ક્રમશ:(ભાગ_૬)
અમારો_કલાસ
અમારા કલાસની સંખ્યા તો વધારે ન હતી
૩૦ બેન્સ માંથી ફક્ત બાર બેન્ચ જ ભરાતી હતી..
બધા જ સર અમને નામથી ઓળખતા.
અમને એ વાતનું દુ:ખ હતું કે સંજય,ભાવીક અને ભુમી આ વષઁમા અમને છોડીને જતા રહ્યા હતા..
એમા સંજય અને ભાવીકના વખાણ કરવા જઈએ તો મારી બુક પુરી થઈ જાય..
વચ્ચેની બેન્ચથી શરુ કરુતો પહેલી બેન્સ પર સંદિપ અને વિજય હતા..
સંદિપનુ પેટ ઘણુ મોટું હતું તેની બેન્ચ પાછળ હુ જ બેસતો હતો..
કયારેક કયારેક બોડઁ પર જોવામાં મને તકમરયા આવતા વિજય પાછળ ફરી કયારેક જ બોલવાનું પસંદ કરતો હતો...
બીજી બેન્ચ હતી અમારી હું ચિરાગ અને મુકુદં તે બેન્સ પર બેસતા..
પહેલા હું રવિ અને ચિરાગ બેસતા પણ રવિ કોઈ કારણ સર કોલેજ છોડી જતો રહ્યો ત્યારે પછી મુકુંદ અમારી જોડે બેસતો હતો..
મુકુંદનો ચહેરો કોઈને મળતો આવતો હતો હું અને ચિરાગ ચિડાવામાં પહેલા નંબરે આવતા..
હવે વધ્યા હું અને ચિરાગ..,
ત્રીજી બેન્સ પર નિકીત અને જય બેસતા
તે અમુક અમુક દિવસે જ કોલેજમા દશઁન દેવાનું પસંદ કરતા હતા..
બહારથી આવતા જ ડાબી સાઈડ પર પહેલી બેન્સ પર કેશા, ડીમ્પલ અને પુજા ત્રણ બેસતા..
આ ત્રણેય સાથે અમારે ખુબ ઝઘડવાનું થતું .,
એક વાત અમારા કલાસમાથી શિખવા જેવી હતી કોઈ પણને અમારા કલાસમાથી કંઈ પણ કહે કોઈને જરા પણ ખોટું લાગતું નહી.,
અમે કલાસમા ગુલી મારેય તો પણ એકસાથે જ હોયે..
બીજી બેન્ચ પર હેતવી,શ્વેતા અને મોનીકા
હેતવીની બીલીમોરાની ભાષા સારી જ હતી.
પણ અમને થોડી સમજવામા તકલીફ પડતી હતી એ શબ્દોના ચાળા પાડવા અમને ગમતા હતા...
હવે વધ્યા શ્વેતા અને મોનીકા તેને તો તમે જાણો છો..
ત્રીજી બેન્ચ પર િપ્રયકા, ગોપી અને નિરાલી બેસતા હતા..
અમારે તેમની સાથે ઓછું બોલવાનું થતું.
નિરાલી હોશિયાર તો હતી પણ કયારેક કયારેક ડિપ્રેરેશનમા આવી જતી..
અને િપ્રયકાને ગોપી તે ઓછું બોલતી પણ કયારેક કયારેક વાતમાં ડાઈલોક બોલતી તે અમને પસંદ હતું ...
જમણી બાજુથી શરુ કરુ તો પહેલી બેન્ચ પર આમ તો અમારે કલાસ એક લકઝરી બસ જેવો જ હતો ફક્ત બે સાઈડ હોય એની બદલે અમારા કલાસમા ત્રીજી સાઈડ એક ફીટ કરી દીધી હતી...
સાપુ, અજય,કાનજી, બીજી બેન્સ પર યુવરાજ, જયેશ,રાજુ ,નયન,વિરમ,કૌશીક,
એક પછી એક લાઇનમાં આવતા હતા..
તે બધા જ મારી જોડે વડલાના પ્રેમી હતા..
વાત વાતમાં કલાસમાથી ગુલી મારવી એ
અમારો દરરોજનો નિયમ હતો.,,
આ હતા મારા અને મોનીકાનાં મિત્રો મારો અને મોનીકાનો શ્વાસ છુટે ત્યાં સુધી અમને યાદ રહેશે આ મિત્રો ...
#દરિયા_કાંઠેનો_દિવસ....
આજ શનિવાર હતો મે અને મોનીકાએ ભાવનગર કોળીયાક જવાનું પસંદ કર્યું .
ત્યાં એક સરસ મજાનો દરિયો છે ભાવનગરથી થોડે દુર.
આજુ બાજુ શાંત વાતાવરણ હતું હું અને મોનીકા દરિયા કાંઠે પહોંચ્યા..
પ્રેમી યુગલોને દરિયા કાંઠેની હુંફ તો હોય જ દરિયાના મોજા પણ હળવે હળવે મોનીકાની નજીક આવી રહયા હતા તેના રુપને જોવા માટે..કયારેક કયારેકતો દરિયાના મોજા પણ ખળખળ અવાજ સાથે ગાંડા થઈ રહ્યા હતા.
મોનીકા મારાથી બે કદમ આગળ ચાલી મારી સામે ઊભી રહી..!!!
કવિ એક વાત પુછુ તમને..??
કવિ તમે મને છોડીને ચાલ્યા તો નહી જાવને?
કેમ..આવુ પુછે છે મોનીકા..!!!
આજ હું તમને એક વાત કહેવા આવી છુ અહીં અત્યાર સુધી મેં તમારાથી કોઈ વાત છુપાવી નથી.પણ એક વાત છુપાવી હતી તે આજ કવિ હુ તમને કહી રહી છુ..
કવિ આજ તમારુ દિલ લોખંડનું બનાવી રાખજો નહી કે કાચનું ..
લોખંડનું દિલ ઘા મારવાથી તુટતુ નથી..
પણ કાચનું તોડીનાખવામા આવે છે તો કયારેક તુટી જાય છે કવિ..
કવિ મારા પપ્પા અને મમ્મી તો ઘણા સમયથી ભગવાન પાસે પહોંચી ગયા છે.
તે પછી મારે મારા કાકાનો સાથ હતો તે મને અહીં એકલી મુકી અમેરીકા જવાની તૈયારી કરી રહ્યા છે.
મારા કાકાને કાકી કહે છે કે તુ કોઈ સારો છોકરો ગોતી પરણી જા..
હું શું કરુ કવિ તમેજ કહો..!!
કવિ શું બોલી શકે..!!
મોનીકા તે અત્યાર સુધી મને કેમ વાત ન કરી..
કવિ મને એમ હતું કે તમને આ વાત કહુ તો તમે મને છોડીને ચાલ્યા જશો..
કદાસ કવિ તમે કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી લો.
પણ" આ મોનીકા કવિની જ રહેશે..
બીજા કોઈની નહી થાય..
મોનીકા તુ મને પ્રેમ કરે તે વાત સાચી હું પણ તને પ્રેમ કરુ છુ.
પણ તું મને થોડા દિવસમાં જ લગ્ન કરવાનું કહે તે કેમ બંને..મોનીકા..!!!
કવિ મારુ તો હવે કોઈ નથી મને છોડી મારા કાકા અને કાકી હવે થોડાક દિવસમાં જ ચાલી જશે.
મારાથી ન છુટકે આંસુ સારતી મોનીકાને પુછાય ગયું ..
તારે કોઈ ભાઈ નથી?
તે મને બથ ભીડી આંસુનો વરસાદ વરસાવા લાગી બીજું તો શું કરી શકે પ્રેમીકા
ના, કવિ હવે તમારે શિવાય આ દુનિયામાં મારુ કોઈ નથી.
મે સમયના સંજોગ સાચવી તેને મારાથી અળગી કરી....
પણ,મોનીકા મને થોડો સમય આપ હું વિચારી ને જવાબ તને આપીશ.
હા, કવિ..હું તમારા જવાબની રાહ જોશ..
કહેવાય છે ને કે"
"જિંદગી તો ભાઈ શેરડીનાં સાંઠા જેવી છે
માંડ મંાડ મઝા આવે ત્યાં વચ્ચે ગાંઠ આવે"
આજ આમ જ મારી અને મોનીકા વચ્ચે ગાંઠ આવીને ઊભી રહી હતી...
..........................ક્રમશ
-kalpeshdiyora999@gmail.com
(લી-કલ્પેશ દિયોરા)