Pyar to hona hi tha - 4 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | પ્યાર તો હોના હી થા..! - ૪

Featured Books
  • The Devils Journalist Wife - 1

    राजीव जया को कहता है, "मौत सामने है  और ऐसी बाते  कर  रही हो...

  • रूहानियत - भाग 8

    Chapter -8मुस्कुराने को वजह अब तकसमीर नील को मनाते हुए," चलो...

  • Aapke Aa Jaane Se - 4

    अब तकरागिनी की मां ने जब रागिनी को स्कूल छोड़कर घर वापिस लौट...

  • प्रेम अगन - Ek Contract Love - 10

    अगले दिन...एक खूबसूरत लड़की छोटे से चट्टान पर बैठी हुए प्राक...

  • बेजुबान - 2

    उस रात वह बिस्तर में लेटा हुआ था।मोबाइल का जमाना था नही।मतलब...

Categories
Share

પ્યાર તો હોના હી થા..! - ૪

પ્યાર તો હોના હી થા..!
ભાગ-૪

❤ દો જિસ્મ બને એક જાન ❤
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

અરમાનના ગયા પછી ઈરફાનને આખી વાત નિગાર સમજાવવા લાગી. પણ ઈરફાન અંદરથી થોડું ટેન્શન અનુભવી રહ્યો હતો. નિગાર ઈરફાનને રિલેક્સ કરવાની કોશિસ કરી રહી હતી. નિગાર ફોન લઈને સ્વીગી પર ડીનર ઓર્ડર કરતા બોલી.

"શું જમીશ તું ઈરફાન?"

"ભૂખ નથી નિગાર, તારું મંગાવી લે.."

"ઈરફાન તું ટેન્શન ના લે. હવે કઈ જ નઈ થાય."

"હા પણ નિગાર હવે મારો મૂડ નથી.."

"એવું થોડીને ચાલે ઈરફાન, તું નઈ જમે તો મને બહુ જ ગિલ્ટ ફીલ થશે.."

"નિગાર એવું ન વિચાર, આ બધું એટલું અચાનક બન્યું કે હું હજી પણ થોડો ટેન્શનમાં છું. થોડા સમયમાં નોર્મલ થઇ જઈશ.."

"ઓકે સારું તો મારે પણ નથી જમવું.."

"અરે તું જમી લે.."

બંને વચ્ચે આમ જ થોડીવાર રકઝક ચાલી. નિગાર ઈરફાનથી નારાજ થવાની એક્ટિંગ કરવા લાગી. ઈરફાન એના ઉતરેલા ચહેરાને જોઈને વધુ એને ના ન કહી શક્યો.

"સારું નિગાર મંગાવી લે તારી ફેવરિટ ડીશ.. આજે હું પણ એ જ ખાઈશ.."

"થેન્ક ગોડ.. તું માન્યો.. હાશ.." નિગાર ચહેરા પર સ્માઈલ સાથે બોલી.

"હે.. હે.." ઈરફાન પણ નિગારનો પ્રત્યુત્તર આપતા બોલ્યો.

"ઈરફાન તું નોનવેજ તો ખાય છે ને?"

"હા, એમાં પૂછવાનું હોય?"

"પૂછવાનું તો ન હોય, પણ ક્યારેક કોઈ અપવાદ મળી રહે.."

"ના ના બિન્દાસ હું બધું જ ખાઉં છું તું મંગાવ.."

નિગાર એ સ્વીગીમાં ચિકન ચિલ્લી, ફિશ ટીક્કા, ડ્રેગન ફિશ, ચિકન અફઘાની , વગેરે-વગેરે ઓર્ડર કર્યા. બંને ટીવી જોઈ રહ્યા હતા. ઈરફાન હવે થોડો રિલેક્સ અનુભવી રહ્યો હતો. થોડીવારમાં સ્વીગી બોય ડિલિવરી કરી ગયો.

"નિગાર બે જણ માટે આટલું બધું કેમ મંગાવ્યું?"

"અરે તું ખા ને યાર.. આજે મારો મહેમાન છે તું" નિગાર ઈરફાનને આંખ મારતા બોલી.

"ઓહ અચ્છા તો તું મારી આજે ખાતીરદારી કરીશ એમ?" ઈરફાન પણ નિગારની મજાક કરતા બોલ્યો.

"હા આજે મહેમાન નવાજી આબેહૂબ થશે.. તું જોતો જા.."

"મતલબ?"

"અમુક વાતો ના મતલબ ન હોય.. બસ એહસાસ હોય..." નિગાર એક ઊંડા શ્વાસ સાથે બોલી.

ઈરફાન અને નિગાર બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા. નિગાર એ ઈરફાનને પ્લેટ સર્વ કરી. બંને વાતો કરતા કરતા જમવા લાગ્યા. નિગારના મસ્તી ભર્યા વર્તનથી ઈરફાનનું ટેન્શન દૂર થયું. બંને ખુબ જ મસ્તી કરવા લાગ્યા. જમ્યા બાદ નિગાર અને ઇરફાન ટીવી સામે ગોઠવાયા.

નિગાર એ ડ્રોઈંગ રૂમની લાઇટ્સ બંધ કરી અને એ ધીમી રોશની જ રૂમમાં પ્રસરી રહી હતી. નિગાર ટીવી ચેનલ ફેરવવા લાગી. સોની મેક્સ પર હેટ સ્ટોરી ૩ મુવી ચાલી રહ્યું હતું. નિગાર એ એ મુવી ચાલવા દીધું.

મૂવીમાં બેડરૂમ રોમાન્સનો સીન ચાલી રહ્યો હતો. નિગાર સોફા પર ઈરફાનની નજીક આવીને બેસી. ધીરેધીરે નિગારએ ઈરફાનનો હાથ પોતાના હાથમાં પકડ્યો. ઈરફાનને આ થોડું જલ્દી બની રહ્યું હોય એવું લાગતું હતું પણ મુવીના એ સીનના કારણે ઈરફાન પણ રોમાન્સના મૂડમાં હતો. નિગાર ઈરફાનની ખુબ જ નજીક એને ચોટીને બેસી ગઈ. ઈરફાનને નિગારની આ નજદીકી પસંદ આવી રહી હતી. નિગારનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો હતો. ઈરફાન પણ નિગાર તરફ ખેંચાઈ રહ્યો હતો. નિગારે ઈરફાનના ગળા પાસે ફુલની પાંદડી જેવા કોમળ હોઠ મુક્યા અને એક લાંબુ ચુંબન કર્યું. ઈરફાનના શરીરમાં જાણે એક કરંટ પ્રસરી ગયો. ઈરફાનએ પણ નિગાર ને પોતાના બંને હાથો વડે એક ટાઈટ હગ આપી. બંને એકબીજાની ઉર્જા મહેસુસ કરી રહ્યા હતા. માહોલ રોમેન્ટિક બની રહ્યો હતો. થોડીવાર પછી નિગાર ઈરફાનની બહોપાસ માંથી દૂર થઈને રૂમમાં ચાલી ગઈ. ઈરફાન પોતાને કન્ટ્રોલ કરીને ટીવી જોવા લાગ્યો.

થોડીવાર પછી નિગારનો રૂમ માંથી અવાજ આવ્યો. ઈરફાન નિગારના અવાજ આવતા જ એના બેડરૂમમાં પ્રવેશ્યો. નિગારને જોતા જ ઈરફાનના હોશ ઉડી ગયા. બ્લેક સિલ્કી નાઇટી પહેરી નિગાર જાણે આજની રાતને ચાર ચાંદ લગાવી રહી હતી. નિગારએ ઈરફાનને બેડરૂમનો દરવાજો બંધ કરવાનો ઇસારો કર્યો.

ઈરફાન અને નિગાર હવે નિગારના રૂમમાં હતા. નિગાર અને ઈરફાન આજે એકબીજાને સંભાળી શકે એ હાલતમાં ન હતા. બને બેડ પર જઈને એકબીજામાં સમાઈ જવાની આગ બંને તરફ લાગી હતી. એક પછી એક પ્રહારો સાથે રૂમનો માહોલ ગરમ થઇ રહ્યો હતો. બંને વચ્ચે પુરા જોશથી આગ બુઝાવવાના પ્રયાસો થયા અને બંને એકબીજાને સંતુષ્ટ કરીને શાંત થયા. રૂમમાં શાંતિ પ્રસરી ગઈ.

સવારના આઠ વાગે ઈરફાનની આંખ ખુલી. જોયું તો ઈરફાન નિગારના રૂમમાં જ સુઈ રહ્યો હતો. નિગાર આજુબાજુ ક્યાંય નહોતી દેખાતી. ઈરફાન બેડરૂમમાં રહેલા અટેચ બાથરૂમમાં ફ્રેશ થઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યો. ત્યાં નજારો જોઈ ઈરફાન ફરીથી સ્તબ્ધ બની ગયો. હોલમાં અરમાન અને નિગાર ચાઇ પી રહ્યા હતા. અરમાન અને નિગાર બંનેના ચહેરા પર સ્મિત હતું. જાણે કાલે રાત્રે કઈ ધમકી કે ઝગડો થયો જ ન હોય એમ બંને ગપ લગાવી રહ્યા હતા.

"ઓહ ઈરફાન.. તું જાગી ગયો. આવ બેસ ચા પી.." નિગાર ઈરફાન સામે જોતા બોલી.

"નિગાર આ અરમાન અહીં?"

"હા અરમાન અહીં. હું જાણું છું તને ઘણા સવાલો થતા હશે નઈ?"

"હા નિગાર , મને હજી કશું સમજાતું જ નથી કે મારી સાથે શું થઇ રહ્યું છે..?"

"બધું સમજાઈ જશે.. આવ ભાઈ બેસ.. ચા પી.." અરમાન ઈરફાન સામે જોઈને બોલ્યો.

ઈરફાન નિગાર અને અરમાન સામે જોતા જોતા સોફા પર બેઠો. શું થઇ રહ્યું છે? હવે આગાળ શું થવાનું છે? એ વિચારોથી ઈરફાનનો ચહેરો ટેન્શનમાં છવાઈ ગયો.

"ઈરફાન કાલે અરમાન અહીં આવ્યો એને મેં જ બોલાવ્યો હતો. હું જોવા માંગતી હતી કે ધમકી આપતા તું મારો સાથ આપીશ કે મને મૂકી ને ચાલ્યો જઈશ. તું ટેન્શનમાં આવી ગયો હતો પણ તું મને મૂકીને ન જ ગયો. તારે જવું હોત તો તું જઈ શક્યો હોત. પણ તે મારી દુવિધા સમજીને મારી સાથે રહેવાનો વિચાર કર્યો એ જોઈ તારા માટે મારુ માન વધી ગયું. અરમાન મારો એક ફ્રેડ છે અને મેં જે સ્ટોરી કહી હતી અમારા લગ્ન ની એ ખોટી હતી. "

ઈરફાનની નિગારની કઈ વાત પર વિશ્વાસ કરે એ એને નહોતું સમજાતું. આવનારા સમયમાં નિગારની ઈરફાનના જીવન પર શું અસર થશે એનું પણ ઈરફાનને ભાન નહોતું.

"નિગાર તું પાંચ મિનિટ એકલામાં આવ મારે કંઇક વાત કરવી છે.."

"હા ઓકે ચાલ બેડરૂમમાં જઈને વાત કરીએ, તારા દરેક સવાલોના જવાબ આપવા તૈયાર છું.."

નિગાર અને ઈરફાન બેડરૂમમાં જઈ રહ્યા હતા. અરમાન જાણે એક નોર્મલ ફ્રેન્ડ બનીને ડ્રોઈંગ રૂમમાં કોઈ જાતના ગેરવર્તન વગર ટીવી જોવા લાગ્યો.

"નિગાર તું એક પછી એક ઝટકા આપે છે. તને તારા મમ્મી પપ્પાના સોગંદ છે. તું મને સાચું કે આ તું શું કરી રહી છે અને મારુ તારા જીવનમાં શું કામ છે?"

"ઈરફાન રિલેક્સ થા.. તું કોઈ જ જાતની ફિકર ન કર. આપણે રિવરફ્રન્ટ પર મળ્યા ત્યારે જે આપણી વચ્ચે વાતો થઇ એ જ સમયે હું તને લાઈક કરવા લાગી હતી. તને મળવાનો મોકો જોઈતો હતો અને એ તે મને આપ્યો. આપણે મળ્યા અને સાથે ઘણો સમય પણ વિતાવ્યો. ગઈ રાત્રે જે થયું એ મેં પણ એટલું જલ્દી એક્સપેક્ટ નહોતું કર્યું. પણ મને એનો કોઈ અફસોસ નથી. કેમ કે ઈરફાન હું તને દિલથી ચાહું છું.. આઈ લવ યુ ઈરફાન.. સો મચ..."

"નિગાર પસંદ તો તું મને પણ આવી હતી. પણ દોસ્તી સમય માંગે અને જે થયું એ મારા માટે બધું બહુ જલ્દી છે. હું મારી જાતને રોકી ન શક્યો પણ નિગાર મને આપણા સંબંધ વિષે વિચારવું પડશે. અને આ અરમાનના નાટક ની શું જરૂર હતી?"

"મને હતું કે હું જે વ્યક્તિ માટે આટલી તડપું શું એ વ્યક્તિના મનમાં મારા માટે થોડી પણ લાગણી છે કે નઈ એ ટેસ્ટ કરવા જ મેં આ વસ્તુ કરી હતી.."

"નિગાર એનો મતલબ કે તને મારો ભરોસો કરવા આ કરવું યોગ્ય લાગે?"

"ઈરફાન પ્લીઝ સોરી.. ખોટું ન લગાડ પણ હવે હું ક્યારેય આવી પરીક્ષા નઈ લઉં.. શું તું મારુ પ્રપોઝલ એક્સેપ્ટ કરીશ?"

"નિગાર હું હજી પણ શોકમાં છું. મને સમય આપ.."

"હા ઈરફાન તારી દુવિધા સમજી શકું. તું લઈલે જેટલો સમય જોઈએ એટલો. હું તારી રાહ જોઇશ.."

ઈરફાન નિગારની વાત પર ભરોસો કરવો કે નહીં એ દુવિધામાં ફસાયો. બને થોડા સમય પછી રૂમની બહાર આવ્યા. અરમાન નિગાર સામે જોતા બોલ્યો.

"ચાલ નિગાર હવે હું નીકળું?"

"હા અરમાન , એક કામ કરને ઈરફાનને સાથે લેતો જા અને એને આલ્ફાવન મોલ ડ્રોપ કરી દેજે. એનું બાઇક ત્યાં જ છે.."

"હા ઓકે, ચાલ ઈરફાન.."

ઈરફાન નિગારને હગ કરીને બાય કહી અરમાન સાથે એની બાઇક પર આલ્ફા વન મોલ પહોંચ્યો અને અરમાનને બાય કહી પોતાનું બાઈક લઈને ઘરે રવાના થયો.

【ક્રમશ:】