Hotel Haunted - 3 in Gujarati Horror Stories by Prem Rathod books and stories PDF | હોટેલ હોંટેડ.ભાગ-૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હોટેલ હોંટેડ.ભાગ-૩

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે કામદારોની ના કહેવા છતાં આબિદ ત્યાં જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે ત્યાં સાચે જ કોઈ ભયાનક આત્માં છે જો ત્યાં કોઈ કામ કરશે કે હોટેલ બનશે તો લોકોના જીવ જશે જ અને તે ત્યાં લોકોનાં મોત જ થશે તે ગમે તે રીતે બચી ત્યાંથી ભાગી અબ્દુલના ઘરે પહોંચે છે પરંતુ રૂપિયાની લાલચને કારણે તે પણ તેને ગોળી મારી ઝરણામાં ફેંકી દે છે અને તેના નોકરને પણ ગોળી મારી દે છે.હવે આગળ.....

હોટેલ હોંટેડ.ભાગ-૩

5 વર્ષ પછી....

અેક ખુલ્લી જગ્યાં,રાતનો સમય,થોડુ શીતળ વાતાવરણ,ચંદ્રનો આછો પ્રકાશ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો.

Ha..Haa..You are really very funny Mr. Ram હંસતા-હંસતા રોબર્ટે કહ્યું

ત્યાં ઊભેલા લોકો પરસ્પર વાતચીત કરતા હતાં અને તેઓની વાતચીતને કારણે એક વિચિત્ર ઘોંઘાટ થતો હતો.એક મોટી બિલ્ડીંગ જેના પર લખ્યું હતું Hotel Haunted.

જે જગ્યા પહેલેથી જ હોંટેડ હતી સંજોગોવશાત તે હોટેલની Decoration Theme Horrer રાખવામાં આવી હતી અને તેનું નામ પણ તે Theme પર રાખવામાં આવ્યું Hotel Haunted.

આખરે તે હોટેલ તૈયાર થઈ ગઈ જેને રોકવા આબિદ અને કામદારોએ બહુ મેહનત કરી.હોટેલ બનતી સમયે કેટલાય કામદારોએ પોતાના જીવ ગુમાવ્યાં પરંતુ પૈસાની તાકાતે અને કામદારોની નબળાઈને લીધે તેઓને ચૂપ કરી નાખ્યાં.

કોઈકવાર માણસ પાસે રૂપિયા હોવાના લીધે તે પોતાને તાકાતવર સમજતો હોય છે અને તે અભિમાન કરે છે પરંતુ કહેવાય છે કે સમય પાસે કોઈનું ચાલતું નથી.સમય આવતા તે જ રૂપિયા જેના કારણે તે અભિમાન કરતો હતો તે જ તેની મોટી કમજોરી બને છે.

અબ્દુલે હોટેલ બનાવી તો લીધો પરંતુ હવે આગળ જે ઘટનાઓ બનવાની હતી તેનાથી તે અજાણ તેને ખબર ન હતી કે જે હોટેલને બનાવવા પાછળ તેને આટલા માણસોના જીવ લીધા તેજ હોટેલ તેના મોતનું પણ કારણ બનશે.

અબ્દુલ ચાલતા ચાલતા રોબર્ટ અને રામ પાસે આવ્યો ચાલો સર હવે હોંટેલનાં Inauguration નો ટાઈમ થઈ ગયો છે.

ઓ મિસ્ટર અબ્દુલ ગુડ વર્ક રોબર્ટે કહ્યું

આખરે ત્રણેય ચાલતા-ચાલતા એક ગેટ પાસે પહોચ્યાં ત્યાં રેડ કાર્પેટ પાથરેલ હતું અને સ્ટાફ લાઈનમાં ઊભા હતા.મિસ્ટર રોબર્ટે રિબન કટ કરી અને હોટેલનું ઉદ્ધાટન કર્યું.

બધા લોકો હોટેલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યાં.અંદર પહોચતાંજ લોકોની આંખ પર પીળો પ્રકાશ પડ્યો અને લોકો સ્તબ્ધ બની અંદરનું દ્રશ્ય જોતાં જ રહી ગયાં.

હોટેલનું બાંધકામ અને ડેકોરેશન અતુલનીય હતું.હોટેલની દીવાલ પર અનેક હોંટેડ ચિત્રો લગાડેલા હતા અને કેટલીય જગ્યાએ હોરર માસ્ક લગાડેલા હતા.ઉપરાંત ત્યાં હોલોવીન જેવું ડેકોરેશન કરેલ હતું.આ ઉપરાંત હોટેલના હોલના મધ્યમાં એક ઝૂમર લટકાડેલ હતો તે તેની શોભામાં વધારો કરતો હતો.

Wow!!!..This is Increadible.This is very beautiful. રોબર્ટે કહ્યું

હા સર બહું જ સુંદર કામ છે જાણે સાચેજ આ જગ્યાં કોઈ હોંટેડ હોય તેવું લાગે છે.અબ્દુલ બહું જ સુંદર કામ છે હવે આ જગ્યાનું નામ બહું પ્રખ્યાત થઈ જશે.

સાચી વાત એટલે જ મે આ હોટેલ બનાવવા માટે અબ્દુલની પસંદગી કરી.

અબ્દુલ પોતાના વખાણને લીધે ફૂલો નહોતો સમાતો.સામેથી નિકુંજે આવીને ફૂલથી ત્રણેયનું સ્વાગત કર્યું.

નિકુંજ બધી તૈયારી થઈ ગઈ છે અબ્દુલે કહ્યું

હા સર બધું રેડી છે.

તમે કઈ તૈયારીની વાત કરો છો? રામે પૂછ્યું

One Miniute Sir એમ કહી અબ્દુલ એ Announcement કર્યું તમારા લોકોના અહીં આવવા બદલ આભાર હવે અમે લોકોએ તમારી માટે short documentry film નું આયોજન કર્યું છે તો બધા પ્રોજેક્ટર રુમ તરફ ચાલો.

બધા લોકો ચાલતા ચાલતા એક રુમનાં પ્રવેશ્યાં.ત્યાં પ્રોજેક્ટર લાગેલ હતું અને સામે મોટો પડદો હતો.અચાનક તે રુમની લાઈટો બંધ ચાલુ થવા લાગી અને અમુક લોકોના મોઢામાંથી ચીસ નીકળી ગયી.

બધા લોકો એકદમ ડરી ગયાં.લોકોની હાલત જોઈ અબ્દુલ હસવાં લાગ્યો ડરવાની જરૂર નથી આ બધો અમારો પ્લાન છે આ હોટેલની Theme જ હોરર છે તો તેના જોવું કંઈક લાગવું તો જોય ને.

બધા લોકો શાંત થયા અને અેક પછી એક જગ્યાએ બેસવા લાગ્યાં.

અચાનક હોટેલની બહાર વાતાવરણમાં બદલાવ આવવા લાગ્યો.વાતાવરણમાં ઠંડક જામતી ગઈ .આકાશના સુંદર ચંદ્રમાનું સ્થાન કાળા વાદળોએ લઈ લીધું.જ્યાં હોટેલનું નામ લખ્યું હતું તે લાઈટ ઝમકારા કરવા લાગી.અચાનક તે બંધ થઈ ગઈ.ઊપરથી લોહીથી નામ લખાયું Khan.ત્યાં બહાર ઊભેલાં ચોકીદારોને મુંઝવણ થવા લાગી.

અરે વાતાવરણમાં અચાનક આટલી ઠંડક.

અને મને આટલી બધી તરસ કેમ લાગે છે?

હોટેલની અંદર...

અરે તે ફિલ્મની ટેપ ક્યાં ગઈ નિકુંજ ચિંતાતુર સ્વરે બેલ્યો

આ તરફ બધા લોકો ફિલ્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યાં હતા.

અરે! અચાનક વાતાવરણમાં આટલી ઠંડક કેમ??રોબર્ટે ઠિઠુરતા કહ્યું

ખબર નહી સર A.C પણ બંધ છે. રામે કહ્યું.

આ તરફ અબ્દુલ ફિલ્મ શરૂ ન થવાના કારણે કેબિન તરફ ગયો.

શું થયું નિકુંજ હજી સુધી પ્રોજેક્ટર કેમ ચાલુ નથી થયું લોકો બહાર રાહ જોઈ ને બેઠા છે શું પ્રોબ્લેમ છે??અબ્દુલે એકસાથે કેટલાય સવાલો પૂછી નાખ્યાં.

ખબર નહીં સર પરંતુ ફિલ્મની ટેપ ક્યાંય મળતી નથી.

What? અહીં નથી તો ક્યાં ગઈ?

સર મે અહીં સંભાળીને મૂકી હતી પરંતુ હવે last time પર મળતી નથી.

No...no.This is not Good તું શોધ હું બહાર સંભાળું છું.

એમ કહી અબ્દુલ બહાર જતો રહ્યો અને રામ અને રોબર્ટ ની પાસે આવી ઊભો રહી ગયો.

શું પ્રોબ્લેમ છે અબ્દુલ હજી સુધી ફિલ્મ કેમ શરૂ નથી કરી?? રામે પૂછ્યું

સર Actually....

અબ્દુલ બોલવા જ જતો હતો ત્યાં પ્રોજેક્ટર સ્ટાર્ટ થયું.અબ્અદુલને થયું કે ફિલ્નેમની ટેપ મળી ગઈ.નિકુંજ પણ સ્તબ્ધ થઈ ગયો કારણકે તેને તો ટેપ ચલાવી નહોતી. તેમાંથી એક પ્રકાશ નીકળી પડદા પર પડ્યો અને લોકોની સામે એક દ્રશ્ય આવ્યું જ્યાંથી આ ઘટનાનો પ્રારંભ થયો.

તેમાં સૌપ્રથમ એક બંગલો દેખાતો હતો એક છોકરો બંગલાના દરવાજે આવી દરવાજો ખટખટાવ્યો અને અંદરથી છોકરીએ દરવાજો ખોલ્યો અને બંન્ને અંદર જતા રહ્યાં.પછી એક રૂમનું દ્રશ્ય દેખાયું જેમાં બંન્ને વાતો કરતા હતાં ત્યાં અચાનક દરવાજો ખોલી ચાર લોકોએ રૂમમાં પ્રવેશ કર્યો.રૂમમાં પ્રવેશ થતા તે બંન્ને ડરી ગયાં.ચારેયના હાથમાં લોખંડનો પાઈપ હતો.તેનાથી તે છોકરાને બેફામ રીતે મારવા લાગ્યાં અને છોકરી મદદની બૂમો પાડવા લાગી ભલે ફિલ્મમાં અવાજ નહતો પરંતુ શું થઈ રહ્યું છે તે જોઈ શકાતું હતું.આખરે તે ચારેય હસવા લાગ્યાં.પછી તે છોકરીના કપડા ફડવાનો પ્રયાસ કરવા લાગ્યાં.ત્યાં અચાનક એક છોકરાના માથા પર કોઈકો પાઈપ માર્યો.પાછળ ફરી જોયું તો તે છોકરો લોહી લુહાણ હાલતમાં ઊભો હતો.અેક પછી તે ચારેયને મારી નાખ્યાં અને આખરે તે પણ પડી ગયો.છોકરી ત્યાં બેઠા બેઠા રડી રહી હતી.

થોડીવાર પછી બીજું દ્રશ્ય સામે આવ્યું જેમાં તેને ગળો ફાંસો ખાઈ લીધો હતો.

પછી હોટેલ બનતા પહેલા અબ્દુલ અને કામદારોને કામ કરતા દેખાયા.પછી એક દ્રશ્ય આવ્યું જેમાં મશીન ખોદવાની કોશિશ કરતી હતી પણ ત્યાં ખોદાઈ નહોતી થતી.આખરે તે મશીનના ટુકડા થઈ ગયાં પણ અંદર બેઠા માણસને જરા પણ ઈજા ન થઈ હતી.

થોડીવાર પછી હોટેલની બહારનું દ્રશ્ય આવ્યું જેમાં બે security guard ઊભા હતા તે સામ સામે આવી એક બીજાને ગાંડાંની જેમ ઝાપટ મારવા લાગ્યાં.તે એટલા હદ સુધી મારતા રહ્યા કે તેમના ગાલ અને કાનની અંદરથી લોહી નીકળવા લાગ્યું.પછી એક ગાર્ડે બીજાની આંખો ફોડી નાખી અને બીજાએ પહેલાના પેટમાં આંગળીઓ નાખી પેટ ફાડી નાખ્યું.પછી બંન્ને જોર જોરથી હસવા લાગ્યાં અને થોડીવારમાં બંન્નેના શરીરના ટુકડા થઈ ગયાં.

પ્રોજેક્ટર બંધ થયું.હોલમાં એકદમ શાંતિ છવાયેલી હતી.કોઈ એક શબ્દ બોલતું ન હતું.લોકોને ખબર નહોતી પડતી આ બધું જે દેખાયું તે શું હતું?નિકુંજ બહાર નીકળી ઝડપથી અબ્દુલ પાસે આવ્યો.

ગુડ વર્ક નિકુંજ અબ્દુલે કહ્યું

What?સર પણ મે તો ટેપ નહોતી ચલાવી કે ન તો પ્રોજેક્ટર સ્ટાર્ટ કર્યુ નિકુંજે કહ્યું

તો પછી આ બધું જે દેખાયું તે શું હતું??

રોબર્ટ અને રામ અબ્દુલ અને નિકુંજની તરફ જોતાં હતાં.

Wow...This is Amezing પાછળ ઊભેલા લોકોમાંથી કોઈક બોલ્યું.

હા That's really great બીજા લોકોએ વાતને સમર્થન આપતા કહ્યું.

આ ફિલ્મ ખરેખર ડરાવની હતી અને ફિલ્મ જોઈને આનંદ પણ ઘણો આવ્યો.

લોકોની વાત સાંભળીને અબ્દુલ અને નિકુંજ ચૂપ રહ્યાં કારણકે લોકોને આ વાતની ખબર નહોતી પડી અને વાતને ન વધારવા ખાતર બંન્નેમાંથી એકેય એ સાચી બહાર લાવવાનું માન્ય રાખ્યું.આખરે અબ્દુલ બોલ્યો.

તમને લોકોને મજા આવી એ જાણી અમને આનંદ થયો અને આ હોટેલ મિ. રોબર્ટ અને રામના કારણે બનાવાયો છે જેમને અમને આટલી મદદ કરી.

આ સાંભળી બધા લોકો તાળીઓ પાડવા લાગ્યાં.પણ નિકુંજ હજુ ચૂપ હતો તેને ખબર નહોતી પડતી કે હમણાં જે થયું તે શું હતું?

બધાં લોકોની વચ્ચે કોઈ એવું પણ હતું જેને કોઈ જોઈ શકતું ન હતું.તે બધાં લોકોને પોતાની લાલ ગુસ્સાભરી આંખોથી જોઈ રહી હતી.કારણકે જે બધાં લોકો માટે મનોરંજન હતું તે તેની સાથે ઘટ્યું હતુંં અને આ જોઈ તેને ગુસ્સો વધતો જ જતો હતો.

નિકુંજ પ્રોજેક્ટર રૂમની બહાર નીકળી ગેટ તરફ ગયો જ્યાં બંન્ને ગાર્ડસ્ ઊભા હતા પણ ત્યાં પહોચી જોયું તો ત્યાં કોઈ હતું નહી.તેની જગ્યાએ લોહી હતું તેને ડર લાગ્યો કે હમણાં તેને જે જોયું તે સાચું હતું.

અહી અચાનક હોટેલની અંદરની બધી લાઈટો બંધ થઈ ગઈ તેથી અંદર ઊભેલા લોકો ડરી ગયાં.

અરે અચાનક આ લાઈટ્સ ને શું થયું?રામે પૂછ્યું

Don't worry sir હું ચેક કરાવું છું એમ કહી અબ્દુલે એક માણસને મોકલ્યો.

પ્લીઝ ડરવાની જરૂર નથી લાઈટ્સ હમણાં આવી જશે તમે લોકો હોલ તરફ જાઓ અબ્દુલે કહ્યું

બધા લોકો એક પછી એક રૂમમાંથી જવા લાગ્યાં.એક છોકરી અચાનક ચાલતા ચાલતા ઊભી રહી ગઈ.તે જોઈને તેની સાથે રહેલા છોકરાએ પૂછ્યું .

શું થયું ડાર્લિંગ?

તે છોકરીએ કંઈ જવાબ આપ્યો નહીં.બસ તે માથું નમાવીને ઊભી હતી અને વિચિત્ર અવાજ કરતી હતી.તે છોકરો તેની પાસે આવ્યો અને તેને ખભેથી પકડીને હલાવી.

શું થયું તું કેમ કાંઈ બોલતી નથી?

અચાનક તે છોકરી એ માથું ઊંચું કર્યું તેને ભયાનક ચેહરો જોઈ કેટલાય લોકો ડરી ગયા.એકદમ સફેદ આંખો,મોઢા ઉપર લાલ નિશાન મોઢા પર ગુસ્સાને લીધે નસો ઉપસી આવેલ.

બધા લોકો બીકના માર્યા કોરિડોરમાથી હોલ તરફ ભાગ્યાં.અંદરથી ચીસો સાંભળી નિકુંજ અંદર તરફ ભાગ્યો.કોરિડોકમાંથી ભાગતા ભાગતા રામનો પગ લપસ્યો અને તે પડી ગયો.તેને પાછળ ફરી જોયું તો તે ઊભી હતી.બીકના માર્યા તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

આઆઆ....please help me

હોલમાં ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યાં હતાં.નિકુંજ દોડતો અંદર આવ્યો આ બધું જોઈ એકદમ સ્તબ્ધ રહી ગયો.અચાનક પાછળથી તે માણસ આવ્યો જેને અબ્દુલે લાઈટ્સ ચેક કરવા મોકલ્યો હતો.

સર બહાર બધે લાઈટ્સ છે મેઈન સ્વીચમાં પણ પાવર દેખાડે છે ઉપરાંત જો લાઈટ્સ ગઈ પણ હોત તો પણ જનરેટર ઓન થઈ ગયું હોત.

આ સાંભળી અબ્દુલ તેની સામે જ જોઈ રહ્યો.તે છોકરીએ રામનો પગ પકડ્યો ને ઢસડીને ઊંડા અંધકારમય કોરિડોરમાં ખોવાઈ ગઈ અને રામની એક દર્દનાક ચીસ આખા હોટલમાં ગુંજી ઊઠી.

થોડીવારમાં ત્યાં લાઇટ આવી ગયી અને પોલીસને જાણ કરી.પોલીસે હોટેલ પહોઁચી.લોકો ડરી ગયાં હોવાંથી તેમને પોત પોતાના ઘરે જવા કહ્યું.

થોડા દિવસ પછી.....

સવારનો સમય આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા.બહાર પવન અત્યંત વેગથી વહેતો હતો.વૃક્ષો આમ તેમ હલતા હતા જાણે હમણાં ઊખડી જશે.

નિકુંજ પોતાના ઘરના સોફા પર બેઠો બેઠો કોફી પી રહ્યો હતો.તે જે બન્યું તેના વિશે વિચારી રહ્યો હતો.અચાનક તેનો વાગ્યો.જોયું તો અબ્દુલનો ફોન હતો.

હેલ્લો સર...હા સર...ok..ok

કહી તેને ફોન કટ કરી દીધો.તે બારી પાસે આવીને ઊભો રહ્યો અને બહારના વાતાવરણને જોઈ રહ્યો.ત્યાં તેના ઘરની ડોરબેલ વાગી.તેને દરવાજો ખોલ્યો તો ઈનસ્પેક્ટર પાટિલ હતો.

હેલ્લો મિસ્ટર નિકુંજ તો તમે તૈયાર છો?

હા,સર મને અબ્દુલ સરનો ફોન આવી ગયો છે હું તૈયાર છું.

મને investigation માં તમારી હેલ્પ જોઈએ છે.

હું તમારી હેલ્પ કરીશ ચાલો આપણે નીકળીએ.

એમ કહી તેને પોતાના ઘરને લોક માર્યું અને પાટિલની ગાડીમાં બેસી બંન્ને નીકળી પડ્યાં.બંન્ને હોટલ પહોચી ગયાં.

ઓહ શીટ

શું થયું નિકુંજ??

હું ઉતાવળમાં હોટેલની keys લાવવાનું ભૂલી ગયો.

What??હવે પાછું keys લેવા જવું પડશે.

અેમ કહી બંન્ને ગાડીમાં બેઠા પાટિલે ઘણી ટ્રાય કરી પણ ગાડી સ્ટાર્ટ ન થઈ.

What the hell આ ગાડીને શું થયું કેમ સ્ટાર્ટ નથી થતી.અત્યાર સુધી તો બરાબર ચાલતી હતી.

ત્યાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો અને અત્યંત ઠંડો પવન વહેવા લાગ્યો.બંન્ને ગાડીમાંથી બહાર નીકળી દોડતા દોડતા હોટેલ સુધી પહોંચી ગયાં.બંન્ને પલળી ગયાં અન્ને ઠંડા પવનને લીધે ધ્રુજવા લાગ્યાં.પાટિલે સિગરેટ કાઢી અને નિકુંજે ના પાડી.હોટેલનો દરવાજો મોટો અને જાડો હોવાથી તોડી પણ શકતો નહોતો.તેને ટ્રાય કરી પણ દરવાજો ન ખુલ્યો.

શીટ આ દરવાજો પણ.

Oh god હવે આ વરસાદ ક્યારે બંધ થશે?

God હવે તો એક જ ઈચ્છા છે બસ આ હોટલનો દરવાજો ખુલી જાય.

અચાનક પાછળથી કંઈક અવાજ આવ્યો.બંન્નેએ પાછળ ફરી જોયું તો તાળું તૂટી નીચે પડેલું હતું.બંન્ને એકબીજાની સામે જોવા લાગ્યા.

એક વિચિત્ર અવાજ સાથે દરવાજો ખુલ્યો.

ક્રમશ:....

આગળ આવતા અંકે.

મિત્રો આ ભાગ તમને કેવો લાગ્યો મને જણાવજો.