Swarg in Gujarati Moral Stories by Kamejaliya Dipak books and stories PDF | સ્વર્ગ

Featured Books
Categories
Share

સ્વર્ગ

           આપના ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે છે કે સવારે વહેલા આવેલું સપનું 
હકીકત જેવું હોય છે. આ સપનું પણ મને સવારે વહેલા જ આવેલું..
                                                                                  
      
  પરોઢ ના સાડા ચાર વાગ્યા છે, હું મારા ખાટલા માં સૂતો છું. મને કોઈ હબાડવી રહ્યું છે એવું મને મેહસૂસ થયું.અચાનક મારી આંખ ખૂલી. મારી આંખો ખુલતા ની સાથે જ અંજાઈ ને બંધ થઈ ગઈ, મારી સામે એક પ્રકાશમય વ્યક્તિ ઊભી છે. અદ્વિતીય સુંદર ચેહરો, કાજલ ભરેલી નમણી આંખો, સંગે મર્મર ની મુરત જેવી સુંદરતા, માથે મુગટ પર લેહરાતી મોરપંખ, હાથ માં બંસરી, ગળા માં ખુશ્બુદાર ફૂલો ની માળા, હોઠો પર અજબ ની હસી સાથે મને ભગવાન શ્રી કૃષ્ણ હળવે થી જગાડી રહ્યા છે.હજી તો મારી આંખો પણ ખુલી નથી અને તેઓ કહેવા લાગ્યા,  "અરે વત્સ દિપક, શું તે સ્વર્ગ જોયું છે??" 
                                                                                     
          
મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો, કે મારી સામે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા, તેઓ મારી જોડે વાત કરી રહ્યા હતા.ત્યાં જ તેમના શબ્દો મને ફરી એક વાર સંભળાયા, "હે પુત્ર દિપક, હું તને કંઇક પૂછી રહ્યો છું, તું મને એનો ઉત્તર તો આપ." મે પોતાને સંભાળ્યો, બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણ ને નમન કર્યા,  " પ્રભુ, તમે સ્વયં અહીંયા, મારી સામે, અને મને પૂછો છો કે મે સ્વર્ગ જોયું છે, (મને ખુશી સાથે હસવું આવ્યું), ભગવાન, મે સ્વર્ગ ક્યાં થી જોયું હોય.."
                                                                                        
        
"એવું નથી, અહી પૃથ્વી પર મનુષ્યો એવું માને છે કે અમે દેવ લોકો સ્વર્ગ માં રહીએ છીએ, હકીકત માં એવું નથી, અમે પણ સ્વર્ગ જ શોધીએ છીએ. શું તું મને સ્વર્ગ શોધવા માં મારી મદદ કરીશ..?"  ભગવાને કહ્યું.
                                                                                         
        
 "જો તમને સ્વર્ગ ક્યાં છે એ ખબર ના હોય તો હું તો એક સામાન્ય માણસ છું, મને સ્વર્ગ ક્યાં છે એ ક્યાં થી ખબર હોય, છતાં પણ જો તમે કહેતા હોય તો હું તમારી સાથે જરૂર આવીશ." એમ કહી ને હું તેમની સાથે જવા તૈયાર થઈ ગયો..
     
                

 "અમે પૃથ્વીવાસી એવું માનતા હોય કે સ્વર્ગ આકાશ માં હોય છે, એટલે આપણે સૌ પ્રથમ ત્યાં જ જવું જોઈએ." મે કહ્યુ..ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલક્યા.અમે અદૃશ્ય એવા દૈવી રથમાં બેસીને આકાશમાર્ગે સ્વર્ગ ની શોધ માટે રવાના થયા.
                
   અવકાશ ની એ સફર માં અમે ઘણા બધા દૂર આવી ગયા હતા. ભગવાન મને રસ્તા માં આવતા બધા અલગ અલગ ચમકતા તારા અને ગ્રહો ની જાણકારી આપતા હતા.તારાઓ ની વિશિષ્ટતા અને ત્યાં જોવા મળતા અનેક ભિન્ન ભિન્ન પ્રકારના અંતરિક્ષવાસી ઓ ને અમે મળ્યા. ત્યાં બધાને અમે સ્વર્ગ વિશે પૂછ્યું , પણ તેઓ કોઈ સ્વર્ગ વિશે કાઈ જાણતા નહોતા. અમે અલગ અલગ ઘણી બધી અવકાશીય જગ્યા પર ગયા પણ ક્યાંય સ્વર્ગ ની ભાળ ના થઈ. 
     
   
         
     છેવટે અમે એક સુંદર અને રમણીય એવી જગ્યા પર આવ્યા. અહી દરેક જગ્યા એ લીલા વનસ્પતિઓના જંગલ અને હરિયાળી જોવા મળતી હતી, પરંતુ કોઈ ત્યાં રહેતું હોય એવું ના લાગ્યું. ક્યાંય કોઈ અંત્રિક્ષવાસી કે તેમણે બનાવેલા ઘર અમને જોવા ના મળ્યું. આ ગ્રહ આકાશ માં તરતા એક ટાપુ જેવો લાગતો હતો. આખો ગ્રહ એક નાના ગામ જેવડો હતો પણ ખૂબ જ સુંદર હતો. જાણે જમીન પર કોઈ એ વૃક્ષો થી બનાવેલી લીલી ચાદર પાથરી હોય, દૂર ઘણા બધા ડુંગરો હતા, એવું લાગતું હતું જાણે દરેક ક્ષણે અહી ની હરિયાળી માં વધારો થતો હોય.
    
  
           
   અચાનક જંગલ માં દરેક વૃક્ષ સળગવા લાગ્યા, મને લાગ્યું કદાચ ગ્રહ ની ગરમી ના લીધે દાવાનળ લાગી ગયો હસે પરંતુ આટલી જલ્દી થી અહી ના વૃક્ષો સળગી રહ્યા હતા, મને નવાઈ લાગી. મે ભગવાન સામે આશ્ચર્ય થી જોયું, ભગવાન મુસ્કુરાઈ રહ્યા હતા.ત્યાં અચાનક જમીન હલવા લાગી, જાણે ભૂકંપ આવ્યો હોય. મે ગભરાઈ ને ભગવાન નો હાથ પકડી લીધો. હું થોડો ભગવાન ની નજીક આવી ગયો. ત્યાં જ અમારી સામે એક અતિશય વિશાળકાય પ્રાણી આવી ને ઊભુ રહ્યું.  હું ખૂબ જ ડરી ગયો. એ પ્રાણી કદાચ આ ગ્રહ નો માલિક હોય એવું લાગતું હતું. ત્રણ મોટા હાથી જેવડું એ પ્રાણી ખૂબ દરાવણું લાગતું હતું. એના મો માંથી આવતી દુર્ગંધ થી એવું અનુમાન લગાવી શકાય કે તે કોઈ નાના હરણ જેવા પ્રાણી નું ભોજન કરી ને આવ્યું હશે, તેના આખા શરીર પર શાહુડી ની જેમ કાંટા હતા, તેનું શરીર ડાયનોસોર ના આકાર નું હતું,  માથે બે શીંગ હતા, તેની પૂંછ ખૂબ લાંબી અને પૂંછ ના છેડે ગદા જેવો ભાગ હતો જે ખૂબ મજબૂત હતો તે ભાગ કદાચ તેના શરીર ના સંતુલન માટે હશે, મને લાગ્યું કે કદાચ આ પ્રાણી મને અને ભગવાન શ્રી કૃષ્ણ ને દબાવી ને અમારી કચુંબર બનાવી દેશે, પણ એ અમને કાઈ હાની પહોંચાડવા ને બદલે ભગવાન કૃષ્ણ ના પગ એક પાલતુ પ્રાણી ની માફક તેની લાંબી જીભ થી ચાટવા લાગ્યું. ભગવાને મને કહ્યું, " ગભરાવ નહિ દિપક, આ ઓસ્ટ્રોમેટ છે, તે આપણને કોઈ હાની નહિ પહોંચાડે, તે માંસાહારી નહિ શાકાહારી પ્રાણી છે. તે જ્યારે કોઈ પ્રાણી ને જુએ છે તો ખૂબ જ ભાવુક થઈ જાય છે, તેના આંસુ જ્યારે જમીન પર પડે છે ત્યારે ત્યાં અગ્નિ પ્રગટ થાય છે, હમણાં જે જંગલ માં આગ લાગી હતી તે આ પ્રાણી ના આંસુ ના કારણે જ લાગી હતી, અને જે ભૂકંપ જેવું થયું હતું તે આ પ્રાણી ના પગ જમીન પર મૂકવાનો અવાજ હતો, તેની પૂંછ નો છેડાનો જે મજબૂત ભાગ છે એના થી તે કોઈ પણ મજબૂત વૃક્ષ ને તોડી ને જમીનદોસ્ત કરી શકે છે. આ ગ્રહ નું નામ ઓસ્ટ્રોમસ છે, અને આ એક જ પ્રાણી આ આખા ગ્રહ પર રહે છે, આ ગ્રહ ખૂબ જ જડપી ગ્રહ છે એટલે બીજું કોઈ સજીવ અહી રહી નથી શકતું."  મે તે પ્રાણી ને અડકવા માટે હાથ આગળ કર્યો, પણ ભગવાને મને તેમ ના કરવા કહ્યું, કેમ કે તેની ત્વચા પર એવા ઘણા બધા પરોપજીવી સજીવો રહે છે જે આપણો જીવ લઈ શકે છે, મેં નીરખી ને જોયું ત્યારે મને ખબર પડી કે તેના શરીર પર ના કાંટા ઓ માં પણ એવા સજીવો હતા જે કદાચ આપણા શરીર પર હોય તો થોડી જ વાર માં આપનું પૂરું શરીર ચૂસી લે. મે ભગવાન ને પુંછયું,  " પ્રભુ, એક સવાલ મનમાં છે, જો તમે કહો તો પૂછું."  "અવશ્ય પૂંછ દિપક." ભગવાને કહ્યું. તમે કહ્યું ક આ જડપી ગ્રહ છે અને બીજા કોઈ સજીવ અહી ના રહી શકે તો એનો અર્થ શું અને આ એક પ્રાણી જ કેમ રહી શકે છે અને તેની ઉપર ના આ બીજા સજીવો નું શું, હું કઈ સમજી નથી શકતો." મે પૂંછયું. "એ તને હમણાં સમજાઈ જશે. હવે આપણે અહી થી જવાનો સમય થઈ ગયો છે, આપણે હવે અહી થી જવું જોઈએ." 
     
   
         
    એટલું કહ્યું અને ભગવાન મને સાથે લઈ ત્યાં થી ચાલતા  થયા. અમે હજી ત્યાં થી થોડે દૂર ગયા ક કે તરત જ ભગવાને મને નીચે પેલા નાનકડા ગ્રહ તરફ જોવા કહ્યું. મે નીચે જોયું તો મને ખૂબ જ આશ્ચર્ય થયું, કેમ કે ત્યાં જેટલા વિસ્તાર માં આગ લાગી હતી ત્યાં ફરી વાર વૃક્ષો ઊગવા લાગ્યા હતા અને જોતજોતામાં તો ફરી વાર હતું એવું જ જંગલ થઈ ગયું. ભગવાન કહે, " દિપક, ત્યાં બધું ખૂબ જ જડપ થી થાય છે, કોઈ પણ સજીવ કે વૃક્ષ ખૂબ જલ્દી થી વધે છે,  ઓસ્ત્રોમેટ પણ ખૂબ જ જલ્દી થી વધે છે, તેની ઉંમર આશરે 1920 કરોડ વર્ષ છે તે હજી વધે જ છે અને રહી તેના ઉપર ના સજીવો ની વાત તો તેઓ પર આ ગ્રહ ના નિયમ લાગુ નથી પડતાં કેમ કે તેમના માટે તો ઓસ્ટ્રોમેટ જ એમનો ગ્રહ છે." મને મારા બધા સવાલો ના જવાબ મળી ગયા હતા. 
         
         
"શું આ સ્વર્ગ હતું?" મારા મનમાં એકાએક આ સવાલ થયો. વિચારતો હતો કે પૂછી લવ ભગવાન ને. ત્યાં જ ભગવાન કહેવા લાગ્યા, "ના આ સ્વર્ગ ન્હોતું."  આપણે અહી ના રમણીય અને સુંદર વાતાવરણ ને જોઈ ને આપણે શું કામે નીકળ્યા હતા એ પણ ભૂલી ગયા, કેમ દિપક..?"  હમમ, હું અચાનક જાણે ભાન માં આવ્યો હોવ એમ વર્તન કરવા લાગ્યો. ભગવાન હસવા લાગ્યા. મને આજનો દિવસ હંમેશા યાદ રહેશે. હું ખુશ હતો. આજ ની આ રહસ્યમયી સફર અને મે જોયેલા અદ્વિતીય સ્થાનો મને ક્યારેય નઈ ભૂલાય. હું વિચારતો હતો કે મને આવા સ્થળો જોયા પછી જો એટલો આનંદ મળ્યો, તો પછી જ્યારે હું સ્વર્ગ જોઈશ ત્યારે કેટલી ખુશી મળશે..!!!!