"સાહેબ! કૈંક પૈસા આપો ને.."
એક ભિખારી થાળી ધરી ને એક માણસ પાસે ભીખ માંગતો હતો.આ ભિખારી શરીર થી સ્વસ્થ હતો.પેલો માણસ દેખાવ ઉપરથી મધ્યમ વર્ગ નો લાગતો હતો.પેલા માણસે તેની સ્વસ્થતા જોઈ તેને સહજતાપૂર્વક કંઇક કામ કરવાની સલાહ આપી.પણ પછી તે માણસે કંઇક કથાવાર્તા માં કૈક ગરીબો પ્રત્યે દયા વિશે સાંભળ્યું હશે એટલે ખિસ્સા માં હાથ નાખી પાકીટ માંથી દસ રૂપિયા ની નોટ કાઢી પેલા ભિખારી ને આપી.ભિખારી એ એ નોટ ને કપાળ માં અડાડી થાળી માં મૂકી ને , આશીર્વાદ આપતો હોય એમ બોલ્યો ,"ભગવાન! તમારું ભલું કરે."ત્યારબાદ ઘડીક પેલા માણસે સમુ જોઈને મનમાં બોલ્યો "આવા આશીર્વાદ તો બધા ભિખારી આપે છે." આમ વિચારી રહ્યો હતો ત્યાં એક રિક્ષા આવી ને રિક્ષા માં બેસી ને તે ચાલ્યો ગયો.
આ માણસ ને શ્રીમંત થવાના સપના બહુ જોતો હતો પણ ક્યારે સપના પુરા થાય એની રાહ જોતો હતો . રિક્ષા માં બેઠા બેઠા વિચારતો હતો "આવા કેટલાય ભિખારી ને પૈસા આપ્યા પણ આશીર્વાદ હજુ ફળ્યા નથી." પછી એમ વિચાર્યું કે કોઈક "સાચા ભિખારી ના આશીર્વાદ મળે તોજ કામ થાય.પણ એવા સાચા ભિખારી ગોતવા ક્યાં જવું.અને કઈ ભિખારી ગોતવા થોડી જવાય છે કે ભાઈ કોણ છે સાચો ભિખારી ?" આવું વિચારતો હતો. ત્યાં એક ટ્રક જે એની રિક્ષા ની આગળ સ્પીડમાં જતો હતો પાછળ તેની જેમાં બેઠો હતો તે રિક્ષા પણ સ્પીડ માં જતી હતી. અને અચાનક પેલા ટ્રકે કંઇક કારણોસર બ્રેક મારી. અને આ ટ્રક ની પાછળ જ્યાં પેલો બેઠો હતો તે રિક્ષા પૂરપાટ જતી હતી ને રિક્ષા ટ્રક સાથે અથડાતા આખી રિક્ષા આડી પડી ગઈ ને આગળ નો કાચ ડ્રાઇવર ના કપાળ માં વાગ્યો કપાળ લોહી થી લાલ લાલ થઇ ગયું.અને બીજી ઘણી જગ્યા એ છોલાય ગયો. પેલા માણસ ને રિક્ષા આડી પડી જતા માથા માં થોડું વાગ્યું.તરત ત્યાં રસ્તા પર ઊભેલા માણસો એ દોડી ને તેમને પાણી આપ્યું અને તરત એમ્બ્યુલન્સ ને કોલ કરી ને બંને ને હોસ્પિટલ લઈ જવાયા.બંને ની સારવાર કરવા માં આવી.ડ્રાઇવર ને થોડી સારવાર આપ્યા બાદ તે સાજા થવાની તૈયારી માંજ હતો ડોકટરે તેને બે દિવસ પચી હોસ્પિટલ માથીં રજા આપવાનું કહ્યું હતું.પણ પેલા માણસ ને માથા માં ગંભીર ઇજા થઇ હતી.તેને માથા માં બહુ ગંભીર રીતે હેમરેજ થયું હતું.તે આમ તો સ્વસ્થ હતો પણ માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો.
તેને ફક્ત એક કલાક પહેલા નું જ યાદ હતું બાકી તે તેના સગા સબંધી ને પણ ઓળખી શકે તેમ નહોતો.તેનું માનસિક સંતુલન સારું ન હોવાથી તે વિચિત્ર પ્રકાર ના વર્તન કરતો .પણ તેને એક વાત બરાબર યાદ રહી ગઈ હતી જે પેલો ભિખારી બોલ્યો હતો. "ભગવાન તમારું ભલું કરે." બસ ફક્ત એક જ વાક્ય બોલ્યા કરે "ભગવાન તમારું ભલું કરે... ભગવાન તમારું ભલું કરે...." તેની યાદશક્તિ પાછી લાવવા માટે નો ખર્ચ તેના મધ્યમ વર્ગના પરિવાર ને પોસાય તેમ નહોતો.આથી તેને પાગલખાનામાં માં લઇ જવાયો. પણ, ત્યાંથી તે ભાગી ગયો અને રોડ પર રખડવા લાગ્યો. રસ્તા પર ગમે તે મળે તેને બસ એક જ વાક્ય બબડ્યા કરે કે "ભગવાન! તમારું ભલું કરે....". સાવ ચિંથરેહાલ કપડાં થઈ ગયેલા વાળ વિખરાયેલા અને શરીર આખું ગંધાય જે કોઈ ખાવા આપે એ ખાય અને બાકી નું બગાડે. એક રીતે જોતાં આપણ ને એમ થાય નક્કી ગયા જન્મ ના પાપ ભોગવતો હશે. પરિસ્થિતિ તો કેવી સાવ ઢોર જેવી.
પણ, એકવાર સવાર નો સમય હતો તે રસ્તા પર ચાલ્યો જતો હતો. ત્યાં નજીક માં એક કારખાના માં કામ કરતા મજૂરે લોટરીની ટીકીટ ખરીદી હશે અને તે હાથ માં લઇ ને બને હાથ જોડી ને ભગવાન ની પાસે નિસાસા નાખતો હતો."હે પ્રભુ! કૈંક તો દયા કર નાનપણમા માબાપ લઈ ગયો યુવાની માં હિમ્મત લઈ ગયો ને હવે આશાઓ લેવા જઈ રહ્યો છો..." આવા નિસાસા નાખતો હતો. ત્યાં આ માણસ આવી ચડ્યો અને તેની સામુ જોય પાગલપણાભર્યું હાસ્ય કરી રોજ ને જેમ બોલ્યો " ભગવાન તમારું ભલું કરશે" અને જોર જોરથી રોજબરોજ ની જેમ રાક્ષસ જેવું પ્રકાર નું અટ્ટહાસ્ય કરી ને ત્યાંથી ચાલ્યો ગયો. પેલા મજૂર ને થોડું અજુગતું લાગ્યું. પણ પછી ઉદાસ થઈ ગયો.
બીજા દિવસે લોટરી નું પરિણામ આવ્યું.અને એમાં આ મજુર વિનર થયો.અને આ જોતાં જ મજૂર ની ખુશી નો પાર ના રહ્યો . તે ઉછળી ઉઠ્યો.મોટા મોટા કૂદકા મારવા લાગ્યો.નવા નવા સપના જોવા લાગ્યો .પછી લોટરી ના રૂપિયા નું વિતરણ થયું. આ રૂપિયા લઈ ને ઘરે જતો હતો.ત્યારે તેને પેલો માણસ યાદ આવ્યો. જેણે તેને કહ્યું હતું કે " ભગવાન તમારું ભલું કરશે".તે આખી રાત. એમના ને શોધ્યો . પણ મળ્યો ત્યારબાદ ને બીજે દિવસે સવારે શોધવા નીકળ્યો.
અચાનક એ માણસ મળી ગયો અને તેની ખુશી નો પાર ન રહ્યો તે તેને જોઈને એકવાત ની ખુશી થતી હતી અને એક બાજુ બિચારા ની દયનીય હાલત જોઈને દુઃખ થતું હતું. તેને તરત જ સારી હોસ્પિટલ માં ભરતી કર્યો તેની તમામ માનસિક સારવાર કરાવી. તેની બધીજ યાદશકિત પાછી આવી ગઈ. તેણે પેલા મજૂર નો આભાર માન્યો. પછી બંને જણા એ સારી જગ્યા એ ઇન્વેસ્ટમેન્ટ કરી ને ખુબ પૈસા કમાયા.અને હવે તેમનું જીવન સુખસહ્યબી જેવી થઈ ગયું. એક દિવસ પેલો માણસ સાંજે અગાશી માં ખુરશી પર બેઠો બેઠો તેના ભૂતકાળ વાગોળી રહ્યો હતો અને ત્યાંજ તેને પેલી વાત યાદ આવી જે ભિખારી એ તેને કહી હતી કે "ભગવાન; તમારું ભલું કરે". અને થોડું વિચાર્યું પછી એને એવું લાગ્યું કે આ ઘટના પછીજ મારા જીવન માં ચડાવ આવ્યો. તે ફટાફટ તેની કાર લઇ ને તે જગ્યા એ ગયો જ્યાં તેને પેલો ભિખારી મળ્યો હતો. ત્યાં ક્યાંય પેલો ભિખારી મળ્યો નહિ આખી રાત તેને શોધી શોધી ને થકી ગયો.અને પછી સવાર પડી અને ત્યાં જે બીજા ભિખારી રખડતા હતા તે ભિખારી વિશે પૂછ્યું. ત્યારે તેણે કીધું કેે તે પહેલાં તેમની સાથેજ ભીખ માગતો પણ પછી તે ને ખબર નઈ કંઇક સૂઝ્યું તે પછી તે ભીખ માંગવાનું બંધ કરી ને એક કારખાના માં કામ કરવા લાગ્યો. તે કારખાનાની એડ્રેસ લઈ ને ત્યાં ગયો તો તેના મેનેજરે કહ્યું "તેને તો હવે લોટરી લાગી ગઈ છે તેથી હવે થોડો આવતો હશે." આ વાત સાંભળતા ની સાથેજ તેના હોશકોશ ઊડી ગયા. ને આકાશ સામું જોઈને બોલ્યો "વાહ! મારો બાપ વાહ!..".
પછી તરત જ ઘરે ગયો ને પેલા એ બધી વાત જે મજૂર હતો તેને કરી. ત્યારબાદ મજૂરે તેની નાનપણ ની કંગાળ સ્થિતિ કહી, માબાપ ને ગુમાવ્યા ત્યારબાદ ઘણા પ્રકારના દુઃખ ની બધી વાતો જે તેણે વેઠ્યા હતા તેની વાત કરી અને તેણે ઉમેર્યું કે દિવસે પેલા માણસે તેને કંઇક કામ કરવાની સલાહ આપી હતી ત્યારથી કામ કરવા લાગ્યો અને પછી પરિસ્થિતિ થોડી સુધરી પણ પછી તે હરી ગયો આવી હાડમારી જિંદગી થી.આ બધી વાતો કરતા કરતા બંને ની આંખ માંથી આસુ આવી ગયા.બંને એક બીજાને ભેટી પડ્યા.બંને એ ભગવાન નો આભાર માન્યો.
આ તાકાત છે પરમ કૃપાળુ ઈશ્વર ની ઈચ્છા ની.
- રૂચિત આર. નાવડિયા