office num 308 bhag 11 in Gujarati Horror Stories by BANSRI PANDYA ..ANAMIKA.. books and stories PDF | ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૧

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૧

મંથન અને મુક્તિ બંન્ને ઓફીસ જવા નીકળ્ય‍ા. બંન્ને હોલ માં પહોંચ્યા. ત્યાં તેમને દાદાજી મળ્યા તેઓ દાદાજી ને  પગે લાગ્યા.

" સદા સુખી રહો. "

" થેંક યુ દાદુ "

" વેલકમ બેટા તો ફાઈનલી તે મુક્તિ નો સ‍ાથ આપવાનુ વિચારી જ લીધું "

" યેસ દાદુ "

" થેંક યુ દાદાજી તમારા લીધે મને મંથન નો સાથ મળ્યો. નહી તો આ લડાઈ મારે એકલાં જ લડવી પડત "

" અરે બેટા તારા દાદી પાસેથી હું આ વાત શીખ્યો છું. કે હંમેશા સાથ આપવો. તારા દાદી એ પણ મને જીવતા જીવ બહુ સાથ આપેલો. "

" ઠીક છે દાદુ અમે નીકળીએ "

" હા આ લો તમારા માટે તુલસી અને રુદ્રાક્ષ ની માળા  છે. આ હું અને તારા દાદી પહેરતાં હવે તમને સોંપુ છું. આ તમારી રક્ષા કરશે "

દાદાજી એ બંન્ને ને એ માળા પહેરાવી દીધી અને બંન્ને ઓફીસ તરફ રવાનાં થયાં. બંન્ને ઓફીસ પહોંચી ગયાં.

" મુક્તિ સંભાળી ને રહેજે અને કાંઈ પણ થાય હું છું જ "

" હા તુ પણ સાચવજે "

આખો દીવસ નીકળી ગયો પણ કોઈ જ સંદેહજનક વાત બની નહી. બધું જ નોરમલ રહ્યું. સાંજે બંન્ને ઘરે જવા નીકળી ગયાં. ઘરે જતાં પહેલા તેઓ કેફે માં ગયાં. કોફી ઓર્ડર કરી.

" મુક્તિ આજે તોકાંઈ જ બન્યુ નહી. લાગે છે હવે બધુ નોરમલ છે "

" કાંઈ નોરમલ નથી મંથન બસ છુપાયેલુ છે "

એટલા માં જ મુક્તિ નો ફોન રણક્યો. નામ જોઈ મુક્તિ ખુશ થઈ ગઈ. ઈશા એ ફોન કર્યો હતો.

" હલો મુક્તિ કેમ છે તુ બહુ સમય બાદ યાફ કર્યા "

" હા ઈશા તે મારો વોઈસ મેસેજ તો સાંભળ્યો  જ હશે. અમને તારી મદદ ની જરુર છે. "

" હા મુક્તિ મેં સાંભળ્યો એટલે જ ફોન કર્યો છે. હું આવું છું તારા ત્યાં મદદ કરવા માટે કાલે જ. તુ બસ મને ક્યાં આવવાનુ એનો મેસેજ કરી દે. "

" થેંક યુ  ઈશ‍ા. હું તને એડ્રેસ મેસેજ કરી આપુ છુ સી યુ ટુમોરોવ "

" મંથન ઈશા કાલે જ અહીં આવે છે આપણને મદદ કરવા. હું એને મારા ઘરે લઈ જઈશ "

" ના મુક્તિ તમે મારા જ ઘરે રહેશો હમણાં તેને મારા ઘરે બોલાવી લે "

" ઠીક છે મંથન "

" હા કાલે મારો મિત્ર પણ આવે છે "

" મિત્ર? કોણ ? "

" ઈશાન તેને પણ આ બધાં વિશે બહુ જાણકારી છે. તે પણ રીસર્ચ કરી રહ્યો છે આનાં પર. મેં એને પહેલાં જ કહી દીધું હતું. તને સરપ્રાઈઝ આપવા "

" ઓહ વાંધો નહી એક સે ભલે દો. "

*******

સવાર નાં અગિયાર વાગ્યા હતાં.  મુક્તિ અને મંથન બંન્ને ઈશાન અને ઈશા  ની રાહ જોઈ રહ્યા હતાં. એવા માં જ દાદાજી આવ્યા.

" બેટા હું  જામનગર જઈ રહ્યો  છું "

" કેમ અચાનક દાદાજી ? "

" મારો ખાસ મિત્ર છે ને રમેશ તેની તબિયત ખરાબ છે એટલે મને ત્યાં તેડાવ્યો છે "

" ઓહ રમેશકાકા ની તબીયત બહુ ખરાબ છે? હું આવુ દાદુ સાથે? "

" ના ના તારી અહીં વધુ જરુર છે. હું થોડા દીવસ જઈ આવું. ગાડી લઈને જાવ છું એક બીજી તુ રાખજે. ડ્રાઈવર ને કનુ ને મોકલી આપીશ "

" ના ના દાદુ તમે કનુકાકા અને ગાડી ને પોતાનાં પાસે જ રાખજો. તમને જરુર પડશે. મને તો ડ્રાઈવીંગ આવડે જ છે તમે શાંતિથી જાવ ચિંતા નહી કરતા "

" હા દાદાજી ટેક કેર "

" ઠીક છે બેટા આવજો "

દાદાજી ની કાર રવાનાં થઈ. અને બે ટેક્સી આવીને ઊભી રહી સામસામે. એક ટેક્સી માંથી છોકરો ઉતરયો. ફાટેલુ ઢીલુ ફેશનેબલ જીન્સ, ઉપર સફેદ પ્લેન ટી શર્ટ અને તેનાં પર કલરફૂલ ફેન્સી જેકેટ. હાથ માં ફાસ્ટ ટ્રેક ની વોટ્ચ. આંખો પર કાળા ચશમા. વાળ માં જેલ થી બનાંવેલી હેયર સ્ટાઈલ થી તે ફેન્સી અને હેન્ડસમ લાગતો હતો. પણ તેને જોઈને જરાય ન હતું લાગતુ તે પેરાનોરમલ માં રીસર્ચ કરતો હોય.

બીજી ટેક્સી માંથી છોકરી ઉતરી. પ્લેટફોર્મ હીલ્સ, પગ માં ફેન્સી પાયલ. લોન્ગ ગાઉન જેવી ખુરતી. કર્લી સોનેરી હેયર. અને માંજરી આંખો તેનાં સૌંદર્ય માં વધારો કરી રહી હતી. તે થોડી હેલ્ધી હતી પણ સુંદર હતી. ગળા માં જાતજાતની માળાઓ. હાથ માં જાતભાત ની નંગ ની વીટીઓ અને બ્રેસલેટ. એને જોઈને બીલકુલ લાગતુ હતુ પેરાનોરમલ એક્સપર્ટ હોઈ શકે. તે પણ  એટલી જ સ્ટાઈલીશ લાગતી હતી. 

ઈશા અને ઈશાન એ એકબીજાં ને જોયા અને મોઢુ બગાડતા બંન્ને સાથે જ બોલી પડ્યાં

" તું ? "

" અહીં શું કરે છે ? "

" મે કીધુ હતુ ને ઈશાન  મારો પીછો ન કરીશ "

" ઓ હલો કોઈ તારો પીછો નથી કરતુ ઈશા ઓકે "

એટલા માં જ મંથન અને મુક્તિ બહાર આવ્યા અને પોત પોતાનાં મિત્રો ને ભેટી વેલકમ કર્યું.

" ઈશા આ ઈશાન છે મંથન નો મિત્ર "

" ઈશાન આ ઈશા છે મુક્તિ ની મિત્ર. મેં તને આની જ મદદ કરવા બોલાવ્યો છે ? "

" વોટ? ઈશા ની હેલ્પ  માટે ? "

" હા ઈશાન મેં  અહીં ઈશા ને મદદ   માટે  બોલાવેલી અને મંથ  ન  એ તને. હવે તમે બંન્ને આવી ગયાં છો તો સાથે જ કામ કરજો "

" પણ મુક્તિ મને મદદ ની જરુર નથી અને ઈશાન ની તો બીલકુલ નહી. એ કામ બગાડવામાં વધુ એક્સપર્ટ છે "

" ઓહ તો  તમે  બંન્ને  એકબીજાં ને  ઓળખો છો. ચલો સારુ છે કામ સારુ થશે "

ઈશા અને ઈશાન બહુ કાંઈ કહી ન શક્યા મુક્તિ મંથન ને. અને ચારેય ઘરમાં દાખલ થયાં.
ચારેય લંચ કરી મંથન નાં રુમ માં   ભેગા  થયાં.  ઈશા અને ઈશાન ની ઈચ્છા સાથે કામ ન કરવાની હોવાં છતાં  મિત્રો માટે   તૈયાર થયાં. અને મુક્તિ મંથન અે બધી વાત કરી.

" મુક્તિ તો આપણે  ઓફીસ માં જઈ  તેનાં સાથે વાત કરીએ. "

" હા આજે જ સાંજે જઈએ ત્યાં. ૭ વાગ્યા પછી કેમ કે એ સાંજે જ  દેખાય છે "

" તને કેમ ખબર? "

" મંથન જેટલી પણ વાર જોઈ સાંજે  ૭   પછી  જ જોઈતી ને. મારા પાસે સ્ટોર રુમ ની ચાવી છે બીજી પણ ઓફીસ ની નથી. હમણાં ત્યાં રોગાન અને નવા ફર્નિચર નુ કામ ચાલે છે તો બંધ છે થોડા દીવસ. "

" હું ચાવી નો જુગાડ કરી લઈશ ગાયઝ તમે બસ સાંજે રેડી રહેજો "

" ઠીક છે ગાયઝ સાંજે જઈશું ત્યાં પણ બી કેરફૂલ "

સાંજ થઈ ગઈ. બધાં જવાં તૈયાર થઈ ગયાં. ઈશા એ જરુરી સામાન લઈ લીધો અને ઈશાન એ પણ.

" મંથન ક્યાં છે "

" આવી ગયો હું.  આ  ચાવી  નો જુગાડ કરવા ગયો હતો "

" તને કેવી રીતે મળી? "

"  મેં   અંકીત  ને  પટાવી  ડુપ્લીકેટ બનાંવી લીધી "

" બહુ હોંશિયાર "

" હા આખરે તારો બોયફ્રેંડ ને "

કહી મંથન એ આંખ મારી. હવે બધાં ગાડી માં  સવાર થઈ ગયાં. બંન્ને   બોયઝ આગળ  અને  ગર્લસ  પાછળ. મંથન એ કાર  ઓફીસ નં  ૩૦૮  તરફ દોડાવી.  બધાં નાં  હ્રદય તેજ ગતિ એ  ધડકતાં હતાં. હવે શું થશે તે વિચાર કરતાં હતાં. ઈશા એ તો આવી પરિસ્થિતિ જોઈ હતી પણ તેને પોતાનાં  મિત્રો ની ચિંતા હતી. ગાડી સ્પીડ માં દોડી રહી.

" શું થશે હવે ચારેય નું ? શું તેઓ  આત્મા સાથે વાત કરવામાં સફળ થશે ?  કે પછી ત્યાં જ એમનો જીવ જશે ?  જાણીશું આગળ નાં  ભાગ માં  "