Sambhavami Yuge Yuge - 5 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | સંભવામિ યુગે યુગે ભાગ ૫

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

સંભવામિ યુગે યુગે ભાગ ૫

ભાગ  

સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગમાં બધા વિદ્યાર્થિઓ સાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેકમાં બીજા વર્ગના વિદ્યાર્થીઓ પણ આવીને મળી ગયા હતા . ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા પણ સોમે વધારે રસ ન દેખાડ્યો, તેના માટે પ્રખ્યાતિ એ બોજ સમાન હતી. પણ છોકરીઓને ભુરીયા અને જીગ્નેશ કરતા સંગીતસોમમાં વધારે રસ પડ્યો હતો. છ ફૂટ કરતા થોડી વધારે હાઈટ, પહોળા ખભા, સોહામણો ચહેરો અને મોહક સ્મિત કોઈ પણ છોકરીને આકર્ષી શકે તેવું હતું. પણ તેના ઠંડા વ્યવહારને લીધે બધી પાછી પડી પણ તેમાંથી એક પાયલને સોમ ગમી ગયો હતો તેથી પ્રથમ દિવસે જ નક્કી કરી લીધું કે આ છોકરાને પટાવીને જ રહીશ.

પ્રોફેસર અનિકેતે હોસ્ટેલ પહોંચતા સુધી ત્રણેયને તેમના વિષે બધું પૂછી લીધું. ગાડીમાંથી ઉતર્યા પછી સંગીતસોમને કહ્યું કે ગુરુજીએ મને તારા સંગીતપ્રેમ વિષે કહ્યું હતું, તેથી મેં એક મ્યુઝિક ક્લાસમાં વાત કરી રાખી છે, ત્યાં તેઓ શાસ્ત્રીય તેમજ આધુનિક સંગીતનું જ્ઞાન આપે છે તો આપણે તારું એડમિશન ત્યાં લઈશું. સોમે હકારમાં માથું હલાવ્યું.

રવિવારે પ્રોફેસર તેને મ્યુઝિક ક્લાસમાં લઇ ગયા. મ્યુઝિક ટીચર મધુસૂદને પહેલવાન જેવા શરીરવાળા સંગીતસોમને જોઈને કહ્યું, “ભાઈ, તું અખાડામાં જા ,મ્યુઝિક તારું ક્ષેત્ર નથી.” પ્રોફેસરે તરત કહ્યું, “ભૂલ કરો છો સર, આ ફક્ત સારું ગાતો જ નથી પણ જુદા જુદા વાજિંત્રો પણ વગાડે છે.” મધુસૂદને ઉપહાસ કરતા કહ્યું, “શું વગાડે છે મંજીરા? તે તો ભજનમાં જનાર કોઈ પણ વ્યક્તિ વગાડી શકે છે અને ભજન ગાવું એ કઈ ગાયનકળા કહેવાય નહિ.”  પ્રોફેસરે સોમ તરફ જોઈને કહ્યું, “આ સામે પડેલા સાધનોમાંથી કોઈ વગાડી શકીશ?”

 સામે વાયોલિન, સિતાર અને ગિટાર મુકેલા હતી, સોમ અજાણતામાં સિતાર તરફ ગયો. તેણે પહેલા કોઈ દિવસ સિતાર વગાડી ન હતી પણ અંતરાત્માનો અવાજ સાંભળીને તે ગાદી પર બેસી ગયો અને સિતાર ખોળામાં મૂકી. મધુસૂદને કહ્યું, “પહેલવાન જોજે તોડી ન નાખતો.”  પણ જેવો તેણે પહેલો તાર છેડ્યો મધુસુદનનો અવાજ બંધ થઇ ગયો. પછી સોમે એક જૂનું ગીત, “મન તરપત હરિ દર્શનકો આજ” પૂર્ણ આરોહ અવરોહ સાથે ગાયું અને આંખો બંધ કરીને સિતાર વગાડતો ગયો.

જયારે ગીત પૂરું કર્યું ત્યાં સુધીમાં તો મધુસુદન મૂર્તિ બનીને તેની સામે જોઈ રહ્યો. સિતાર મૂકીને સોમ મધુસુદન પાસે આવ્યો ત્યાં સુધી તેની તંદ્રા તૂટી નહિ. સંગીતસોમ જયારે પગે લાગ્યો ત્યારે તંદ્રા તૂટી અને તેણે સંગીતસોમને ગળે વળગાડ્યો અને કહ્યું, “તું તો ગંધર્વનો અવતાર છે તારે સંગીતશિક્ષાની શું જરૂર છે? હું તને શું શીખવાડીશ તું તો અદભુત છે.” પ્રોફેસર અનિકેતના ચહેરા પર હાસ્ય રમી રહ્યું હતું તેમણે કહ્યું, “હવે કહો સર, આ અખાડાનો પહેલવાન છે કે સંગીતનો?” મધુસૂદને પોતાના કાન પકડીને કહ્યું, “આ તો સંગીતનો પહેલવાન છે, તેના નામની જેમ સંગીતનો ચંદ્ર,અવાજમાં પણ ચંદ્ર જેવી શીતળતા.” મધુસૂદને સોમ તરફ ફરીને કહ્યું, “બોલ, તારે શું શીખવાની ઈચ્છા છે?” સોમે કહ્યું, “મારે સંગીતનું પૂર્ણ જ્ઞાન જોઈએ છે શાસ્ત્રીય તેમજ આધુનિક અને બધા જ વાદ્યો વગાડતા શીખવાની ઈચ્છા છે.” મધુસૂદને કહ્યું, “તારે જયારે પણ આવવું હોય ત્યારે આવ અને તારી પાસેથી હું કોઈ ફી નહિ લઉં. તને શીખવાડીને મને આનંદ મળશે તેજ મારી ફી.”

ભણવામાં સંગીતસોમ હોશિયાર હોવાથી તે વર્ગમાં સૌથી આગળ રહેતો પણ તે હંમેશા પાછળ બેસતો , ભુરીયા અને જીગ્નેશ સાથે. ભુરીયો અને જીગ્નેશ ભણવામાં મધ્યમ હતા પણ સોમને તેમનીજ દોસ્તી પસંદ હતી. પ્રોફેસરો તેને હંમેશા પૂછતાં, “તને એસ એસ સીમાં એટલા સારા ટકા આવ્યા તો સાયન્સમાં એડમિશન કેમ ન લીધું? તે આસાનીથી ઇન્જીનીયર કે ડૉક્ટર બની શક્યો હોત.” જવાબમાં સોમ ફક્ત એટલુંજ કહેતો, “મારુ મન હંમેશા કળા તરફ ખેંચાણ અનુભવે છે, મને ઇન્જીનીયર કે ડૉક્ટર બનવામાં રસ નથી.” તે ફ્રી પિરિયડમાં કેન્ટીનમાં કે ગ્રાઉન્ડ પર  જવાને બદલે હંમેશા લાયબ્રેરીમાં બેસતો. સાંજે મ્યુઝિક ક્લાસમાં અને રાત્રે પ્રોફેસર અનિકેતના બાઈક પર ભુરીયા અને  જીગ્નેશને બેસાડીને અમદાવાદ તેમજ આજુબાજુના એરિયામાં ફરતો. ઐતિહાસિક સ્થળો પાસે થોડીવાર ઉભો રહીને આંખો બંધ કરતો અને ઊંડા શ્વાસ લેતો.

થોડા જ સમયમાં લાયબ્રેરિયન સાથે તેની પાકી દોસ્તી થઇ ગઈ તેથી તેને દરેક પ્રકારના પુસ્તકો મળવા લાગ્યા. ઐતિહાસિક કથાઓ વાંચવાનો તેને ખુબ શોખ હતો. વરસ પૂરું થાય તે પહેલાં તો તેણે લાયબ્રેરીના મોટાભાગના પુસ્તકો વાંચી લીધા હતા, તેની વાંચનની ઝડપ અને ભૂખ જોઈને લાયબ્રેરી હેડને આશ્ચર્ય થયું, તેણે પોતે અમદાવાદ સીટી લાયબ્રેરીની મેમ્બરશિપ સોમને લઇ આપી. હવે સોમે કોલેજની લાયબ્રેરીમાં જવાનું બંધ  કર્યું અને ચાર વાગ્યા પછી કોલેજના લેક્ચર બંક કરીને સીટી લાયબ્રેરીમાં જવાનું શરુ કર્યું.

પણ જેમ જેમ વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી તેમ ઈતર પ્રવૃત્તિઓ બંધ કરીને ભણવામાં મન પરોવ્યું.પરીક્ષાના પેપર સરસ ગયા. આ વરસ સોમ માટે સરસ ગયું હતું કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તે ખુબ ઝળક્યો. નાટ્યસ્પર્ધા, કાવ્યસ્પર્ધા હોય કે ગાયન સ્પર્ધા દરેકમાં તે પ્રથમ રહ્યો. પ્રોફેસરો કહેતા કે આવો તેજસ્વી વિદ્યાર્થી પાછલા પચાસ વરસમાં નથી જોયો અને બધાને ખબર હતી કે વાર્ષિક પરીક્ષામાં પણ સોમ જ પ્રથમ આવશે. ભુરીયો અને જીગ્નેશ પણ રમતગમતમાં ઝળક્યા હતા.

             પરીક્ષાઓ પુરી થયા પછી ત્રણેય જણ પળિયા પાછા આવ્યા.

ક્રમશ: