office num 308 bhag 10 in Gujarati Fiction Stories by BANSRI PANDYA ..ANAMIKA.. books and stories PDF | ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૦

Featured Books
Categories
Share

ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૦

સવાર નાં સુંદર કીરણો મુક્તિ નાં ચહેરા ને સ્પર્શી રહ્યા હતાં. હાથ માં ચા ની ટ્રે લઈને મંથન એ દરવાજો ખોલ્યો. શાંતિથી મુક્તિ ને સૂતી જોઈ બે ઘડી મંથન તેને જોતો જ રહ્યો. ત્યારબાદ ટ્રે ટેબલ પર મૂકી બારી નાં પડદા હટાવ્યા. જેથી મુક્તિ ની આંખ ખુલી. 

" ગુડ મોર્નિગ મુક્તિ મેડમ.  અહીં તમારો સરવન્ટ હાજર છે તમારી સેવામાં. હીયર ઈઝ યોર બેડ ટી " 

" સરવન્ટ? તુ વળી ક્યારથી મારો નોકર બની ગયો " 

" જ્યારથી તારા પ્રેમ માં પડ્યો " 

" ઓહ એમ. તો વિચારી લે આ ગુલામી આજીવન કરવી પડશે " 

"  આ ગુલામી માંથી છૂટવા કોણ માંગે છે " 

" બસ હવે બહુ વાતો થઈ. તે દાદાજી ને કહ્યું કે નહી " 

" અરે હા હું તો ભૂલી જ ગયો. તું  ફ્રેશ થઈ તૈયાર થઈ જા. મેં કાંતા માસી પાસે તારા કપડાં મંગાવી રાખ્યા છે. અને મીતા આંટી અને મુંજ કુળદેવી નાં મંદીર થી સીધા તારા મા ના ત્યાં જવાના છે અને રોકાવાના છે. તો મેં તેમને આપણા વિશે જણાંવી દીધું અને તારા અહીં રોકાવાની પરમિશન પણ લઈ લીધી. અને ગોળ ધાણા નું મુર્હુત તે આવીને જોશે. " 

" વોટ ? તે તો બધું જ સેટ કરી લીધું? બહુ ઉતાવળો. શું કીધુ મમ્મી એ? " 

" કહે શું આટલો સારો જમાઈ મળે તો કોઈ ના પાડે ? " 

" અને તારા ઘર નાં નુ શું ? "

" એમને તો તુ પહેલેથી જ પસંદ છે. " 

" એટલે તે બધી તૈયારી કરી જ રાખી છે એમ ને " 

" હા વળી. ચલ હવે ફ્રેશ થઈ તૈયાર થઈ નીચે આવી જજે. હું દાદાજી ને મળી લઉં. અને મીતા આંટી સાથે વાત કરી લેજે. " 

આટલુ સમજાવી મંથન ચાલ્યો ગયો. મુક્તિ એ મીતાબહેન ને ફોન લગાવ્યો. 

" મમ્મી..... " 

" હા બેટા મંથન એ વાત કરી બધી. ત્યાં આવશુ એટલે આગળ નું જોશું " 

" મમ્મી તને મંથન પસંદ તો છે ને " 

" લે એમાં નાપસંદ લરવા જેવુ છે શું. હું તેને અને તેનાં પરીવાર ને  ઓળખું છુ. અને હા જરાક મન માં હતું કે તે બહુ પૈસાવાળા છે. પણ મંથન એ મારી બધી વ્યથા દૂર કરી દીધી. તેનાં મમ્મી નો પણ ફોન હતો. બસ તને વિદા લરવા કહ્યું છે બાકી એમને કાંઈ નથી જોઈતું. હું તો ધન્ય થઈ ગઈ. " 

" ઠીક છે મમ્મી તુ આવે પછી વાત " 

" હા અને ઓફીસ માં બધુ બરોબર ને? "

મુક્તિ શું જવાબ આપે તે સમજાયુ નહી. 

" હા. ચલ હવે મોડુ થાય છે પછી વાત કરુ " 

" ઠીક છે બેટા ધ્યાન રાખજે " 

મંથન દાદુ ને શોધતો ગાર્ડન માં ગયો. અને બધી વાત કરી. 

" સારુ થયું બેટા તુ ત્યાં પહોંચી ગયો. કાંઈ નહી હવે બધું ભૂલી જા અને ખુશ રહે " 

" જી દાદુ " 

કાંતા બહેન નાસ્તો પીરસી રહ્યા હતાં. મુક્તિ ઉપરથી દાદર ઊતરી રહી હતી અને પોતાને સપનામાં દેખાતી છોકરી વીશે વિચાર કરી રહી હતી. તે ડાઈનીંગ ટેબલ પાસે પહોંચી. દાદાજી ને અને કાંતા બહેન ને પગે લાગી. બધાં ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા. નાસ્તો કરી રહ્યા હતાં. 

" મુક્તિ તું આજે ઘરે જ રહે હું ઓફીસ માં જઈને રીઝાઈન મૂકી આવું છું. "

મંથન ના વાક્ય થી મુક્તિ નાં મન માં સળવળાત થયો. હા એ ડરી ગઈ તો હતી પણ તેનું મન વારંવાર તેને તે રહસ્ય તરફ ખેંચતું હતુ. તે જાણવા માંગતી હતી તે સ્ટોર રુમ માં છે શું. તે છોકરી છે કોણ. એકદમ વીકરાળ બની કેમ જીવ લેવા બેઠી હતી એ દીવસે. મુક્તિ ને આ બધાં સવાલ નાં જવાબ જોઈતા હતાં. નાસ્તો કરી તે રુમ માં ગઈ. તેણે મનોમન નિર્ણય કરી લીધો કે બસ આ રહસ્ય ને જાણી ને રહેશે. એટલા માંજ મંથન આવ્યો. 

" મુક્તિ હું ઓફીસ જઈને આવું. " 

" મંથન મને એનું રહસ્ય જાણવું છે. હું એ ઓફીસ રહસ્ય જાણ્યા વગર નહી  છોડું. " 

" શું વાત કરે છે મુક્તિ તુ? જાણી જોઈ ને શું કામ ખતરો લેવો? " 

" બસ મંથન મારુ મન મને ત્યાં જ દોરી જાય છે. મેં નિર્ણય કરી લીધો છે તારે સાથ આપવો કે નહી એ હું તાર‍ા પર છોડુ છુ. " 

મંથન ગુસ્સા માં નીકળી ગયો રુમ માં થી. મુક્તિ વિચાર કરતી બેઠી હતી. કે હવે આગળ શું કરવું.  તેણે વિચાર્યુ કે જો તે આત્મા સાથે જ વાત થઈ શકે તો કદાચ તે કાંઈ જાણી શકે. તેને યાદ આવ્યું કે તેની સ્કૂલ ની સહેલી ઈશા ને પેરાનોરમલ એક્ટીવીટી માં બહુ રસ હતો. તેણે સોશિયલ મિડીયા માં વાંચેલુ કે તે પેરાનોરમલ એક્સપર્ટ બની ગઈ હતી. મુક્તિ ને થયું કદાચ તે મદદ કરી શકે. તેણે નંબર લીધો અને ફોન લગાવ્યો. ફોન ઉઠાવ્યો નહી કોઈએ માટે તેણે વોઈસ મેસેજ છોડી દીધો. 

મંથન તેનાં દાદાજી સાથે ગાર્ડન માં બેઠો. તેણે દાદાજી ને બધી વાત કરી. 

" મંથન તુ શું કરવા માંગે છે ? શું તુ ફરી એ જ ભૂલ કરવા માંગે છે જે પહેલા કરી છોડવાની? "

" ના દાદુ પણ હું એને મુસીબત થી બચાવવા માંગુ છું. પણ એણે નક્કી કરી લીધું છે ઓફીસ નાં રહસ્ય ને જાણવું. મને સમજાતુ નથી કે હું કેવી રીતે સમજાવુ એને  દાદુ " 

" પણ મંથન હંમેશા તુ એને જ કેમ સમજાવે છે. તું પણ ક્યારેક સમજ. એણે નિર્ણય કરી લીધો છે સમજી વિચારી ને જ કર્યો હશે. હવે એ તારા પર છે કે તારે તારા પ્રેમ નો સાથ આપવો કે નહી. એણે એકવાર તને દૂર કરી ને તને બચાવવા માટે પ્રમાણ આપી દીધું તેના પ્રેમ નુ. હવે તું જોઈ લે તારે શું કરવું. અને રહી વાત ખતરા ની તો પ્રેમ મા એટલી તાકાત હોય છે કે લડી શકે ગમે તેવી મુશ્કેલી સામે " 

" થેંક યુ દાદ‍ુ યુ આર ધી બેસ્ટ. " 

મંથન સીધો મુક્તિ નાં રુમ માં ગયો. મુક્તિ એ બસ મેસેજ મોકલ્યો અને મંથન આવ્યો તેનાં તરફ અને ગળે વળગી ગયો. 

" મુક્તિ હું તને ક્યારેય એકલી નહી મૂકુ હું હંમેશા તારો સાથ આપીશ " 

" થેંક યુ મંથન " 

મંથન એ છુટાં પડતા કહ્યું " હવે આગળ શું કરવાનું છે ? "

" બસ હવે ઈશા ના મેસેજ ની રાહ છે. " 

" ઈશા ? એ કોણ ? " 

" ઈશા મારી સ્કૂલ ફ્રેંડ છે. તે પેરાનોરમલ એક્સપર્ટ છે. મે એને મેસેજ કર્યો છે હવે એનો જે જવાબ આવે એનાં પર આધાર. અત્યારે આપડે ઓફીસ જઈએ. બંન્ને ઓફીસ જવાં તૈયાર થયાં. 

શું મુક્તિ ઓફીસ નું રહસ્ય જાણી શકશે? શું ઈશા મુક્તિ ની મદદ કરવા આવશે ? શું આ રહસ્ય જાણવાનો મુક્તિ નો ઈરાદો સાચો નીવડશે કે પછી જીવ જોખમ માં મુકશે ? આખરે શું છે એ ઓફીસ નું રહસ્ય ? જાણીશું આગળ નાં ભાગ માં.