Mugdha in Gujarati Short Stories by Manisha Gondaliya books and stories PDF | મુગ્ધા

Featured Books
Categories
Share

મુગ્ધા

બનાવ બનતા રહે એને તો ઝીંદગી કહેવાય સાહેબ... આવા વાવાઝોડા ના તીવ્ર વાયરાઓ જીવન બદલી જાત ને મજબૂત બનાવે તો ક્યારેક એવું પણ બને કે આ વાયરાની માત સહનના થાય ને જાત વિખરાઈ જાય... પ્રેમ ખુબ અદભુત અહેસાસ છે... પણ પ્રેમ તો એ સાહેબ જે તમને ઉમદા મનુષ્ય બનાવે ...પિંજરા માં પુરે નહીં આઝાદ કરે... મહલાં માં પડેલા એ ઇશ્વરીય અંશ ને જગાડે.. .. પણ પ્રેમ શબ્દ સાવ નમલો બની જાય જ્યારે લાલ ગુલાબ ને એક સુંદર છોકરી ને એક હેન્ડસમ છોકરાંની કલ્પના થાય .. અરે માં એના દીકરા ને કરે એય પ્રેમ બાપ પોતાની લાડલી ને ખભે ઝુલાવે એય પ્રેમ ચાલુ કલાસમાં સાહેબ નું ધ્યાન નો પડે ને એમ છાનોછપલો કરેલો નાસ્તો એ પ્રેમ ...સૌ સામે સજળ રહેલી આંખો માં સામે છલકાય એય પ્રેમ..... તો મને આ પ્રેમ પેલા કેમ નો સમજાયો..." ચાંદની પ્રેમની પરિભાષા કેમ સમજે જ્યારે માત્ર 18 ની ઉંમરે એના લગ્ન એનાથી 3 ગણી ઉમર ના વ્યક્તિ સાથે થઇ ગયા....
"ચાંદની તારા બાપા ઇસ્ત્રી કરશે આ કપડાંમાં ??" સાસુમા નો તરડાયેલો આવાજ સાંભળી ચાંદની ઝબકી જાય છે ....
"હા કરું છુ..." એક વખતે કોઈ ની તું ના સાંભળનાર છોકરી આજ કાઈ જ બોલી નથી શકતી એનું મન જાણે ઘાયલ સિંહણ ની જેમ ત્રાડ નાખે છે.. તારા બાપ આ કાઈ રીત છે...ત્યાં જ એનું મન કહે છે તારો વાંક આખી જિંદગી સાંભળવાનું આ હવે બોવ પ્રેમ થયો તે ને તને ભોગવ આખી ઝીંદગી...
આજ થી 2 વર્ષ પહેલાં મુગ્ધા ચાંદની પરી સ્વપ્ન માં રાચતી સપના માં જોયેલો રાજકુમાર આવશે મને લઇ જશે એના દેશ માં જ્યાં પ્રેમ પ્રેમ ને પ્રેમ જ હશે.......
શાળાની છુટ્ટી થાય એટલે રોજિંદા રસ્તા પર થી પસાર થઈ ઘરે જવાનું ... આજ એની દુનિયા... એના એજ રસ્તા પર કોઈક યુવાન રોજ ચાંદની નો પીછો કરવા લાગ્યો... પહેલા તો ચાંદની ડરી ગયેલી ... પણ આ રોજીંદાક્રમ થઈ ગયો... પેલો યુવાન ચાંદનીને બોલાવતો પણ ચાંદની બોલે ?? ..
આ યુવાન રોજ નવા કપડા સ્ટાઈલિશ ગોગલ્સ પેરી ને ઉભો રહેતો ને ચાંદની ની સાઇકલ સાથે પેલાનું બાઇક.....
" તારું નામ તો કહી દે આટલા દિવસથી આગળ પાછળ ફરું છું"
" કેમ શુ કામ છે? મારુ નામ જાણી ને ? અને કેમ રોજ પાછળ આવો છો ?? કાઈ બીજું કામ કાજ નથી ??" આટલા દિવસ નો ગુસ્સો અચાનક જ બહાર આવી ગયો..
"કેટલાય કામ છે.. પણ તારા સીવાય બીજું કંઈ દેખાય તો ને? ખાલી નામ કઇ દે બસ બીજું કાંઈ નથી જોતું ..."
" ના કહેવું હોય તો?"
" તો જ્યાં સુધી નામ નહીં કે ત્યાં સુધી રોજ હું તને મુકવા આવીશ આવી જ રીતે"
"મારુ નામ ચાંદની છે.. બસ હવે મારી પાછળ ના આવશો"
" વાહ જેવુ રૂપ એવું નામ ... તારું સ્મિત ખૂબ સુંદર છે એ જોવા જ હું રોજ આવું છું... મારી દોસ્ત બનવાનું પસંદ કરીશ ??"
ચાંદની તરત જ ત્યાં થી જતી રહે છે...
"પણ જવાબ તો આપતી જા......"
ઘભરાયેલી હરણી છુ થાય એમ ચાંદની પણ ગાયબ થઈ ગઈ ..
" જવાબ તો આપવો જ પડશે... ચાંદની.."
ઘરે જતા વેંત જ મમ્મી ને બધું કહી દેવું એવું નકકી કરી લીધું.... પણ જો એ ઘર માં કહેશે તો કદાચ એનું શાળા એ જવાનું બંધ થઈ જશે.... જો એ લોકો નહીં સમજે તો.....
વગેરે આટીઘુંટી મન માં રાખી એ સુઈ ગઈ...
બીજા દિવસે શાળા માં બેચેન મન થી પસાર થઈ ... એને પોતાની સાઇકલ ઉપાડી ને માંડ માંડ પેડલ મારતી હોય હોય એમ ઘર તરફ ઉપડી... કોઈક ગાડી નો આવાજ પણ એને ડરાવી મુકતો કે હમણાં પેલો સામે આવી ઉભો રહી જશે....
ને રસ્તો પૂરો થવામાં જ હતો ત્યાં જ પેલો પોતાની ગાડી માં પાછળ પાટા બાંધીને બેઠો હતો
" હેલો ચાંદની ... હું રાજ છું... ખરેખર તે શું જાદુ કર્યું નથી સમજાતું મને મારુ ભાન નથી રહેતું... ખરેખર હું પ્રેમ છું... હું એમ નથી કહેતો કે તું પણ મને પ્રેમ કર ... પણ મહેરબાની કરી ને દોસ્તી તો કર... "
ચાર પાંચ મિનિટની શાંતી બાદ ....
" પછી ઠીક ના લાગે તો તું તારાં રસ્તે જઈ શકે છે"
" મને વિચારવા માટે સમય આપ " ચાંદની બોલી ...
" હ... ઠીક બોલ કેટલો સમય જોઈએ છે તને .. ચાર દિવસ પાંચ દિવસ???"
" એક અઠવાડિયુ"
"આપ્યું"
ચાંદની ઘરે પોંહચી પણ એનું મન હજુ ત્યાં જ હતું ... શુ રાજ જ મારા સપના નો રાજકુમાર છે? શું રાજ મને આટલો પ્રેમ કરે છે ?? જે યુવાન થઈ એ ડરી જતી એ યુવાન રાજ હવે એને પોતાનો રાજકુમાર લાગવા મંડ્યો.....
આ ઉમર જ એવી છે... આ ઉમરે તરુણ કે તરૂણી પોતાના જીવનસાથીની કલ્પના કરે છે... આ કલ્પના સહેજ બંધ બેસતું મળ્યું એટલે પૂરું ...... પણ એ તો અટરેક્શન કહેવાય પ્રેમની તો વ્યાખ્યા જ અલગ છે..
ને રાજનો સ્ટાઈલિશ લૂક ચાંદની ના સપના ના રાજકુમાર સાથે મૅચ થઈ ગયો....
ને પછી ગભરુ બાળામાંથી ચાંદની દેખાવડી યુવતી બનતી જતી હતી જે રોજ સરસ તૈયાર થઈ ને જતી શાળા માં વોશરૂમ માં સરસ રાજની પર્સનાલિટી ને મેચ થાય એવા કપડાં પહેરી ને નીકળવું... સામાન્ય થઈ ગયું...
રાજ સાથે હરવું ફરવું ને વાતો કરવી....
ને આખો દિવસ દિવા સ્વપ્ન માં રચવું... એક 17 વર્ષ ની મુગ્ધા બીજું તો શું કરે ??
એક આવો જ દિવસ હતો રાજ સાથે ફરવા જવાનો પ્લાન બની જ ગયો હતો ..પોતાનો યુનિફોર્મ બેગ માં રાખી સરસ મજા ના કપડાં પહેરી... ચાંદની રાજની વાટ જોતી ઉભી રહી બીજી જ મિનિટે રાજ પોતાની ગાડી લઇ ચાંદની સામે ઉભો રહ્યો ચાંદની એની પાછળ બેસી ગઈ ને રાજે ધૂમ સ્પીડ માં ગાડી હંકારી મૂકી... ચાંદની ના પપપ્પા એને લેવા આવ્યા હતા એ આ દ્રશ્ય જોય હચમચી ગયા...
ઘર માં જાણે તોફાન આવ્યું ... ચાંદનીની ચાતક નજરે વાટ જોવાય રહી હતી જેવી ચાંદની ઘર માં આવી ત્યાં જ માં ના આંખના આંશું ને પપ્પા ના મુખે થી કડવા વેણ શરૂ થઇ ગયા ..
ચાંદની ની આંખ માંથી પણ ગંગા જમના વહેવા લાગ્યા...
જે છોકરી એના પપ્પા સામે એક શબ્દ પણ ના બોલતી એ છોકરી કહે છે " પરણીશ તો રાજ ને જ...."
હવે જે થવાનું હતું એ જ થયું .... ચાંદનીને હવે થઈ શાળા એ જવાનું નથી ધોરણ 12 પણ પાસ કરવાનું નથી... આ વાત બહાર પડે એ પહેલાં કોઈક સારો મુરતિયો ગોતી વેલી તકે આને સાસરે મોકલી દેવી.... પણ અમુક વાતો છુપાવવા થઈ એમ છુપાય અને એમાંય આવી વાત ....
એમાય ચાંદની એ ખાવા પીવાનું મૂકી દીધું ... "જો રાજ સાથે લગન ના કરવો તો મરી જવું સારું .." દીકરીની હાલત જોય આખા સમાજ સામે વેર બાંધવા આ બાપ તૈયાર થઈ ગયો... એણે ઘરે આવતા લોકો ને પણ કહી દીધું મારી દીકરી કેશે એમ થશે.
ચાંદની પાસે રાજ ક્યાં કામ કરે છે... કયા રહે છે જેવી વિગતો હતી નહીં એક કંપની માં કામ કરે છે... એને માતા પિતા ગામડે રહે છે જેવી છૂટીછવાય માહિતી પર થી એમને રાજ ને શોધી લીધો....
ચાંદની એની સામે છે... " રાજ ક્યાં જતા રહયા તા??.. મારી યાદ પણ ન આવી ??... જોવો મારા પપ્પા સાથે છે આપણા લગન કરવી દેવા માટે તૈયાર છે... તારા મમ્મી પપ્પાને માળાવ.... ..
"રાજેશ કોણ છે???" એક સ્ત્રી હાથ માં એકાદ વર્ષ ના બાળક ને લઇ ને બહાર આવે છે..
" છે કોઈક છોકરી રાજ રાજ કરે છે.. મને ... એય છોકરી કોણ છો તું હે?? કાકા તમારી દીકરી પાગલ વાગલ થઈ ગઈ લાગે છે...હું રાજેશ છું આ મારી પત્ની છે... ને આ મારો........."
ચાંદની ના પગ તળે થી જમીન સરકી જાય છે....
શુ કેહવું કોને કહેવું એ બધું સમજી જાય છે... આ નફ્ફટ ને કેહવા થઈ શુ ફેર પડે....
ચાંદની ઘર તરફ ભાગે છે...
એક ચહકતી ચકલી... સુનમુન થઈ ગઈ છે
બાપ નો હાથ માથા પર ફરતા પીગળી જાય ને ચોધાર આશુ એ રડી પડે...
"બેટા આગળ ભણીશ કે ???"
" ના પપ્પા મારા થી હવે શાળા એ નહીં જવાય... તમે કહેશો એની સાથે લગ્ન કરવા તૈયાર છું'"
આવા બનાવ પછી એના ચરિત્ર પર ખૂબ શંકા થાય કોઈ ચાંદની નો હાથ પકડવા રાજી ના થતું ...
ને એક દિવસ... ઉપકાર કરતા હોય એમ પોતાના કરતા 3 ગણી ઉંમર ના રાકેશે ચાંદની ને અપનાવી .. ને પોતાના બાપ માટે આ છોકરી ... બધા મેહણા સાંભળી લે છે...

ખબર નહીં આમ તો કેટલીક ચાંદનીનો ગ્રહણ માં છુપાય ગઈ હશે.... ઉમરની લપસણી માં સરકી અપંગ બન્યા ના કિસ્સા ઓછા નથી ... ને રાજ જેવા રાક્ષસો પણ ઓછા નથી જે આ ભોળી કબૂતરીને ભોળવી ...ટેસ થી જીવે છે

( સત્ય ઘટના પર આધારીત)