જેમાંથી છુટકારો મેળવવા કોઈ મનોચિકિત્સક દ્વારા તારે પોતાની પત્નીને મૂકી કોઈ અન્ય સ્ત્રી જોડે શારીરિક સંબંધ બાંધવાનું કહેવામાં આવ્યું..જે સાંભળી તું ઉત્તેજિત થઈ ગયો અને જાનકી સાથે રિલેક્સ થઈને સંભોગ કરી શક્યો.તો પછી દોસ્ત વિચારે છે શું..?જે વસ્તુ કરવાથી રાહત મળે અથવા તો મનની શાંતિ નો માર્ગ એમાં દેખાતો હોય એ કરવી જોઈએ.તારે જાનકી ભાભી થી છુપાઈને ક્યાંક સેક્સ સંબંધ બાંધવો જોઈએ એ વાત પર હું મહોર મારું છું.."

"હા..હવે એક ને એક વાત રિપીટ શું કરે.મને ખબર હતી કે તું એમ જ કહીશ કે મારે ક્યાંક બીજે રિલેશન બાંધવું જોઈએ..પણ જલ્દી બોલ હવે મારે બીજી કોઈ સ્ત્રી સાથે કઈ રીતે સંબંધ બનાવવો..જો હું કોઈ રૂપલલના કે કોલ ગર્લ જોડે જવા નથી માંગતો એ તને પહેલાંથી સ્પષ્ટ કરી દઉં."અકળાઈને અનિકેત બોલ્યો.

"હા ભાઈ..એ વિશે કંઈક વિચારવા તો દે.."થોડાં ઉંચા અવાજે પ્રભાત બોલ્યો.

અનિકેત ની પ્રોબ્લેમ વિશે હજુ પ્રભાત અને અનિકેત વધુ ચર્ચા કરે એ પહેલાં અનિકેત ની ઓફીસનાં દરવાજા પર નોક થયું..જેનાં લીધે બંને ચૂપ થઈ ગયાં..!!

★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાત અનિકેત ને શું સલાહ આપવાનો હતો..??અને એનાંથી અનિકેત અને જાનકીનાં વૈવાહિક જીવનમાં કયો નવો ભૂકંપ આવવાનો હતો? એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ

~જતીન.આર.પટેલ (શિવાય)