અ રેઇનબો ગર્લ - 6
જેસલમેરના દરેક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધા બાદ અમે સેમ સેન્ડ ડ્યુમ્સમાં કેમ્પઇંગ કરવાનું નક્કી કર્યું, અમે ત્યાં ટેન્ટ બુક કરાવી દીધા, રાતે ડિનર કરીને અમે ત્યાંના ફોક ડાન્સની મજા માણી, ત્રણ યુવતીઓ ત્યાંના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને અમારી સામે ડાન્સ કરતી હતી.
ડાન્સ બાદ અમે કેમ્પફાયર કર્યું, ફાયરની ફરતે અમે બધા ગોઠવાઈ ગયા અને વાતો કરતા હતા, "ચાલો આપણે અંતાક્ષરી રમીએ, બધાએ ટર્ન બાય ટર્ન એક એક સોન્ગ ગાવાનું, કોઈ પણ સોન્ગ ચાલશે, જે સોન્ગ નહિ ગાઇ તેને પનીશમેન્ટ મળશે." હસ્તિએ નવો આઈડિયા આપ્યો.
"પહેલા હું સ્ટાર્ટ કરીશ" કહીને કૃપાલી એ સોન્ગ ગાયું,
" મિલે હો તુમ હમકો બડે નસીબો સે, ચુરાયા હે મેને કિસ્મત કી લકીરો સે..."
જેવું કૃપાલીએ સોન્ગ પૂરું કર્યું બધાએ તાળીઓ પાડીને તેને વધાવી લીધું, ત્યારબાદ હસ્તિ અને નમને પણ એક એક સોન્ગ ગાયા, નમન પછી મારો વારો આવ્યો, મેં થોડું વિચાર્યું અને ક્રિશ સામે જોઇને સોન્ગ ગાવાનું સ્ટાર્ટ કર્યું.
" લેજા લેજા રે..
મુજસે દૂર કહી ના જા બસ યહી કહી રેહ જા મેં તેરી દીવાની રે અફસોસ તુજે હે ક્યાં..
તેરી મેરી કહાની નયી બન ગઈ તું મેરા હો ગયા મેં તેરી હો ગયી જહાં જાયે તું સંગ મુજે લેજા લેજા લેજા લેજા લેજા
લેજા લેજા રે મહેકી રાત મેં ચુરાકે સારે રંગ લેજા સારે રંગ લેજા
રાતી રાતી મેં ભીગુ સાથ મે તું એસી મુલાકાત દે જા મુલાકાત દે જા.."
મેં મારું આખું સોન્ગ ક્રિશ સામે જોઇને જ પૂરું કર્યું, બદલામાં ક્રિશે મને એક મસ્ત સ્માઈલ આપી, બસ તેની સ્માઈલ જોઈને જ મને ખુશી મળી ગઈ. મારા પછી નિધીએ પણ સોન્ગ ગાયું, લાસ્ટમાં ક્રિશ નો વારો આવ્યો, ક્રિશે પહેલા તો બધાને ચેતવણી આપી," જુઓ મારો વોઇસ કઈ તમારા બધા જેટલો સારો નથી એટલે કોઈ મારા પર હસતા નહિ." ત્યારબાદ તેણે થોડું ગળું ખંખેર્યું અને ગાવાનું સ્ટાર્ટ કર્યું,
" દેખા હઝારો દફા આપકો ફીર બેકરારી કેસી હે સંભાલે સંભલતા નહિ યે દિલ કુછ આપ મેં બાત એસી હે....
લેકર ઇજાજત અબ આપ સે સાંસે યે આતી જાતી હે ઢૂંઢે સે મિલતે નહિ હે હમ બસ આપ હી આપ બાકી હે..."
જેવું ક્રિશે સોન્ગ પૂરું કર્યું કે બધા એકસાથે બોલી ઉઠ્યા,"યાર આટલું સારું તો ગાઈ છે તું"
"થેંક્યું"
ક્રિશ સોન્ગ ગાતા ગાતા વચ્ચે વચ્ચે મારી સામે જોઇ લેતો હતો જાણે કે એ મારા માટે જ સોન્ગ ગાતો હોય.
રાત ઘણી થઈ ગઈ હતી આથી ધીમે ધીમે બધા બગાસાં ખાવા લાગ્યા હતા, આથી બધા ઉભા થઈને ટેન્ટમાં જઈને સુઈ ગયા.
હું અને હસ્તિ સુતા હતા ત્યાં હસ્તિના ફોનમાં નિધીનો ફોન આવ્યો, હું સૂતી હતી, હસ્તિ ઉભી થઈને બહાર ગઈ,"હું આવું છું થોડીવારમાં"
હું સૂતી હતી ત્યાં ફરી કોઈના પગલાંનો અંદર આવવાનો અવાજ મને સંભળાયો, મને લાગ્યું હસ્તિ હશે આથી મેં કોણ આવ્યું છે તેના પર ખાસ ધ્યાન ના આપ્યું અને સૂતી રહી, એ પગલાંનો અવાજ મારી એકદમ નજીક આવવા લાગ્યો આથી મેં આંખ ખોલીને જોયું તો સામે ક્રિશ ઉભો હતો, હું જસકીને ઉભી થઇ ગઇ.
"ક્રિશ તું અહીંયા, આવી રીતે? હું તો ડરી ગઈ." હું થોડી હાંફતી હતી.
"હા, બસ એમ જ."
"ઓકે બેસ." ક્રિશ મારી બાજુમાં જ બેસી ગયો, મને તેનું અહીં આવવું થોડું અજુગતું લાગતું હતું અને થોડી ખુશી પણ હતી.
ક્રિશ એકીટશે મારી સામે જોઈ રહ્યો હતો, મેં તેની સામે જોયું તો તે મારી સામે જ જોઈ રહ્યો હતો, "મારે તને કઈક કહેવું છે."
"શું?" મેં પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
"આઈ ડોન્ટ નો કે આ કેવી રીતે બન્યું બટ આઈ લવ યુ."
ક્રિશ મને લવ કરે છે એ જાણીને તો હું ખુશીથી પાગલ થઈ ગઈ, મારી વિચારશક્તિ શૂન્ય થઈ ગઈ, કઈ રીતે તેનો પ્રતિભાવ આપું એ કઈ સમજમાં નોહતું આવી રહ્યું, હજુ હું કઈ બોલવા જાવ એ પહેલાં જ ક્રિશે બન્ને હાથથી મારો ચહેરો પકડ્યો અને મારા હોઠ પર તેના હોઠ ચાંપી દીધા.
હું તેની આ હરકતથી સ્તબ્ધ થઈ ગઈ, ક્રિશ સતત મારા હોઠોને ચુમતો હતો, આખરે હું પણ એ પ્રવાહમાં તણાઈ ગઈ, થોડીવાર સુધી અમે એકબીજાને ચૂમતા રહ્યા પછી તે મારાથી અલગ થયો.
"હાર્વિ આઈ લવ યુ, જ્યારથી તને જોઈ છે દિલ બસ તારા માટે જ ધડકે છે, યુ ડોન્ટ નો બટ જ્યારે તે અમારી સાથે પિકનીકમાં આવવાની હા કહી ત્યારે સૌથી વધુ ખુશી મને થઈ હતી, મને એમ જ થતું કે તું બસ મારી સાથે જ રહે. અને એ દિવસે જયારે તે મારી ડેર એક્સેપટ કરી અને મને કિસ કરી ત્યારે મને એવું મન થયું કે બસ અહીંયા જ તને મારા બાહુપાશમાં જકડી લઉ,આઈ લવ યુ સો મચ"
"લવ યુ ટુ ક્રિશ." મેં ક્રિશની પ્રપોઝલ સ્વીકારી આથી તે વધુ ખુશ થઈ ગયો અને ફરીથી તે મને કિસ કરવા લાગ્યો, તે મારા ચહેરાને ચુમતો જતો હતો, તેણે મને બેડ પર સુવડાવી દીધી અને કિસ કરવા લાગ્યો.
તે હવે આગળ વધતો હતો, તે મારા પર ચડી ગયો અને તેણે એકજ જટકે મારુ ટોપ પણ ઉતારી નાખ્યો, મેં તેને અટકાવ્યો પણ તેને મજબૂતીથી મારા બન્ને હાથ પકડી રાખ્યા," બેબી પ્લીઝ ડોન્ટ સ્ટોપ મી ટુડે, આઈ કાન્ટ કન્ટ્રોલ માય ફીલિંગ્સ, આઈ લવ યુ."
હવે તેના હાથ મારી બ્રેસિયરની કલીપ સુધી પોહચી ગયા હતા, તે તેને ખોલવા જ જતો હતો પણ મેં તેને ધક્કો માર્યો અને...
મારો હાથ એક ટેબલ સાથે અથડાયો, હું ઝબકીને ઉભી થઇ ગઇ, હું પુરી પરસેવે રેબઝેબ હતી, મેં બાજુમાં જોયું તો હસ્તિ આરામથી સૂતી હતી, મેં ખુદ પર એક નજર ફેરવી બધું વ્યવસ્થિત હતું, ઓહ ગોડ તો હું સપનું જોઈ રહી હતી મેં મનમાં જ વિચાર્યું.
હું બહાર નીકળી, બહાર સ્મશાનવત શાંતિ પ્રસરેલી હતી, બધા પોતાના ટેન્ટમાં સુતા હતા, હું અંદર આવી, મેં પાણીની બોટલમાંથી પાણી પીધું અને પાછી આડી પડી, જ્યારથી હું ક્રિશને મળી હતી બસ એના જ વિચારો કરતી હતી, આ સપનું પણ એ જ વિચારોનું પરિણામ હતું, પણ ગમે તે હોય એ કોઈને પણ પસંદ આવી જાય તેવો સ્માર્ટ એન્ડ હેન્ડસમ બોય છે.
વિચારો કરતા કરતા મને ઊંઘ આવી ગઈ, સવારે હસ્તિએ પરાણે મને ઉઠાડી કારણકે હું મોડે સુધી સૂતી રહી હતી.
"યાર હાર્વિ તું કેટલું સુવે છે? ક્યારની તને ઉઠાડું છુ હું, હું પણ ક્યારની રેડી થઈ ગઈ છું."
હું પથારીમાં ઉભી થઈને આળસ મરડતાં બોલી," સોરી ડાર્લિંગ, બટ કાલે અડધી રાત્રે મને એક સપનું આવ્યું જેના કારણે મારી ઊંઘ ઊડી ગઈ હતી, તેથી સવારે થોડું લેટ થઈ ગયું."
"ઓકે નાઉ વેક અપ ફાસ્ટ એન્ડ ગેટ રેડી." હસ્તિએ મને આદેશ આપતા કહ્યું.
"ઓકે મેમ, એઝ યુ સે."
હું ફટાફટ રેડી થઈ ગઈ, અમે ત્યાંથી સિટીમાં આવ્યા અને બાકી રહેલા એક બે સ્થળોની મુલાકાત લીધી, બપોરે જમીને અમારે નીકળી જવાનું હતું.
અહીંયાંથી સુરત પોહચ્યા પછી હું તરત જ મુંબઇ જતી રહેવાની હતી, આથી મને ફરીથી ક્રિશને મળવાનો મોકો ક્યારે મળે તે મને ખબર નોહતી.
આથી હું મારા દિલની વાત ક્રિશને કહી દેવા માંગતી હતી પરંતુ મારે બધાની સામે તેને નોહતું કેવું આથી હું એ તકની રાહમાં હતી કે જો ક્રિશ થોડો ટાઈમ એકલો મળે તો હું તેને મારા દિલની વાત કરી દઉ....
(ક્રમશઃ)
Thank You.
- Gopi Kukadiya & Mer Mehul.