વૃધ્ધાશ્રમ મા કાગડોળે રાહ જોવાઇ રહી હતી. આજે પણ અજુૅન અને અંજલી આવવાના હતા હમેશ ની જેમ જ, ત્યાના વૃધ્ધો ને મળવા અને એમની જરુરિયાત ની વસ્તુઓ ભેટ સ્વરુપે આપવા. અજુૅન અને અંજલી દર પંદર દિવસે વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતા સાથે પોતાના ચાર વષૅ ના પુત્ર આરવ ને પણ લઇ આવતા.
આરવ ને અહી ખુબ ગમતુ એનુ કારણ કાશી બા હતા. કાશી બા એને ખુબ વહાલ કરતા , ઘણી વાતાૅઓ સંભળાવતા આરવ ને નવી નવી વાતાૅ સાંભળી ને મજા પડતી. એ હમેશા આવી ને કાશી બા પાસે આવી બેસી જતો અને એની કાલી ઘેલી ભાષા મા વાતો કરતો. અંજલી ને આ બાબતે કોઇ વાંધો ન હતો એ બહાને આરવ ને દાદી નો પ્રેમ અને વાત્સલ્ય મળી જતા.
અજુૅન ના બા અને બાપુજી થોડા વષૉે પહેલા જ ગુજરી ગયા હતા અને અંજલિ ના પરિવાર મા માત્ર પિતા જ હતા, માતા ની છત્રછાયા એણે બાળપણ મા જ ગુમાવી દીધી હતી. એટલે માતૃપ્રેમ થી વંચિત એ પણ વૃધ્ધાશ્રમ મા હુફ મેળવતી.
કાશી બા આરવ ની રાહ જોઇ બેઠા હતા એમને પણ આરવ સાથે ખુબ માયા બંધાઇ ગઇ હતી. પોતાના એક ના એક દિકરા એ ઘર માથી કાઢી મુક્યા બાદ કાશી બા માટે જીંદગી શાપ સમાન થઇ ગઇ હતી. આટલા વષૉે પછી પણ કાશી બા એ દિવસ ભુલ્યા ન હતા જ્યારે એમનો દિકરો સુકેતુ એમને વૃધ્ધાશ્રમ મુકી ગયો હતો અને કહી ગયો હતો કે મોટા ઘર ની વ્યવસ્થા થતા જ તને લઇ જઇશ. પરંતુ કાશી બા સમજી ગયા હતા કે સુકેતુ ને હવે એમની કોઇ જરુર ન હતી. વષૉે પછી પણ અેણે એક પણ વાર મળવાની તસ્દી લીધી ન હતી. કાશી બા એકલા મા રડી લેતા. આરવ ની હાજરી અેમના જખ્મો પર મલમ લગાવતી.એમની દુખી અંધારી જીંદગી મા આરવ થોડુ અજવાળુ કરી જતો.
આખરે એ લોકો ના ઇંતજાર નો અંત આવ્યો.અજુૅન, અંજલિ અને આરવ આવી પહોચ્યા. આરવ આવી ને કાશી બા ને વીટળાઇ ગયો. અજુૅન અને અંજલી આજે ખાસ સવૅ વૃધ્ધો ને આમંત્રણ આપવા આવ્યા હતો એમના વહાલસોયા આરવ ની થોડા દિવસ મા બથૅ ડે હતી. સવૅ ને ભાવ ભીનુ આમંત્રણ અને ભેટો આપી એ લોકો જતા રહયા.
કાશી બા આરવ માટે ભેટ મા શુ લઇ જવુ વિચારવા લાગ્યા.થોડી ગડમથલ પછી એમને વિચાર આવ્યો, હજી સાત દિવસ બાકી છે સ્વેટર ગુંથી લેવાશે. એેમને બજાર માથી સામાન લાવી તૈયારી કરવા માઙી, ઉન ની સાથે સાથે સ્વેટર મા એમનો પ્રેમ અને હુંફ ગુથતા રહ્યા અને એ દિવસ ની આતુરતા થી રાહ જોવા લાગ્યા.
આરવ ની વષૅગાંઠ નો દિવસ આવી ગયો. એમના બંગલા ને તહેવાર ની જેમ સજાવવા મા આવ્યો હતો. અજુૅન ના પિતાજી ના નિધન પછી અજુૅને કંપની સારી રીતે સંભાળી હતી. એની કંપની ના તમામ સ્ટાફ ને બોલાવવા મા આવ્યા હતા ઘર મા ભારે ચહલ પહલ નુ વાતાવરણ હતુ. સવૅ વૃધ્ધો પણ હોશે હોશે આવી પહોચ્યા હતા અને પાટીૅ ની રોનક માણી રહ્રયા હતા. નોકરો ને પહેલે થી કોઇ જ પ્રકાર નો ભેદભાવ ન રાખવાની સુચના આપવામા આવી હતી.
આરવ ની કેક કાપવાનો સમય થયો બધા કેક ફરતે ભેગા થયા, આરવે કેક કાપી અને કેક નો ટુકડો લઇ કોઇક ને શોધવા લાગ્યો, બધા ના આશ્ચયૅ વચ્ચે એ કેક નો ટુકડો લઇ કાશી બા પાસે પહોચી ગયો, કાશી બા એ ના ના કહેતા , અંજલિ ના આગ્રહ થી અહોભાવ ની ભાવના થી કેક ખાધી. આખો મા આસુ સાથે આરવ ને સ્વેટર ગીફ્ટ કયૂૅ. આરવ " થેંક્યુ કાશી બા' કહી કાશી બા ને વીટળાઇ ગયો.
અજુૅન અને અંજલિ આ જોઇ રહ્યા. અંજલિ એ અજુૅન ને કહ્યુ " શુ તુ એ જ વિચારી રહ્યો છે જે હુ વિચારી રહી છુ." અજુૅને હસીને સંમતિ આપી.
અંજલિ સીધી કાશી બા પાસે ગઇ અને બધાની સામે કાશી બા ને કહયુ " તમારી આ ભેટ નહી ચાલે"
કાશી બા થોડા ઝંખવાઇ ગયા અને બોલ્યાા " પણ બેટા હુ બીજુ કશુ નથી લાવી, અને હુ ગરીબ તમને શુ આપી શકુ?"
"અેની તમને સજા મળશે"
"તમારે અહી આરવ ની દાદી બનીને રહેવુ પડશે, બોલો રહેશો ને..! ? તમારા વાત્સલ્ય ની અનમોલ ભેટ અમારા આરવ ને આપશો ને"
કાશી બા રડી પડયા, અંજલિ અને આરવ અેમને ભેટી પડયા. બધા એ આ નિણૅય ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધો માત્ર બે વ્યકતિ સિવાય, એ હતા સુકેતુ અને શ્રુતિ, કાશી બા નો દિકરો અને વહુ, જે પાટીૅ મા પેહલે થી સામેલ હતા, સુકેતૂ અજુૅન નો આસિસ્ટંટ હતો. એ લોકો ની નજર ઝુકી ગઇ , એમને પારાવાર પસ્તાવો થયો પણ હવે શુ, અે ખજાના સમુ અનમોલ વાત્સલ્ય ગુમાવી ચુક્યા હતા.
ધન દોલત ના ઢગલા કરો, સુખ આપી દો જગ નુ,
ખજાનો વેચી દો તો ય ના મળે વાત્સલ્ય મા-બાપ નુ!
(પંકતિ, વાતાૅ - ફાલ્ગુની મૌયૅ દેસાઇ)