Vikruti - 16 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-16

Featured Books
Categories
Share

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-16

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-16
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
      વિહાન અને આકૃતિ વચ્ચે પહેલા પ્રેમનો ઈઝહાર થાય છે એ જ સમય દરમિયાન તેના મમ્મીને હાર્ટએટેક આવે છે.રાજુ નામનો વ્યક્તિ તેને સિવિલમાં લઈ જાય છે અને ત્યાંથી વિહાનના મમ્મીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.પહેલેથી જ રૂપિયાની અછતમાં જીવતા વિહાન સામે રૂપિયા જમા કરાવવાનો પ્રશ્ન આવે છે ત્યારે મહેતાભાઈ પાસેથી મદદ મળી રહેશે એ આસથી તેને મળવા જાય છે.હવે આગળ…
“રાજુ તારું કામ થઈ ગયું,નીકળ હવે ત્યાંથી”સિવિલ હોસ્પિટલમાં રાજુને કૉલ આવ્યો એટલે વિહાનની રજા લઈ એ નીકળી ગયો.
      રાજુએ અરુણાબેનના રૂમના દરવાજા નીચેથી એક સ્પ્રે પંપ કર્યો હતો,જેથી અરુણાબેનને શ્વાસ લેવામાં તકલીફ પડી.સ્પ્રેની દુર્ગંધ તીવ્ર હતી જેથી અરુણાબેનને ઉપકા આવવા લાગ્યા.અરુણાબેન બાથરૂમમાં પહોંચે એ પહેલાં સ્પ્રે તેની શ્વાસનળીમાં ઘુસી ગયો હતો.આ સ્પ્રેનું કામ માત્ર થોડીવાર હૃદયની ધડકન ધીમી કરવાનું હતું. હકીકતમાં અરુણાબેનને હાર્ટએટેક આવ્યો જ નોહતો.
        સ્પ્રે પંપ કરી આજુબાજુ નજર ફેરવતો રાજુએ નીચે આવી કંઈ ખબર ના હોય તેમ સુઈ જવાનું નાટક કર્યું હતું.જ્યારથી વિહાન અને તેના મમ્મી આ ફ્લેટમાં રહેવા આવ્યા હતા ત્યારથી ચોરીછુપે એ વિહાનના ઘરની જાસૂસી કરતો.વિહાન ક્યારે જાય છે, કયારે પાછો આવે છે,અરુણાબેન શું કરે એ બધી જ ચહલપહલ પર રાજુ નજર રાખતો.એકરીતે આ જ તેનું કામ હતું.
       થોડા દિવસ પહેલા પણ રાજુએ સ્પ્રે પંપ કરવાની કોશિશ કરી હતી.ત્યારે અચાનક વિહાન કોઈ છોકરી સાથે એક્ટિવા પાછળ આવી ચડ્યો હતો અને તેનું કામ અધૂરું રહી ગયું હતું.હોસ્પિટલેથી એ નીકળ્યો ત્યારે તેનું મન ચકડોળે ચડ્યું હતું.તેણે ઘણીવાર આ કામ કરેલું,ફ્લેટમાં નવા આવેલા ભાડુઆતને આવી રીતે ડરાવી સિવિલમાં લઈ આવતો અને ડૉક્ટર હાર્ટએટેકનું બહાનું બતાવી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવાનું કહેતા.પ્રાઇવેટ હોસ્પિટલમાં જેટલો ખર્ચો થાય એટલો સિવિલમાં નથી થતો,તેથી લોકોની મજબૂરી સાથે ખિલવાડ કરી પહેલાં પગથિયાંને અંજામ આપવામાં આવતું.
       રાજુ માટે આ રોજનું કામ હતું,મહિનામાં એક વખત આવું થતું જ અને રાજુ તો છેલ્લા ચાર વર્ષથી તેની નીચે કામ કરતો તો આજે કેમ તેનું મન ચકડોળે ચડ્યું હતું!.તેને તો પોતાના કામથી મતલબ હોય છે.
     તેનું કારણ ઈશા હતી.એ ઇશાને ઓળખતો પણ ઈશા તેને નોહતી ઓળખતી.બૉસને આ વાત કહેવી જોઈએ કે નહીં એ જ વિચારમાં એ ઘરે જવાના બદલે એક પોળમાં ગયો અને દેશીદારૂની બે પોટલી ગટકાવી ગયો.
                          ***
    આકૃતિની એક્ટિવા લઈ વિહાન મહેતાભાઈની ઑફિસે પહોંચ્યો,મહેતાભાઈ ત્યારે હાથમાં એક બ્રિફકેસ લઈ બહાર નીકળતા હતા.વિહાન તેની સામે જઇ ઉભો રહ્યો.
“ઓહ આવ બચ્ચા”મહેતાભાઈએ વિહાનની પીઠ થાબડી કહ્યું, “હવે લાગે છે ને અમદાવાદનો છોકરો”વિહાનનો બદલાયેલો લૂક જોઈ તેણે કોમેન્ટ આપી.
“મારા મમ્મીને હાર્ટએટેક આવ્યો છે,મારે રૂપિયાની જરૂર છે”મરણીયા અવાજે વિહાને સીધી વાત કરી.પહેલાં તો મહેતાભાઈ શૉક થઈ ગયા પછી કેબિનમાં જઈ એક ચૅક બુક લઈ આવ્યા.ત્રણ ચૅકમાં સાઈન કરી વિહાનને આપ્યા.પોકેટમાંથી પચાસ હજારનું બંડલ કાઢી વિહાનના હાથમાં રાખ્યું.
“વધુ જરૂર પડે તો બેજિજક માંગી લે જે,રૂપિયા માણસથી કિંમતી નથી હોતા”મહેતાભાઈએ કહ્યું.વિહાન મહેતાભાઈના પગમાં પડી ગયો.મહેતાભાઈએ તેને ઉઠાવ્યો અને ગળે લગાવી લીધો.મહેતાભાઈની રજા લઈએ ઑફિસ બહાર આવ્યો.
“વિહાન”મહેતાભાઈએ અવાજ આપી તેને રોક્યો, “તારા મમ્મીને ક્યાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે?”
“ચિરંજીવી હોસ્પિટલ”વિહાને કહ્યું.
“ત્યાં તને ડૉ.ત્રિવેદી મળશે,આ બ્રિફકેસ તેને આપી દેજે અને કહેજે ફ્લેટના પેપર છે,વિસ રૂમનો નવો ફ્લૅટ ખરીદ્યો છે.”મહેતાભાઈએ એ.એમ.ના લોગોવાળું એક બ્રિફકેસ આપ્યું.વિહાન એ બ્રિફકેસ લઈ નીકળી ગયો.તેના ચહેરા પર હળવી મુસ્કાન હતી.
      બૅગ એક્ટિવાના આગળના ભાગમાં પડ્યું હતું.સર્કલ ફેરવી વિહાન હોસ્પિટલ તરફ આગળ વધતો હતો.અચાનક એક રીક્ષાવાળાએ પાછળથી વિહાનને ટક્કર આપી.વિહાન બેલેન્સ ખોઈ બેઠો અને નીચે ધસડાયો. એક્ટિવામાં રહેલું બ્રિફકેસ પણ ફંગોળાઈ ગયું.એક બાઇક સવારની બાઇક નીચે બ્રિફકેસ આવી ગયું અને તેનો લૉક તૂટી ગયો.ગનીમત એ રહી કે વિહાન હંમેશા એક્ટિવા પચીસ-ત્રીસની જ સ્પીડે ચલાવતો અને હંમેશા સેફટી હેલ્મેટ પહેરતો એટલે તેને વધુ ઇજા ન થઈ,માત્ર ડાબા હાથની કોણીએ અને ડાબા પગે સહેજ ઉઝરડા પડી ગયા.
       એ ઉભો થયો અને એક્ટિવા સાઈડમાં લીધું.રિક્ષાવાળો તો ક્યારનો નીકળી ગયો હતો.વિહાને મનમાં જ તેને ગાળો આપી.રોડની વચ્ચે પડેલું એ બ્રિફકેસ લેવા આગળ વધ્યો.બ્રિફકેસનું હેન્ડલ પકડી ઊંચક્યું એટલે બ્રિફકેસ ખુલી ગયું અને એક ફાઇલ નીચે પડી.વિહાન એ ફાઇલ અને બ્રિફકેસ લઈ રોડની સાઈડમાં એક્ટિવા પાસે આવ્યો.એ ફાઇલ અંદર રાખવા જતો હતો એટલામાં જ એક કાગળનો ટુકડો ફાઇલમાંથી નીચે પડ્યો.વિહાને એ ટુકડો ઉઠાવ્યો અને કુતૂહલવશ વાંચવા ખોલ્યો.
                             ***
      ઈશા ફ્રેશ થઈને ચિરંજીવી હોસ્પિટલ જવા નીકળી.બે દિવસથી કોઈ કૉલેજ નોહતું ગયું.વિહાનને સૌની જરૂર હતી એ વાત જાણી બધાએ વિહાનની સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું.ઈશા પણ વિહાનની પરિસ્થિતિથી વાકેફ હતી.બાપ વિહોણા છોકરા પર અચાનક આવી પડેલી મુસીબતમાં તેના દોસ્તો સાથ ન આપે તો કોણ આપે?ઇશાએ મમ્મી પાસેથી દસ હજાર રૂપિયા લીધા અને બેગમાં રાખી નીકળી ગઈ.
      એ હોસ્પિટલ પહોંચી તો ત્યાં કોઈ નોહતું.વિહાન મહેતાભાઈને મળવા જવાનો હતો એ વાતની તેને જાણ હતી જ.પણ એક વ્યક્તિએ તો અરુણાબેનની સંભાળ રાખવા રહેવું જોઈએને.તેણે વિહાનને કૉલ લગાવ્યો તો બિઝી આવતો હતો.આકૃતિને પણ કૉલ ના લાગ્યો.બંનેની રાહ જોતી એ અરુણાબેન પાસે બેઠી રહી.
      ***
વિહાને એ કાગળનો ટુકડો ઉઠવ્યો અને તેના પરથી ધૂળ ખંખેરી વાંચવા ખોલ્યો.
‘ત્રિવેદી, વિશ રૂમનો એક ફ્લૅટ ખરીદ્યો છે,ફાઈલમાં રૂમની વિગત અને કિંમત લખી છે.એક રૂમ આજે વધશે.એ કોઈને આપવો કે નહીં એ હું તને જણાવીશ.આજે રાત્રે હોટેલ ગેલોર્ડના રૂમ નંબર.17માં રોકાજે.વધુ માહિતી તને મળી જશે.’વિહાને કાગળ ફરી વાર વાંચ્યો.તેને કંઈ સમજાયું નહીં.બેથી ત્રણ વાર કાગળને ઉલટ-સુલટ કરી વાંચવાની તેણે કોશિશ કરી પણ બધી જ વાતો તેના મગજની ઉપરથી જતી હતી.
     તેણે હાથમાં રહેલી ફાઇલ ખોલી.તેમાં એક ફ્લેટનો દસ્તાવેજ હતો.વિહાને પૅજ ફેરવ્યા,દસ્તાવેજના પાંચમાં પૅજ પર આવી એ અટક્યો.એ પૅજ પર એવી માહિતી હતી જે વાંચી વિહાન ચક્કર ખાય ગયો.
     એ પેજમાં વિશ છોકરીઓના નામ હતા.સાથે તેના ફોટોઝ, ઉંમર,હાઈટ,ફિગર,કિંમત બધી જ માહિતી હતી.ઘણીબધી અશ્લીલ વાતો પણ તેમાં લખી હતી.આ બધું પ્રિન્ટ કરેલું હતું.તેની નજર પેજના નીચેના ભાગમાં ગઈ.
“હે ભગવાન”તેના મોઢમાંથી ચીસ નીકળી ગઈ.પેજના નીચેના ભાગે બ્લ્યુ પેનથી એકવીસ નંબર પર આકૃતિ અગરવાલનું નામ લખ્યું હતું.
     વિહાને આકૃતિને કૉલ લગાવ્યો.રિંગ જતી હતી પણ કૉલ રિસીવ ના થયો.વિહાને એક,બે,ત્રણ એમ દસ રિંગ કરી પણ કૉલ રિસીવ ના થયો.લિસ્ટમાં આકૃતિનું નામ વાંચી વિહાન સમજી ગયો હતો,હોસ્પિટલ જવું વ્યર્થ હતું.વિહાને એક્ટિવા મહેતાભાઈની ઑફિસ તરફ મારી મૂકી.તેના મગજમાં વિચારોનું વાવઝોડું ઉમટયું હતું.જે મહેતાભાઈના મળ્યા પછી જ શાંત થવાનું હતું.
            ***
        રાજુએ પહેલીવાર ઇશાનો ફોટો જોયો ત્યારથી એ તેના મનમાં વસી ગઈ હતી પણ પોતાની હેસિયત જાણતો રાજુ કોઈ દિવસ આમ ઈશા સામે આવી જશે એ સ્વપ્નેય નોહતું વિચાર્યું.પોતાના નાનાભાઈને ગુમાવ્યો પછી રાજુ બદલાયો હતો.ડિસ્ટ્રીકશન સાથે બી.કોમ.પૂરું કરેલા રાજુએ જ્યારે અમદાવાદમાં આવવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેના મમ્મી-પપ્પાએ વારેવારે ટોક્યો હતો.ધોલેરા નજીકના નાનકડા ગામ ગોરાસુમાંથી આવતો રાજુ જ્યારે અમદાવાદ આવ્યો હતો હતો ત્યારે તેના પણ એવા સપના હતા જે સાકાર કરવા એ મથ્યો હતો.વિહાનની જેમ જ.
       મહેતાભાઈએ જ્યારે તેને જોબ આપી અને રહેવા માટે ફ્લેટમાં રૂમ આપ્યો ત્યારે નાનાભાઈ મિલનને સારું ભણતર મળી રહે એ માટે પોતાની સાથે બોલાવી લીધો હતો પણ તેને ક્યાં ખબર હતી કે જે નાનાભાઈના ભવિષ્યના એ સપનાં જોતો હતો એ નાનોભાઈ થોડા દિવસનો જ મહેમાન છે.અરુણાબેનની જેમ જ તેને પણ જ્યારે એ ઘરે એકલો હતો ત્યારે આ સ્પ્રે પંપ કરવામાં આવ્યો હતો. રાજુએ પણ સિવિલમાંથી પોતાના ભાઈને ‘ચિરંજીવી હોસ્પિટલ”માં શિફ્ટ કર્યો હતો.મહેતાભાઈએ જ ત્યારે તેને મદદ કરી હતી.
      જ્યારે મહેતાભાઈએ તેને પોતાના ધંધામાં શામેલ કરવાની વાત કરી ત્યારે સ્વમાની રાજુએ ચોખ્ખી ના પાડી દીધી હતી.ત્યારબાદ થોડા દિવસમાં મિલનનું એક્સીડેન્ટ થયું.રાજુ પાસે હવે કોઈ રસ્તો નોહતો.પોતાનું સ્વમાન ભુલાવી એ મહેતાભાઈની શરણે આવી ગયો અને ત્યારપછી એ મહેતાભાઈના ઈશારા પર નાચતો.
                           ***
        સ્નેહાનો બાપ રઘુવીર ત્રણ દિવસથી વિહાન પર નજર રાખી બેઠો હતો.એ એક મોકાની તલાશમાં હતો. આકૃતિ બે દિવસથી ચિરંજીવી હોસ્પિટલ આવ-જા કરતી પણ ક્યારેક તેની સાથે ઈશા હોય તો ક્યારેક ખુશી હોય એટલે કઈ કરી શકતો નોહતો.અત્યારે તેને એ મોકો મળ્યો હતો.વિહાન આકૃતિનું એક્ટિવા લઈ નીકળી ગયો હતો એટલે આકૃતિ હોસ્પિટલમાં એકલી હતી.તેની પાસે અત્યારે જોરદાર ચાન્સ હતો.
      એ હોસ્પિટલમાં પ્રવેશ્યો,ડો.ત્રિવેદીના કેબિનમાં ગયો અને ડોક્ટરનો વેશ ધરી લીધો. અરુણાબેનના રૂમમાં જઇ તેણે અરુણાબેનને તપાસ કરવાનું નાટક કર્યું અને એક મેડીસીનની જરૂર છે એમ કહી આકૃતિને મેડીસીન લઇ આવવા કહ્યું.આકૃતિએ કોઈ સવાલ કર્યા વિના તેની વાત માની લીધી અને રઘુવીરને ડોકટર સમજી જ્યાં સુધી એ મેડિસિન ન લઈ આવે ત્યાં સુધી અરુણાબેનનું ધ્યાન રાખવા કહ્યું.
      આકૃતિ ગઈ એટલે તેણે એક કૉલ લગાવ્યો અને જોંગા તૈયાર રાખવા કહ્યું.આકૃતિ હોસ્પિટલની બહાર આવી.તેને એક વાતનું આશ્ચર્ય હતું.હોસ્પિટલમાં જ મેડિકલ છે તો ડૉક્ટરે તેને બીજા મેડિકલમાંથી કેમ મેડિસિન લાવવા કહ્યું.એ જ વિચારમાં તેણે રોડ ક્રોસ કર્યો.હોસ્પિટલની બહાર નીકળી આકૃતિએ ચાલીને એક સર્કલ ક્રોસ કર્યું ત્યાં સામે જ એક મેડિકલ હતું.તેણે એ દવા વિશે પૂછ્યું તો તેવી કોઈ દવા હતી જ નહીં.ડૉક્ટરની કોઈ ભૂલ થઈ હશે એમ વિચારી એ હોસ્પિટલમાં આવવા રોડ ક્રોસ કરવા જતી હતી એટલામાં જ એક જોંગા તેની નજીક આવી ઉભી રહી. તેમાંથી બે આધેડવયના વ્યક્તિ નીચે ઉતર્યા અને આકૃતિને જોંગામાં ખેંચી લીધી.
      આકૃતિ કોઈ હરકત કરે એ પહેલાં એક ભીનું કપડું જેમાં બેહોશીની દવા હતી એ સુંઘાડવામાં આવ્યુ અને આકૃતિ બેહોશ થઈ ગઈ.
      રઘુવીરે પોતાનું કામ પૂરું કર્યું હતું.તેણે મહેતાભાઈને કૉલ કર્યો અને આકૃતિને ઉઠાવી લીધાના સમાચાર આપ્યા.મહેતાભાઈએ તેના કામની સરાહના કરી અને તરત જ અમદાવાદ છોડી થોડા દિવસ બહાર નીકળી જવા કહ્યું. રઘુવીરને પણ એક વાતનું આશ્ચર્ય હતું.તેણે ઇશાને હોસ્પિટલમાં જોઈ હતી.એ શા માટે વિહાન સાથે હતી એ તેના માટે ગૂંથી બની ગઈ.પહેલીવાર તેણે મહેતાભાઈની વાત ન માની અને અમદાવાદની એક પોળમાં જઇ છુપાઈ ગયો.
(ક્રમશઃ)
       આકૃતિને શા માટે ગોંધી રાખવામાં આવી હતી?મહેતાભાઈ શા માટે વિહાન સાથે આવું કરતા હતા.વિહાન જ્યારે મહેતાભાઈને મળશે ત્યારે શું વાત થશે?જાણવા વાંચતા રહો વિકૃતી.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)