Pratishodh - 12 in Gujarati Love Stories by Kalpesh Prajapati KP books and stories PDF | પ્રતિશોધ - ભાગ - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રતિશોધ - ભાગ - 12

             " અમે છોડી દો પ્લીઝ અમને જવાદો અમે તમારુ શું બગાડ્યું છે." હું જેવો અંદર પ્રવેશ્યો મને જોઈએ તમામ છોકરીઓ બોલવા લાગી
             " સ....સ...સ.. ચૂપ થઈ જાઓ મારી વાત સાંભળો." એ બધાને ચૂપ કરાવતા કહ્યું. મેં મારા મોઢા પરથી માસ્ક ઉતાર્યું.
             " કરન તું અહીં શું કરે છે?" દિવાલને ટેકો દઇ બેસેલી ખુશી મને જોઇ ને બોલી. તેની આંખમાં થી આંસુ વહી રહ્યા હતા, તેની આંખો પરથી જ લાગતુ હતું કે તે કેટલી નિરાશ અને દુઃખી હતી. હું સીધો જ એની પાસે ગયો, તે મારા થી દુર હટી અને મો ફેરવી દીધું.
             " પણ તમે કોણ છો?"એક છોકરી એ મને પુછ્યું
             " હું કરન ખુશી નો કોલેજ નો ફેન્ડ, હું તમને અહીં થી લઈ જવા માટે આવ્યો છું." મેં જવાબ આપતા કહ્યું બધા જ સાંભળી ને ખુશ થઈ ગયા સિવાય ખુશી. " ખુશી મને માફ કરી દે યાર હું જાણું છું કે મે તારી સાથે ખરાબ વર્તન કર્યું છે જ્યારે મેં મહેસૂસ કર્યું ત્યારે મને ખબર પડી કે તને કેટલી તકલીફ થઈ હશે." મેં ખુશીને મનાવતા કહ્યું. ખુશી એ મારી વાત સાંભળી ન સાંભળી ફરી મારાથી દુર ખસી, એ કંઈ જ બોલી નહિ.
             " જો ખુશી તું આમ જ કરતી રહીશ તો પછી મારા જીવવાનો કોઈ મતલબ નથી કારણકે તારા વગરનું મારું જીવન મને નકામું લાગે છે જો તું ઇચ્છતી હોય કે હું તારી સામે ન આવું તો નહિ આવું પણ બસ છેલ્લી વાર મને માફ કરી દે હવે હું ક્યારેય આવું નહીં કરું." હું ખુશી ને કહી ત્યાંથી નીકળી ગયો. હું  વિશાલ અને અમર જોડે ગયો એમણે મને ખુશી વિશે પૂછ્યું મેં તેમને બધું કહી સંભળાવ્યું. રઘુ અને તેના કેટલાક માણસો ત્યાં આવ્યા તે કોઈ જેકોબ વિશે વાત કરતા હતા અને દાળમાં કંઈક કાળું લાગ્યું.
            " વિશાલ તું અને અમર મેવાડા ને બોલાવીને આવો ત્યાં સુધી હું આ રઘુ અને તેમના માણસ શું કરવા ઈચ્છે છે તે વિશે તપાસ કરું." મેં વિશાલ ને કહ્યું. વિશાલ અને અમર મારી વાત સાંભળીને મેવાડા ને બોલાવવા માટે નીકળ્યા. હું ધીરેથી રઘુ ની વાત સાંભળતો હતો તે બોમ્બ બ્લાસ્ટ ની વાત કરતો હતો. પછી તે નીચેની તરફ ગયો હું તેની પાછળ પાછળ ગયો, હું જેવો નીચે ગયો કે જોયું ત્યાં કોઈ માણસ બોમ્બ  તૈયાર કરી રહ્યો હતો અને એ પણ જેવો તેવો નહીં કોઈ લિક્વિડ કેમિકલ હતું બ્લુ કલર નું કદાચ કોઈ વાયરસ હતો જે બોમ્બ બ્લાસ્ટ દ્વારા ફેલાવવા માંગતો હતો, એ સિવાય બીજા વિસ્ફોટકો હતા. જે જોઇ મારા હોશ ઉડી ગયા, રધુ તે વ્યક્તિ ને સમજાવી પાછો ફર્યો રધુ ને આવતો જોઇ હું ફટાફટ ઉપર તરફ ગયો અને પાછો જગ્યાએ ગોઠવાઈ ગયો.
             રધુએ એક વ્યક્તિ ને બોલાવી કંઇક કહ્યું તે વ્યક્તિ મારી તરફ આવી રહ્યો હતો, મને લાગ્યું કે રઘુ ને મારા વિશે ખબર તો નથી પડી ને તે સીધો જ રૂમમાં ગયો કે જ્યાં ખુશી અને અન્ય છોકરીઓને બંધ કરી રાખવામાં આવી હતી, તે બધી છોકરીઓ ને બહાર લાવ્યો, રઘુ શું કરવા માગતો હતો એ મને ના સમજાયું, રઘુ એ એક વ્યક્તિને ખુશીને તેની તરફ લાવવા માટે ઈશારો કર્યો, તે ખુશીને રધુ પાસે લઈ ગયો. મને સમજાઈ ગયું કે રધુ શું કરવા માગે છે મે નક્કી કર્યું કે હું ખુશીને કંઈ નહીં થવા દઉં ભલે મારે એના માટે મારો જીવ જ કેમ ના જતો રહે.
             " રઘુ એને છોડી દે." મેં માસ્ક ઉતારી રઘુ તરફ આગળ વધતા કહ્યું.
             " મને ખબર જ હતી કે કોઈ તો અંદર ઘુસ્યુ છે, તને શું લાગ્યું કે તું અંદર આવીશ અને અમને ખબર નહિ પડે, તે મારા જે વ્યક્તિઓને ઘાયલ કરી બાંધીને છુપાવી દીધા હતા તેની અમને ખબર હતી, એટલે જ તને બહાર કાઢવા માટે મે આ બધુ કર્યું છે, ક્યા ગયા તારા બીજા સાથી." રઘુ એ મારો કોલર પકડતા કહ્યું
           " બાંધી દો આ સાલા ને અને એવો મારો કે બીજીવાર રઘુ જોડે પંગો લેતા સો વખત વિચારે, ત્યાં સુધી મારો કે જ્યાં સુધી એ હાર માનવા તૈયાર ના થાય." રઘુ એ તેના માણસોને કહ્યું. રઘુ ની વાત સાંભળતા તેના માણસો એ મને બાંધી દીધો અને મારવાનું શરૂ કર્યું, પહેલા તો મને મુક્કા અને લાત થી માર્યો, પછી ડંડા વડે મારવાનું શરૂ કર્યું પણ મને કંઈ જ ફરક ના પડ્યો પછી કંટાળીને તેમણે ચાબુક લઈ મને માર્યો મારા શરીર ની ચામડી ફાટી લોહી નીકળતું હતું આંખ માથી પાણી વહી રહ્યું હતું પણ મારા મોઢામાંથી આહ પણ ના નીકળ્યું, ખુશી થી મારી આ હાલત નહોતી જોવાતી તે રડી રહી હતી. તેમણે મને વધુ પીડા આપવા માટે મારા એ ઘાવ ઉપર મીઠું લગાડ્યું પછી કંટાળીને એમણે મને કરંટ આપ્યો હું બેહોશ થઈ ગયો પણ હાર ના માની.
              " ઉસ્તાદ આની અકલ ઠેકાણે આવી કે નહિ." રઘુ એ ઉસ્તાદ ને પૂછ્યું. ઉસ્તાદ એ રઘુ ને કહ્યું કે આ એમ નહિ માને. 
              " હોશ મા લાવો ઉસ્તાદ આને હવે હું આને હવે જીવતો નહીં છોડું, છોટુ મારી બંદૂક લાવ." રઘુ એ ગુસ્સે થઈને કહ્યું. છોટુ એ રઘુ ને બંધુક આપી ઉસ્તાદે મારા પર પાણી છાંટીને મને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો, રઘુ એ બંદુક હાથમાં આવતા મારી ઉપર એક પછી એક એમ 3 ગોળીઓ ચલાવી.
              " આની લાશને બહાર ફેંકી દો." રઘુ એ તેના માણસોને કહ્યું. રઘુ નો ઓર્ડર મળતા જ એના માણસો એ મને ઉઠાવી ને બહાર ઝાડીઓ મા ફેંકી દીધો. મને ગુમાવવા નો રંજ ખુશી ના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો, તે ખુબ દૂઃખી હતી તેને અફસોસ થતો હતો કેમકે થોડી વાર પહેલા મે એને જે મરવાની વાત કહી હતી  તે હકીકત થઈ ગઈ હતી.
             " બધા જ એલર્ટ રેહજો કારણકે પેલા બે છોકરા પણ પોલીસને લઈને આવતા જ હશે એટલે એમનું પણ સ્વાગત કરવું પડશે." રઘુ એ એમના માણસોને કહ્યું. થોડી જ વારમાં વિશાલ અને અમર મેવાડા અને એમના કેટલાક માણસો સાથે આવી પહોંચ્યા કિસન પણ સાથે જ હતો. રધુ ની ગેંગ અને ઇસ્પેક્ટર મેવાડા ના માણસો તથા  વિશાલ, કિશન, અમર વચ્ચે દ્વંદ થયું જે લગભગ અડધા કલાક સુધી ચાલ્યું અંતે રઘુ ના માણસોએ મેવાડા,વિશાલ,કિશન,અમર તથા મેવાડા ના માણસો અંતે રધુ ના માણસો થી પરાસ્ત થયા. રધુ એ બધાને બાંધી દીધા.
             " સાહેબ આપણે હવે શું કરીશું?" તાવડેએ મેવાડા ને કહ્યું
             " હા તાવડે તારી વાત સાચી છે પણ આપણે કરી પણ શું શકીએ?, હવે તો ભગવાન જ આપણી મદદ કરે એમ છે." તાવડે ને જવાબ આપતા મેવાડા એ કહ્યું
             " ખુશી તુ કેમ રડે છે? અને કરન કયાં ગયો? દેખાતો નથી." વિશાલે ખુશી તરફ જોતા પુછ્યું 
             " હવે એ ક્યારેય  પાછો નહીં આવે..... " ખુશી થી  રડતા રડતા આટલુ જ બોલાયુ.
             " મતલબ કહેવા શું માંગે છે તુ ખુશી?" ખુશીની વાત સાંભળીને વિશાલે ખુશીને પુછ્યું
            " મતલબ એ કે કરન ને રધુ એ મારી નાંખ્યો." ખુશી બોલી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ખુશીની નજીક બેસેલી દિવ્યા ખુશીને ચુપ કરાવવા નો પ્રયાસ કરી રહી હતી. પણ ખુશી ચુપ થવાનુ નામ નહતી લેતી.
           " પણ કેવી રીતે રઘુ ને ખબર કેવી રીતે પડી?" વિશાલ એ ખુશી ને પૂછ્યું
           " તમે લોકો અંદર આવ્યા એની જાણ રઘુ ને થઈ ગઈ હતી, એટલે જ એણે ચાલ ચલી હતી તમને પકડવા માટે, પણ તમે બંને મેવાડા સર ને લેવા માટે ગયા માટે બચી ગયા અને કરન..." ખુશી એ વિશાલ ના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું અને ફરી પાછી રડવા લાગી.
              
                        ****************

            " હા બોલી એ સરજી." રઘુ એ ફોન ઉઠાવતા કહ્યું
            " રઘુ કામ હો ગયા યા ફિર કોઈ ગરબડ તો નહીં હુંવી હે ના? " સરજી એ રઘુ ને પૂછ્યું
            " જી નહીં સરજી કામ હો ગયા હૈ થોડી ધિક્કત આઇ થી પર સબ ઠીક હો ગયા કલ યશવર્ધન કા કામ  કર દુ બાદ મેં અપના કામ હો જાયેગા." રઘુ એ સરજી ને જવાબ આપ્યો. રઘુ એ ફોન કાપી યશવર્ધન ને ફોન કર્યો. 
            " રઘુ બોલ રહા હું." 
            " હા બોલો રઘુ કહા તક પહુંચા કામ જેકોબ આ ગયા." યશવર્ધન એ રઘુ ને પૂછ્યું 
           " જી આ ગયા હૈ ઓર કામ આજ રાત તક કમ્પ્લીટ હોજાયેગા ફિર કલ આપકા સપના પુરા હો જાયેગા." રઘુ એ  જવાબ આપતા કહ્યું. રઘુ એ ફોન મુક્યો એવો જ સરજી નો ફોન આવ્યો
             " જી સરજી બોલીએ." સરજી નો ફોન ઉઠાવતા રઘુ ને કહ્યું
            " સલીમ કા કામ તમામ કર દો."
            " પર ક્યુ સરજી?" 
            " પર વર કુછ નહીં તુમ ઉસે માર દોગે ઉસ કી વજહ સે હી વો લડકા તુમ તક પહોંચા, મેં નહીં ચાહતા કી ઉસકી વજહ સે અપના કામ બીગડા જાયે." 
           " સરજી ઠીક હે સરજી જેસા આપ બોલે." રઘુ એ ફોન મૂકી ઉસ્તાદને કહી સલીમ ને મારવા માટે માણસો મોકલ્યા. 
            
                       *******************
             "  આ બધું નિશા ના કારણે જ થયું છે. " ખુશી બોલી
             "  તું આ શું બોલી રહી છે ખુશી તને ભાન છે. " વિશાલ ખુશીની વાત સાંભળીને બોલ્યો
             " નિશા ના કારણે જ હું કિડનેપ થઈ હતી." ખુલાસો કરતા ખુશી બોલી
             " શું......?" અમર, વિશાલ અને કિશન ત્રણેય એકી સાથે બોલ્યા
             " હા નીશા ની મદદ થી આ લોકો એ મારુ અપહરણ કર્યું હતું, મને નીશા એવી જગ્યાએ લઈ ગઈ જયા કોઇજ ન હોય." ખુશી બોલી. ખુશી ના બોલ્યા પછી બીજી છોકરીઓ પણ બોલી કે નિશા ના કારણે જ તેમનું અપહરણ થયું છે. વિશાલ આ સાંભળીને ડઘાઈ ગયો. 


(ક્રમશઃ)
  શું રઘુ એના કામમાં સફળ થશે? શું  કોઈ મેવાડા અને બધાને છોડાવી શકશે? શું કરન વગર ખુશી જીવી શકશે? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ નો 13 મો ભાગ આવતા સપ્તાહે
 
નોંધ :-
મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કમેન્ટ પણ કરજો અને આપના મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો.

Facebook :- kalpesh Prajapati kp