બકાલું -૬
પાર્થિવે કાવ્યાંના જોબના નજીકનાં વિસ્તારમાં દુકાન ભાડે લઇ દુકાન ચલાવાનો વિચાર કર્યો. સાથે અે પણ વિચારવા જેવી બાબત હતી કે આટલા મોટા હોદ્દા વાળી કાવ્યાંના પ્રેમી અેક સામાન્ય શાકભાજીના દુકાન વાળો ?
પાર્થિવનાં ઘરના લોકો તો કાવ્યાંને સ્વિકારી લેશે પણ કાવ્યાનાં ઘરના ?
આ બધા પશ્નોના જવાબ શોધવા ખુબ જ કઠિન બાબત હતી...
કાવ્યાં તો પાર્થિવને પોતાનો જીવ જ સમજતી હતી અેનાં વગર શ્વાસ લેવા પણ અઘરું હતું...
કાવ્યાંને ભણાવી ગણાવી સારી નોકરી મળે ત્યાં સુધી સારસંભાળ રાખનાર માતા પિતા ક્યાં !! શું બેરોજગાર પાર્થિવને પોતાના ઘરનો જમાઇ બનાવશે ?
આવા દિવસોમાં પાર્થિવને વધારે મહાદેવનાં આંટા ફેરા થવા લાગ્યા હતા. બસ કાવ્યાંને પામવા તે પ્રેમીબાવો બની ગયો હતો .. તેની બસ અેક જ માંગણી હતી તે પણ કાવ્યા !
કાવ્યાંને અોફિસની કામગીરીનો ભાર કરતાં આ પ્રેમના રસ્તે વિવિધ પ્રકારનાં વળાંકો ખુબ મુશ્કેલ લાગતા હતા.
આખરે કાવ્યાં અે મનમાં ઠારી દિધું કે ભલે જે થાય તે પ્રેમમાં બીજા લોકોની મદદની જરૂર રહેતી નથી અને લોકોને પ્રેમઅે અેક ગુનો જ નજર લાગતો હોય છે. જે ગુનો તો ગુનો પણ અેક ના બે તો નહિં જ થઇશુ .
પાર્થિવ આહવા છોડી બકા'લુંની નવી દુકાન ખોલી પોતાની બકા કાવ્યાંના નોકરીના શહેરમાં પહોચી ગયો.
અેક જ ફ્લેટમાં નીચે દુકાન અને બીજા માળે પોતાનો રૂમ રાખી કાવ્યાં જોડે રહેવા લાગ્યો...
સવારે પાર્થિવ દુકાને અને કાવ્યાં જમવાનું બનાવી અોફિસે નીકળી જતી હતી.. અેકબીજા પંસદની વાનગીઅો બનવા લાગી હતી. સાથે આ વાનગીમાં બન્નેનાં અખુટ પ્રેમ સાથે જિંદગી સાચી જિંદગી જેવી લાગવા લાગી હતી..
અેવા પ્રેમનાં દિવસોમાં પાર્થિવ પોતાની દુકાનમાં સાફસફાઈ કરી દિવાબત્તી કરવાની તૈયારીમાં હતો ત્યાં સામેથી ત્રણ ચાર ગાડીઅો દુકાન સામે આવીને ઉભી રહી.
ગાડીમાથી કોઇનો અવાજ આવ્યો અે ભાઇ અહિં કાવ્યાં નામની છોકરી રહે છે ? પાર્થિવ તો ગભરાઇને જવાબ આપતાં કહ્યું નહિં ખબર સાહેબ હું અહિં નવો જ છું કહી ને પાર્થિવ પોતાના કામે લાગી ગયો...
સાંજ પડતાં જ કાવ્યાં દુકાને આવીને ખુ્રશી ઉપર બેસી પાણી પીતાં પીતાં .. અે પાર્થ કેમ શાત છે? શુ મારાથી નારાજ છો ?
પાર્થિવ: ના હું ગભરાયો છુ .
કાવ્યાં: કેમ ? મારા પપ્પા લોકો આવ્યા હતા તો કાંઇ કિધું?
પાર્થિવ: ના મને બીક લાગે છે કાવુ તમને ખોવાની , મને લાગ્યું હતું કે કોઇ ગુન્ડા હશે .
કાવ્યાં: ગુન્ડા નથી અે મારા પપ્પા હતા.ને અે અહિંનો ધારાસભ્ય છે
આ વાત સાંભળી પાર્થિવ વધારે ગભરાયો હતો. તે મનમાં વિચાર કરતો હતો કે અે નોકરી કરતી છે તો ઠીક છે પણ ધારા સભ્ય અેમાં પણ મારે કાવ્યાંને પામવાનું રાજનીતિ કઇ અપનાવી ?
સાદો, ભોળો ,પ્રેમમાં દિવાનો પાર્થિવને પ્રેમનાં મુશ્કેલીનાં શિખરાની શરુઆત તો અહિંથી થવા લાગે છે.
પાર્થિવને દુનિયાની પાર્થિવને દુનિયાની કોઇ પરવાહ ન'હોતી કાવ્યાંને પામવા માટે મારવા કે મરવા સુધીની હદપાર કરવા તૈયાર હતો. પાર્થિવને બસ અેક જ ડર હતો કે તેમની હ્રદયની બીમારી! બાકી તો આખી દુનિયાને લડી લેવાના વિચારો મનમાં ઠસાવી બેઠો હતો.
ધારાસભ્યની છોકરી જે ઉચ્ચહોદ્દાની નોકરી કરનાર સામે બીજી બાજુ ધારા સભ્ય પિતા. આ રાજનીતિના શતરંજની રમત સમાન બની જવા પામી હતી. તેમાં રાણીને પામવા વજીરને જિતાડવા ખુબ જ મુશ્કેલીઅોનો સામનો કરવાનો હતો. તેથી પાર્થિવ માનતો હતો કે બસ કાવ્યાં સાથ અાપે તો બસ જો હોગા વો દેખા જાયેગા!!આ પાર્થિવના પ્રેમની પરિક્ષા અાપવામાં સફળ કે નિષ્ફળ જાય તે તો સમયનાં કાંટા વાળા ભવિષ્ય ઉપર આધાર હોય છે.
( કાવ્યાં ને પામવાની ચાલ ક્રમશઃ)
(