The Comedy of Aerars in Gujarati Short Stories by William Shakespeare books and stories PDF | ધ કૉમેડી ઓફ એરર્સ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ધ કૉમેડી ઓફ એરર્સ

ધ કૉમેડી ઓફ એરર્સ

ઍગોન સિસિલીના સિરૅક્યૂઝ બંદરનો વેપારી હતો, તેની પત્ની ઍમિલિયા હતી, ઍગોનના મૅનેજરના મૃત્યુ સુધી તે બંને ખૂબ જ ખુશ હતા. મૅનેજરના મૃત્યુ પછી ઍગોનને ઍપિડેમનમ નામની જગ્યા પર જવું પડ્યું, ઍમિલિયા પણ તેની સાથે ગઈ. થોડા સમય સાથે રહ્યા પછી તેમના ઘરે બે પુત્રનો જન્મ થયો, બંને પુત્રને જુદા જુદા પોશાક પહેરાવ્યા છતાં પણ બંને એક જ જેવા દેખાતા હતા.

અને હવે તમારે એક અજુગતી વાતનો વિશ્વાસ કરવો રહ્યો, એ જ સમય પર તેમના પુત્ર જેવા જ બીજા બે પુત્રનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો. એ પરિવાર એટલું ગરીબ હતું કે તેમણે એ બંને પુત્ર ઍમિલિયા અને ઍગોનને વહેચી દીધા.

ઍમિલિયા તેના પુત્રોને તેની મિત્રોને દેખાડવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને તેઓ વરસાદી વાતાવરણમાં સિરૅક્યૂઝ જવા નીકળી ગયા.

તેઓ સિરૅક્યૂઝથી બહુ જ દૂર ગયા. ત્યારે તેમના જહાજમાં પાણી ભરાઈ ગયું અને તેમને જહાજ છોડવું પડ્યું અને નાનકડી હોળીમાં મુસાફરી કરવી પડી. ઍમિલિયાએ પોતાનો એક પુત્ર અને એક મજૂરનો પુત્ર પોતાની સાથે બાંધી દીધા અને ઍગોને પણ તેવું જ કર્યું. પરંતુ મુસાફરીમાં હોડી પણ તૂટી જવાથી બંને જુદા પડી ગયા. ઍમિલિયા અને તેની સાથે બાંધેલા પુત્રોને કોઈ માછીમારે બચાવી લીધા. પરંતુ બંને પુત્રોને બળપૂર્વક ઍમિલિયા પાસેથી ઝૂંટવી લીધા. બહુ જ કથળેલી હાલતમાં ઍમિલિયા ઍપિડેમનમ પાછી ફરી અને પછી એફિસસ નામના પ્રચલિત શહેરમાં સ્થાયી થઈ.

સદ્ભાગ્યે ઍગોન અને તેની સાથેના પુત્રોને પણ બચાવી લેવામાં આવ્યા. તેમને લઈને તે સિરૅક્યૂઝ પહોંચ્યો. તેના પોતાના પુત્રનું નામ તેણે ઍન્ટિફૉલસ રાખ્યું અને મજૂરના પુત્રનું નામ ડ્રોમિયો રાખ્યું. અને આ જ બંને નામ તેમણે તેનાથી વિખૂટાં પડી ગયેલા પુત્રોના રાખ્યા હતા. જેથી એ બંને સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસ અને સિરૅક્યૂઝના ડ્રોમિયો તરીકે ઓળખાયા.

અઢાર વર્ષની ઉંમરે ઍગોનની સાથે રહેલા પુત્રને પોતાના ભાઈને શોધવાની ઇચ્છા થઈ, ઍગોને તેને અનુમતિ આપી. ઍગોને પણ પાંચ વર્ષ મુસાફરી કર્યા પછી પોતાનું ઘર શોધી લીધું. વચ્ચેના વર્ષોમાં તે સિરૅક્યૂઝના સમાચારથી અજાણ હતો, નહીં તો એ એફિસસ ક્યારેય ના ગયો હોત.

એફિસસમાં દાખલ થતાં જ તેની ધરપકડ થઈ ગઈ. તેને પછી જાણ થઈ કે એફિસસની સરકારે કોઈ પણ સિરૅક્યૂઝના નાગરિકને એફિસસમાં આવવા પર પ્રતિબંધ મુકેલો છે અને જો કોઈ પકડાય તો મૃત્યુદંડ અથવા એક હજાર પાઉન્ડનો દંડ મુકેલો છે. ઍગોનને ત્યાંના રાજાની સમક્ષ લાવવામાં આવ્યો, જેણે ઍગોનને મૃત્યુદંડ અથવા એક હજાર પાઉન્ડ આપવા કહ્યું.

કોરિંથનો એ માછીમાર જે પુત્રોને લઈ ગયો હતો એ હવે એફિસસના નાગરિક હતા. તે બંનેને નવાબ સોલીનસના કાકા મેનાફોને ખરીદી લીધા હતા. જેથી તે બંને એફિસસના ઍન્ટિફૉલસ અને એફિસસના ડ્રોમિયો તરીકે ઓળખવા લાગ્યા હતા.

જે દિવસે ઍગોનની ધરપકડ થઈ એજ દિવસે સિરૅક્યૂઝનો ઍન્ટિફૉલસ એફિસસમાં દાખલ થયો. અને ફક્ત થોડી જ ક્ષણોમાં એ પોતાના ભાઈના સેવક એફિસસના ડ્રોમિયોને મળ્યો અને તેને પોતાના સેવક ડ્રોમિયો તરીકે સમજી બેઠો. તેણે કીધું કે, તું આટલી જલ્દી કેમ પાછો આવી ગયો અને બધા નાણા ક્યાં મૂકીને આવ્યો? પરંતુ આ ડ્રોમિયોને તે નાણાની કોઈ જાણકારી હતી નહી.

જ્યારે તે એફિસસમાં ફરી રહ્યો હતો ત્યારે બે સુંદર નારીઓએ તેને જોઈને હાથથી ઈશારા કર્યા, તે બંને બહેનો હતી. જેમના નામ એડ્રિયાના અને લ્યુસિયાના હતું. એડ્રિયાના તેના ભાઈની પત્ની હતી. તેને જોઈને એડ્રિયાનાએ કહ્યુંકેમ તું એવી રીતે જોઈ રહ્યો છે કે જાણે તું મને ઓળખતો ન હો!

શું હું તમને જાણું છું?” સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસે પૂછ્યું.

તમે બરાબર રીતે જાણો છો કે એડ્રિયાના એ ડ્રોમિયોને તમને જમવા માટે બોલવા માટે મોકલ્યા હતા.લ્યુસિયાના એ કહ્યું.

ચાલો ચાલો, બહુ મશ્કરી કરી લીધી મારી! હવે ઘરે જઈને સાથે જમી લેવું જોઈએએડ્રિયાના બોલી.સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસને તેઓ ફિનિક્સ સુધી લઈ ગયા. જ્યાં ભોજન તેમની રાહ જોઈ રહ્યું હતું. તેઓ ભોજન કરી રહ્યા હતા અને ત્યારે જ એફિસસના ઍન્ટિફૉલસ અને ડ્રોમિયોનો ત્યાં પ્રવેશ થયો.મોડ, બ્રિજેટ, મેરિયન, સેસિલી, જિલિયન. જિન્ન.એફિસસના ડ્રોમિયો એ બૂમ પાડી. જેને બધા જ નોકરોના નામ યાદ હતા. એફિસસના ઍન્ટિફૉલસને આ બધું જોઈ એટલો ગુસ્સો આવ્યો કે તેની પત્નીને આપવાનું સોનાનું ઘરેણું તેણે બીજી કોઈ સ્ત્રીને આપી દીધું.

ફિનિક્સની અંદર જયારે સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસને લ્યુસિયાના મળી ત્યારે તેણીએ તેને એડ્રિયાના પ્રત્યે દયાભાવ દાખવવાનું કહ્યું. જેના ઉતરમાં તેણે કહ્યું કે, તે વિવાહિત નથી અને સંજોગો હોય તો તે લ્યુસિયાના સાથે વિવાહ કરવા માંગે છે.આ વાત લ્યુસિયાનાને ન ગમી અને તેણે એડ્રિયાનાને જાણ કરી.

ત્યારબાદ સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસને મળવા કોઈ સોની આવ્યો જેના પાસેથી એફિસસના ઍન્ટિફૉલસે ઘરેણું બનાવ્યું હતું અને કોઈ બીજી સ્ત્રીને આપી દીધું હતું. આ સોની પોતાની સાથે કોઈ પોલીસ લઈને આવ્યો હતો અને તેની ધરપકડ કરવાની ધમકી આપી રહ્યો હતો.

આ ક્ષણ પર સિરૅક્યૂઝનો ડ્રોમિયો આવે છે અને કહે છે કે સામાન બીજા કોઈ ઍન્ટિફૉલસ પાસે પહોંચી ગયો છે. એફિસસના ઍન્ટિફૉલસ માટે આ વાત અર્થહીન હતી. તેણે જરૂર ડ્રોમિયોને માર માર્યો હોત પણ તેણે એડ્રિયાનાને થોડા નાણા લઈ તેના પતિને છોડાવવાનું કહ્યું. એડ્રિયાના ગુસ્સામાં હતી. કેમ કે તેને એવું હતું કે તેનો પતિ લ્યુસિયાનાને પ્રેમ કરે છે. પરંતુ તેણે તરત જ સિરૅક્યૂઝના ડ્રોમિયોને પોલીસ સ્ટેશન જવાનું કહ્યું. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ ડ્રોમિયો તેના માલિકને મળી ગયો જેની ક્યારેય ધરપકડ જ થઈ નહોતી.

આ બાજુ એફિસસના ઍન્ટિફૉલસમાં રોષ વધતો ગયો. કેમ કે નાણા હોવા છતાં તેને કોઈ છોડાવવા આવ્યું નહીં. તે એફિસસના ડ્રોમિયો પર ગુસ્સે થયો. જેને આ વાતની જાણ નહોતી અને તેને રસ્તાની વચ્ચે જ ઢોર માર મારવા લાગ્યો. તેનો ગુસ્સો એડ્રિયાના અને લ્યુસિયાનાથી પણ શાંત ના થયો. છેવટે ડૉક્ટરને બોલાવ્યા અને તેને ફિનિક્સ પર લઈ જવામાં આવ્યો.

ઘરે જતાં જ એડ્રિયાનાએ સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસ અને ડ્રોમિયોને પકડી લેવાનો આદેશ કર્યો. જે સાંભળી ડ્રોમિયો બોલ્યોભાગો માલિક! નહીં તો લોકો આપણને લૂંટી જશે.તેઓ ભાગવા લાગ્યા.એડ્રિયાના, લુસિઆના અને ભીડ બહાર જમા થઈ. પછી એબેસ બહાર આવ્યા અને કહ્યુંતમે બધા અહીં કેમ ભેગા થયા છો?”

મારા વિચલિત થઈ ગયેલા પતિને પકડવા...એડ્રિયાના એ કહ્યું.

ત્યાર બાદ એડ્રિયાના એ બધું જ એબેસને કહ્યું. એડ્રિયાના એ રાજા સોલીનસ પાસે આ ફરિયાદ મૂકી અને આખી ઘટના કહી સંભળાવી. ત્યારે જ બે સિપાહી ઍગોનને લઈને ત્યાં આવ્યા. અને એડ્રિયાનાએ તેઓને પકડી લાવવાની વિનંતી કરી. સિરૅક્યૂઝનો ઍન્ટિફૉલસ ત્યાં સુધી ના પાછો ના ફર્યો જ્યાં સુધી એફિસસે એડ્રિયાના સામે આંગળી ચીંધીને કહ્યું નહીં કે, “મારી પત્ની એ મારા જ ઘરમાં ગેર પુરુષ સાથે પતિ જેવો વ્યવહાર કર્યો છે.

જ્યારે તે આવું બોલતો હતો ત્યારે જ ઍગોન બોલ્યોજો હું ખોટો ન હોઉં તો તો હું મારા દીકરા ઍન્ટિફૉલસને જોઈ રહ્યો છું.

રાજા સમજી ના શક્યો. જ્યારે તેણે એફિસસના ઍન્ટિફૉલસને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, “તેણે તેના જીવનમાં તેના પિતાને જોયા નથી.થોડી જ ક્ષણોમાં એબેસ સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસ અને ડ્રોમિયોને લઈને આવ્યો.

ત્યારે રડતી આંખે એડ્રિયાના બોલીહું મારા બે પતિને જોઈ રહી છું.તેના પિતાએ પૂછ્યું, “આ ઍગોન છે કે તેનું ભૂત?”

તે આશ્ચર્યનો દિવસ હતો કેમ કે એબેસ બોલી ઊઠી, “હું આ વ્યક્તિનો દંડ ભરી તેને દંડરહિત કરીશ. કેમ કે, તે મારો પતિ ઍગોન છે અને હું એની પત્ની ઍમિલિયા.

રાજા અચંબિત થઈ ગયો. તેણે કહ્યુંદંડ માફ કરવામાં આવે છે.

તો ઍગોન અને ઍમિલિયા ફરી મળી ગયા અને એડ્રિયાનાને તેનો પતિ પણ મળી ગયો. પણ સિરૅક્યૂઝના ઍન્ટિફૉલસ જેટલું ખુશ કોઈ નહોતું. તે રાજાની સમક્ષ લ્યુસિયાના પાસે ગયો અને કહ્યુંમેં કહ્યું હતું, હું તને પ્રેમ કરું છું, શું તું મારી પત્ની બનીશ?”

તેણીનો જવાબ ઈશારાથી હતો. જેથી લખી શકાયો નથી.

બંને ડ્રોમિયો ખુશ હતા કેમ કે બંનેને હવે માર નહીં ખાવો પડે.

***