દીકરી.
પંખીના નાના માળા જેવડું ગામ.છેવાડે આવેલા એક મંદીર જેવા ઘરમાં આજે થોડી ચહેલ પહેલ હતી.રોજિંદા દિવસોમાં ત્યાં કયારેક ક જ કોઈ હોય એવો આભાસ થતો પણ આજે કઇક ઉતવાળ માં બાર જવાનું હોય ને મોડું થય ગયું હોય ને જેમ ધમાલ મચે ને એમ ત્યાં થોડી ચહલ પહલ હતી.
આજુ બાજુ ના લોકો પણ વિચાર ના હતા કે આજે ત્યાં શું બન્યું હશે?કોઈ દિવસ ઘરની બહાર એક અવાજ પણ ના આવે ને આજે આટલી ધમાલ શેની હશે?એટલામાં બધાની આતુરતાનો જવાબ મળતો હોય એમ એક આધેળ વય નો માણસ ઘર ની બાર આવ્યો.હાથ માં લાકડી છે,એમ કય શકાય કે જિંદગીના બધા પાણી અને પીધા હોય એવું લાગે છે.જમાનાનો ખાધેલો માણસ છે.માણસાય એના ચહેરામાં દેખાય છે.કોઈ દી નય ને આજ એ ઉતવાલ માં હોય એવું લાગે છે.એવાં માં એક ઓગણીસ-વિસ વરહ ની દીકરી બારી દોડી આવીને,ને કયે "બાપુ તમારી પાઘડી તો પેરતા જાવ".બાપ જવાબ આપે છે
"દીકરી મારી પાઘડી તો તું કેવાય મારા બાપ. મારી આંખ નું રતન છે તું હવે ઝટ કર કઈ ભુલાતું નય ને હવે તો હું જાવ મોડું થાય દીકરી મારે"
ના બાપુ કઈ જ નય ભુલાતું.દીકરી યે જવાબ આપ્યો.
દીકરી નો જવાબ માળતા બાપ ચાલી નીકળ્યો.
એ ઘર હતું ગામ ના મુખી રામજીભા નું.પત્ની દીકરી ને જન્મ આપતા વેંત જ મુત્યુ પામેલી ને દીકરી ને માં કયો તો માં ને બાપ કયો તો બાપ.જે કયો એ બની ને મોટી કરી.
આજ એ દીકરી ના આણા નો સમાન લેવા જવો તો એટલે બાપ ને ઉતાવળ હતી.
દીકરી નું નામ લક્ષમી હતું.જેવું નામ આવા જ અના ગુણ હતા.ઘવવર્ણી આંખો,ગોરો વાન,કાળાયેલા મોરલા જેવું ડીલ.બોલે ને તો કંકુ ઝરે.નદીએ પાણી ભરવા જતી ત્યારે નાના થી લય ને મોટેરા બધા અને જોય રહેતા ને કેતા "કુદરત નવરો બેઠો હસે ને ત્યારે અને લક્ષમી ને બનાવી હશે.
લક્ષમી ના લગ્ન બાજુ ના જ ગામ ના મુખી ના મોટા દીકરા કાનજી જોડે કરેલા.ગામના લોકો કેતા કે કાનજી નસીબદાર કે અને લક્ષમી જેવી જીવનસાથી મળી.કારતક મહિનો પૂરો થવા આવ્યો તો ને ફાગણ મહિના ની પૂનમ ના દિવસે લક્ષમી ને વરાવવાની હતી એટલે રામજીભા એના આણા ની ત્યારી માં લાગી ગાયા હતા.માં વગર ની દીકરી ને કોય વાત નું ઓછું ના આવે એનુ એ બોવ જ ધ્યાન રાખતા.અને દીકરી ને કોય દિ કેવાય ની ના નોતી પાડી.અને દીકરી પણ બાપનો પડ્યો બોલ ઝીલતી અને બાપ ની ઈજ્જત માં કોઈ દિ ઊંડી આંચ નોતી આવવા દીધી.
માં વગર ની દીકરી ના કરિયાવર માં કયાય ખામી ના રય જાય એટલે રામજીભા એક એક વસ્તુ પૂછી-પૂછી ને લાવતા.
આજે રામજીભા બધું સમાન લેવા શેર'માં જતા હતા એની જ આ ધમાલ હતી.
સાંજે રામજીભા શેર થી પાછા આવ્યા ને બધું સમાન બરોબર છે ક નય એ લક્ષમી ને તપાસવા કેય ને પોતે રોટલા ખાવા બેઠા.એટલા માં લક્ષમી આવી ને કીધું કે બાપુજી બધું બરાબર છે ને પછી બાપ-દીકરી જમવા બેસી ગયા.રામજીભા એના હાથે લક્ષમી ને ખાવરાવતા ને કેતા કે સાસરે હું નય આવું ખવરાવવા.લક્ષમી કયારેક છાનીછાની રડી લેતી પણ બોવ સમજદાર હતી. અહીંયા છું એટલા દી તો ખાય લવ એમ કહેતી.
જમી ને બેઠા પછી રામજીભા કે 'દીકરી હવે કઈ ઘટતું તો નય ને ?
ના કઈ જ નય ઘટતું લક્ષમી એ ટવકો કર્યોં ને બોલી બાપુજી એક વાત કવ?
રામજીભા યે કિધુ બોલ ને દીકરી એમાં શું પૂછવાનું જે કેવું હોય ઈ કે.
લક્ષમી બોલી: બાપુજી તમે મારા માટે જે વાસણ લાવ્યા ને ક'હારા પાસે થી એમાં નામ લાખવાના બાકી છે ને?
હા દીકરી મને યાદ છે કાલે ત્યાં જ જવાનો છું.રામજીભા યે કીધું.
હા બાપુ એટલે જ કાવ છું .કાલે ત્યાં જાવ ને તો વાસણ માં મારુ એકલી નું જ નામ લખાવજો ,તમારું કે તમારા જમાઈ નું નય એટલુ જ કેવું તું.લક્ષમી યે કીધું.
ઠીક છે દીકરી જેવી તારી ઈચ્છા એમ કઈ ને કઈ પણ બોલ્યા વગર રામજીભા સુઈ ગયા.અને મનમાં વિચાર્યું કે સમજદાર દીકરી છે કંઈક વિચારી ને જ કેતી હશે એટલે અને કઈ પણ ના પૂછ્યું.
બીજા જ દિવસે રામજીભા કાહારા પાસે ગયા ને દીકરી ની ઈચ્છા મુજબ નામ લખાય આવ્યા.
ફાગણ મહિના ની પૂનમ આવી ને દીકરી ને ભારી હ્રદયે વિદાય કરી.લક્ષમી સાસરે ગય.રામજીભા નું હર્યુંભર્યું આંગણું જાણે સુમસાન થય ગયું પણ દીકરી તો સાસરે જ શોભે ને એમ મન ને મનવી લીધું.
આ બાજુ લક્ષમી પણ ખુબ રડી ને પછી સાસરે આવી ને ઘર માં કંકુ પગલાં પાડ્યા.આખા ગામ લક્ષમી જેવી દીકરા-વઉં કોય ની નોતી.આખું ગામ કાનજી ને નસીબદાર કેહતા.લક્ષમી ની સાસુ ને પણ કોય દિકરી નહોતી તો લક્ષમી ને દીકરી જેમ સાચવવાતા.
નવી નવી સાસરે આવેલ વઉં નું આણું જોવા ગામ ની બધી બાયો આવતી ને લક્ષમી અને તેના બાપૂજી ના બે મોઢે વખાણ કરતી.લક્ષમી પણ મનમાં ને મનમાં ખુશ થતી.એમ ગામ ની બધી જ સ્ત્રીઓ આવતી ને આણું જોય ને વખાણ કરતી
એમાં એક બે ગામ ની સ્ત્રીઓ યે લક્ષમી ની સાસુ ને કીધું તમરી વઉં કરિયાવર તો બોવજ સારું લાવી છે ગામ માં કોઈ નય લાવવ્યુ એટલું લાવી છે પણ ..
સુ પણ?કેમ અટકી ગઈ બાય?લક્ષમી ની સાસુ યે કીધું.
એ જે વાસણ લાવી છે ને એમાં ના તો તમારા દીકરા નું નામ છે કે ના તો એના બાપ નું નામ છે.
લક્ષમી ની સાસુ ખુબજ સમજદાર હતી અને ગામ ની બાયું ની વાત સાંભળી પણ લક્ષમી ને કાય જ ના કીધું.સાસુ-વઉં નય પણ બને માં-દીકરી જેમ જ રહેતા. લક્ષમી ને સાસુ ના રૂપમાં મા મળી ગય ને સાસુ ને વઉં ના રૂપ માં દીકરી.
લક્ષમી નો ઘર સંસાર ખુબ જ સારી રીતે ચાલતો એમાં એક દિવસ લક્ષમી ના સસરા ને કાનજી અને લક્ષમી નો નાનો દિયર રામ તણેય માંડવી પિલાવવા ચાકડે જતા તા.કાનજી તો પેલા જ વયો ગયો તો.રામ અને લક્ષમી ના સસરા ગાડું જોડી ને પાછડ જતા તા આ બધું લક્ષમી ઓસરી માં ઉભી ઉભી જોતી તી. એમાં અનાયસે એની આંખ માંથી પાણી બાર આવી ગયા.કોઈનું ધ્યાન ના પડ્યું પણ આ લક્ષમી ના નાના દિયર રામ ના નજરે આવી ગયું .અેને બાપુજી ને જવાનું કય ને હું આવું એમ કય ને ભાભી પાસે ગયો.
શું થયું ભાભી? રામેં પૂછયું?
અરે કય નય ઈ તો જરાક એમ જ .લક્ષમી યે કીધું.
રામે જીદ કરી. ના ભાભી કયો ને કયો. મારા ભાઈ કાય બોલ્યા તમને કે મારી માંયે કાય કીધું?
ના ના વીરા એવું કાય જ નય તમારા ભાઈતો દેવ જેવા છે ને મારા સાસુ તો મને દીકરી જાણે છે.લક્ષમી એ કીધું.
તો પછી કેમ રોતા તા?રામે ગળાગળ થય ને પૂછ્યું.
તમે મને ભાઈ માનો છોવ ને તો તમને મારા સમ ના કયો તો.રામે ભાભી ને સમ આપ્યાં.
અરે ના ના વીરા આવું કય નય આ તો મને જરા મારા બાપુજી ની યાદ આવી ગઈતી ને એટલે આંખ ભીની થઈ ગય.એ જયારે ચાકડે જતા ને તયારે હું હાથ માં થારી લય ને ઉભતી ને કહેતી કે બાપુજી મારા માટે સાની લેતા આવજો આજે તમને ને બાપુજી ને જતા જોઈ ને માને એની યાદ આવી ગય એટલે આંખ ભીની થય.
અરે ભાભી એમાં શું!! હું તમારા માટે સાની લાવી ચાલો લાવો થારી. એમ કય ને રામ થારી લય ને ગયો ને લક્ષમી એ રામ ના ઓવારણાં લીધા જુગજુગ જીવો મારા વીરા.
રામ સાની લય ને આવિયો પણ લક્ષમી એને છુપાવી છુપાવી ને ખાતી અને દરણા દરવાં ના બે પડ વચે છુપાવી દેતી.સાસુમા ને ખવર પડશે તો ખરાબ લાગશે આવા ડર થી.
એક દિવસ લક્ષમી ક્યાંક બાર ગઈતી તો એની સાસુ ને થયું કે ચાલ મારી દીકરી નય તો હું સાફસાફય કરી નાખું.એવા માં સફાય કરતા અને દરણા દારવાના પડ સાફ કર્યા તો સાની ની થાળી મળી.સાસુ યે સાની ચાખી તો સાની એક દમ મોળી લાગી.એમાં ના તો ગોળ હતો ના તો ઘી.સાસુ ને થયું મારી વઉં મારથી આટલી ડરે કે મારા થી છુપાય ને સાની ખાય એ પણ મોળી.
સાસુ યે લક્ષમી ને ખવર ના પડે એમ એમાં ઘી ને ગોળ ભેરવી ને થારી હતી હતી ત્યાં એમ જ મૂકી દીધી.
સમય વીતતો ગયો ને લક્ષમી ના ઘરે પારણું બંધાયું ને લક્ષમી એ એના જેવા જ મોતી ના પાર જેવા દીકરા ને જન્મ આપ્યો.આજે લક્ષમી નું ઘર નાના બાળક ની ચિચિયારી થી ભરાય ગયું.લક્ષમી નો દીકરો દિવસના ના વધે એટલો રાત નો વધે ને રાતના ના વધે એટલો દિવસે.
સમય વીતતો ગયો.ધીમે ધીમે લક્ષમી ના દીકરા ને માટે સાસુ-વઉં બને છોકરી ગોતવા લાગ્યા.ઘણી જગ્યાએ છોકરી જોય પણ કોય યૌગ્ય છોકરી મળતી નથી.લક્ષમી ને એનો પરિવાર ચિંતા માં મુકાય જાય છે.
થોડા સમય પછી એક છોકરી સાસુ-વઉં બને ને પસંદ પડે છે.છોકરી જોય ને બધા પાછા ઘરે આવે છે પણ લક્ષમી જરાક મોરી પડેલ હોય ને આવું લાગ્યું.
લક્ષમી ની સાસુ આ વાત જાણી ગય અને લક્ષમી ને બોલાવી આમ આવતો દીકરી.લક્ષમી આવી તો એની સાસુ એ એને સગી દીકરી ને ખોળા માં સુવડાવે એમ સુવડાવી ને માથું ખોળા માં લીધું ને પૂછયું કેમ દીકરી શું થયું કેમ ઉદાસ જણાય છે?
લક્ષમી એ કિધુ કય નય માં એ તો જરાક એમ જ.
સાસુ એ કીધું જે હોય એ બોલ ને દીકરી તું મારી દીકરી થી પણ વધારે છે બેટા. માંથી કય ના છુપાવવાનું હોય જે હોય એ કય દે.
લક્ષમી કે માં આપણે જે છોકરી જોય ને આવ્યા ને એ બધી રીતે બરોબર છે પણ જરાક મોરી છે સ્વભાવે એવું લાગ્યું મને એટલે હું વિચારતીતી.
સાસુ એ કીધું એક વાત કવ દીકરી ખોટું ના લાગે તો?
લક્ષમી એ કીધું મા કયો ને એમાં શું ખોટું લાગે.
દીકરી કોય મોરું હોય ને તો એમાં અને ખવર ના પડે ને એમ એમાં ગોળ ને ઘી ને ખાંડ ઉમેરી દેવાય એટલે મીઠું થય જાય દીકરી.
લક્ષમી સાસુમાં નો ઈશારો સમજી ગય ને જેમ નાનું છોકરું માની કોખ માં સુઈ જાય એમ સાસુ ના ખોળા માં સુઈ ગય.
સાસુ આગળ બોલ્યા દીકરી એક વાત પૂછવી તી મારે તને તું સાસરે આવી ત્યાર ની મગજ માં છે પણ કયારેય પૂછી નય તને.
લક્ષમી કે બોલો ને મા, એટલા સમય થી શું પૂછવાનું રય ગયું મા.
લક્ષમી ની સાસુ એ કિધુ,દીકરી તું સાસરે આવી તયારે એટલું કરિયાવર લાવી તી કે જોવા વારા ની આંખો ચાર થય જાય પણ,દીકરી તારા એક પણ વાસણ માં મારા દીકરા કાનજી કે તારા બાપુજી નું નામ કેમ ન્હોતું? તારી એકલી નું જ કેમ નામ હતું?આમ કરવા પાછળ નું કારણ શું?
મિત્રો ત્યારે લક્ષમી એ જે જવાબ આપ્યો ને એ મારા ભારત દેશ ની દીકરી જ આપી શકે.બીજા કોય ની તાકાત જ નય.
લક્ષમી કે માં આપણું ખોરડું આપડા ગામ માં સહુથી મોટું કે નય?
લક્ષમી ની સાસુ એ હા પાડી.
લક્ષમી એ આગળ કીધું માં તો તમેં જ કયો,આપડા થામ વાસણ બધે જવાના ના જ ને?
સાસુ કે હા દીકરી.
લક્ષમી કે માં તો બધે વાસણ જાય તો એનો ઉપયોગ પણ થાય ને વાસણ ખરાબ પણ થાય ને?અનાં પર મેષ લાગે ને?
સાસુએ કીધું હા દીકરી.
લક્ષમી કે માં તો હવે તમે જ કયો કે વાસણ ખરાબ થાય તો અને સાફ કરવા એને ધૂળ ને માટી નો ઉપયોગ થાય ને માં?
હવે તમે જ કયો માં કે હું એક દીકરી થય ને એ કેમ સહન કરી લવ કે મારા બાપ ના નામ પર કલંક લાગે કે મારા પતિ ના નામ પર કોય ધૂળ લગાવે.
એટલે માં મેં એમાં ખાલી મારુ જ નામ લખાવ્યું.
સાસુ એ દીકરી ને ગળે લગાવી લીધે ને કેટલાય સમય સુધી એમ જ આલિંગન માં જકડી રાખી.