અભિસારિકા- part-2
સારિકા હવે પૂરી કોલેજમાં અભિ ને પાછળ મૂકીને હાઈએસ્ટ માર્ક લાવી હતી. સ્ટુડન્ટ્સ પણ હવે કંઈપણ પ્રોબ્લેમ હોય તો પ્રોફેસર ના બદલે સારિકા ની પાસે સોલ્યુશન માટે જતા. ધીરે-ધીરે સારિકા કોલેજમાં જાણીતી બની ગઈ હતી. સાથે જ એના ફ્રેન્ડ બનવા માટે સ્ટુડન્ટ્સ મા હોડ લાગેલી હતી. બધાને સારિકા નો મિલનસાર સ્વભાવ બહુ જ ગમતો. પ્રોફેસર્સ થી લઈને સ્ટુડન્ટ સુધીમાં બધા જ એના નામની માળા જપતા હતા એવું કહીએ તો અતિશયોક્તિ નથી.
પણ હજી કોલેજમાં કોઈ એવું હતું જેને સારિકા નું આટલું બધું ફેમસ થવું ખટકતું હતું. એ હતી કોયલ. માલેતુજાર બાપની એકની એક પુત્રી. પાસે રમકડાની જેમ ગાડીઓ અને નોકર ચાકર હતા. નાનપણથી જ એને નાસાંભળવાની આદત નહોતી. ભણવામાં એ કઈ ખાસ નહોતી પણ નર્સરી ક્લાસથી એની સાથે ભણતા અભિ ના કારણે એ પાસ થઈ જતી. રૂપમાં પણ કંઇ ઓછી નહોતી. મોંઘા મોંઘા કપડા એની એક ઓળખ હતી. આવી આ કોયલ ની સામે બિચારી આ ભલી ભોળી સારિકા તો એક માખી ની જ વેલ્યુ ધરાવતી હતી.
આ બાજુ નસીબ જોગે અભિ અને સારિકા પ્રોજેક્ટ માટે પાર્ટનર બન્યા. આ જોઈને કોયલ ગુસ્સાથી ધુવાપુવા થઈને ક્લાસ માંથી જતી રહી. અભિ એને સમજાવા માટે ની પાછળ પાછળ ગયો. બહુ મનાવી ત્યારે એ , એ શરત ઉપર માની કે આ પ્રોજેક્ટ તૈયારી અભિ અને સારિકા પણ એના ઘરેજ કરશે. આમ કરવા પાછળનો હેતુ સારિકા અને અભિ ની મદદ કરવાનો નહીં પણ અભિ પર નજર રાખવાનો હતો. સાથે કંઈક ગોટાળો કરી અને અભિ અને સારીકા નો પ્રોજેક્ટ ખરાબ કરીને એ બંનેની વચ્ચે ખટરાગ પેદા કરવા માંગતી હતી. જેથી એ અભિ અને પોતાની વચ્ચે સારિકા ને આવવાથી અટકાવી શકે.
નક્કી થયેલા સમય પ્રમાણે સારિકા હોસ્ટેલ થી નીકળી. રસ્તામાં જતા એ જે રીક્ષા માં બેઠી'તી રીક્ષા ખરાબ થઈ ગઈ. અને એણે ઉતરી અને બીજી રિક્ષાની રાહ જોવા લાગી. અભિ એ સારિકા ના ઘરે જતા રસ્તા પર એને ઉભેલી જોઈ અને લિફ્ટ આપી. કોયલ એ બન્નેને સાથે ઘરે આવેલા જોયા અને વિચાર્યું “ક્યાંક ભૂલ તો નથી કરી દીધી ને મેં આ બંને ને અહીં બોલાવીને?”
પણ આ કોયલ હતી આમ હાર માની જાય એ બીજા. એણે યુક્તિ કરી પ્રોજેક્ટ ના કામ દરમિયાન એ અભિ અને સારિકા ની પાસે જ રહેતી. હવે તે સારિકાની સાથે મિત્રતા કેળવતી હતી. પ્રોજેક્ટ હવે બની જવાની અણી પર હતો. અભિ અને સારિકા કામ પતે એટલે પ્રોજેક્ટ નો બધો જ સામાન અને પ્રોજેક્ટ ના કાગળ અહીં મૂકીને જતા હતા. એક દિવસ અભિ વહેલો જતો રહ્યો. થોડું કામ હતું એ પતાવી અને પછી સારિકા નીકળી. બસ હવે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ. આ વિચારી હરખાતી સારિકા પણ હોસ્ટેલ જવા નીકળી ગઈ. એ બંને ના ગયા પછી કોયલે એમના પ્રોજેક્ટ માંથી અમુક કાગળ કાઢી અને એના ફોટોસ લઈને સળગાવી દીધા. બીજા દિવસે સવારે અભિ અને સારિકા આવ્યા ત્યારે એમણે જોયું કે પ્રોજેક્ટ ના અમુક પેજ ખૂટે છે એમની આમતેમ ઘણું શોધ્યું પણ ના મળ્યા. તક મળતાં જ કોયલે કીધું કે છેલ્લે સુધી સારિકા એકલી જ હતી આ રૂમમાં. અને હા એના ગયા પછી બારીની બહાર થોડા કાગળના કટકા જોયા તા. મને લાગ્યું એ કામના નહી હોય માટે સારિકા ફેક્યા હશે. કહી અને પાછળથી અડધા ફાટેલા પેજ લઈ આવી ને અભિ ને આપ્યા. અભિ એ જોયું આ એજ પેજ હતા જેમના પ્રોજેક્ટ માં ખૂટતા હતા. અભિ ના ગુસ્સાનો પાર ન રહ્યો. એને સારિકાને બહુ જ ખરીખોટી સંભળાવી દીધી. સારિકા આશ્ચર્ય અને આઘાત સાથે એક નવા અભિ ને જોઈ રહી હતી.
થોડી જ વારમાં કોયલ એની લીધેલા ફોટોસ ની પ્રિન્ટ કાઢી અભિ ને આપે છે. અને જેમ તેમ કરીને પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે. કોયલ વિચારે છે કે હવે સારીકા ની સાથે મિત્રતા પણ નહિ રાખે. મનમાં ખુશ થાય છે. પણ એ ખુશી ઝાંઝી નથી ટકતી. બીજા દિવસે સવારે અભિ પ્રોજેક્ટ submit કરાવા જતી વખતે સારિકાને સોરી કહે છે. અને સાથે પણ કહે છે સારિકા તું મારી મિત્ર થી કંઈક વધુ છે શું તને પણ એવું લાગે છે? સારિકા પ્રોજેક્ટ નું કામ કરતી વખતે જેટલો સમય તારી સાથે રહેતો ને બહુ જ ગમતું. અરે એમ થતું કે આ સમય ક્યારે પૂરો ન થાય. તારા આવવાથી મને સમજાયું કે પ્રેમ શું છે. સારિકા મારી સાથે જિંદગીભર આ પ્રેમ નો સબંધ સ્વીકારીશ?
તારો જે પણ જવાબ હોય હા કે ના મને મંજુર છે. હા હોય તો સવાલ નથી પણ જો ના હોય એક શરત છે તારી જિંદગી પર મારી મિત્ર બનીને રેહવું જ પડશે. બંને પ્રોજેક્ટ કરવા માટે પ્રોફેશનના કેબિનમાં એન્ટર થાય છે.
શું જવાબ હશે સારિકા નો હા કે ના,
સારિકા ના જવાબ આપ્યા પછી કોયલ નું શું રિએક્શન આવશે?
બધાંજ સવાલનો જવાબ next part માં
તમને આ સ્ટોરી કેવી લાગી એ અમને comment boxમાં જણાવાનું ભૂલતા નહિ.
1st part mate https://www.matrubharti.com/book/19862165/ par click karo