Lokrakshak bharti medo in Gujarati Magazine by Mehul Joshi books and stories PDF | લોકરક્ષક ભરતી મેળો

Featured Books
Categories
Share

લોકરક્ષક ભરતી મેળો

     અમદાવાદ એસ ટી આમ તો અમદાવાદ એસ ટી ની જ શુકામ વાત કરૂ? જ્યારે વાત કરવી જ છે લોકરક્ષક ભરતી ની આહાહા સુ ભરતી મેળો થવા જઈ રહ્યો છે! આજે સમગ્ર ગુજરાતમાંથી યુવાધન ભરતીમેળા માટે તૈયાર થયું છે. ત્યારે આજે કુંભમેળા ની જાખી થઈ. શનિ રવિ ની રજા અને અગત્ય ના કામ અર્થે અમદાવાદ જવાનું થયું.  બસ જ્યાં જોવું ત્યાં ગુજરાત નું યુવાધન, ભાવનગર થી અમદાવાદ તરફ જતું હતું. ત્યારે ભાવનગર થી અભયમ કેરિયર એકેડેમી ના અમુક ઉમેદવારો સાથે હતા. અત્યારે ખૂબ અગત્ય ની વાત એ છે કે 9800 સાડા નવ હજાર ની આસપાસ લોકરક્ષક ના જવાનો ની ભરતી થવાની છે અને  આ ભરતી માત્ર 1350000 સાડા તેરલાખ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા જઇ રહ્યા છે.
      બસ માં કેરિયર એકેડેમી ના વિદ્યાર્થીઓ પોતાના પેમ્પ્લેટ વાંચી રહ્યા તા અને એમની આગળ ની સીટ પર એક કપલ મોટે થી વાતો કરી રહ્યું હતું. એ નિર્દોષ દંપતી ને ક્યાં ખબર હતી કે આ ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે! અંતે કંટાળી ને એ ઉમેદવારે જગ્યા બદલી, ત્યારે એ ઉમેદવાર ની પરીક્ષા માટે ની ગંભીરતા જોતાં મનોમન બોલી જવાયું કે ભાઈ તું જરૂર સફળ થઈશ. ભાવનગર બાજુ થી બધી બસો પ્રાઇવેટ વાહનો ફુલેફુલ ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. અમદાવાદ મારૂ કામ પુરૂ થયું ને હું ગીતામંદિર આવ્યો ત્યારે મને થયું કે ખરેખર હું કોઈ મંદિરે આવ્યો છું, અને એ પણ પૂનમ ભરવા! આટલો માનવમેહરમણ કે જેના માટે ગુજરાત ના સૌથી મોટા ડેપો ગીતામંદિર માટે જગ્યા ઓછી પડતી હતી.
           ખરો મેળો અને ખરો ખેલ તો હવે શરૂ થતો હતો. હું આ ભરતી થી આમ જોઈએ તો બિલકુલ અજાણ હતો. ઉમેદવાર યુવકો અને યુવતીઓ થેલા લઇ જ્યાં નંબર પડ્યો તો ત્યાંની બસ મેળવવા માટે પડાપડી કરતા હતા. ઘણાખરા યુવાનોએ  એડવાન્સ બુકીંગ કરાવી દીધું હતું પરંતુ એ તેમની બુકીંગ વાળી બસ શોધી શકતા ન હતા. બસ આવી જાય તો બુકીંગ હોવા છતાં બસ માં ચઢી શકતા ન હતા. એસ ટી ડેપો પર મોટા મોટા અક્ષરે બેનર માર્યા હતા, ઉમેદવારો ને પરીક્ષા સ્થળે જવા માટે એક્સ્ટ્રા  બસો નું આયોજન કરવામાં આવેલું છે તો ફલાણા ફલાણા નંબર પર સંપર્ક કરી શકશો.
            એસ ટી ના પાંચ નંબર ના બુકીંગ વિભાગ પર જઈને તપાસ કરીએ તો કર્મચારી એટલા થાકી ગયા તા કે બુકીંગ કરાવવા જતા દરેક મુસાફર ને બસ ની અવેબલિટી ચેક કર્યા વગર એકજ જવાબ આપતા. બસ ફૂલ છે, આ બાજુ બીજા એક કર્મચારી એક સ્ટાર વાળા હાથ  માં એક કાગળ અને પેન લઈ ને ફરતા હતા, નાઇટ હોલ્ટ ની કોઈ બસ આવે એટલે કંડકટર નો બેજ નંબર ગાડી નંબર અને ડ્રાઇવર નં લખી તરત આદેશ આપે ફલાણા રૂટ પર એક્સ્ટ્રા જવાદો. અને કાલે પાછા આવવાનું છે, ભરી ને પાછું આવવાનું, ગાડી ખાલી ના આવવી જોઈએ, કંડકટર યંત્ર ( ટિકિટ માટેનું) એમાં રૂટ ના નાખેલો હોય તો A1 કરી ને જવા દેજો ભાઈ અને હા બસ નું ભાડું લગજરી ભાડું લેવાનું છે.
મતલબ અમદાવાદ થી ભાવનગર નું રેગ્યુલર ભાડું 123 રૂ છે પરંતુ બસ એક્સ્ટ્રા હોવાથી 163 લેવાનું. આવો આદેશ અને છતાંય ઉમેદવારો ને મહુવા, તળાજા કે ગારિયાધાર ની કોઈ ડાયરેક્ટ બસ નહીં. અમરેલી રૂટ પર જતી બગસરા, ધારી, ઉના, જાફરાબાદ બધીજ બસો પેક.

         છેવટે એક એક્સ્ટ્રા ભાવનગર ની બસ માં જગ્યા મળી. આખી બસ માં હું અને બે ચાર બહેનો ના વાલી સિવાય બધાજ ભરતી મેળા ના ઉમેદવારો. 

           હવે આ ઉમેદવારો 200 થી 400 કી. મી નું અંતર કાપી આખી રાત્રી નો ઉજાગરો કરી અજાણ્યા સ્થળે પરીક્ષા માટે જશે. જ્યાં સવાર થતાંજ એમની નાહવા ની સગવડ, ખાવા પીવા ની સગવડ થશે એ બાબતે હું આશાવાદી છું. એટલા માટે કે આ ભરતી મેળા ને સફળ બનાવવા માટે દરેક સમાજ ના જાગૃત સંગઠનો એ અઠવાડિયા આગળ થી જાહેરાતો કરી કે આપણા સમાજ ના કોઈ ભાઈ બહેન નો આ વિસ્તાર માં નંબર હોય તો રહેવા જમવા ની સગવડ થઈ જશે અને અમુક મોબાઈલ નંબર આપેલા જેના પર સંપર્ક કરી નામ નોંધવાય. છતાં પણ શહેર માં નહીં અને નજીક ના ગામડાઓ ની સ્કૂલ માં નંબર હશે તેમનું?????? અને તેર લાખ જેટલા ઉમેદવાર હોય એટલે સ્વાભાવિક રાજય ની મોટા ભાગ ની સ્કૂલો પરીક્ષા સ્થળ તરીકે હશે. ગામ હોય કે શહેર.
             અત્યારે અમુક પરિક્ષાર્થીઓ હું ટાઈપ કરું છું ને તે વાંચી રહ્યા છે. ડ્રાઇવર ને લાઈટ બંધ કરવા દેતા નથી. હજી એમને ભાવનગર ઉતરી ને ત્યાંથી, તળાજા, મહુવા, જેસર, સિહોર, પાલીતાણા, ગારિયાધાર, પરવડી સણોસરા, સોનગઢ, ઘોઘા, પોહચવા માટે બસ બદલવી પડશે.
        હવે આ ઉમેદવારો નો આવતીકાલ નો શિડયુલ જોઈએ તો એમની પરીક્ષા 3 ત્રણ વાગે છે પરંતુ એમની વર્ગખંડ માં એન્ટ્રી 12 બાર વાગે કરી દેવાની અને બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી આ ઉમેદવારો નું બાયોમેટ્રિક વેરિફિકેશન થશે. એટલે કે આધારકાર્ડ અને અંગુઠા મેચ કરવામાં આવશે!. અને ત્યાર બાદ પરીક્ષા શરૂ થશે જે લગભગ 4 ચાર વાગે પુરૂ થશે.
       બસ આ એક કલાક માં તેરલાખ ઉમેદવારો નું ભાવિ નક્કી થશે કે કયા સાડા નવ હજાર લોકરક્ષક બનશે.. અલબત્ત હજી એમની શારીરિક કસોટી તો બાકી છે.
 રવિવારે એટલે કે કાલે બે ડિસેમ્બર દરેક શાળાઓ ની આજુબાજુ આવો મેળો તમે જોઈ શકશો. આપ સૌ ને મારી અપીલ છે. ઉમેદવારો ને શક્ય મદદ કરજો, મોટા શહેરો માં જરૂર ન હોય તો તમે વાહન લઈ ને નિકળશો નહીં ટ્રાફિક ઓછો થાય એ પણ એક મદદ રહેશે. ઉમેદવાર ને લિફ્ટ આપજો. ઉમેદવાર અજાણ્યો હોઈ શકે તમારા વિસ્તાર ની શાળા શોધવામાં મદદરૂપ બનજો.

         બસ આ ભરતી મેળા માં બધાજ ઉમેદવારો નું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ સહ...... મેહુલ જોષી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

મેહુલ જોષી (પ્રા શિક્ષક)
લીલીયક અમરેલી ગુજરાત
વતન બોરવાઈ મહીસાગર