દરેક સંબંધ કોઈના કોઈ દરવાજા ખોલી જાય છે,;,,
કાં તો હૃદયના ,,,,,,,,,,,,,,,,,,,કા તો આંખો ના.....અજ્ઞાત
સંબંધ એટલે સમ બંધ,....જેમાં સમાન બંધન હોય,સમાન લાગણી એનું નામ સંબંધ....માનવ જીવન ને સૌ થી વધારે અસર કરતું કોઈ પરિબળ હોય તો એ સંબંધ છે.સંબંધ થી જ માણસ સુખી કે દુઃખી છે,બાકી અન્ય ભોગ ના સાધનો તો ગૌણ છે.માણસ ને ભૌતિક સગવડો સુખ આપે છે પણ સાચું સુખ તો ત્યારે જ મળે છે જયારે તેની આજુ બાજુ તે સારા સંબંધો થી ઘેરાયેલો હોય...
સંબંધ એ માનવજીવન ની ઉર્જા છે,ઉષ્મા છે,આશ છે,વિશ્વાસ છે.તમે ક્યારેય વિચાર્યું કે માણસ ને સૌથી વધુ સુખ કે આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય છે.દરેક ની પોતાની અલગ વ્યવસ્થા છે,કોઈ ને પૈસા માં આનંદ આવે,કોઈ ને સત્તા મા,કોઈ ને માન માં,કોઈ ને પ્રતિષ્ઠા માં..દરેક ને સુખી થવું છે,ખુશ રેહવું છે,આનંદ પ્રાપ્ત કરવો છે પણ એ મળે છે ક્યાં.એ સૌથી અઘરો પ્રશ્ર્ન છે...
.દરેક વ્યક્તિ ને જીવન માં ઇચ્છાએ કે અનિચ્છાએ સંબંધ બાંધવા જ પડે છે,એને સાચવવા પડે છે,એને નિભાવવા પડે છે(જોકે એને સંબંધ નહીં શિષ્ટાચાર કહેવાય),એને ઉજવવા પડે છે,એને જીવવા પડે છે....આ પરિસ્થિતિ મા આ સંબંધો ને સાચવવા કે નિભાવવા ની કોઈ ગુરુચાવી ખરી???....સંબંધો નું તમારા જીવન માં મૂલ્ય કેટલુ?,,,કેટલી એની કિંમત ??...આપણે સૌ એ આ પ્રશ્ર્ન સમજવો પડશે અને એનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરવો પડશે...સંબધો વિનાનું જીવન શક્ય છે?...સંબંધો ને કાઢી નાખો તો જીવન માં વધે સુ?...સંબંધ વિનાનું જીવન કેટલું અને કેવું જીવી શકાય???...
સારા, સુદ્રઢ,ફળદ્રુપ,ભાવનાસભર સંબંધો માણસ ને મજબૂત અને આશાવાદી બનાવે છે.માણસની રોજિંદી સમસ્યાઓ,તકલીફો અને મૂંઝવણો ને દૂર કરી એનો મૂંઝારો ઓછો કરે છે.અને આજ ના સમય માં તો આવા સંબંધો માનવ માટે પ્રાણવાયુ સમાન છે.જેટલા ગાઢ અને સારા સંબંધો એટલી જ માનવ જીવન ની આંતરિક સમૃધ્ધિ. સમય બદલાયો તેમ આવા સંબધો બદલાયા...સમય બદલાય એમ મૂલ્યો બદલાય,વિચારો બદલાય,સ્વભાવ બદલાય અને ઘણું બધું બદલાય..પણ માણસ હંમેશા એવું ઈચ્છે કે એના સંબંધો એવાં ને એવાં રે...એ ના બદલાય પણ કાળ કોઈ ને બક્ષતો નથી.સંબંધો પણ બદલાય જ છે..યાદ કરો જે મિત્રો સાથે બેસી આખી આખી રાત સાવ નકામી વાતો કરતા એ ,મિત્રો પાસે આજે તમારા જીવન ની ગંભીર માં ગંભીર વાત સાંભળવાનો સમય નથી...
સંબધો સાચવવા એ અઘરી કળા છે.એ દરેક ક્ષણે તમારી કસોટી કરી લે છે.જુના સમય માં માણસો પાસે સુખ ,સગવડ કે સંપત્તિ નોહતી પણ હતી સંબંધો ને જીવી જાણવા,ઉગાડી જાણવા ને ,ખીલવી જાણવા ને જીરવી જાણવા ની કળા હતી. એટલે ટાંચા સુખ સગવડ સાધનો છતાં તેઓ દુખી નોહતા.. માણસ એ સમયે સમાજ ની બીકે પણ સંબંધ બગાડતો નહીં..એને નિભાવતો..એને ખપાવતો..સંબંધોમાની ખટાશ ને પી જતો..અપમાન ના ઘૂંટડા ગળા સોસારવા ઉતારતો.જતું કરતો.માફ કરતો.નમી જતો..એનું નથી કે જુના સમય માં બધું સારું જ હતું.ત્યારે પણ સંબંધો બગડતા,લોકો લડતા,રિસાતા,બાધતા પણ છેવાડે ક્યારેય ન બેસતા..જેની સાથે લડ્યા હોય ,જરૂર પડે એની પડખે ઉભા રેહતા..પણ સંબંધો માં અહમ ઓછો હતો..કોઈ ને નુકસાન પહોંચાડવાની ભાવના નોહતી.
સંબંધો ને સૌ વધારે કોઈ એ નુકસાન પહોંચાડ્યું હોય તો એ આપણા નિરર્થક અહમ એ..અહમ શબ્દે સંબધો ના માળામાં આગ લગાડી છે.એને તહેસ નહેસ કરી નાખ્યો છે.અહમના ફળસ્વરૂપ આપણે સૌ ઘમંડી બન્યા છીએ.અહમ એ આપણી અંદર ના મનુષ્ય નો વધ કરી છે.અહંમ એ પાકિસ્તાને ઉછરેલા આતંકવાદ સમાન છે.જે કયારેક તમારો પોતાનો જ સર્વનાશ કરશે.
સંબંધો માં બદલાવ નું મોટું કારણ આપણી બદલાતી જીવનશૈલી પણ છે.પેહલા એક બોલ પેન માં વારંવાર રિફિલ ભરી એને ચલાવવામાં આવતી અને હવે Use and Throw...દરેક વસ્તુ જે પેહલા વર્ષો ના વર્ષ ચાલતી એ હવે ક્ષણવાર માં Outdated થઈ જાય છે.આપણે સંબધો ને પણ પેલી બોલ પેન ની જેમ રિફીલ નથી કરતાં, બસ હવે તો માણસો ને પણ Use and throw કરીએ છીએ..દરેક વસ્તુ ની expiry date જોઈએ છે ,માણસ વસ્તુઓ જ તકલાદી બનાવતો થયો છે,તો સંબંધો ક્યાંથી કાયમી રહેવાના.માણસ ને હવે બધું disposable જોઈએ છે,પણ એ એ ભૂલતો જાય છે આમ કરતા કરતા એ સંબંધો ને disposable બનાવી રહ્યો છે..જાણતા કે અજાણતા હવે આપણને ઘસડતું તાણ ની ટેવ પડતી જાય છે.કોઈ આવે તોય સુ ને ના આવે તોય સુ???...વધતી જતી આ સ્વકેન્દ્રી ભાવના આપણું સામાજિક માળખું બગાડી રહી છે...
ખરાબ,વણસેલા,લાગણીવિહીન સંબંધો તમારા મન નો ભાર વધારે છે.છતી સમૃદ્ધિ એ પણ તમને સુખ કે શાંતિ અનુભવવા દેતા નથી.આવા સંબધો જીવન દોરી ટૂંકાવે છે.આ બાબત માં આજ ની પેઢી ખૂબ પ્રેક્ટિકલ છે.વણસેલા સંબંધો ને પોતાની પર હાવી થવા દેતા નથી.. જુના સમય માં માણસો સંબંધ નિભાવતા એ સારું હતું પણ એનો કયારેક એનો બોજારૂપ ભાર ખેંચી દુઃખી પણ થતા.જ્યારે આજ ની જનરેશન સારા સંબંધો સાચવે છે સાથે ખરાબ સંબંધો મૂળ સાથે ઉખાડી પણ ફેંકે છે..મારા મતે આપણે આ શીખવું પડશે... કે સંબંધો વિના આપણે નહીં જીવી શકીએ...આપણે સારા સંબંધો વાવવા પડશે, એને સિંચાવા પડશે, એને વટવૃક્ષ બનાવવા પડશે જેથી એની શીતળ છાંય માં આપણું જીવન સુખરૂપ રહે...પણ સાથે સાથે સડી ગયેલા,માત્ર ને માત્ર દેખાડા ના,લાગણીવિહીન સંબંધો નો વિચ્છેદ કરવો પડશે જેથી આપણી આંતરિક શાંતિ જળવાઈ રહે...
સંબંધ માનવ જીવન ના સુખ નો સ્તંભ છે.એને શેરિંગ અને કેરિંગ થી મજબૂત બનાવશો તો એ સમગ્ર જીવન નો આધાર બની રહેશે.. બંને તરફ નો ઉમળકાભેર નો સંબંધ તમને સદૈવ શાતા આપશે..સંબંધો માં પણ કયારેક કાટ લાગે છે પણ ત્યારે રખે ને વાસણ ફેંકી દેતા...એને માંજજો ..સાચુ વાસણ હશે તો ફરી ચકચકિત થઈ જશે.. કોઈ પણ સંબંધ ને તોડતાં પેહલા એને ચોક્કસ થોડો સમય આપજો...સાચા દિલ ના સંબંધ હશે તો તાર આપોઆપ જોડાઈ જશે..સંબંધો ને વાવજો,ઉગાડજો,સીંચજો,પોષણ આપજો,વટવૃક્ષ બનાવજો,બિન જરૂરી ડાળીઓ કાપજો,પણ મૂળ સમેત ઉખાડતા પેહલા વિચારજો..... સાચવ સંબંધ તો ઉજ્જવળ ભવિષ્ય તારું,નહીં તો સાચવવું પડશે દિવા તળે નું અંધારું...વોરા આનંદબાબુ...ગમે તો પ્રતિભાવ ચોક્કસ આપશો...