રાતના બાર થવા આવ્યાં હતા. કૂતરાઓનું રડવું’ને શિયાળોની લાળીઓ સંભળાતી હતી.અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ ટ્ક-ટ્ક ટ્ક-ટ્ક..... સ્મિતા પથારીમાંથી ઊભી થઇને ખુરશીમાં ગોઠવાઇ, સ્મિતાને પોતાના હૈયાની વાત કરવી હતી. પણ કોણે કહે? છેવટે સ્મિતાએ પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યુ.
“સ્મિતા, તું જે કઇ કરી રહી છે, તે ખોટું તો નથી ને?”
“ના ના, પ્રેમ કરવો તે વળી ક્યાથી ખોટો હોય.”
“પણ સ્મિતા,તારા મમ્મી-પપ્પાનુ શું?”
સ્મિતા ઘડી બે ઘડી માતા- પિતાના પ્રેમ તરફ વળી પણ પાછી.......ના ના, હું તેમના જીવનમાં ન’તી ત્યારે પણ તે જીવતા જ હતાને...
“ઓકે તો સ્મિતા, એક વાત કવ, એ તને છોડી દેશે તો ?”
“ના, તે એવું ના કરે. એ મને ખુબ જ પ્રેમ કરે છે. તને ખબર નથી! એ મારા પ્રેમમાં કેટલો પાગલ છે?”
“ સ્મિતા પ્રેમ તો તને તારા મમ્મી-પપ્પા પણ કરે છે. અરે ! તુ તેના પ્રેમ ખાતર તારા મમ્મી-પપ્પાને આમ છોડીને જતી રહીશ?”
સ્મિતાનું હૈયું ભરાઇ આવ્યું. તે ફ્રીજમાંથી પાણીનો બોટલ કાઢી, અડધો બોટલ ગટગટાવી ગઇ.
મને આજે આવા વિચાર કેમ આવે છે? હરિશને મેં વચન આપ્યું છે. કાલથી અમારે નવી દુનિયા પગ મુકવાનો છે..ચલ છોડ સ્મિતા, મમ્મી-પપ્પાને તો આજે નહિ તો કાલે છોડીને જવાનું જ છેને..સ્મિતા સુનમુન બેઠી હતી. ત્યા સ્મિતાની મમ્મીએ સ્મિતના બેડરૂમમાં પ્રવેશ કર્યો.
“ સ્મિતા શું કરે છે? હજી સુતી નથી. બેટા ઘડિયાળમાં જો, એક થવા આવ્યો.”
“શું કરું મમ્મી? , મને ઉંગજ જ નથી આવતી”
“બેટા વધારે વિચારીએ તો ઉંગ નજ આવે, તું ભણવાનું કેટલું ટેનસન લે છે? ચલ હું તને સુવડાવી દવ...”
સ્મિતા તેની મમ્મીના ખોળામાં માંથુ મુકતા બોલી “ મમ્મી તારા ખોળામાં જાદું છે. મનને કેટલી શાંતી મળે છે.”
“બેટા આ જાદું એ કુદરતની અમુલ્ય દેન છે, છતા આજ કાલના દિકરા-દિકરીઓ મા-બાપની ઇજ્જ્ત ઉછાળતા વિચાર પણ નથી કરતા. ”
“મમ્મી કોની વાત કરે છે? ”
આ આપણા ફળીયાની નિકિતાની, બીજી કોની વળી. તેને શહેરના કોક છોકરા સાથે આંખ મળીને....તે ભાગી ગઇ....”
“તું પણ શું મમ્મી, સમાજ અને પરિવારજનો તેમની લાગણીને ન સમજે તો બીચારા કરે પણ શું” ?
“ બેટા, સમાજ કે પરિવાર તેમના દુશ્મન નથી, જેમ પોતાની આંખો પોતાનો ચહેરો ન જોઇ શકે, તેમ પોતાનું હિત કે અહિત પોતાનાથી નક્કિ ન કરી શકાય. અને વળી પાછો જુવાની જોશ હોય તો, તેમા પોતાનો હિત જોવાનો હોશ ક્યાથી હોય.!”
“ મમ્મી તમારા સમયમાં આવા કિસ્સા બનતા ખરા?”
“ના બેટા, ભાગ્યે જ ગામમાં એકાદ, તે સમયે વડિલોનું સમાજમાં વર્ચસ્વ વધારે હતું .અને ડર પણ હતો. તેથી સૌ કોઇ એવું કરતા પહેલા સો વખત વિચાર કરતા. પણ હવે તો આજના કાયદા જ સપોટ કરે..બોલ શું કરવાનું?”
“પણ મમ્મી કાનૂન સપોટ કરેજ ને, સમાજ કે પરિવાર જનો તેમને ઘરમાં પુરી રાખે, મારજૂડ કરે તેથી કેટલાકતો આત્મહત્યા પણ કરીલે.તે ફિલ્મમાં નથી જોયું. ”
“બેટા આ બધી મગજમારી એની જ તો છે, એ નાટક કરીને પૈસા કમાઇ છે અને આજના જુવાનીયઓ સાચું સમજીને પગ પર કુહાડી મારે છે”
“મમ્મી હું તેવું કરું તો? ”
મમ્મીનો અવાજ બેસી ગયો...”ના બેટા તું એવુ ન કરે, મને મારા કરતા તારા પર વધારે ભરોશો છે.અને તારા પપ્પાને તો અનેક ઘણો બેટા, સમાજિક પ્રસંગે તે તારોજ દખલો આપે છે. કે દિકરી હોય તો સ્મિતા જેવી, બાકી તો દિકરી હોય એટલે તો મા બાપને તો રાતના ઉજાગરા જ કરવા પડે’.
“ચાલ બેટા સૂઇ જા, મને પણ હવે ઉંગ આવે છે. ” એમ કહેતા તેઓ તેમના બેડરૂમમાં જતા રહ્યાં.
મમ્મી ગઇ એટલે સ્મિતાને હાસકારો થયો! ," સારૂ થયુ મમ્મી ગઇ." કહેતા સ્મિતાએ ફટાફટ બેગ પેક કરીને. એક કાગળ લખી ટેબલ પર મુકીને તે સુઇ ગઇ.