સેલ્ફી:-the last photo
:-પ્રસ્તાવના-:
સળંગ બે હોરર સસ્પેન્સ પછી આ નોવેલ સાથે હું આ જોનર માં હેટ્રિક પુરી કરવા જઈ રહી છું.દિલ કબૂતર,રૂહ સાથે ઈશ્ક, ડણક, અનામિકા અને the haunted painting ને આપ સર્વે વાંચકો નો જે પ્રેમ મળ્યો છે એ મને સતત લખવા પ્રેરણા આપતો રહ્યો છે.
ખુબજ ટૂંકા સમયમાં મારી લગન, મારાં મોટાભાઈ જતીન પટેલનાં માર્ગદર્શન, માતૃભારતી નાં પ્લેટફોર્મ અને વાંચક મિત્રો ના પ્રેમ થકી હું માતૃભારતી એપ્લિકેશન પર ઉચ્ચ હરોળનાં લેખકોમાં સ્થાન પામી શકી છું.એ માટે હું દરેક ની ઋણી છું.
હવે વાત કરું આ નોવેલની તો આ નોવેલ કોલેજ નાં મિત્રો જોડે બનેલી એક પછી એક ભેદી ઘટનાઓ ને રજૂ કરે છે..જેને હોરર,સસ્પેન્સ અને થ્રિલર નોવેલ વાંચવી ગમતી હશે એનાં માટે આ નોવેલ બિલકુલ પરફેક્ટ છે.એક પછી એક થતી હત્યાઓ અને એમાં થી પેદા થતો ડરનો માહોલ આ નોવેલ ની સૌથી મોટી ખાસિયત છે.
વધારે કંઈ જણાવીશ તો નોવેલ નું સસ્પેન્સ ગાયબ થઈ જશે માટે અહીં જ વાત ને અટકાવી હું નોવેલ ને આપ સર્વે માટે અહીં રજૂ કરી રહી છું.આ નોવેલ ને પણ મારી પહેલાં આવેલ નોવેલ જેવો જ પ્રેમ મળે એવી આશા.
-દિશા.આર.પટેલ
Paart 1
સર્વ પ્રથમ આ નોવેલ સાથે જોડાયેલ મુખ્ય પાત્રો નો ટૂંકમાં પરિચય આપી દઉં..પછી નોવેલ ની કહાની ની શરૂઆત કરીએ.
રોહન અગ્રવાલ:-રોહન નાં પિતા હેમરાજ અગ્રવાલ મોટાં બિઝનેસ ટાયકુન છે..જેમની બગડેલી ઔલાદ છે રોહન.રોહન ને લોકો મેગી કહીને પણ બોલાવે છે.
મેઘા:-હેમરાજ અગ્રવાલ નાં મિત્ર લલિત દેસાઈ ની દીકરી મેઘા રોહન ની ગર્લફ્રેન્ડ છે.
જે.ડી:-જે.ડી નું સાચું નામ જગમોહન હરિદાસ પણ ટૂંકમાં જે.ડી.રોહન નો ખાસ મિત્ર જે.ડી બધી રીતે પુરો છે જેને વાતે વાતે વલ્ગર જોક્સ કહેવાની આદત પડી ગઈ છે.
પુજા:-પોતાની જાતને ટોપ મોડલ બનાવવાનું સપનું જોતી પુજા જેડી ની ગર્લફ્રેન્ડ છે.
રોબિન:-પહેલવાન જેવું મજબુત શરીર ધરાવતો રોબિન અવની સાથેનાં બ્રેકઅપ પછી હાલ તો સીંગલ હતો.
શુભમ:-શુભમ એક યંગ ડેશીંગ પર્સનાલિટી ધરાવતો સરળ પ્રકૃતિનો યુવક હતો..જેને આ વર્ષ થી જ બાકીનાં લોકો જ્યાં સ્ટડી કરતાં એ કોલેજ જોઈન કરી હતી.
રુહી:-રુહી શહેર નાં PSI મિહિર નાણાવટી ની દીકરી છે..રુહી અને શુભમ છેલ્લાં ચાર મહિનાથી કમિટેડ છે.
કોમલ:-કોમલ ને બધાં રાધે માં કહેતાં હતાં..એનું કારણ હતું કે કોમલ ને એકલું જ રહેવું પસંદ હતું અને એનો કોઈ બોયફ્રેન્ડ નહોતો.પણ એ બીજાનું સેટિંગ કરી આપવામાં ઉસ્તાદ છે.
આ હતો નોવેલમાં આવતાંઅગત્યનાં પાત્રો નો ટૂંક માં પરિચય.હવે શરૂ કરીએ નોવેલ..
પ્રભુદાસ કમલકાંત ટ્રસ્ટ સંચાલિત કોલેજ જેને ત્યાંના સ્ટુડન્ટ પી.કે તરીકે પણ ઓળખતાં..કોઈ પૂછે કે ક્યાં અભ્યાસ ચાલે તો ત્યાંના છાત્રો તરફથી જવાબ મળે પીકે માં..આમીરખાન નાં પીકે પહેલાંથી જ આ પીકે કોલેજ નું આ નામ પ્રખ્યાત છે.
પ્રભુદાસ દ્વારા નિર્મિત આ કોલેજ ખરેખર પ્રભુ ભરોસે જ ચાલતી હોવાનો અનુભવ તમને તયરે થાય જ્યારે સ્ટુડન્ટસ ની ભીડ કોલેજ નાં લેક્ચર કરતાં કોલેજ ની કેન્ટીન કે કોલેજ ગાર્ડનમાં વધુ જોવા મળે.કોલેજનાં કોઈ પ્રોફેસર પણ એ સ્ટુડન્ટ્સ ને કંઈપણ બોલતાં નહીં.કેમકે આ કોલેજ નું ફી ખૂબ વધુ હતી જેનાં લીધે ત્યાં અભ્યાસ કરતાં મોટાભાગનાં સ્ટુડન્ટ્સ શ્રીમંત પરિવારમાંથી તાલ્લુક રાખતાં હતાં.
આવાં જ સ્ટુડન્ટ્સ નું એક ગ્રૂપ અત્યારે કોલેજ ની કેન્ટીનમાં બેઠું બેઠું પોતાની રોજની મસ્તી અને વાતોમાં મશગુલ હતું..આ બધાં માં એક હતો જેડી, જેડી ની ગર્લફ્રેન્ડ પૂજા,શુભમ,શુભમ ની ગર્લફ્રેન્ડ રુહી,રોબિન અને કોમલ.
"એ જેડી ક્યાં ગયો તારો બોયફ્રેન્ડ..?"પૂજા એ જેડી તરફ જોઈને કહ્યું.
"રોહન અને મેઘા આવતાં જ હશે..મેં એને કોલ કર્યો તો એ આપણાં માટે કોઈ સરપ્રાઈઝ લઈને આવે છે એવું કહ્યું..અને પૂજા તું મારી લાઈફ માં પછી આવી પહેલાં મારો યાર રોહન આવ્યો.."પૂજા ની વાત નો જવાબ આપતાં જેડી બોલ્યો.
"ઓહ તો મેગી આપણાં માટે સરપ્રાઈઝ લઈને આવે છે..કે પછી બેવકૂફ બનાવવાનો આ નવો કીમિયો શોધી કાઢ્યો છે તે અને મેગી એ..કેમકે પોતાનાં નામ મુજબ મેગી દરેક વસ્તુ બે મિનિટ માં પુરી કરી દે એટલે મજાક ની કોઈ નવી ટ્રિક એને તારો કોલ જોઈ કરી દીધી હોય..?"કોમલ બોલી.
"રાધે માં ની જય..હા તો પરમ પૂજ્ય કોમલ દેવી તમને દરેક બાબતમાં વધુ પડતું વિચારવાનું કારણ કેમ મળી રહે છે..?"રોબિન કોમલ ની મજાક ઉડાડતા બોલ્યો..દરેક બાબતમાં જ્ઞાન આપવું અને ઓવર એક્ટિંગ નાં લીધે બધાં કોમલ મેં રાધે માં કહીને સંબોધતાં.
"વત્સ.. સુખી થજો.પણ જ્યાં સુધી તમે આ રાધે માં ની શરણમાં છો તમને મફતમાં જ્ઞાન મળતું જ રહેવાનું.."કોમલ પણ રોબિન ની વાત ને મજાકમાં લેતાં બોલી.
"સારું કરજો તમે બંને આખો દિવસ ટોમ એન્ડ જેરી ની માફક એકબીજાની ખેંચતા ને ખેંચતા.."શુભમ સ્મિત કરતાં બોલ્યો.
"ઈસે હી તો પ્યાર કહતે હૈં.. બરખુરદાર."પ્રાણ નાં અવાજમાં બોલતો હોય રોબિન બોલ્યો.
"તને અને લવ..માય ફૂટ.."મોં બગાડીને કોમલ બોલી.
"ચલો હવે આ wwf બંધ કરો..જ્યાં સુધી એ બંને આવી ના જાય ત્યાં સુધી હું તમને એક મસ્ત જોક્સ કહું.."જેડી બોલ્યો.
"ના હો..જગમોહન તું અને તારાં આ નોનવેજ જોક્સ.."હાથ જોડીને રુહી બોલી.
"શુભમ..આને કહી દે મને મને જગમોહન ના બોલે.મારું નામ જેડી છે.."જેડી હળવા ગુસ્સા સાથે બોલ્યો.
"એ રુહી તારે જેડી ને જગમોહન નહીં કહેવાનું પણ જગમોહન હરિદાસ કહેવાનું.."શુભમ હસીને બોલ્યો..એની વાત સાંભળી ત્યાં હાજર બધાં હસી પડ્યાં.શુભમ ની વાત સાંભળી જેડી પહેલાં તો ગુસ્સે થઈ ગયો અને પછી તરત એ પણ હસી પડ્યો.
"જેડી તું જોક્સ બોલ..?"શુભમે કહ્યું.
"સારું તો એક સવાલ કરું જવાબ આપવાનો..ચેન્નાઈ નું નામ ચેન્નાઈ કેમ છે..?"જેડી એ દરેકની તરફ જોઈને પૂછ્યું.
"આ કેવો સવાલ..ચેન્નાઈ નું નામ ચેન્નાઈ કેમ છે..?"કોમલે કહ્યું.
બે મિનિટ સુધી બધાં એ બહુ મગજ પર જોર આપ્યું પણ કોઈ જવાબ ના સૂઝતાં આખરે રોબિન બોલ્યો.
"જેડી.. તું જીત્યો ને અમે હાર્યા..હવે તું જ કહીને આનો જવાબ."
"તો સાંભળો..ચેન્નાઈમાં બધાં પેન્ટ નથી પહેરતાં પણ લુંગી પહેરે..જેમાં ચેન નથી હોતી..માટે ચેન નહીં નું ચેન્નાઈ"જેડી સસ્મિત બોલ્યો.
જેડી નો સવાલ સાંભળી દરેક નાં ચહેરા પર મંદ હાસ્ય ફરી વળ્યું અને એમને ટેબલ પર હાથ પછાળી જેડી ની પ્રસંશા પણ કરી લીધી.
ત્યારબાદ શુભમ અને રોબિન બધાં માટે ફ્રાઈડ રાઈસ વિથ મંચુરિયન, મેયોનિઝ પફ અને કોલ્ડડ્રિંક્સ લેતાં આવ્યાં.. એ લોકો એ મજાક મસ્તી કરતાં કરતાં નાસ્તા અને કોલ્ડડ્રીંક ને ન્યાય આપ્યો એટલામાં મેઘા અને રોહન ત્યાં આવી પહોંચ્યા.
"Hello..everybody.."મેઘા અને રોહન આવતાં ની સાથે જ બોલ્યાં.
"Hello"એમનું અભિવાદન ઝીલતાં બાકીનાં બધાં બોલ્યાં.
"એ રોહન ક્યાં રહી ગયો હતો..?"શુભમે પૂછ્યું.
"Sorry યાર..એક કામે રસ્તામાં રોકાવું પડ્યું એટલે થોડું લેટ થઈ ગયું.."મેઘા એ કહ્યું.
"અરે સીધું બોલ ને કે અમારાં માટે કંઈક સરપ્રાઈઝ લાવવા માટે ગયાં હતાં.."પૂજા એ કહ્યું.
પૂજા ની વાત સાંભળી રોહને ત્રાંસી આંખે જેડી ની તરફ જોયું.પોતાની સરપ્રાઈઝ ની વાત બધાં ને કહી દીધી હોવાનાં લીધે રોહન જેડી પર ગુસ્સે હતો એ એનાં હાવભાવ પરથી સાફ દેખાતું હતું.રોહન નાં ભાવ જાણી જેડી એ એની માફી માંગતા કહ્યું.
"મેગી..sorry યાર..આ લોકો વારંવાર તારાં અને મેઘા વિશે પુછતાં હતાં તો મેં કહી દીધું કે તમે બધાં માટે કંઈક સરપ્રાઈઝ લાવવા ગયાં છો.."
"આમ પણ યુધિષ્ઠિરનો શ્રાપ નડતો હોવાથી એનાં પેટમાં કંઈપણ રહેતું નથી..મને ભૂલથી એક કિસ કરી દે તો પણ આખા ગામને કહેતો ફરે છે..હવે આ ગર્લ્સ જેવી ટેવ સુધાર "પૂજા એ જેડી ની આ ટેવ પર કટાક્ષ કરતાં કહ્યું.
પૂજા ની વાત સાંભળી બધાં હસી પડ્યાં અને માહોલ પાછો ખુશનુમા થઈ ગયો.
"એ રોહન સાચેમાં કોઈ સરપ્રાઈઝ છે કે પછી બસ એમજ બધાંની ફીરકી લેતો હતો.."કોમલે પોતાનાં કર્લી હેર પર આંગળીઓ ફેરવતાં પૂછ્યું.
"We have big suprize for you.. friends.. જે વિશે રોહન ઉર્ફ મેગી તમને વાત કરશે.."મેઘા એ રોહન તરફ હાથ કરી કહ્યું.રોહન અત્યારે બ્લેક શર્ટ અને ડેનિમ નાં જીન્સમાં સલમાન ખાન જેવો લાગી રહ્યો હતો.
"દોસ્તો ઘણાં દિવસથી આપણે ક્યાંક ફરવા માટે જવાનું વિચારી રહ્યાં હતાં..એનાં માટે આપણે કોઈ સારી જગ્યા શોધતાં હતાં જ્યાં ટ્રેકિંગ,સ્વિમિંગ અને નેચર નું મિશ્રણ હોય,તો મેં એવી એક સુંદર અને લાજવાબ જગ્યા શોધી કાઢી છે.સાથે એક ખુશીનાં સમાચાર કે ત્યાં જવાનો,રહેવાનો અને ફરવાનો બધો ખર્ચ મારાં ડેડ ની કંપની અગ્રવાલ એન્ડ સન્સ ઉપાડશે..મેં ડેડ ને એ માટે સમજાવી દીધાં છે."રોહને એનાઉન્સમેન્ટ કરતો હોય એમ કહ્યું.
"Wow..યાર.તારાં ડેડ ની વાત જ નિરાળી છે.તો જલ્દી થી બોલ આપણે ક્યાં જવાનું છે અને ક્યારે જવાનું છે..?"રોબિને પૂછ્યું.રોહન ની વાત સાંભળી રોબિન ખૂબ ખુશ જણાતો હતો.
"આપણે બધાં ટુર માટે એક આઈલેન્ડ પર જવાનાં છીએ..કુદરતી દ્રશ્યો,વિવિધ જીવ,નદી-ઝરણાં, પર્વતો અને પ્રાકૃતિક સુંદરતા ની અનુભૂતિ કરાવતાં રમણીય આઈલેન્ડ પર"રોબિન ની વાત નો જવાબ આપતાં મેઘા બોલી.
"આઈલેન્ડ..thats great.તો પછી એ પણ જણાવી દો કે આપણે કયા આઈલેન્ડ પર જવાનું છે..?શું એ આઈલેન્ડ out of ઇન્ડિયા છે..?"જેડી એ હરખાતાં પૂછ્યું.
"તમે કોઈ guess કરી શકો તો કરો.."રોહન દરેક ની તરફ જોઈને બોલ્યો.
"દિવ..કે પછી દમણ"પૂજા બોલી..એની વાત સાંભળી રોહન બોલ્યો.
"મેડમ ત્યાં બધું human made થઈ ગયું છે અને ત્યાં આપણે દસ વખત જઈ આવ્યાં.."
"તો પછી આંદમાન નિકોબાર..?"કોમલ બોલી ઉઠી.
"રાધે માં ત્યાં જઈને શું કાળાપાણી ની સજા લેવાની છે.."રોહને મોઢું મચકોડી કહ્યું.
"મને ખબર છે આપણે ક્યાં જવાનું છે..થાઈલેન્ડ.."જેડી ધીરા અવાજે થાઈલેન્ડ પર ભાર મુકી બોલ્યો.
"સાલા હરામી તને બીજું કંઈ સૂઝતું પણ નથી..પૂજા જેવી હોટ ગર્લફ્રેન્ડ છે ને તને થાઈલેન્ડ સાંભળે.."રોહન જેડી પર ગુસ્સે થતાં બોલ્યો.
"રોહન હવે તું જ કહી દે ભાઈ આપણે ક્યાં જવાનું છે..નહીં તો આ લોકો ની gusse game રાત સુધી આમ જ ચાલતી રહેશે.."શુભમ રોહન તરફ જોઈને બોલ્યો.
"સારું તો આપણે જવાનું છે એ આઈલેન્ડ વિદેશમાં નથી પણ ઈન્ડિયામાં જ છે..તમે ચંદનપુર નું તો નામ સાંભળ્યું જ હશે બસ તો ચંદનપુરનાં દરિયાકિનારાથી સાત કિલોમીટર દૂર ઉત્તર તરફ એ આઈલેન્ડ આવેલો છે..એનું નામ છે 'મોહિની દ્વીપ'.."રોહન બોલ્યો.
"મારાં ખ્યાલ મુજબ ચંદનપુરનાં દરિયાથી નજીક તો જે આઈલેન્ડ આવ્યો છે એનું નામ તો 'ડેથ આઈલેન્ડ' છેને?"આંખો પહોળી કરી કોમલે પૂછ્યું.
"હા એજ ડેથ આઈલેન્ડ નું સાચું નામ મોહિની દ્વીપ છે.."રોહને કહ્યું.
કોમલનાં મોંઢેથી ડેથ આઈલેન્ડ શબ્દ સાંભળતાં જ ત્યાં હાજર દરેક નાં ચહેરા પર જે એક મિનિટ પહેલાં ખુશી અને ચમક હતી એ હવામાં વિલીન થતાં બાષ્પ ની માફક ગાયબ થઈ ગઈ.
★★★★■■■★★★★
વધુ આવતાં ભાગમાં..
શું હતું ડેથ આઈલેન્ડ નું રહસ્ય..?કેમ એ બધાં ડેથ આઈલેન્ડનું નામ સાંભળી આટલાં ડરી ગયાં હતાં..?એ બધાં ડેથ આઈલેન્ડ જશે કે પછી પોતાનો પ્લાન કેન્સલ કરી દેશે..?આ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક અને
ડણક
The haunted picture
પણ વાંચી શકો છો.
-દિશા.આર.પટેલ